Join our WhatsApp group : click here

10 જાન્યુઆરી : વિશ્વ હિન્દી દિવસ  | World Hindi day 2023

દર વર્ષે 10 જાન્યુઆરીએ વિશ્વ હિન્દી દિવસ (World Hindi Day) મનાવવામાં આવે છે. આ દિવસે વિદેશ મંત્રાલય દ્વારા હિન્દી ભાષાના મહત્વને ઉજાગર કરવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવા આવે છે.

હિન્દી આપણી માતૃભાષા છે. વિશ્વમાં સૌથી વધુ બોલતી ભાષાઓમા ત્રીજા નંબરે આવે છે. હિન્દી શબ્દ ‘હિન્દ’ ઉપરથી ઉતરી આવ્યો છે. જેનો અર્થ ‘સિંધુ નદીની ભૂમિ’ થાય છે.

વિશ્વ હિન્દી દિવસ

વિશ્વ હિન્દી દિવસનો ઇતિહાસ :

વિશ્વભરમાં હિન્દી ભાષાના પ્રચાર-પ્રસાર માટે 10 જાન્યુઆરી 1975 ના રોજ મહારાષ્ટ્રના નાગપુર ખાતે ‘વિશ્વ હિન્દી સંમેલન’ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમલેનમાં 30 દેશોના 122 પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. તેની યાદગીરી ભાગરૂપે ભારત સરકાર દ્વારા વર્ષ 2006 થી 10 જાન્યુઆરીના રોજ વિશ્વ હિન્દી દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

વર્ષ 2006માં પ્રથમ વિશ્વ હિન્દી દિવસનું આયોજન પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ દ્વારા કરવામાં આવ્યું હતું.

હિન્દી ભાષા બોલતી હોય તેવા દેશો :

ભારત, બાંગ્લાદેશ, નેપાળ, પાકિસ્તાન, અમેરિકા, જર્મની, ન્યુઝીલેન્ડ, સંયુક્ત આરબ અમીરાત, યુગાંડા, સાઉથ આફ્રિકા, મોરેશિયસ, ગુયાના, ફિજી, સુરીનામ વગેરે દેશોમાં હિન્દી ભાષા બોલાય છે.

વિશ્વ હિન્દી દિવસ ઊજવવાના ઉદ્દેશ્ય :

  • વૈશ્વિક સ્તરે હિન્દી ભાષાનો પ્રચાર-પ્રસાર કરવો.
  • સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં હિન્દી ભાષાને આધિકારિક ભાષા તરીકે સ્થાપિત કરવી.
  • હિન્દી ભાષા પ્રત્યે જાગરુકતા લાવવા.
  • હિન્દી ને પ્રમુખ વૈશ્વિક ભાષાના રૂપમાં સ્થાપિત કરવી.
  • હિન્દીની ભૂલો દૂર કરીને હિન્દી ભાષામાં સુધારો કરવો.
  • વૈશ્વિક સ્તરે હિન્દીનું મહત્વ વધારવા

હિન્દી દિવસ ક્યારે મનાવવામાં આવે છે :

દર વર્ષે 14 સપ્ટેમ્બરે હિન્દી દિવસ મનાવવામાં આવે છે.

14 સપ્ટેમ્બર, 1949 ના રોજ બંધારણ સભાએ હિન્દીને ‘રાજભાષા’ નો દરજ્જો આપ્યો હતો, તેથી 14 સપ્ટેમ્બરના રોજ હિન્દી દિવસ ઉજવવામાં આવે છે.

ભારતીય બંધારણમાં ભાગ 22 અને અનુસૂચિ 8માં 22 ભારતીય ભાષાનો સમાવેશ કરવામાં આવ્યો છે.   

આ પણ વાંચો :

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!