CAG Information in Gujarati : CAG સંબધિત બંધારણીય માહિતી ગુજરાતીમાં આપવામાં આવી છે. આપેલ માહિતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી છે.
Table of Contents
CAG full form in gujarati
CAG full form in Gujarati: ભારતનો નિયંત્રક અને મહાલેખા પરીક્ષક (comptroller and auditor general of India)
CAG Information in Gujarati
>> ભારતના બંધારણના અનુચ્છેદ 148માં CAGના પદની વ્યવસ્થા કરવામાં આવી છે.
>> CAGને લોકોના ધનનો સંરક્ષણ કહે છે.
>> CAGને લોક લેખાં સમિતિ (PAC) નો ‘કાન અને આંખ’ કહેવામા આવે છે.
>> તે દેશની સંપૂર્ણ નાણાંકીય વ્યવસ્થાનો સંરક્ષક છે.
>> કેન્દ્ર અને રાજય બંને સ્તર ઉપર નિયંત્રણ રાખે છે તથા કેન્દ્ર અને રાજય સરકારના હિસાબી ચકાસણી(ઓડિટ) કરે છે.
>> CAG માત્ર સંસદને જવાબદાર છે.
નિમણૂક અને શપથ
>> CAGની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે.
>> CAGને ભારતના બંધારણની ત્રીજી અનુસૂચિ મુજબ રાષ્ટ્રપતિ અથવા રાષ્ટ્રપતિ નિમેલ કોઈ વ્યક્તિ દ્વારા શપથ લેવડાવવામાં આવે છે.
કાર્યકાળ
>> 6 વર્ષ અથવા 65 વર્ષ બંનેમાંથી જે વહેલા હોય ત્યાં સુધી તે પોતાના હોદ્દા ઉપર રહે છે. આ ઉપરાંત તે રાષ્ટ્રપતિ ગમે ત્યારે રાજીનામું આપી શકે છે.
>> તેને રાષ્ટ્રપતિ દ્વારા માત્ર મહાભિયોગ જેવી પ્રક્રિયા દ્વારા જે સર્વોચ્ચ ન્યાયાલય અને ઉચ્ચ ન્યાયાલયના ન્યાયધીશો માટે વાપરવામાં આવે છે તેના દ્વારા જ હટાવી શકાય.
>> તેનો કાર્યકાળ નિશ્ચિત છે તેને કાર્યકાળથી પહેલા બંધારણીય પ્રક્રિયા સિવાય હટાવી શકાતો નથી.
>> તે નિવૃત પછી કેન્દ્ર કે રાજય સરકારના કોઈ પદ પર કાર્ય કરી શકાતો નથી.
પગાર-ભથ્થા
>> સંસદ દ્વારા નક્કી કરવામાં આવે ત્યાં સુધી બંધારણીય બીજી અનુસૂચિ મુજબ સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયધીશને સમાન વેતન આપવામાં આવે છે.
>> તેનો અને તેના કાર્યાલયના સ્ટાફનું પગાર-પેન્શન ભારતની સંચિત નિધિ પર આધારીત છે.
CAGના કાર્યો અને શક્તિ
અનુચ્છેદ -149 કેન્દ્ર, રાજય અથવા અન્ય સંસ્થાના હિસાબોનું પરીક્ષણ તથા અન્ય ફરજોની જોગવાઈ.
અનુચ્છેદ -150 કેન્દ્ર અને રાજયોનો હિસાબ CAG ઠરાવે તે નમૂનામાં રાખવા.
>> તે ભારતની અને રાજયની સંચિતનિધિ તથા વિધાનસભા ધરાવનાર કેન્દ્રશાસિત પ્રદેશોની સંચિત નિધિ સંબધી હિસાબોનું પરીક્ષણ કરે છે.
>> તે જાહેર હિસાબ ભંડોળ (લોકલેખા નિધિ) અને આકસ્મિક નિધિના હિસાબોનું પરીક્ષણ કરે છે.
>> તે કેન્દ્ર અને રાજય સરકારના કોઈપણ વિભાગના ખરીદ-વેચાણ, ઉત્પાદન, નફો-નુકશાન, ટેન્ડર તથા અન્ય બાબતોની ચકાસણી કરે છે, તે કેન્દ્ર અને રાજયની આવક-જાવકનું મૂલ્યાંકન કરે છે.
>> તે સરકાર ઉપરાંત સરકારી કંપનીઓ, એવી સંસ્થાઓ જેને સરકાર અનુદાન આપે છે તેમના હિસાબોની પણ ચકાસણી કરે છે. આ ઉપરાંત તે રાષ્ટ્રપતિ કે રાજયપાલ કહેવાથી અન્ય સ્થાનિક સંસ્થાઓના હિસાબની પણ ચકાસણી કરી શકે છે.
>> તે ઉધાર, ચુકવણી, જમા, બચત વગેરેથી સંબધિત કેન્દ્ર અને રાજય સરકારના લેણ-દેણની ચકાસણી કરે છે.
>> અનુચ્છેદ-151 તે કેન્દ્ર અને રાજય સરકારથી સંબધિત રિપોર્ટ રાષ્ટ્રપતિને અને રાજયપાલને સોપે છે જે આ રિપોર્ટને સંસદ અને વિધાનસભામાં રજૂ કરાવે છે.
>> CAG સંસદની જાહેર હિસાબ સમિતિના ‘માર્ગદર્શક’ તરીકે કાર્ય કરે છે.
>> વર્ષ 1976થી તેને કેન્દ્ર સરકારના હિસાબોનું સંકલન કરવામાંથી મુક્તિ આપવામાં આવી છે અર્થાત હવે તે માત્ર તેની ચકાસણી જ કરે છે. જયારે રાજય સરકારોના હિસાબોનું સંકલન તથા ચકાસણી બંને કરે છે.
>> આ ઉપરાંત તે સરકારી ખર્ચની તર્કસંગતતા, નિષ્ઠા અને વાજબીપણાની ચકાસણી કરે છે. તથા ખોટા ખર્ચ કે નુકશાન માટે સરકારની ટિપપ્ણિ પણ કરી શકે છે.
>> ગુપ્ત સેવાઓ (RAW વગરે) માટે CAGની ભૂમિકા મર્યાદિત છે, જેમાં જવાબદાર અધિકારીના પ્રમાણપત્ર દ્વારા સંતોષ માનવો પડે છે.
અત્યાર સુધીના ભારતના CAG
CAG નું નામ | સમયગાળો |
---|---|
વી. નરસિંહ રાવ (ભારતના પ્રથમ) | 1948-1954 |
એ.કે. ચંદા | 1954-1960 |
એ.કે. રાય | 1960-1966 |
એસ.રંગાનાથન | 1966-1972 |
એ.બકશી | 1972-1978 |
જ્ઞાન પ્રકાશ | 1978-1984 |
ટી.એન. ચતુર્વેદી | 1984-1990 |
સી.જી સૌમ્યા | 1990-1996 |
બી.કે શુંગલુ | 1996-2002 |
વી.એન કૌલ | 2002-2008 |
વિનોદ રાય | 2008-2013 |
શશિકાન્ત શર્મા | 2013 થી 2017 |
રાજીવ મહર્ષિ | 2017 થી 2020 |
ગિરીશ ચંદ્ર મુર્મુ | 2020 થી અત્યાર સુધી |
Read more
👉 ભારતના ચૂંટણી પંચની બંધારણીય જોગવાઈ |
👉 રાજયની વિધાનસભા અને વિધાન પરિષદ |
👉 સંસદમાં રજૂ થતાં પ્રસ્તાવ |
👉 મહત્વના બંધારણીય સુધારાઓ |