Join our WhatsApp group : click here

સંસદમાં રજૂ થતાં વિવિધ પ્રસ્તાવ

અહીં સંસદમાં રજૂ થતા વિવિધ પ્રસ્તાવની વિસ્તૃત માહિતી આપવામાં આવી છે. જેમાં ધ્યાનાકર્ષણ પ્રસ્તાવ, વિશેષાધિકાર પ્રસ્તાવ, ગિલોટીન પ્રસ્તાવ, સ્થગન પ્રસ્તાવ, નિંદા પ્રસ્તાવ, અવિશ્વાસ પ્રસ્તાવ અને ધન્યવાદ પ્રસાદ વિશે માહિતી આપવામાં આવી છે.

સંસદમાં રજૂ થતાં વિવિધ પ્રસ્તાવ

અહીં સંસદમાં રજૂ થતાં પ્રસ્તાવની વિસ્તૃત માહિતી આપવામાં આવી છે.

ધ્યાનાકર્ષણ પ્રસ્તાવ

>> આ વિશ્વ સંસદીય પ્રક્રિયામાં ભારતની દેન છે. જે ઇ.સ 1954થી અસ્તિત્વમાં છે.

>> ધ્યાનાકર્ષણ પ્રસ્તાવ દ્વારા કોઈ પણ સભ્ય અધ્યક્ષ અથવા સભાપતિની પૂર્વમંજૂરીથી અતિ સાર્વજનિક મહત્વની કોઈ પણ બાબત ઉપર મંત્રીનું ધ્યાન દોરે છે.

>> પ્રસ્તાવ પછી સબંધિત મંત્રી તરત જ સંક્ષિપ્તમાં વક્તવ્ય આપી શકે છે અથવા પછીથી વકતવ્ય આપવા માટે સમયની માંગણી કરી શકે છે. આ પ્રસ્તાવની જાણ લોકસભા મહાસચિવને આપવી પડે છે.

વિશેષાધિકાર પ્રસ્તાવ

>> જ્યારે કોઈ મંત્રી દ્વારા સાચા તથ્યોને રજૂ કરવામાં આવતા નથી અથવા ખોટી માહિતી આપીને ગૃહ અથવા ગૃહના એક કે તેથી વધુ સભ્યોના વિશેષાધિકારનો ભંગ કરવામાં આવે છે ત્યારે સંસદના કોઈ પણ સભ્ય વિશેષાધિકાર પ્રસ્તાવ ગૃહમાં રજૂ કરી શકે છે.

ગિલોટીન પ્રસ્તાવ

>> જ્યારે લોકસભા અધ્યક્ષ અથવા રાજયસભાનો સભાપતિ ગૃહમાં કોઈપણ બાબત અંગે પૂરતી ચર્ચા થઈ ચૂકી છે તથા હવે વધુ ચર્ચાને અવકાશ નથી તેવું અનુભવે છે ત્યારે તે બાબત અંગે ગૃહમાં ચર્ચા બંધ કરાવી તે બાબત અંગે મતદાન કરાવે છે. આ પ્રક્રિયાને ગિલોટીન કહે છે.

સ્થગન પ્રસ્તાવ

>> ગંભીર સાર્વજનિક મહત્વના મુદ્દા ઉપર ગૃહમાં ચર્ચા કરવા માટે, ગૃહની ચાલુ મુદ્દાની કાર્યવાહી સ્થગિત કરવા માટે આ પ્રસ્તાવ લાવવામાં આવે છે.

>> સ્થગન પ્રસ્તાવ લાવવા 50 સભ્યોનું સમંર્થન આવશ્યક છે. તે બંને ગૃહમાંથી કોઈપણ એક અથવા બંને ગૃહમાં રજૂ કરી શકાય છે.

નિંદા પ્રસ્તાવ

>> આ માત્ર લોકસભામાં જ રજૂ કરી શકાય છે.

>> નિંદા પ્રસ્તાવ વિરોધપક્ષના નેતા અથવા અન્ય કોઈ સભ્ય દ્વારા સરકારની નીતિઓની આલોચના (મંત્રી પરિષદના કર્યોની ટીકા) કરવા લાવવામાં આવે છે. જે કોઈ એક મંત્રી કે સંપૂર્ણ મંત્રીપરિષદની વિરુદ્ધ હોય શકે છે.

>> જો નિંદા પ્રસ્તાવ લોકસભામાં પસાર થાય તો મંત્રી પરિષદને રાજીનામું આપવું જરૂરી નથી.

અવિશ્વાસ પ્રસ્તાવ

>> આ માત્ર લોકસભામાં જ લાવી શકાય છે.

>> અવિશ્વાસ પ્રસ્તાવ 50 સભ્યોના સમર્થનથી જ લાવી શકાય છે. જે વિપક્ષ દ્વારા મંત્રી પરિષદમાં લોકસભાનો વિશ્વાસ નક્કી કરવા સંપૂર્ણ મંત્રી પરિષદની વિરુદ્ધ લાવવામાં આવે છે.

>> જો અવિશ્વાસ પ્રસ્તાવ પસાર થાય તો મંત્રી પરિષદે રાજીનામું આપવું ફરજિયાત છે.

ધન્યવાદ પ્રસ્તાવ

>> નાણાકીય વર્ષના પ્રથમ સત્રમાં રાષ્ટ્રપતિ ગૃહને સંબોધિત કરે છે. તે પોતાના સંબોધનમાં ગયા વર્ષે અને આવનાર વર્ષમાં સરકારી નીતિઓ અંગે માહિતી આપે છે.

>> બંને ગૃહમાં તેની ચર્ચા થાય છે તેને જ ધન્યવાદ પ્રસ્તાવ કહે છે.

>> ચર્ચા પછી અ પ્રસ્તાવને મતદાન માટે રાખવામા આવે છે.

>> ધન્યવાદ પ્રસ્તાવ બંને ગૃહમાં પસાર થવો આવશ્યક છે. નહિતર સરકારે રાજીનામું આપવું પડે છે.      

Read more

👉 મહત્વના અનુચ્છેદ
👉 બંધારણ સભા
👉 બંધારણમાં માન્ય ભાષા
sansad ma raju thata vividh prastav

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!