Join our WhatsApp group : click here

Gujarat na Sthapatya | ગુજરાતની સ્થાપત્ય કલા

Gujarat na Sthapatya : અહીં ગુજરાતનાં વિવિધ સ્થાપત્યો જેવા કે ચાંપાનેરનો કિલ્લો, મોઢેરાનું સૂર્યમંદિર, દ્વારકા મંદિર, ઝૂલતા મિનારા, દેવની મોરી, સહસ્ત્રલિંગ તળાવ, અડાલજની વાવ, પાટણની રાણકી વાવ, જુમા મસ્જિદ, રાણી સિપ્રીની મસ્જિદ, સિદ્ધપુરનો રુદ્રમહાલય, અશોકનો શીલાલેખ, હઠીસિંહના દેરા, સુદર્શન તળાવ, સીડી સૈયદની જાળી વગેરે વિષે પરીક્ષાલક્ષી માહિતી આપેલ છે.

Gujarat na Sthapatya

અહીં દરેક Gujarat na Sthapatya વિષેની વિસ્તૃત જાણકારી આપવામાં આવી છે.

ચાંપાનેરનો કિલ્લો

>> ગુજરાતમાં પાવાગઢ પાસે મુસ્લિમ સલ્તનત દરમિયાન મોહમ્મદ બેગડાએ ચાંપાનેરનો કિલ્લો જીત્યા પછી થોડા સમય માટે તેને રાજધાનીનો દરજ્જો આપી ‘મુહમદાબાદ’ નામ આપ્યું.

>> આ નગરમાં મહેલો, મસ્જિદ અને નગરકોટનું નિર્માણ કરી દક્ષિણ ગુજરાતનાં મહત્વના સાંસ્ક્રુતિક નગર તરીકે વિકસાવ્યું.

>> આ કિલ્લો શિલ્પ અને સ્થાપત્યની દૃષ્ટિએ ખૂબ જ નોંધપાત્ર સ્થાન ધરાવે છે.

>> આ કિલ્લાના મહત્વને ધ્યાનમાં રાખી યુનેસ્કો દ્વારા આ નગરને ‘વૈશ્વિક વિરાસત’ તરીકે જાહેર કર્યું છે.

ચાંપાનેર

>> ચાંપાનેર વર્તમાનમાં પંચમહાલ જિલ્લામાં આવેલું છે.

>> ચાંપાનેરમાં પાંચ દરવાજા હતા. ચાંપાનેરમાં કામચલાઉ ટંકશાળા પણ સ્થાપવામાં આવી હતી. જે ટંકશાળા સિક્કાઓ ઉપર મુહમ્મદાબાદ ઉર્ફે ચાંપાનેર લખાયેલું હતું.

>> મહમંદ બેગડાએ ચાંપાનેરમાં કેવડા મસ્જિદ, નગીના મસ્જિદ વગેરે સ્થાપત્યોનું નિર્માણ કરાવ્યુ હતું.

મોઢેરાનું સૂર્યમંદિર

>> મોઢેરાનું સૂર્યમંદિર ગુજરાતનાં મહેસાણા જિલ્લામાં આવેલું છે.

>> આ સૂર્યમંદિર સોલંકી યુગના રાજવી ભીમદેવ પહેલાના શાસન દરમિયાન ઇ.સ 1027માં બંધાવ્યું હતું.

>> સૂર્યનું પ્રથમ કિરણ મંદિરમાં ગર્ભગૃહ સુધી રેલાઈને સૂર્ય પ્રતિમાના મુકુટની મધ્યમાં રહેલા મણિ પર પડતા સમગ્ર મંદિરનું ગર્ભ પ્રકાશથી ઝળહળી ઊઠે છે.

>> આ મંદિરનું નકશીકામ ઈરાની શૈલીમાં થયેલ છે.

>> આ મંદિરની બહાર જલકુંડની ફરતે નાના-નાના 108 મંદિરો આવેલા છે.

>> મોઢેરાનું સૂર્યમંદિર પુષ્પાવતી નદીના કિનારે આવેલું છે.

>> મોઢેરાના સૂર્યમંદિર ખાતે ઉત્તરાર્ધ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે, જે દર વર્ષે જાન્યુઆરી માસમાં થાય છે.  

દ્વારકા મંદિર

>> પવિત્ર ગોમતી નદીના કિનારે દેવભૂમિ દ્વારકામાં આવેલા આ શ્રીક્રુષ્ણના મંદિરને રણછોડરાયના મંદિર અથવા જગતમંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે.

>> આ મંદિરનું નિર્માણ શ્રીક્રુષ્ણના પૌત્ર વજ્રનાભ દ્વારા થયું હોવાનું માનવમાં આવે છે.

>> ઈ.સ 800માં જગતગુરુ શંકરાચાર્ચે આ મંદિરનો જીર્ણોદ્વાર કરાવ્યો હોવાનું મનાય છે.

>> દ્વારકાનું જગતમંદિરમાં સાત માળ આવેલા છે.

>> આ મંદિરમાં બે દ્વાર છે. જેનું નામ સ્વર્ગદ્વાર અને મોક્ષ દ્વાર છે.

>> દ્વારકા મંદિરમાં 60 સ્તંભ આવેલા છે.

>> દ્વારકાના મંદિરમાં દિવસમાં 5 વાર ધજા ચડાવવાનું ધાર્મિક મહત્વ છે.

ઝૂલતા મિનારા

>> મધ્યકાલીન યુગમાં મુસ્લિમ સલ્તનત દરમિયાન ગુજરાતમાં બાદશાહ અહમદશાહે જામા મસ્જિદ અને સારંગપૂર દરવાજા પાસે બંધાવ્યા હતા.

>> આ દરેક મિનારાની ત્રણ માળની બાલ્કનીમાં બારીક નક્શીકામ કરવામાં આવ્યું છે.

>> આ મિનારા પૈકી એકને હલાવતાં સામેનો બીજો મિનારો પણ હાલે છે. આ ઝૂલતા મિનારાની વિશેષતા છે.

દેવની મોરી

>> અરવલ્લી જિલ્લાનાં શામળાજીથી બે કિલો મીટરનાં અંતરે દેવની મોરી આવેલી છે.

>> જ્યાંથી બૌદ્ધ ધર્મનાં સ્તૂપનાં અવશેષો પ્રાપ્ત થયેલા છે.

>> આ સ્થળે અનેક બૌદ્ધ સાધૂઓનો વસવાટ હતો તેવું માનવમાં આવે છે.

સહસ્ત્રલિંગ તળાવ

>> દુર્લભ સરોવર તરીકે જાણીતા આ તળાવનું નિર્માણ રાજા દુર્લભરાયે કરાવેલું. તેમજ આ તળાવનો જીર્ણોદ્વાર સિદ્ધરાજ જયસિંહે કરાવેલ.

>> સિદ્ધરાજ જયસિંહે બંધાવેલા તમામ કુત્રિમ સરોવર માંથી ટેક્નોલૉજી અને સૌંદર્યની દૃષ્ટિએ આ તળાવ ખૂબ જ ચડિયાતું છે.

>> આ તળાવ કિનારે 1008 શિવાલય આવેલા છે.

>> આ તળાવમાં સરસ્વતી નદીનું પાણી અંદર આવતું હતું. માટે એવું કહી શકાય કે તળાવમાં કુદરતી રીતે સફાઈ થઈ શકે તેવી વ્યવસ્થા રાખવામા આવી હતી.

અડાલજની વાવ

>> ગાંધીનગર પાસે અડાલજ ખાતે રાણી રુડાબાઈએ તેના પતિ વીરસિંહ વાઘેલાની યાદમાં આ વાવ બંધાવી હતી.

>> આ વાવના સ્થપતિ ભીમાપુત્ર માણસ હતા. 

>> આ વાવ પાંચ માળની છે, અને વાવમાં જવા માટે ત્રણ દ્વાર છે.

>> અડાલજની વાવ જયા પ્રકારની વાવ છે.

>> વાવની બંને બાજુ સુંદર કોતરણીવાળા ઝરૂખાં છે.

>> અડાલજની વાવ મહમદ બેગડાનાં સમયમાં બનાવવામાં આવી હતી.

>> અડાલજની વાવનું નિર્માણ હિન્દુ-ઈસ્લામિક સ્થાપત્ય શૈલીમાં થયેલું છે.

પાટણની રાણકી વાવ

>> સોલંકીવંશના રાજા ભીમદેવ પહેલાની પત્ની રાણી ઉદયમતીએ અગિયારમી સદીમાં બંધાવી હતી.

>> આ વાવ સરસ્વતી નદીના કિનારે આવેલી છે.

>> સાત માળની રાણકી વાવ નંદા પ્રકારની વાવ છે.

>> રાણકી વાવને 2014નાં વર્ષમાં વૈશ્વિક વિરાસત સ્થળની યાદીમાં શામિલ કરવામાં આવી છે.

જુમા મસ્જિદ

>> આ મસ્જિદ અમદાવાદ શહેરમાં આવેલી છે.

>> જુમા મસ્જિદ ગુજરાતની સૌથી મોટી મસ્જિદ છે.

>> જુમા મસ્જિદ બાંધવાની શરૂવાત ઈ.સ 1412માં થઈ હતી અને તેનું બાંધકામ ઈ.સ 1424માં પૂર્ણ થયું હતું.

>> આ મસ્જિદમાં હિન્દુ-મુસ્લિમ સ્થાપત્ય શૈલીની ઝલક જોવા મળે છે.

>> મસ્જિદની વચલી કમાનમાં હિન્દુ મંદિરની શૈલીનો પ્રભાવ જોવા મળે છે.

રાણી સિપ્રીની મસ્જિદ

>> ઈ.સ 1514માં મહમદ બેગડાની પત્ની રાણી અસમીએ રાણી સિપ્રીની મસ્જિદ બાંધવી હતી.

>> આ મસ્જિદ અમદાવાદના આસ્ટોડિયા દરવાજા પાસે આવેલી છે.

>> આ મસ્જિદને ‘મસ્જિદ-એ-નગીના’ નામથી ઓળખાય છે.

સિદ્ધપુરનો રુદ્રમહાલય

>> પાટણ જિલ્લાનાં સિદ્ધપુરમાં ચાલુક્ય શૈલીનાં સ્થાપત્યનો એક ઉત્કૃષ્ટ નમૂનો એટલે રુદ્રમહાલય.

>> સરસ્વતી નદીના કાંઠે વસેલા આ શહેરમાં રુદ્રમહાલયનું બાંધકામની શરુવતા મૂળરાજ સોલંકીએ કરાવી હતી પણ બાંધકામ પૂર્ણ સિદ્ધરાજ જયસિંહે કરાવ્યુ હતું.

>> રુદ્રમહાલય ગુજરાતની પ્રથમ બહુમાળી ઇમારત છે. જેમાં 2 માળ છે અને તેની ઊંચાઈ 150 ફૂટ છે.

>> રુદ્રમહાલયના અવશેષ પરથી આ મહાલય 300 ફૂટ લાંબા તથા 230 ફૂટ પહોળા મંદિરના આંગળાની વચ્ચે બે કે ત્રણ માળનું મંદિર હશે એવું અનુમાન છે.

>> આ  રુદ્રમહાલયનો ધ્વંશ અલાઉદ્દીન ખીલજીએ કર્યો હતો.

અશોકનો શીલાલેખ

>> જુનાગઢ જિલ્લામાં ગિરનારની તળેટીમાં દામોદર કુંડ પાસે સમ્રાટ અશોકે કોતરાવેલ છે.

>> આ શીલાલેખ બ્રાહ્મી લિપિ અને પ્રાકૃત ભાષામાં છે.

>> અશોકના શીલાલેખની શોધ કર્નલ ટોડે કરી હતી, પણ આ શિલાલેખને સૌપ્રથમ વાર ઉકેલનાર જેમ્સ પ્રિન્સેસ હતા.

>> આશિકના આ શિલાલેખનો પરિઘ 75 ફૂટ છે.

>> આ શીલાલેખમાં સમ્રાટ અશોકે લોકોને હિંસાથી દૂર રહેવા, ઔષધિય વનસ્પતિનું વાવેતર કરવા તેમજ અરસ પરસ સંપ કેળવવાનો આદેશ અને નૈતિક નિયમો આપેલા છે.

હઠીસિંહના દેરા

>> હઠીસિંહના દેરા અમદાવાદમાં દિલ્હી દરવાજા વિસ્તારમાં આવેલા છે.

>> ઈ.સ 1008માં હઠીસિંહના દેરાનું નિર્માણ હઠીસિંહ કેસરીસિંહ શેઠે કરાવ્યુ હતું.

>> હઠીસિંહના દેરાના મુખ્ય સ્થપતિ પ્રેમચંદ સલાટ હતા.

>> હઠીસિંહના દેરામાં શ્રી ધર્મનાથજી નું મુખ્ય મંદિર આવેલું છે. જે 50 મીટર લાંબુ અને 40 મીટર પહોળું છે.

>> હઠી સિંહના દેરાએ જૈન દેરાસર છે.

સુદર્શન તળાવ

>> ચંદ્રગુપ્ત મૌર્યનાં સુબા પુષ્પગુપ્ત વૈશ્યએ ખેતીવાડીને પ્રોત્સાહન આપવા તેનું નિર્માણ કરાવ્યુ હતું.

>> તે જૂનાગઢમાં ગિરનારની તળેટીમાં આવેલું છે.

>> આ તળાવનું નિર્માણ સોનરેખા (સુવર્ણસિકતા) નદી આગળ બંધ બાંધીને બનાવાયું હતું.

>> રુદ્રદામાનાં સુબા સુવિશાખે અને સ્કંદગુપ્તનાં સુબા ચક્રપાલિએ તેનું સમારકામ કરાવ્યુ હતું.

>> તુષાષ્ફએ આ તળાવમાં સિંચાઇ માટે નહેરો કઢાવી હતી.  

સીદી સૈયદની જાળી

>> સીદી સૈયદની જાળી સીદી સૈયદ મસ્જીદમાં અમદાવાદ ખાતે આવેલી છે.

>> આ જાળીની રચના વૃક્ષની ડાળીમાંથી રચાયેલી આકૃતિઓ આવેલી છે. જેનું નિર્માણ ફક્ત એક પથ્થરમાંથી કરવામાં આવ્યું હતું.  

>> એક જાળી ચાર મીટર લાંબી અને સવા બે મીટર પહોળી એવી સીદી સૈયદની મસ્જિદમાં ત્રણ મોટી જાળીઓ આવેલી છે.

>> ઇ.સ 1572માં જાળીનું નિર્માણ સીદી સૈયદે ભદ્રમાં લાલ દરવાજા પાસે બંધાવેલ સીદી સૈયદની મસ્જિદમાં કરાવ્યુ હતું.

>> આ જાળીમાંથી એક જાળી કાઢીને લોર્ડ કર્ઝન પોતાની સાથે લઈ જઈ રહ્યા હતા ત્યારે તે મુંબઇ જતી વખતે ભાંગી પડી હતી. ત્યાર બાદ સિલ્વરની જાળી પ્ર્તિકૃતિ સ્વરૂપે સાથે લઈ ગયા હતા.

મણિમંદિર

>> મણિમંદિર ગુજરાતનાં મોરબી ખાતે આવેલું છે.

>> આ મંદિરનું નિર્માણ મોરબીના રાજવી વાઘજી ઠાકોરે પોતાના પત્ની મણિબાઇની યાદમાં કરાવ્યુ હતું.

>> મણિમંદિરને સૌરાષ્ટ્રની એક પ્રમકથાનું પ્રતિક માનવમાં આવે છે.

>> વાઘ મહેલ તરીકે ઓળખાતા આ મંદિરમાં લક્ષ્મી-નારાયણ, રાધા-ક્રુષ્ણ વગેરે જેવા અનેક મંદિરો આવેલ છે.

>> મણિમંદિરમાં 130 જેટલા રૂપ પણ આવેલા છે.

>> મણિમંદિરને ‘ગુજરાતનો તાજમહેલ’ તરીકે ઓળખવામાં આવે છે.

નવલખા મંદિર

>> આ મંદિર દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં આવેલું ઘૂમલી ગામમાં આવેલું છે. આ ગામ ઓછામાં ઓછું સૈંધવકાળ જેટલું પ્રાચીન છે.

>> અહીંના રૂપમંડપની પાછળ ખર્ચાયેલ અઢળક ધનસંપત્તિને કારણે આ મંદિરને નવલખા મંદિર કહેવાયમાં આવે છે.

>> નવલખા મંદિર મારૂ ગુર્જર સ્થાપત્ય શૈલીમાં બનેલ છે. તેમજ આ શૈલી મોઢેરાના સૂર્ય મંદિરને મળતી આવે છે.

>> મંદિરની ત્રણે બાજુના ભદ્રગવાક્ષોની નીચે સામસામી સૂંઢ વીંટાળેલા હસ્તિયુગ્મ આવેલા છે.

>> આ મંદિરની દક્ષિણ દિશામાં બ્રહ્મા-સરસ્વતી, પશ્ચિમ દિશામાં ઉમા-મહેશ્વર અને ઉત્તર દેશમાં લક્ષ્મીનારાયણ સ્થિત છે.

વડનગરના કિર્તિતોરણ

>> સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહે બંધાવેલ કિર્તિતોરણ મહેસાણા જિલ્લાના વડનગર ખાતે આવેલા છે.

>> સિદ્ધરાજ જયસિંહે પોતાના વિજયની સ્મૃતિરૂપે તોરણો બંધાવ્યા હતા.

>> આ કિર્તિતોરણનું નિર્માણ રેતીયા પથ્થરમાંથી થયેલું છે, અને તેની ઊંચાઈ લગભગ 40 ફૂટની છે.

>> વડનગરના કિર્તિતોરણના બંને સ્તંભ પર મનુષ્યની સુંદર આકૃતિઓ આવેલી છે.

>> એક માન્યતા મુજબ એવું માનવમાં આવે છે કે નરસિંહ મહેતાના પુત્ર શામળશાના લગ્ન વડનગરમાં થયા હતા. આથી તેની સ્મૃતિ રૂપે આ તોરણ બંધવામાં આવ્યું છે.

ગુજરાતના લોકનૃત્યો click here
ગુજરાતના મહેલો click here
Gujarat na Sthapatya

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!