જેમ કેન્દ્રમાં સંસદના રાજયસભા, લોકસભા અને રાષ્ટ્રપતિ તેમ ત્રણ અંગ છે. તેવી જ રીતે રાજય વિધાનમંડળના વિધાનસભા, વિધાનપરિષદ અને રાજયપાલ એમ ત્રણ અંગો છે.
પરંતુ તમામ રાજયોના વિધાન મંડળમાં એકરૂપતા જોવા મળતી નથી. ભારતના મોટા ભાગના રાજયોમાં એકગૃહી તંત્ર ધરાવે છે. જયારે બાકીના રાજયોમાં દ્વિગૃહી તંત્ર જોવા મળે છે.
જે રાજયોમાં એકગૃહી તંત્ર છે ત્યાં વિધાનમંડળમાં વિધાનસભા અને રાજયપાલ રહેશે, અને જે રાજયોમાં દ્વિગૃહી તંત્ર છે, ત્યાં વિધાન મંડળમાં વિધાનસભા, વિધાન પરિષદ અને રાજયપાલનો સમાવેશ થાય છે.
ભારતના બંધારણમાં રાજયોમાં વિધાન પરિષદની રચના અથવા નાબૂદી કરવાની સત્તા સંસદને આપી છે. પરંતુ પહેલા આ માટેનો પ્રસ્તાવ રાજયની વિધાનસભામાં વિશેષ બહુમતી (કુલ સભ્ય સંખ્યાના 50% + હાજર રહીને મતદાન કરનારા સભ્યોના 2/3 મત) થી પસાર થયેલો હોવો જોઈએ.
આવી રીતે વિધાન પરિષદની રચના/નાબૂદી અંગેનો સંસદનો કાયદો અનુચ્છેદ-365 હેઠળ બંધારણીય સુધારો ગણવામાં આવતો નથી. અટેલે તે સંસદમાં સામાન્ય બહુમતીથી પસાર કરી શકાય છે.
વિધાન પરિષદની સામાન્ય માહિતી
અનુચ્છેદ : | 171 |
સભ્યોનો કાર્યકાળ : | 6 વર્ષ |
મહત્તમ સભ્ય સંખ્યા : | વિધાનસભાના 1/3 થી વધુ નહીં |
ઓછામાં ઓછી સભ્ય સંખ્યા : | 40 |
નિમણૂક થતાં સભ્યો : | ગૃહના 1/6 સભ્યો |
લઘુતમ ઉંમર : | 30 વર્ષ |
અનામત : | અનામત હોતી નથી |
ચૂંટણી : | પરોક્ષ |
વિસર્જન : | કરી શકાય નહીં |
ગુજરાતમાં સ્થિતિ : | ગૃહ અસ્તિત્વમાં નથી |
વિધાન પરિષદ ધરાવતા રાજ્યો
વર્તમાનમાં ભારતમાં 6 રાજ્યો વિધાન પરિષદ ધરાવે છે. જે નીચે મુજબ છે.
1). આંધ્રપ્રદેશ
2). બિહાર
3). કર્ણાટક
4). મહારાષ્ટ્ર
5). તેલંગાણા
6). ઉત્તરપ્રદેશ
પહેલા જમ્મુ કશ્મીરમાં પણ વિધાન પરિષદ અસ્તિત્વમાં હતી પણ વર્ષ 2019માં Jammu and Kashmir Reorganisation Act (2019) થી તેને નાબૂત કરવામાં આવ છે.
Read more