અહીં ગુજરાતમાં આવેલી તમામ વાવ (vav in gujarat) અને તેના પ્રકાર સંબધિત જાણકારી આપવામાં આવી છે. આપેલ માહિતી તમને તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી થશે.
Table of Contents
Vav in Gujarat
વાવ એટલે એક તળાવ જે જમીનની સપાટીથી ઊંડાઈ પર પાણી નો સંગ્રહ કરવો અને એ પાણી સુધી પહોંચવા તેની ફરતે સીડી બનાવેલી હોય.
વાવને ‘જળ મંદિર’ પણ કહેવામા આવે છે.
સંસ્કૃતમાં વાવને વાપી કહેવામા આવે છે.
પ્રવેશદ્વાર ના આધારે વાવના 4 પ્રકાર છે.
નંદા | એક પ્રવેશદ્વાર હોય છે. |
ભદ્રા | બે પ્રવેશદ્વાર હોય છે. |
જયા | ત્રણ પ્રવેશદ્વાર હોય છે. |
વિજ્યા | ચાર પ્રવેશદ્વાર હોય છે. |
1). વાવની અંદરનો ભાગ ખૂબ પહોળો હોય તેને ભોલેરી વાવ કહેવાય છે.
2). 32 હાથ લાંબી વાવ હોય તેને દીર્ઘિકા વાવ કહેવામા આવે છે.
3). જે વાવનું પાણી ક્યારેય ખૂટતું જ નથી તેને જીવતી વાવ કહેવાય છે.
ગુજરાતમાં આવેલી વાવ
અહીં ગુજરાતની મહત્વપૂર્ણ વાવ વિશે વિસ્તૃત સમજ આપી છે.
રાણી ની વાવ (રાણકી વાવ)
> આ વાવ નંદા પ્રકારની વાવ છે.
> આ વાવ 7 માળની છે.
> 11 મી સદીમાં સોલંકી વંશના રાજા ભીમદેવ પ્રથમના પત્ની રાણી ઉદયમતીએ પાટણમાં સાતમાળની વાવ બાંધવી હતી.
> જે 64 મીટર લાંબી, 20 મીટર પહોળી અને 27 મીટર ઊંડી છે.
> રાણકીવાવ સરસ્વતી નદીના કિનારે આવેલી છે.
> Rs.100ની ચલણી નોટની પાછળ રાણકી વાવની તસ્વીર છે.
> વર્ષ 2016માં ઇન્ડિયન સેનિટેશન કોન્ફરન્સમાં રાણકીવાવ ને Iconic Place નો દરજ્જો અપાયો.
> વર્ષ 2014માં UNESCO દ્વારા World Heritege Siteમાં સ્થાન અપાયું છે.
> રણકીવાવ નો ઉલ્લેખ મેરુતુંગ ઋષિના પ્રબોધ ચિતામણી માં કરેલો છે.
અડાલજની વાવ (Adalaj ni vav in Gujarati)
> ગાંધીનગર જીલ્લામાં અડાલજ ખાતે આવેલી છે.
અડાલજનું પ્રાચીન નામ : ગઢ પાટણ
> આ વાવ જયા પ્રકારની વાવ છે. (ત્રણ પ્રવેશદ્વાર અને પાંચ માળ ઊંડી)
> ઇ.સ 1499માં મહમુદ બેગદના સમયમાં વીરસિંહ વાઘેલાની પત્ની “રૂડાબાઈ” એ તેના પતિની યાદમાં પાંચમાળ ઊંડી અડાલજની વાવ બાંધવી હતી.
> આ વાવ રૂડા વાવ તરીકે પણ ઓળખવામાં આવે છે.
> આ વાવ માંથી સંસ્કૃત ભાષામાં લખાયેલો એક લેખ મળી આવ્યો છે. (1499 સાલનો)
> આ વાવ ચુનાના પથ્થરથી બનેલી છે. જેની હિન્દુ મુસ્લિમ સ્થાપત્ય કળામાં રચના થઈ છે.
દાદા હરિની વાવ
> આ વાવ નંદા પ્રકારની વાવ છે.
> ઇ.સ 1485માં મુસ્લિમ સુલતાન બાઈ હરિએ વાવની રચના કરાવી છે.
> આ વાવ અમદાવાદ જિલ્લાના અસરવા વિસ્તારમાં આવેલી છે.
અડી કડીની વાવ
> આ વાવ નંદા પ્રકારની વાવ છે.
> જૂનાગઢમાં આવેલી છે.
> ગિરનારની તળેટીમાં ઇ.સ 319માં બનેલી વાવ 376માં પ્રકાશ પાડવામાં આવ્યો.
> આ વાવ ભારતની સૌથી જૂની વાવ છે.
> આ વાવ 81 મીટર લાંબી, 4.75 મીટર પહોળી અને 41 મીટર ઊંડી છે.
કુકા વાવ
> ખેડા જિલ્લાના કપડવંજ તાલુકામાં આવેલી છે.
> આ વાવ સિદ્ધરાજ જયસિંહે બંધાવી હતી.
> આ વાવની લંબાઇ લગભગ 1300 મીટર છે.
> આ વાવની બહાર ઉભેલા કિર્તિ સ્થંભની કલા કારીગરી ખૂબજ સુંદર છે.
ગેબનશાહની વાવ
> આ વાવ નંદા પ્રકારની છે.
> 16મી સદીમાં ગેબનશાહ નામના ફકીરે “ચાંપાનેરમાં” વાવ બાંધવી હતી.
> જે 20મીટર ઊંડી, 6 મીટર પહોળી અને 50 મીટર લાંબી છે.
સાંપા ની વાવ
> આ વાવ નંદા પ્રકારની વાવ છે.
> આ વાવ સાબરકાંઠા જિલ્લાના બાયડ તાલુકાનાં સાપા ગામમાં આવેલી છે.
> આ વાવ મુહમદ બેગડાના સમયમાં બંધાવવામાં આવી છે.
> આ વાવની પાછળના ભાગમાં કૂવો અને જમણી અને ડાબી બાજુ બે શિલાલેખો આવેલા છે.
અમૃતવર્ણી વાવ
> અમદાવાદનાં પાંચકૂવા વિસ્તારમાં આવેલી છે.
> ત્રણ માળ ધરાવતી આ વાવના સ્થાપત્ય જોતાં નંદા પ્રકારની લાગે છે.
> ઇ.સ 1923માં રઘુનાથે આ વાવ બાંધવી હતી.
> આ વાવના સ્થપિત કાશીદાસ અને રામદાસ સોમપુરા હતા.
> ઇ.સ 1969માં રાજય સરકાર દ્વારા આ વાવને પુરાતત્વ વિભાગ દ્વારા રક્ષિત સ્મારક છે.
ગુજરાતમાં આવેલી અન્ય વાવ
વાવનું નામ | સ્થાન | જિલ્લો |
---|---|---|
માતા ભવાનીની વાવ | અસારવા | અમદાવાદ |
આશાપૂરાની વાવ | અમદાવાદ | અમદાવાદ |
જેઠાભાઈની વાવ | અમદાવાદ | અમદાવાદ |
માણસાની વાવ | માણસા | ગાંધીનગર |
અંબાપૂરની વાવ | ગાંધીનગર | ગાંધીનગર |
મીનળ વાવ | વિરપુર (તા. જેતપુર) | રાજકોટ |
ભાડલાની વાવ | જેતપુર | રાજકોટ |
જ્ઞાનેશ્વરી વાવ | મોઢેરા | મહેસાણા |
ધર્મેશ્વરી વાવ | મોઢેરા | મહેસાણા |
નરસિંહ મહેતાની વાવ | વડનગર | મહેસાણા |
બોત્તેર કોઠાની વાવ | મહેસાણા | મહેસાણા |
નવલખી વાવ | વડોદરા | વડોદરા |
વણજારી વાવ | સિસવા | વડોદરા |
વિદ્યાધરની વાવ | વડોદરા | વડોદરા |
સપ્તમુખી વાવ | ડભોઈ | વડોદરા |
કાંઠાની વાવ | કપડવંજ | ખેડા |
સીગર વાવ | કપડવંજ | ખેડા |
વોરી વાવ | કપડવંજ | ખેડા |
રાણીવાવ | કપડવંજ | ખેડા |
મોટા કોઠાની વાવ | વડથલ | ખેડા |
બત્રીસ કોઠાની વાવ | કપડવંજ | ખેડા |
માધાવાવ | વઢવાણ | સુરેન્દ્રનગર |
રાજબાઈ વાવ | વઢવાણ | સુરેન્દ્રનગર |
લાખા વાવ | વઢવાણ | સુરેન્દ્રનગર |
ગંગા વાવ | વઢવાણ | સુરેન્દ્રનગર |
ચૌમુખી વાવ | ચોટીલા | સુરેન્દ્રનગર |
કાજીવાવ | હિંમતનગર | સાબરકાંઠા |
નાગરાણી વાવ | ખેડ-ચાંદરણી (તા.હિંમતનગર) | સાબરકાંઠા |
અદિતિ વાવ | ખેડબ્રહ્મા | હિંમતનગર |
બ્રહ્માજી વાવ | ખેડબ્રહ્મા | હિંમતનગર |
પગથીયાવાળી વાવ | ટિંટોઇ (તા. મોડાસા) | અરવલ્લી |
વણઝારી વાવ | મોડાસા | અરવલ્લી |
હીરૂ વાવ | મોડાસા | અરવલ્લી |
ગેલમાતાની વાવ | મેઘરજ | અરવલ્લી |
માલા વાવ | ભિલોડા | અરવલ્લી |
જ્ઞાન વાવ | સિદ્ધપૂર | પાટણ |
ત્રિકમ બારોટની વાવ | પાટણ | પાટણ |
સેલોર વાવ | મુંદ્રા | કચ્છ |
દુધિયા વાવ | ભદ્રેશ્વર (મુંદ્રા) | કચ્છ |
કુબેર વાવ | મોરબી | મોરબી |
સાત કોઠાની વાવ | હળવદ | મોરબી |
વીરજી વોરાની વાવ | હળવદ | મોરબી |
વણઝારી વાવ | ગોધરા | પંચમહાલ |
માલિક સંદલની વાવ | માંડલી (તા. હાલોલ) | પંચમહાલ |
ચંદ્રલેખાં વાવ (સુરજકલા) | હાલોલ | પંચમહાલ |
સિંધમાતાની વાવ | હાલોલ | પંચમહાલ |
ચાંપાનરની વાવ | હાલોલ | પંચમહાલ |
લશ્કરી વાવ | ઉપરકોટ | જૂનાગઢ |
ભાણા વાવ | વંથલી | જૂનાગઢ |
ઉપરકોટની વાવ | ઉપરકોટ | જૂનાગઢ |
મોડાપરની વાવ | ભાણવડ | દેવભૂમિ દ્વારિકા |
વિકિયા વાવ | ભાણવડ | દેવભૂમિ દ્વારિકા |
શનિની વાવ | ભાણવડ | દેવભૂમિ દ્વારિકા |
દેરાણી-જેઠાણી વાવ | ભાણવડ | દેવભૂમિ દ્વારિકા |
જેઠા વાવ | ભાણવડ | દેવભૂમિ દ્વારિકા |
શાહગૌરા વાવ | લાઠી | અમરેલી |
થાન વાવ | શિયાળ બેટ (તા. જાફરાબાદ) | અમરેલી |
ખાંભાળા વાવ | રાણાવાવ | પોરબંદર |
કોચરીવાવ | ઉના | ગીર સોમનાથ |
મીઠી વાવ | પાલનપુર | બનાસકાંઠા |
જ્ઞાનવાળી વાવ | ખંભાત | આણંદ |
સાસુ અને વહુની વાવ | કલેશ્વરી નાળ (તા. ખાનપૂર) | મહીસાગર |
વધુ વાંચો
vav in gujarat, adalaj ni vav in gujarati, rani ki vav history in gujarati pdf, gujarat ni vav pdf download, gujarat ni vav, વાવ ના પ્રકાર, ગુજરાત ની વાવ