Gujarat na mukhyamantri : અહીં ગુજરાતના મુખ્યમંત્રી ની યાદી અને તેનો કાર્યકાળ વિશે માહિતી આપેલ છે. સાથે-સાથે છેલ્લે મુખ્યમંત્રી સંબધિત વિશે માહિતીનો પણ સમાવેશ કર્યો છે.
ગુજરાતના મુખ્યમંત્રી ની યાદી
1). ડો. જીવરાજ મહેતા
કાર્યકાળ : 1 મે 1960 થી 19 સપ્ટેમ્બર, 1963
2). શ્રી બળવંતરાય મહેતા
કાર્યકાળ : 25 ફેબ્રુઆરી, 1963 થી 19 સપ્ટેમ્બર, 1965
3). શ્રી હિતેન્દ્ર દેસાઇ
કાર્યકાળ :
>> 19 સપ્ટેમ્બર, 1965 થી 3 એપ્રિલ, 1967
>> 3 એપ્રિલ, 1967 થી 12 મે, 1971
4). શ્રી ઘનશ્યામ ઓઝા
કાર્યકાળ : 17 માર્ચ 1972 થી 17 જુલાઇ 1973
5). શ્રી ચીમનભાઈ પટેલ
કાર્યકાળ :
>> 17 જુલાઇ, 1973 થી 9 ફેબ્રુઆરી, 1974
>> 4 માર્ચ, 1990 થી 17 ફેબ્રુઆરી, 1994
6). શ્રી બાબુભાઈ પટેલ
કાર્યકાળ :
>> 18 જૂન, 1975 થી 12માર્ચ, 1976
>> 11 એપ્રિલ, 1977 થી 17 ફેબ્રુઆરી, 1980
7). શ્રી માધવસિંહ સોલંકી
કાર્યકાળ :
>> 25 ડિસેમ્બર, 1976 થી 11 એપ્રિલ, 1977
>> 6 જૂન, 1980 થી 6 જુલાઇ, 1895
>> 10 ડિસેમ્બર, 1989 થી 3 માર્ચ, 1990
8). શ્રી અમરસિંહ ચૌધરી
કાર્યકાળ : 6 જુલાઇ, 1985 થી 9 ડિસેમ્બર, 1989
9). શ્રી છબીલદાસ મહેતા
કાર્યકાળ : 17 ફેબ્રુઆરી, 1994 થી 13 માર્ચ, 1995
10). શ્રી સુરેશ મહેતા
કાર્યકાળ : 12 ઓક્ટોબર, 1995 થી 18 સપ્ટેમ્બર, 1996
11). શ્રી શંકરસિંહ વાઘેલા
કાર્યકાળ : 23 સપ્ટેમ્બર, 1996 થી 27 ઓક્ટોબર, 1997
12). શ્રી દિલિપ પરિખ
કાર્યકાળ : 28 ઓક્ટોબર, 1997 થી 4 માર્ચ, 1998
13). શ્રી કેશુભાઈ પટેલ
કાર્યકાળ :
>> 14 માર્ચ, 1995 થી 21 ઓક્ટોબર, 1995
>> 4 માર્ચ, 1998 થી 6 ઓક્ટોબર, 2001
14). શ્રી નરેંદ્રભાઈ મોદી
કાર્યકાળ :
>> 7 ઓક્ટોબર, 2001 થી 22 ડિસેમ્બર, 2022
>> 22 ડિસેમ્બર,2002 થી 20 ડિસેમ્બર 2007
>> 23 ડિસેમ્બર, 2007 થી 20 ડિસેમ્બર 2012
>> 20 ડિસેમ્બર, 2012 થી 22 મે 2014
15). શ્રીમતી આનંદીબેન પટેલ
કાર્યકાળ : 22 મે, 2014 થી 7 ઓગસ્ટ, 2016
16). શ્રી વિજયભાઈ રૂપાણી
કાર્યકાળ :
>> 7 ઓગષ્ટ 2016 થી 26 ડિસેમ્બર, 2017
>> 26 ડિસેમ્બર, 2017 થી 2021
17). શ્રી ભૂપેન્દ્ર પટેલ
કાર્યકાળ : વર્તમાન મુખ્યમંત્રી
ગુજરાતના મુખ્યમંત્રી સબંધિત તથ્યો
1). અમદાવાદથી ગાંધીનગર પાટનગર સ્થળાંતર થયું ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી હિતેન્દ્રભાઈ દેસાઇ હતા.
2). ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ ડો. જીવરાજ મહેતાના સમયમાં થયો હતો.
3). ગુજરાતનાં બીજા નંબરના મુખ્યમંત્રી શ્રી બળવંતરાય મહેતાનું નિધન પાકિસ્તાન સાથેના યુદ્ધ સમયે એક વિમાન અકસ્માતમાં થયું હતું.
4). ગુજરાતમાં પ્રથમવાર અવિશ્વાસની દરખાસ્ત ડો. જીવરાજ મહેતા સામે થઈ હતી.
5). ગુજરાતમાં મધ્યમિક શિક્ષણ બોર્ડની રચના શ્રી ઘનશ્યામભાઈ ઓઝાના કાર્યકાળમાં થઈ હતી.
6). સૌથી યુવાન વયે ગુજરાતનાં મુખ્યમંત્રી બનનાર ચીમનભાઈ પટેલ છે.
7). ગુજરાતમાં પ્રથમ બિન કોંગ્રેસી મુખ્યમંત્રી બાબુભાઈ પટેલ છે.
8). બાબુભાઈ પટેલના કાર્યકાળ દરમ્યાન અંત્યોદય યોજના શરૂ થઈ હતી.
9). સમગ્ર ભારતમાં આંતરિક કટોકટી લાગી ત્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી બાબુભાઈ પટેલ હતા.
10). ગુજરાતમાં કુટુંબપોથી અને રોસ્ટર પદ્ધતિ દાખલ કરનાર મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી હતા.
11). વર્ષ 1985માં માધવસિંહ સોલંકીના સમયમાં યોજાયેલી સાતમી વિધાનસભાની ચૂંટણીમાં કોગ્રેસે 182 માંથી 149 બેઠકો જીતી હતી, જે અત્યાર સુધીની સૌથી વધુ અને વિક્રમી ગણાય છે.
12). ગુજરાતનાં પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરી હતા.
13). ગુજરાતમાં નર્મદા કોર્પોરેશનની રચના અમરસિંહ ચૌધરીના સમયમાં થાય હતી.
14). ગુજરાતનાં મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે ગોકુળ ગામ યોજના શરૂ કરી હતી.
15). ગુજરાતમાં જ્યોતિ ગ્રામ યોજના શ્રી નરેંદ્ર મોદીએ શરૂ કરી હતી.
16). ગુજરાતનાં પ્રથમ મહિલા મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ હતા.
17). ગુજરાતમાં સૌથી વધુ દિવસ શાસન કરનાર મુખ્યમંત્રી નરેંદ્ર મોદી હતા. (4000 દિવસ)
18). ગુજરાતમાં સૌથી ઓછા દિવસ શાસન કરનાર મુખ્યમંત્રી દિલિપ પરિખ હતા. (127 દિવસ)
Read more
👉 ભારતના તમામ રાજયોના વર્તમાન મુખ્યમંત્રી |
👉 ગુજરાતનું વર્તમાન મંત્રીમંડળ |
👉 ગુજરાતનાં વર્તમાન પદાધિકારીઓ |