અહીં નાના સુવિચાર ગુજરાતી પ્રેરણાદાયી સુવિચારો આપવામાં આવ્યા છે. જે તમને જીવન જીવવાની પ્રેરણા અને મોટિવેશન પૂરું પાડશે આપેલ નાના સુવિચાર ગુજરાતીને તમે કોપી કરીને વિવિધ સોશિયલ મીડિયામાં તમે તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરી શકો છો.
નાના સુવિચાર ગુજરાતી
જાતને બદલશો
તો આખું જગત
બદલાય જશે.
સારા વિચાર
માનવીને
સજ્જન બનાવે છે.
આળસથી કટાઈ જવા
કરતાં મહેનતથી
ઘસાઈ જવું વધુ સારું છે.
મનુષ્ય જન્મથી નહીં
પરંતુ
કર્મથી મહાન બને છે.
શક્તિનો ગર્વ નહીં,
યોગ્ય ઉપયોગ કરો.
સફળતા મહેનતથી મળે,
વિચારોથી નહીં..!!
સખત રસ્તાઓ હંમેશા
સુંદર લક્ષ્ય તરફ દોરી
જાય છે.
દરેક નાનો બદલાવ
મોટી સફળતાનો
એક ભાગ હોય છે..
નિયમ જ્યારે નિશ્ચય બની જાય,
માણસ ત્યારે સફળ બની જાય..!!
સફળતા અને અસફળતા
તે બંને જીવનના બે ભાગ છે.
આ બંને જ સ્થાયી હોતા નથી.
જગ્યા આપવી
અને સ્થાન આપવું
એ બંનેમાં બહુ મોટો ફરક છે.
નાના પથ્થરોનું
ધ્યાન રાખજો સાહેબ,
ઠોકર ક્યારેય પર્વતની
નથી લાગતી !!
“વિદ્યા”
સમાન શરીરને
“શોભાવનાર”
બીજી કોઈ વસ્તુ નથી.
ધ્યેય વિનાનું જીવન
સુકાની વગરની નાવ જેવુ છે.
સફળતા એ સવાર જેવી છે,
માંગવાથી નહીં પણ જાગવાથી મળે છે.
જીવનમાં તમારી પાસે કઈ જ બચ્યું ના હોય
ત્યારે ભવિષ્ય તો બાકી જ હોય.
“સફળતા એ દિવસે ને દિવસે
પુનરાવર્તિત નાના પ્રયત્નોનો
સરવાળો છે.”
કિંમત ના હોય ત્યાં વહેંચાવું નહીં,
અને કદર ના હોય ત્યાં ઘસાવું નહીં!!
સારું પરિણામ મેળવવા માટે વાતોથી નહીં
રાતોથી લડવું પડે છે.
તમારી સૌથી મોટી
કમજોરી તમારો ડર છે.
નાના કામોમાં ચોક્કસ બનશો,
ત્યારે જ મોટા કામોમાં સફળ બનશો.
સમય એ આપણી પાસેનું સૌથી મૂલ્યવાન
ચલણ છે, તેને સમજદારીપૂર્વક ખર્ચો.
પ્રાથનાની શાંતિમાં આપણને
આપણાં આત્માનું સંગીત મળે છે.
આપણું જીવન
આપણાં વિચારોનું જ એક ફળ છે.
માત્ર પ્રયાસ જ નહીં,
સફળતા મેળવવા માટે
જીદ પણ હોવી જોઈએ.
પ્રાથના એ સૌમ્ય પવન છે,
જે તોફાની વાદળોને દૂર લઈ જાય છે.
પહેલું ભણતર એ જ છે….
સભ્યતાથી બોલતા શીખવું
સીધુ ને સટ
કામ હોય ત્યારે જ યાદ કરનારા લોકો સાથે
શબ્દોનો વ્યવહાર રાખવો
લાગણીનો નહીં..!!
ધાર્યું થતું નથી અને
થાય એ કયારે ધાર્યું હોતું નથી
બસ એ જીવન
મૂળ વગરના વૃક્ષ અને
વિશ્વાસ વગરના વ્યવહાર,
વધુ સમય ટકતા નથી !!
વીતેલું સુખ જ જિંદગીમાં
સૌથી વધારે દુ:ખ આપે છે.
જીદંગીમાં
સુખી થવું હોય તો
પોતાની જાત સિવાય
કોઈ પાસે
અપેક્ષા રાખવી નહીં
જો સંતાનમાં દીકરી હોય તો માં નું
બાળપણ પાછું જોવા મળે છે.
નાટકમાં સૌથી અઘરું પાત્ર
મૂર્ખનું હોય છે,
અને તે ભજવનાર બહુ જ
હોંશિયાર હોય છે.
હાથમાં
પાનાંઓ નથી તો શું થયું…!
જુગાર તો લોકોના મગજમાં
રમતો હોય છે….
જ્યાં સુધી પોતાનાઓથી ઠોકર
ન મળે ત્યાં સુધી માણસ હોંશમાં નથી આવતો.
તમે પૈસાથી બધુ
ખરીદી શકો છો,
પણ સંસ્કાર તો માત્ર
માતા-પિતા જ આપી શકે.
સાચો સબંધ હાથમાં પહરેલી
વીંટી જેવો હોય છે,
નીકળ્યા પછી પણ નિશાની
છોડી જ જાય છે….
“સફળતા હાથની રેખાઓમાં નહીં
માથા પર પરસેવાથી મળે છે.”
“તકલીફ”
જીવનમાં હોય કે
Mobileમાં…
ઉકેલ એક જ છે..
Restart કરો…
કિનારાઓ ના મળે તો વાંધો નહીં
પણ બીજાને ડૂબાડીને
ક્યારેય તરવું નહીં…
સુખી…..
જાતે જ થવું પડે..
દૂ:ખી…
ગમે ઇ કરી જાય…
કોઈ મતલબ વગર સારા બનો સાહેબ,
કેમ કે મતલબ માટે તો બધા
સારા બને જ છે.
હદયમાં આવકારો
બધાને અપાય…
બાકી સ્થાન
અમુકને જ અપાય..!!
અમુક રાતે
તમને ઊંઘ નથી આવતી
અને અમુક રાતે
તમે સુવા નથી માંગતા
વેદના અને આનંદ વચ્ચે
આ ફેર છે.
જ્યારે પોતાની જાત ઉપર
અભિમાન થવા લાગે ત્યારે,
એક આંટો સ્મશાનમાં મારી લેવો…
કહેતો હતો ને કહેતી હતી
આમાંથી બહાર આવી ગયા તો
જીવવાની મઝા આવશે….
આખરે ગુમાવેલી જિંદગીનો હિસાબ મળી ગયો.
આ કાગળનો પૈસો આખી જિંદગી ગળી ગયો.
જીવન પેનડ્રાઈવ નથી કે
મન પસંદ ગીત વગાડી શકાય….
જીવન તો રેડિયા જેવુ છે…
ક્યારે કયું ગીત વાગે તેની ખબર જ ના હોય…
માણસના જીવનમાં આવેલો
મુશ્કેલ સમય જ
માણસને અંદરથી
મજબૂત બનાવતો હોય છે !
પોઈન્ટ વાળી
વાત હોય કે વસ્તુ
ખૂંચે છે જરૂર…!
કામ ગમે તેટલું મોટું હોય
પરંતુ તમારો સંકલ્પ દ્રઢ
હશે તો તે નાનું થઈ જશે.
લાગણી નું નિર
અને પ્રેમ નું ખાતર
નાખો ને
ત્યારે જ સંબધોનું
સિંચન થાય છે…
ઘી…
દૂધ…
અને માખણ
કરતાં પણ વધારે ચરબી…..
પૈસાની ચઢે છે.
જરૂરી નથી કે બધા બધે કામ આવે,
આસોપાલવ નીચે વિસામો ભલે ના મળે,
પણ સ્વાગત તો બધાનું એ જ કરે..
તોરણ બની ને.
વળતરની અપેક્ષા જ
સંબધોમાં નડતર બને છે…!!
જીવન જીવવું હોય તો
દર્પણની માફક જીવો,
જેમાં સ્વાગત સર્વનું
પણ
સંગ્રહ કોઈનો નહિ
સારા દેખાવું સહેલું છે
પણ સારા બનવું કઠિન છે.
જેમનામાં નુકશાન
સહન કરવાની શક્તિ હોય,
એ જ વ્યક્તિ નફો કમાવી શકે છે
પછી એ ધંધો હોય કે સંબધ.
તન જેટલું ફરતું રહે
એટલું “સ્વસ્થ” રહેશે..!!
અને મન
જેટલું સ્થિર રહે
એટલું “મસ્ત” રહેશે..!!
જ્યારે બુદ્ધિ હડતાલ પર ઉતરે છે,
ત્યારે જીભ ઓવરટાઈમ કરતી હોય છે.
પોતાના દરેક અનુભવથી
શિખતા રહો
કેમ કે
તમારી જિંદગીમાં ફેરફાર
તમારા સિવાય
કોઈ નહીં કરી શકે.
ભાવ
વગરનો અહીં બધાનો
હાવભાવ છે,
પરિસ્થિતી
પ્રમાણે સૌનો
સ્વભાવ છે.
સાચી “લાગણી” ની
અસર કદાચ મોડી
થાય
પણ “કદર” તો એક
એક દિવસ જરૂર થાય…
ઘણો એકલો છું એ
વિચારવાના બદલે
એકલો જ ઘણો છું
એવા વિચારો જ
પ્રગતિ કરાવે છે.
હદયમાં બધાના ક્યાં ચિત્ર બને છે.
અમુક ખાસ હોય એ જ તો મિત્ર બને છે !!
કાર્યનો યશ પોતે લેશો તો તમારું મન
રાજી થશે અને બીજાને આપશો તો
તમારો આત્મા રાજી થશે.
‘તમે’
‘તમારા’ થી જ્યારે ખોવાઈ જાઓ ત્યારે
‘તમને’ શોધવામાં
‘તમારી’ જે મદદ કરે એ
ઈશ્વર….
ભરોસો
બધાનો કરવો
પણ સાવચેતી રાખવી સાહેબ
ક્યારેક પોતાના દાંત પણ
જીભ કાપી નાખે છે !!
લાંબી જીભ અને ટૂંકા વિચાર
સંબધમાં નુકશાન નોતરે છે.
માણસ હમેંશા વિચારે છે કે ભગવાન છે કે નહીં ?
પણ
ક્યારેય એ નથી વિચારતો કે પોતે માણસ છે કે નહીં ??
વેરનું વિસર્જન કરે અને
પ્રેમનું સર્જન કરે
એનું નામ જ જીવન
લોકપ્રિયતા
આમંત્રણ વિના આવે છે
અને પરવાનગી લીધા વિના
વિદાય લે છે…!!
લોકોની સાથે હસો…
પરંતુ લોકો પર નહીં
“ઈશ્વર પાસે બધી વાત મૂકી દેવી…
પછી એ જાણે અને એનું ત્રાજવું જાણે,
આપણે છુટ્ટા….”
જ્યારે હજારો ભૂલો પછી પણ
તમે તમારી જાતને પ્રેમ કરો છો…..,
તો પછી બીજાની એક ભૂલ માટે
શા માટે નફરત કરો છો ???
“મારૂ તારું” કટનારા લોકો
અસ્તિત્વ હારી જાય છે, જ્યારે “જતું” કરનારા લોકો
દુનિયા જીતી જાય છે…!!
પોતાની મસ્તીમાં જીવતી
વ્યક્તિને,
કોઈ પણ વાહ વાહ ની જરૂર
પડતી નથી !!
શતરંજ હોય કે જિંદગી
જીતવા માટે ધીરજ રાખવી જ પડે….!!
તમે કેટલા ચોખ્ખા છો એ તમારી જાત પરથી
નક્કી થવું જોઈએ સાહેબ,
બાકી, અત્યારે બીજાને Blur કરી પોતાને HD
દેખાડવાની ફેશન ચાલે છે.
વ્હેંચતા વ્હેંચતા છેલ્લે,
“હું” જ વધ્યો
કોઈએ ના લીધો,
બધા પાસે “હું” હતો.
આ પણ વાંચો
અહીં આપેલ નાના સુવિચાર ગુજરાતી તમને કેવા લાગ્યા તે અમને કમેંટ કરીને અવશ્ય જણાવશો. વધુ ગુજરાતી પ્રેરણાદાયી સુવિચાર વાંચવા માટે 4Gujarat સાથે જોડાયેલા રહો.