પંચાયતી રાજના શિલ્પી થી જાણીતા ગુજરાત રાજયના બીજા મુખ્યમંત્રી શ્રી બળવંત રાય મહેતાનો પરિચય અને તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમ્યાન તેમણે કરેલા કાર્યો વિશેની માહિતી અહીં આપવામાં આવી છે.
Balwant rai Mehta in Gujarati
જન્મ : | 19 ફેબ્રુઆરી, 1900 |
જન્મ સ્થળ : | ભાવનગર |
મૃત્યુ : | 19 સપ્ટેમ્બર 1965 |
મૃત્યુ સ્થળ : | સૂથરી (કચ્છ) |
રાજકીય પક્ષ : | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ |
મુખ્યમંત્રી ક્રમ : | બીજો |
મુખ્યમંત્રી તરીકેનો કાર્યકાળ કાર્યકાળ : | 25 ફેબ્રુઆરી, 1963 થી 19 સપ્ટેમ્બર, 1965 |
>> ડો. જીવરાજ મહેતાના રાજીનામાં બાદ 19 સપ્ટેમ્બર, 1963ના રોજ બલવંત રાય મહેતા ગુજરાતના બીજા મુખ્યમંત્રી બન્યા.
>> બલવંતરાય મહેતાના મુખ્યમંત્રી પદના 9 મહિના પછી વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુનું નિધન થયું હતું.
>> તેથી દેશના બીજા વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી સાથે કાર્ય કરવાનો મોકો બલવંત રાય મહેતાને મળેલો છે.
>> બલવંત રાય મહેતા ગાંધીવાદી નેતા હતા.
>> પંચાયતી રાજના વિકાસ માટે ખૂબ જ યોગદાન આપ્યું હોવાથી બલવંતરાય મહેતા ને “પંચાયતી રાજના શિલ્પી” કહેવામા આવે છે.
>> 13 એપ્રિલ 1919ના રોજ પંજાબમાં થયેલા જલિયાંવાલા બાગ હત્યાકાંડથી દુ:ખી થઈ બલવંત રાય મહેતા વિધાર્થીકાળમાં જ સ્વતંત્ર સંગ્રામમાં જોડાયા હતા.
>> 1920માં તેમણે ગ્રેજ્યુએશન પૂરું કર્યું પરંતુ અંગ્રેજો દ્વારા આપતી ડિગ્રી લેવાનો ઇન્કાર કરી દીધો હતો.
>> ત્યાર બાદ તેઓ લાલા લજપતરાયના સંગઠન “સર્વન્ટ ઓફ પીપલ” માં જોડાયા હતા.
>> 1921માં ભાવનગર પ્રજામંડળની સ્થાપના કરી, અસહકારની લડત અને બારડોલી સત્યાગ્રહમાં પણ ભાગ લીધો.
>> તેઓ બ્રિટિશકાળમાં સાત વર્ષ સુધી જેલમાં રહ્યા છે.
>> તેઓ ઇ.સ 1946માં ભાવનગર રાજયમાં વિરોધ પક્ષના નેતા અને ત્યારબાદ ભાવનગરના મુખ્યમંત્રી પણ બન્યા હતા.
>> ઇ.સ 1965માં ભારત-પાક યુદ્ધ ચાલતું હતું તે દરમિયાન કચ્છની સરહદ પર મુલાકાત દરમ્યાન 19 સપ્ટેમ્બર, 1965ના રોજ કચ્છના “સુથરી” ગામ નજીક પાકિસ્તાને તેમનું હેલિકોપ્ટર તોડી પાડયું જેમાં તેઓ મૃત્યુ પામ્યા.
>> બલવંતરાય મહેતા ની યાદમાં “બલવંત સાગર” નામનો ડેમ સુથરી ગામે બાંધવામાં આવ્યો છે.
>> ગુજરાતના ટપાલ વિભાગ દ્વારા તેમની 100મી જન્મ જયંતિ વખતે ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી.
શ્રી બલવંતરાય મહેતા એ મુખ્યમંત્રી તરીકે કરેલા કાર્યો
1).બલવંતરાય મહેતા ના સમયઆ ઇ.સ 1964માં ગાંધીનગરને એક નવા જિલ્લા તરીકે રચના કરવામાં આવી હતી.
2). તેમના કાર્યકાળ દરમ્યાન ધૂવારણ વીજમથકની સ્થાપના થઈ હતી.
3). વડોદરામાં કોયલી રિફાઇનરીએ કાર્ય શરૂ કર્યું હતું.
4). ગુજરાત દરેક જિલ્લાઓમાં ઔદ્યોગિક વસાહતો (GIDC) અને વિસ્તારની સ્થાપના કરવામાં આવી હતી.
5). તેમના કાર્યકાળ દરમિયાન દાંતીવાડા બંધ અને ભાદર બંધનો પાયો નંખાયો હતો.
6). સૌરાષ્ટ્રનો મોટામાં મોટો બંધ “શેત્રુંજી બંધ” શેત્રુંજી નદી પર બંધવામાં આવ્યો.
7). સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી.
8). તેમના કાર્યકાળ દરમિયાન “કચ્છ ટ્રિબ્યુનલ” ની રચના કરવામાં આવી હતી.
ઇ.સ 1965માં ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન ઉપસ્થિત થયેલા કચ્છના “છાડબેટ” નામના વિસ્તારના પ્રશ્નના ઉકેલ માટે લેગર ગ્રીનની અધ્યક્ષતામાં “કચ્છ ટ્રિબ્યુનલ” ની રચના કરવામાં આવી હતી.
9). ઇ.સ 1965ની સાલમાં કંડલાને ફ્રી ટ્રેડ ઝોન ઝોન જાહેર કરવામાં આવ્યું અને આયુર્વેદ યુનિવર્સિટીનું બિલ પસાર કરવામાં આવ્યું.
Read more