janral nolej gujarati : ગુજરાત વિશે માહિતી ગુજરાતીમાં આપવામાં આવી છે. જેમાં ગુજરાતના નામ સબંધિત માહિતી, આઝાદી સમયનું ગુજરાત, ગુજરાતની સ્થાપના, ગુજરાત રાજયમાં પ્રથમ પદાધિકારીઓ, ગુજરાતના જિલ્લા સંક્ષિપ્તમાં, ગુજરાત રાજય અને તેના જિલ્લાની સરહદો, ગુજરાતની જળ સીમા, ગુજરાતનું સ્થાન અને વિસ્તાર, ગુજરાતના બંદરો અને ગુજરાત રાજય વિશેષ જેવી માહિતી દર્શાવી છે.
Table of Contents
ગુજરાતના નામ સબંધિત માહિતી
1). ગુજરાત નામનો સૌપ્રથમ ઉલ્લેખ આબુ રાસમાં (ઇ.સ 1233) જોવા મળે છે.
2). ગુજરાત નામનો વિશ્વસનીય ઉલ્લેખ કાન્હડે પ્રબંધમાં કરેલો છે. (ઇ.સ 1456માં પદ્મનામ દ્વારા રચિત કાન્હડે પ્રબંધ ગુજરાતી ભાષાનો પ્રથમ પ્રબંધ છે)
3). સોલંકી વંશના સ્થાપક મૂળરાજ પ્રથમના સમયમાં ગુજરાતને ગુર્જરત્રા નામ મળ્યું હતું.
4). ગુજરાત સૌરાષ્ટ્ર એક થયું તેમજ ગુજરાતનો ચોક્કસ વિસ્તાર મૂળરાજ પ્રથમના સમયમાં (ઇ.સ 942 થી 997) નક્કી થયો.
5). પ્રાચીન સમયમાં સૌરાષ્ટ્ર માટે સુરાષ્ટ્ર નામ પ્રયોજાતું હતું.
6). મહમદ ગઝની સાથે આવેલા અરબી લેખક અલબરુનીએ અત પ્રત્યય લગાડી ગુજરાતનું નામ ગુર્જરત્રામાંથી ગુજરાત કર્યું.
7). શક-ક્ષત્રપ કાળ સમયે તળ ગુજરાતના ઉત્તર વિસ્તાર માટે આનર્ત નામ પ્રયોજાતું હતું.
8). આશરે નવમી અને દસમી સદી દરમ્યાન મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત માટે લાટ (લાટ નામનો સૌપ્રથમ ઉલ્લેખ ટોલેમીના ગ્રંથમાં જોવા મળે છે.) નામ પ્રયોજાતું હતું.
9). સૌથી વધુ ગુર્જર શબ્દનો પ્રયોગ સિદ્ધરાજ જયસિંહ સમયમાં થયો હતો.
10). ગુર્જરોનો સૌપ્રથમ ઉલ્લેખ બાણભટ્ટ દ્વારા રચિત હર્ષચરિતમાં જોવા મળે છે.
વિદેશી યાત્રાળુ દ્વારા અપાયેલા ગુજરાતનાં વિવિધ વિસ્તારના પ્રાચીન નામ
યાત્રાળૂનું નામ | તેને આપેલનામ | પ્રચલિત નામ |
સ્ટ્રેબો | સેરોસ્ટસ | સૌરાષ્ટ્ર |
ટેલોમી | સુરાષ્ટ્રીયન | સૌરાષ્ટ્ર |
પેરીપ્લસ | સુરાષ્ટ્રીયન | સૌરાષ્ટ્ર |
ટોલેમી | લાટિકા | લાટ પ્રદેશ |
ટોલેમી | વેલાકુલ | વેરાવળ |
હ્યુ-એન-ત્સાંગ | સુલકા | સોરઠ પ્રદેશ |
આઝાદી સમયનું ગુજરાત
>> સંયુક્ત સૌરાષ્ટ્ર રાજય ‘B’ વર્ગનું રાજય હતું.
>> કચ્છ કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે ‘C’ વર્ગનું રાજય હતું.
>> ઇ.સ 1951ની સ્થિતિએ ગુજરાત ત્રણ ભાગમાં વહેંચાયું 1). મુંબઈ રાજય, 2). સૌરાષ્ટ્ર રાજય 3). કચ્છ કેન્દ્રશાસિત પ્રદેશ અસ્તિત્વમાં આવ્યા.
સૌરાષ્ટ્ર રાજય
>> સૌરાષ્ટ્ર રાજયનું સ્થાપના સમયનું નામ : ‘યુનાઈટેડ સ્ટેટ ઓફ કાઠીયાવાડ’
>> સૌરાષ્ટ્ર રાજયમાં આવતા દેશી રજવાડા (રાજયો)
1). ભાવનગર
2). જામનગર
3). જુનાગઢ
4). ધ્રાંગધ્રા
>> ઇ.સ 1948માં સૌરાષ્ટ્ર રાજયનું નામ ‘યુનાઈટેડ સ્ટેટ ઓફ સૌરાષ્ટ્ર’ રાખવામા આવ્યું. જે USS તરીકે ઓળખાતું.
>> USS ની સ્થાપના ઇ.સ 1948માં જામનગર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલના હસ્તે કરવામાં આવી હતી.
>> યુનાઈટેડ સ્ટેટ ઓફ સૌરાષ્ટ્રની રાજધાની રાજકોટ હતી.
સૌરાષ્ટ્ર રાજયના પદાધિકારી
પ્રથમ મુખ્યમંત્રી | ઉચ્છગરાય ઢેબર |
પ્રથમ ઉપ-મુખ્યમંત્રી | બળવંતરાય મહેતા |
પ્રથમ પ્રોટેમ સ્પીકર | પુષ્પાબેન મહેતા |
પ્રથમ રાજયપાલ | દિગ્વિજયસિંહ |
પ્રથમ સ્પીકર | દયાશંકર દવે |
બીજા અને અંતિમ મુખ્યમંત્રી | રસિકલાલ પરિખ |
ગુજરાતની સ્થાપના
સ્થાપના : 1 મે 1960
ઉદ્ઘાટક : રવિશંકર મહારાજ
ઉદ્ઘાટન સ્થળ : સાબરમતી આશ્રમ (અમદાવાદ)
પ્રથમ પાટનગર : અમદાવાદ
વર્તમાન પાટનગર : ગાંધીનગર (11 ફેબ્રુઆરી, 1971થી)
*ગુજરાત રાજયના સ્થાપના દિવસ 1લી મે ને ગુજરાત ગૌરવ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
ગુજરાત રાજયમાં પ્રથમ
પ્રથમ રાજયપાલ | મહેદી નવાઝ જંગ |
પ્રથમ મુખ્યમંત્રી | જીવરાજ મહેતા |
પ્રથમ વિધાનસભાના અધ્યક્ષ | કલ્યાણજી મહેતા |
વિધાનસભાના પ્રથમ ઉપાધ્યક્ષ | અંબાલાલ શાહ |
પ્રથમ વિધાનસભાના વિરોધ પક્ષના નેતા | નગીનદાસ ગાંધી |
પ્રથમ ચીફ સેક્રેટરી | વી. ઈશ્વરન |
ગુજરાતનાં પ્રથમ મહિલા રાજયપાલ | શ્રીમતી શારદા મુખરજી |
પ્રથમ મહિલા મુખ્યમંત્રી | શ્રીમતી આનંદીબેન પટેલ |
પ્રથમ સચિવાલય | પોલીટેકનિક કોલેજ (આંબાવાડી) |
પ્રથમ વિધાનસભા | સિવિલ હોસ્પિટલ (અમદાવાદ) |
પ્રથમ હાઇકોર્ટ | ચિલ્ડ્રન હોસ્પિટલ (નવરંગપૂરા) |
💥 ગુજરાત રાજયના વર્તમાન પદાધિકારી
💥 ગુજરાત રાજયનું વર્તમાનનું મંત્રીમંડળ
💥 ગુજરાત રાજયના અત્યાર સુધીના મુખ્ય મંત્રી
ગુજરાતના રાજય પ્રતીકો
રાજયપ્રાણી | સિંહ |
રાજય પક્ષી | સુરખાબ (ફ્લેમિંગો) |
રાજય નૃત્ય | ગરબો |
રાજય રમત | ક્રિકેટ અને કબડ્ડી |
રાજય ભાષા | ગુજરાતી |
રાજય ગીત | જય જય ગરવી ગુજરાત |
રાજય વૃક્ષ | આંબો |
રાજય ફૂલ | ગલગોટો |
રાજય પતંગિયુ | પ્લેન ટાઈગર |
ગુજરાતનું સ્થાન અને વિસ્તાર
>> ગુજરાત ભારત દેશની પશ્ચિમમાં અરબ સાગરના કિનારે આવેલું છે.
>> ગુજરાતનું કુલ ક્ષેત્રફળ 1,96,024 ચો. કિ.મી છે.
>> ગુજરાત ભારતના કુલ વિસ્તારના 6% વિસ્તાર ધરાવે છે.
>> ગુજરાત વિસ્તારની દૃષ્ટિએ ભારતમાં 5મુ સ્થાન ધરાવે છે.
>> ગુજરાતની ઉત્તર દક્ષિણની લંબાઇ 590 કી.મી છે.
>> ગુજરાતની પૂર્વ પશ્ચિમની પહોળાઈ 500 કી.મી છે.
>> વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કચ્છ છે. (45,652 ચો. કિ.મી)
>> વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી નાનો જિલ્લો ડાંગ છે. (1700 ચો. કિ.મી)
ગુજરાત રાજય અને તેના જિલ્લાની સરહદો
ગુજરાત રાજય જમીન સીમા અને જળ સીમા એમ બે પ્રકારની સરહદ ધરાવે છે. જેની વિસ્તૃત સમજૂતી નીચે આપેલ છે.
ગુજરાતની જમીન સીમા
ગુજરાતની જમીન સરહદ બે પ્રકારની છે. આંતરરાજય સીમા અને આંતરરાષ્ટ્રીય સીમા ગુજરાતનાં 12 જિલ્લા આંતરરાજય સીમા ધરાવે છે. જ્યારે કચ્છ એકમાત્ર જિલ્લો પાકિસ્તાન સાથે આંતરરાષ્ટ્રીય સીમા ધરાવે છે.
ગુજરાતની આંતરરાજય સીમા
>> ગુજરાત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન એમ ત્રણ રાજયસાથે સીમા ધરાવે છે.
>> ગુજરાતના કુલ 12 જિલ્લા આંતરરાજય સીમા ધરાવે છે.
>> ગુજરાતનાં ફક્ત બે જિલ્લા બે રાજય સાથે સીમા ધરાવે છે.
1). છોટા ઉદેપુર : મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સાથે
2). દાહોદ : રાજસ્થાન અને મધ્યપ્રદેશ
>> ગુજરાતનો બનાસકાંઠા જિલ્લો રાજસ્થાન રાજય સાથે સૌથી લાંબી સીમા ધરાવે છે. (રાજસ્થાન સાથે)
મહારાષ્ટ્ર રાજયની સરહદે આવેલા જિલ્લા
મહારાષ્ટ્ર રાજયની સરહદે ગુજરાતના 6 જિલ્લાઓ આવેલા છે.
1). નર્મદા
2). તાપી
3). છોટા ઉદેપૂર
4). ડાંગ
5). વલસાડ
6). નવસારી
રાજસ્થાન રાજયની સરહદે આવેલા જિલ્લા
રાજસ્થાન રાજયની સરહદે ગુજરાતના 6 જિલ્લાઓ આવેલા છે.
1). કચ્છ
2). બનાસકાંઠા
3). સાબરકાંઠા
4). દાહોદ
5). મહીસાગર
6). અરવલ્લી
મધ્યપ્રદેશ રાજય ની સરહદે આવેલા જિલ્લા
મધ્યપ્રદેશ રાજયની સરહદે ગુજરાતના 2 જિલ્લાઓ આવેલા છે.
1). દાહોદ
2). છોટા ઉદેપુર
કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દીવ અને દમણની સરહદે આવેલા જિલ્લા
ગુજરાત રાજય એકમાત્ર કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દીવ અને દમણ સાથે સીમા ધરાવે છે.
1). દમણ સાથે સરહદ ધરાવતો જિલ્લો : વલસાડ
2). દીવ સાથે સરહદ ધરાવતો જિલ્લો : ગીર-સોમનાથ
ગુજરાતની આંતરરાષ્ટ્રીય સીમા
>> ગુજરાત એકમાત્ર પાકિસ્તાન સાથે આંતરરાષ્ટ્રીય સીમા ધરાવે છે.
>> પાકિસ્તાન ગુજરાતની વાયવ્ય દિશાએ આવેલું છે.
>> પાકિસ્તાન સાથે ફકત ગુજરાતનો કચ્છ જિલ્લો સીમા ધરાવે છે.
>> કચ્છ 512 કિ.મી સરહદ પાકિસ્તાન સાથે ધરાવે છે.
ગુજરાતની જળ સીમા
>> ગુજરાત રાજય કુલ 1600 કિ.મી (990) માઈલ દરિયાકિનારો ધરાવે છે.
>> જે ભારતમાં સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતું રાજય છે. (ભારતનો કુલ 28%)
>> સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતો ગુજરાતનો જિલ્લો કચ્છ (406 કી.મી) છે.
>> સૌરાષ્ટ્ર 843 કિ.મી દરિયા કિનારો ધરાવે છે.
>> સૌરાષ્ટ્રમાં સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતો જિલ્લો દેવભૂમિ દ્વારકા છે.
>> સૌરાષ્ટ્રમાં સૌથી ટૂંકો દરિયાકિનારો ધરાવતો જિલ્લો મોરબી છે.
>> તળ ગુજરાત 351 કી.મી દરિયા કિનારો ધરાવે છે.
>> તળ ગુજરાતમાં સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતો જિલ્લો ભરુચ છે.
>> તળ ગુજરાતમાં સૌથી ટૂંકો દરિયા કિનારો ધરાવતો જિલ્લો નવસારી છે.
દરિયાકિનારો ધરાવતા ગુજરાતના જિલ્લા
1). કચ્છ
2). દેવભૂમિ દ્વારકા
3). મોરબી
5). જામનગર
6). પોરબંદર
7). ગીર-સોમનાથ
8). ભાવનગર
9). અમરેલી
10). અમદાવાદ
11). ભરુચ
12). આણંદ
13). સુરત
14). નવસારી
15). વલસાડ
ગુજરાતના જિલ્લા સંક્ષિપ્તમાં
1). વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો : કચ્છ
2). વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો : ડાંગ
3). સૌથી વધારે તાલુકા ધરાવતો જિલ્લો : બનાસકાંઠા (14 તાલુકા)
4). સૌથી ઓછા તાલુકા ધરાવતો જિલ્લો : પોરબંદર અને ડાંગ (3 તાલુકા)
5). સૌથી વધુ ગામડા ધરાવતો જિલ્લો : બનાસકાંઠા
6). સૌથી ઓછા ગામડા ધરાવતો જિલ્લો : ડાંગ
7). સૌથી વધુ શહેરો ધરાવતો ગુજરાતનો જિલ્લો : વલસાડ
8). વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો તાલુકો : ઉના (ગીર-સોમનાથ)
9). ત્રણેય બાજુ દરિયો આવેલો હોય તેવો તાલુકો : ઓખા મંડળ (દેવભૂમિ દ્વારકા)
10). સૌથી ઓછા જિલ્લા સાથે સરહદ ધરાવતો જિલ્લો : વલસાડ (માત્ર નવસારી સાથે)
*ગુજરાતની સ્થાપના સમયે 17 જિલ્લા અને 185 તાલુકા હતા.
*વર્તમાનમાં ગુજરાતમાં 33 જિલ્લા અને 247 તાલુકા છે.
💥 ગુજરાતના જિલ્લાની વિસ્તૃત માહિતી
ગુજરાતમાં આવેલ હવાઈ મથક
ગુજરાતમાં એકમાત્ર આંતરરાષ્ટ્રીય હવાઈમથક અમદાવાદમાં આવેલું છે. (સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ) જે 26 જાન્યુઆરી, 1991થી કાર્યરત છે.
ગુજરાતના અન્ય એરપોર્ટ
1). સુરત
2). જામનગર
3). વડોદરા
4). રાજકોટ
5). કેશોદ
6). કંડલા
7). ભુજ
ગુજરાતના બંદરો
ગુજરાતમાં કુલ નાના મોટા 42 બંદરો આવેલા છે.
01 આંતરરાષ્ટ્રીય બંદર (કંડલા)
11 મધ્યમ કક્ષાના બંદર
30 નાના બંદર
>> જેમાંનું કંડલા બંદર મુકત વ્યાપાર ક્ષેત્ર ધરાવતું બંદર છે. જેનાઓ વહીવટ કેન્દ્ર સરકાર કરે છે.
>> બાકીના બંદરનો વહીવટ ‘ગુજરાત મેરીટાઇમ બોર્ડ’ કરે છે.
>> ગુજરાતના વેરાવળ બંદરને ‘મત્સ્ય બંદર’ તરીકે વિકસાવવામાં આવ્યું છે.
💥 ગુજરાતના બંદરોના નામ અને વિશેષતા
ગુજરાતમાં આવેલી મહાનગરપાલિકા
1). અમદાવાદ
2). જામનગર
3). વડોદરા
4). ભાવનગર
5). સુરત
6). જુનાગઢ
7). રાજકોટ
8). ગાંધીનગર
ગુજરાતની નદીઓ સંક્ષિપ્તમાં
ગુજરાતમાં નાના મોટી 185 નદીઓ આવેલી છે. જેને ત્રણ વિભાગમાં વહેંચવામાં આવી છે.
1). કચ્છની નદી
2). સૌરાષ્ટ્રની નદી
3). તળ ગુજરાતની નદી
>> કચ્છમાં 97 નદી આવેલી છે.
>> સૌરાષ્ટ્રમાં કુલ 71 નદીઓ આવેલી છે.
>> તળ ગુજરાતમાં 17 નદી આવેલી છે.
>> કચ્છની નદીઓ દક્ષિણ વાહિની અને ઉત્તર વાહિની પ્રકારની છે.
>> જે નદીના અંતિમ પ્રવાહો સમુદ્રમાં મળ્યા વિના રણમાં સમાઈ જાય તેને કુંવારીકા નદી કહે છે.
>> સરસ્વતી, રૂપેણ અને બનાસ ઉત્તર ગુજરાતની કુંવારીકા નદી છે.
>> મચ્છુ, બ્રહ્માણી અને ફાલ્કુ સૌરાષ્ટ્રની કુંવારિકા નદી છે.
>> ઉત્તર ગુજરાતની લાંબામાં લાંબી નદી અને મોટી નદી બનાસ નદી છે.
>> ગુજરાતની સૌથી પ્રાચીન નદી સરસ્વતી નદી છે.
>> મધ્ય ગુજરાતની સૌથી મોટી નદી મહી નદી છે.
>> મધ્ય ગુજરાતની સૌથી લાંબી નદી સાબરમતી છે.
>> સાબરમતીનું પ્રાચીન નામ શ્વાભ્રમતી છે.
>> સાબરકાંઠા અને મહેસાણાને સાબરમતી નદી અલગ પાડે છે.
>> દક્ષિણ ગુજરાતની સૌથી લાંબી નદી તાપી છે.
>> નર્મદા નદીને ગુજરાતની ગંગા કહેવાય છે.
>> નર્મદા નદીને ગુજરાતની જીવાદોરી કહેવાય છે.
>> નર્મદા નદીને મૈકલકન્યા અને રેવા નામથી ઓળખવામાં આવે છે.
>> ગુજરાતમાં વહેતી અને ગુજરાતમાંથી જ નીકળતી સૌથી મોટી નદી ભાદર છે.
>> ગુજરાતની દક્ષિણે આવેલી છેલ્લી નદી દમણ ગંગા છે.
>> દક્ષિણ ગુજરાતની સૌથી પ્રદુષિત નદી દમણ ગંગા છે.
>> ઘેલો નદીને ઉન્મતગંગા નામે પણ ઓળખવામાં આવે છે.
>> વિશ્વામિત્રી નદી મગરોની નદી અને ગુજરાતની લીમ્પોપો તરીકે ઓળખવામાં આવે છે.
>> ગુજરાતમાં સ્કાયવિયર કેનાલ પરિયોજના મહી નદી પર આવેલી છે.
ગુજરાત રાજય વિશેષ
1). ગુજરાતમાં કુલ 89.36% ગુજરાતી ભાષી વસ્તી રહે છે.
2). ગુજરાત વિધાનસભાની પ્રથમ સામાન્ય ચૂંટણીનું આયોજન વર્ષ 1962માં કરવામાં આવ્યું હતું.
3). ગુજરાત વિધાનસભાની 182 સીટો આવેલી છે. જેમાં 12 બેઠકો અનુસુચિત જાતિ અને 26 બેઠકો અનુસુચિત જનજાતિ માટે આરક્ષિત છે.
4). ગુજરાતમાં 26 લોકસભાની બેઠકો આવેલી છે. જેમાં 2 બેઠકો અનુસુચિત જાતિ અને 4 અનુસુચિત જનજાતિ માટે અનામત છે.
5). ગુજરાતમાં રાજય સભા બેઠક : 11
6). ગુજરાતમાં કુલ ગામડા : 18,584
7). ગુજરાતમાં કુલ નગરપાલિકાઓ : 169
8). ગુજરાતમાં સૌથી ઓછો જંગલ વિસ્તાર કચ્છમાં છે.
9). ગુજરાતમાં સૌથી વધારે જંગલ વિસ્તાર ડાંગ જિલ્લો ધરાવે છે.
10). ગુજરાતમાં સૌથી વધુ શહેરી વન વિસ્તાર ગાંધીનગરમાં આવેલ છે.
11). ગુજરાતમાં કુલ રેલ્વે માર્ગ 5,696 કિ.મી છે.
12). ગુજરાતમાં કુલ સડક માર્ગ 72,165 કિ.મી આવેલ છે.
13). મગફળીના ઉત્પાદન અને વાવેતરની દ્રષ્ટિએ ભારતમાં પ્રથમ સ્થાન ધરાવે છે.
14). કાપસના ઉત્પાદનમાં ગુજરાત પ્રથમ નંબરે છે. (વાવેતરમાં બીજા નંબરે)
15). ગુજરાતમાં 26 જેટલા ખનીજો મળે છે.
16). ગુજરાત કુલ ખનીજોના ઉત્પાદનમાં દેશમાં 6ઠ્ઠા સ્થાને છે.
17). માછલીના ઉત્પાદનમાં ગુજરાતનું સ્થાન ભારતમાં ત્રીજું છે.
18). દેશની માછલીની કુલ માછલીની નિકાસમાં 30% નિકાસ ગુજરાતમાંથી થાય છે.
19). ગુજરાતની કુલ ભૌગોલિક જમીનનો વિસ્તાર 50% વાવેતર હેઠળ છે.
20). વિશ્વના 70% પ્રેસેસ હીરાનું ઉત્પાદન ગુજરાત કરે છે.
21). ભારતની એકમાત્ર ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ગુજરાતનાં પાટનગર ગાંધીનગરમાં આવેલી છે.
22). ભારતમાં સૌથી વધુ રકતદાન ગુજરાત રાજયમાં થાય છે.
23). ગુજરાતમાં ગાંડો બાવળના વૃક્ષો સૌથી વધુ જોવા મળે છે.
24). ગુજરાતમાં સૌથી વધુ 863 જૈન મંદિરોવાળું શહેર ભાવનગર જિલ્લાના પાલિતાણા છે.
25). ભારતમાં ગીધની વસ્તીમાં ગુજરાત પ્રથમ ક્રમે ધરાવે છે.
26). ભારતમાં દૂધ ઉત્પાદન ક્ષેત્રમાં ગુજરાત પ્રથમ સ્થાન ધરાવે છે.
27). ભારતમાં સૌપ્રથમ બાયોડીઝલ ST બસ ગુજરાતમાં શરૂ કરવામાં આવી.
28). ગુજરાત ભારતની હીરાની નિકાસનો 80% હિસ્સો ધરાવે છે.
29). જંતુનાશક દવાઓના ઉત્પાદનમાં ગુજરાત બીજા નંબરે છે.
30). ગુજરાતનું સૌથી જૂનું હયાત શહેર મહેસાણા આવેલ વડનગર છે.
Read more

janral nolej gujarati, general knowledge in gujarati for gpsc, gujarat gk questions in gujarati, daily gk in gujarati, gujarat general knowledge 2021
અહીં આપેલા janral nolej gujarati તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ ઉપયોગી છે.