અહીં રાજયના એડવોકેટ જનરલની બંધારણ સંબધિત જોગવાઈ વિશે માહિતી આપવામાં આવી છે. જેમાં એડવોકેટ જનરલની નિમણૂક, લાયકાત, કાર્યકાળ, પગાર ભથ્થા અને તેના વિશેષ અધિકાર સંબધિત માહિતી આપેલ છે. જે તમને તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી સાબિત થશે.
Table of Contents
રાજયનો એડવોકેટ જનરલ
અનુચ્છેદ : 165 મુજબ રાજયનો રાજયપાલ ઉચ્ચન્યાયાલયના ન્યાયધીશ થવાની લાયકાત ધરાવતા વ્યક્તિને રાજયનો એડવોકેટ જનરલ તરીકે નિમણૂક આપશે.
એડવોકેટ જનરલ રાજયનો મુખ્ય કાયદા અધિકારી છે.
રાષ્ટ્રપતિ અને રાજયપાલ દ્વારા સોંપવામાં આવેલા વિષયો પર રાજય સરકારને સલાહ આપે છે.
રાજયના કોઈપણ ન્યાયાલયમાં સુનવણી કરવાનો અધિકાર એડવોકેટ જનરલ ધરાવે છે.
રાજયના એવોકેટ જનરલ ને રાજયના મહાધિવવક્તા પણ કહેવામા આવે છે.
નિમણૂક
>> રાજયપાલ દ્વારા મંત્રી પરિષદની સલાહથી એડવોકેટ જનરલની નિમણૂંક કરવામાં આવે છે.
લાયકાત
>> ભારતનો નાગરિક હોવો જોઈએ
>> ઉચ્ચ ન્યાયાલયનો ન્યાયધીશ બની શકે તેટલી લાયકાત ધરાવતો હોવો જોઈએ.
>> 10 વર્ષ સુધી ન્યાયિક અધિકારી અથવા ઉચ્ચ ન્યાયાલયમાં 10 વર્ષ સુધી વકીલાત કરેલ હોવી જોઈએ.
કાર્યકાળ
>> એડવોકેટ જનરલનો કાર્યકાળ નિશ્ચિત હોતો નથી.
>> રાજયપાલની ઈચ્છા હોય ત્યાં સુધી તે પોતાના હોદ્દા પર રહે છે.
>> મોટા ભાગે મંત્રી પરિષદ રાજીનામું આપે ત્યારે એડવોકેટ જનરલ પણ રાજીનામું આપી છે.
પગાર ભથ્થા
>> બંધારણમાં એવોકેટ જનરલના પગાર ભથ્થા અંગે કોઈ વિશેષ જોગવાઈ નથી. પરંતુ રાજ્યપાલ દ્વારા વખતો વખત તેનો પગાર નક્કી કરવામાં આવે છે.
વિશેષ અધિકાર
અનુચ્છેદ : 177 મુજબ રાજયની વિધાનસભા અને વિધાનપરિષદ બંનેમાં બોલવાનો અને તેમની કાર્યવાહીઓમાં બોલવાનો અધિકાર એડવોકેટ જનરલ ધરાવે છે, પણ મતદાન કરવાનો અધિકાર તેને નથી.
>> તેને રાજયના વિધાનસભ્ય ને પ્રાપ્ત બધા જ વિશેષાધિકારો પ્રાપ્ત છે.
Read More