Join our WhatsApp group : click here

ગુજરાતમાં આવેલા વર્લ્ડ હેરિટેજ સ્થળ

યુનેસ્કો દ્વારા વિશ્વમાં મહત્વના સ્થળોને ત્રણ યાદીમાં વિભાજિત કરી હેરિટેજ સ્થળ જાહેર કરવામાં આવે છે. જેમાં 1). સાંસ્ક્રુતિક યાદી 2). કુદરતી યાદી 3). મિશ્ર યાદીનો સમાવેશ થાય છે.

હાલમાં ભારતમાં 32 સાંસ્ક્રુતિક 7 કુદરતી 1 સાંસ્ક્રુતિક અને કુદરતી આમ કુલ 40 હેરિટેજ સ્થળો આવેલા છે.

ગુજરાતમાં 4 વર્લ્ડ હેરિટેજ સ્થળ આવેલા છે.

ભારત વિશ્વમાં સૌથી વધુ હેરિટેજ સાઇટ ધરાવતો છઠ્ઠા નંબરનો દેશ છે.

ભારતમાં સૌથી વધુ 05 વર્લ્ડ હેરિટેજ સાઇટ મહારાષ્ટ્ર રાજયમાં આવેલી છે.

દર વર્ષે 18 એપ્રિલે વિશ્વ વિરાસત દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

વિશ્વ વિરાસત દિવસ 2021ની થીમ : Complex pasts- diverse future

ગુજરાતમાં આવેલા વર્લ્ડ હેરિટેજ સ્થળ

Gujarat heritage site gujarati language : અહીં ગુજરાતમાં આવેલા હેરિટેજ સ્થળો ચાંપાનેર, રાણકી વાવ, અમદાવાદ શહેર અને ધોળાવીરા વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી છે.

ચાંપાનેર

>> ચાંપાનેરને 2004માં વિશ્વ વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. 

>> ચાંપાનેર ગુજરાતનું પ્રથમ અને ભારતનું 26મુ હેરિટેજ સ્થળ છે.

>> ચાંપાનેરને ચીન ખાતે યોજાયેલ યુનેસ્કોના 28માં સંમેલનમાં હેરિટેજ સ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું.

>> ચાંપાનેર વર્તમાનમાં પંચમહાલ જિલ્લામાં સ્થિત છે.

>> ઇ.સ 1611માં રચાયેલ મીરત-એ-સિકંદરી નામના ગ્રંથમાં પણ ચાંપાનેરનો ઉલ્લેખ જોવા મળે છે.

>> ઇ.સ 674માં ચાંપાનેરની સ્થાપના વનરાજ ચાવડા દ્વારા કરવામાં આવી હતી.

>> ઇ.સ 1405માં ચંપાનેર ચૌહાણ વંશની રાજધાની હતી.  

>> ઇ.સ 1484માં મહંમદ બેગડાએ ચૌહાણ રાજા જયસિંહને હરાવીને ચાંપાનેર જીતી લીધું હતું અને તેને પોતાની રાજધાની બનાવી હતી.

>> મહમદ બેગડાએ ચાંપાનેરને મુહમ્મદાબાદ નામ આપ્યું હતું.

ચાંપાનેરમાં આવેલી મસ્જિદ

1). નગીના મસ્જિદ

2). જુમા મસ્જિદ

3). કેવડા મસ્જિદ

4). ખજુરી મસ્જિદ

ચાંપાનેરમાં આવેલા દરવાજા

1). અટક દરવાજો

2). બુઢિયો દરવાજો

3). તારાપોર દરવાજો

4). બુલંદ દરવાજો

5). મક્કાઈ દરવાજો

રાણકી વાવ

>> યુનેસ્કો દ્વારા રાણકીવાવને 22 જૂન 2014ના રોજ વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

>> રાણકીવાવને વર્ષ 2014માં દોહા(કતાર) ખાતે યોજાયેલ યુનેસ્કોના 38માં સંમેલનમાં જાહેર હેરિટેજ સ્થળ જાહેર કરવામાં આવ્યું.  

>> રાણકી વાવ ગુજરાતની 02 અને ભારતની 31માં નંબરની હેરિટેજ સાઇટ છે.

>> રાણકી વાવ વર્તમાનમાં પાટણ જિલ્લામાં આવેલી છે.

>> અહીણવાડ પાટણમાં સોલંકી વંશના ભીમદેવ પહેલાના રાણી ઉદયમતીએ પ્રજા માટે પાણીની વ્યવસ્થા કરવા માટે આ વાવનું નિર્માણ કરાવ્યુ હતું.    

>> રાણકી વાવનો ઉલ્લેખ ઇ.સ 1304માં જૈન મુનિ મરૂંગા દ્વારા રચિત પ્રબંધ ચિંતામણિમાં કરેલો છે. 

>> રાણકી વાવ ઇ.સ 1063 માં બનેલી છે.

>> આ વાવને 07 માળ છે. અને 64 મીટર લંબાઇ, 20 મીટર પહોળાઈ અને 27 મીટર ઊંડાઈ ધરાવે છે.

>> રાણકી વાવ મારૂ-ગુર્જર સ્થાપત્ય શૈલીમાં બનાવેલી છે.

>> આ વાવની ફરતે દેવી દેવતા અને અપ્સરાની મુર્તિઓ કંડારવામાં આવી છે.

>> આ વાવની પાણી ની સપાટીએ હજાર ફેણવાળા શેષનાગની શય્યા પર સુતેલા વિષ્ણુ ભગવાનની કલાક્રુતિ છે.

>> RBI દ્વારા 100 રૂપિયાની નોટ પાછળ રાણકી વાવનું ચિત્ર મૂકવામાં આવ્યું છે.

>> 2016માં વાવને સૌથી સ્વચ્છ આઈકોનિક સ્થળનો એવોર્ડ પ્રાપ્ત થયો છે.

અમદાવાદ શહેર

>> અમદાવાદ શહેરને યુનેસ્કોના 2017માં કેક્રોવ(પોલેન્ડ) ખાતે મળેલા 41માં સત્રમાં હેરિટેજ શહેર જાહેર કરવામાં આવ્યું હતું.   

>> અમદાવાદ ગુજરાતની ત્રીજી અને ભારતની 36મી હેરિટેજ સાઇટ છે.

>> અમદાવાદ ભારતનું પ્રથમ શહેર અને ભક્તપૂર (નેપાળ), ગાલે(શ્રીલંકા) પછી વિશ્વનું ત્રીજું હેરિટેજ શહેર છે.

>> અમદાવાદમાં આવેલા 54 સ્મારકોમાંથી 26 સ્મારકોને ધ્યાનમાં લઈ આ દરરજો આપવામાં આયો છે.

>> સાબરમતી નદીના કિનારે વસેલા અમદાવાદને ગુજરાતનું આર્થિક પાટનગર કહેવામા આવે છે.

>> બાદશાહ અહમદશાહે અમદાવાદની સ્થાપના 26 ફેબ્રુઆરી 1411ના રોજ કરી હતી.

>> પુરત્તવીય પુરાવા મુજબ અમદાવાદની આસપાસનો વિસ્તાર આશાપલ્લી તરીકે ઓળખાતો હતો. અહી આશાવલ નામના રાજાનું રાજ હતુ.

>> કર્ણદેવ સોલંકીએ આશાવલને હરાવી કર્ણાવતી નગરી વાસવી હતી. તેથી અમદાવાદનું નામ પહેલા કર્ણાવતી હતું.

અમદાવાદમાં આવેલા પ્રસિદ્ધ સ્થાપત્યો

1). હઠીસિંહના દેરા

2). સરખેજનો રોજો

3). સીદી સૈયદની જાળી

4). રાણીનો રોજો  

5). જામા મસ્જિદ

6). કાંકરીયા તળાવ

7). ઝૂલતા મિનારા

8). કાલુપૂર સ્વામિનારાયણ મંદિર

ધોળાવીરા

>> જુલાઇ 2021ના રોજ કુઝોઉ શહેર (ચીન) માં યોજાયેલ યુનેસ્કોના 44માં સત્રમાં ધોળાવીરાને હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવ્યું.

>> યુનેસ્કોના 44માં સત્રની અધ્યક્ષતા ચીનના નાયબ શિક્ષણમંત્રી તિયાન શુજુને કરી હતી. 

>> ધોળાવીરા યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદીમાં ગુજરાતનું ચોથું અને ભારતનું 40મું સ્થળ છે.

>> વિશ્વ ધરોહર સ્થળનો દરજ્જો પ્રાપ્ત કરનારું ધોળાવીરા ભારતમાં હડપ્પા સભ્યતાનું પ્રથમ શહેર છે.

>> ધોળાવીરાની શોધ વર્ષ 1967-68માં પૂરાતત્ત્વવિદ જગપતિ જોષીએ કરી હતી.

>> ધોળાવીરા ગુજરાતના કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના કચ્છના મોટા રણમાં ખદિર બેટ પર આવેલું છે. જે કર્કરેખા પર સ્થિત છે.  

>> ધોળાવીરા પ્રાચીન શહેર 47 હેક્ટરમાં વિસ્તરેલું છે અને તે સિંધુ ખીણની સભ્યતાનું 5મું સૌથી મોટું પુરાતત્વ સ્થળ છે.

>> આ શહેર અંદાજે 3000 ઇ.સ પૂર્વે અસ્તિત્વ ધરાવતું હતું અને 1500 ઇ.સ પૂર્વે સુધી રહ્યું હશે.

>> ધોળાવીરાને કોટડો અથવા કોટડા ટીંબા તરીકે પણ સ્થાનિક લોકો ઓળખે છે.

યુનેસ્કો ( UNESCO) વિશે

પૂરુંનામ : United Nations Educational, Scientific and Cultural Organization 

UNESCO ના સભ્યો દેશો : 193

મુખ્ય મથક : પેરિસ ફ્રાંસ

કાયમી સભ્યો દેશ : 193

સહયોગી સભ્યો દેશ : 11

Read more

👉 ગુજરાતમાં આવેલા કિલ્લાઓ
👉 ગુજરાતમાં આવેલી વાવ
👉 ગુજરાતમાં આવેલા મહેલો
Gujarat Heritage Site

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!