Join our WhatsApp group : click here

બંધારણીય રીટ | Bandharan rit in Gujarati

ભારતના બંધારણમાં રીટનો ખ્યાલ ઈંગ્લેન્ડના બંધારણમાંથી લેવાયો છે. ભારતના બંધારણમાં પાંચ પ્રકારની રીતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેના નામ નીચે મુજબ છે.

1). બંદી પ્રત્યક્ષીકરણ (Habeas Corpus)

2). પરમાદેશ (Mandamus)

3). પ્રતિષેધ (Prohibition)

4). ઉત્પ્રેષણ (Certiorari)

5). અધિકાર પુચ્છા (Quo-warranto)

Bandharan rit in Gujarati

અહીં ભારતના બંધારણમાં આપેલ પાંચેય રીટની વિસ્તૃત સમજૂતી આપેલ છે.

બંદી પ્રત્યક્ષીકરણ (હેબિયસ કોર્પસ/હાજર હુકમ)

>>લેટિન ભાષાનો શબ્દ છે, જેનો અર્થ થાય છે શરીરને હાજર કરો. (To have a boday)

>> જયારે કોઈ વ્યક્તિને અન્ય કોઈ વ્યક્તિ કે અધિકારી દ્વારા ગેર કાયદેસર રીતે કેદમાં રખાયો હોય ત્યારે તે વ્યક્તિ કે અધિકારી વિરુદ્ધ ન્યાયાલય દ્વારા ‘હેબિયસ કોપર્સ’ ની રિટ જાહેર કરવામાં આવે છે.

>> આ રિટને વૈયક્તિક સ્વતંત્રતાનો પાયો ગણવામાં આવે છે.

>> આ રિટની દાદ વ્યક્તિના પરિવાર, વકીલ, સગા-વહાલા કે મિત્રો દ્વારા માંગી શકાય છે.

>> ન્યાયાલયને જો તપાસ કરતા તેની ધડપકડ કે કેદ કાયદા વિરુદ્ધની લાગે તો તેને મુક્ત કરવાનો આદેશ કરી શકે છે.

પરમાદેશ (મેન્ડેમસ/અધિકારી હુકમ)

>> જ્યારે સાર્વજનિક નિગમ, પદાધિકારી કે અન્ય ન્યાયાલય પોતાની કાયદાકીય અને બંધારણીય જવાબદારીઓનું પાલન કરતાં નથી ત્યારે સર્વોચ્ચ કે ઉચ્ચ-ન્યાયાલય તેમની પરમાદેશ રિટ જાહેર કરે છે.

>> પરામાદેશનો અર્થ થાય છે, “અમે આદેશ આપીએ છીયે”

પ્રતિષેધ (પ્રોહિબિશન/હુકમ)

>> પ્રતિષેધનો અર્થ થાય છે, અટકાવવુ

>> જયારે તાબા હેઠળના ન્યાયાલયો પોતાના કાર્યક્ષેત્રની બહાર જઇ કોઈપણ કેસની સુનવણી કરે ત્યારે ઉચ્ચ ન્યાયાલય દ્વારા પ્રતિષેધ રિટ જાહેર કરવામાં આવે છે.  

>> આ માત્ર ન્યાયિક અને અર્ધન્યાયિક સંસ્થાઓની વિરુદ્ધ જ આપવામાં આવે છે.

>> પ્રતિષેધ રિટ ત્યારે જ બહાર પાડવામાં આવે છે જ્યારે ન્યાયિક પ્રક્રિયા ચાલુ હોય.

ઉત્પ્રેષણ (સર્ટીઓરરી)

>> ઉત્પ્રેષણ રિટ જયારે તાબા હેઠળની અદાલતો કે વહીવટી અધિકારી કે સંસ્થા પોતાના કાર્યક્ષેત્રની બહાર જઇ કોઈ કેસની સુનવણી કરે છે. ત્યારે તેમને અટકાવવા ઉચ્ચ ન્યાયાલય દ્વારા આ રિટ ફરમાવવામાં આવે છે.

>> ઉત્પ્રેષણ રિટ તાબા હેઠળની અદાલતો દ્વારા નિર્ણય અપાયા બાદ જાહેર કરવામાં આવે છે.

અધિકાર પુચ્છા (કો-વોરનો)

>> જયારે કોઈ વ્યક્તિ દ્વારા ગેરકાયદેસર રીતે કોઈ સાર્વજનિક પદ ગ્રહણ કરવામાં આવે છે. ત્યારે આ રિટ સર્વોચ્ચ કે ઉચ્ચ ન્યાયાલય દ્વારા જાહેર કરવામાં આવે છે.

  • ઉપરોક્ત 5 પ્રકારની રિટનો ઉલ્લેખ બંધારણના અનુચ્છેદ-32માં કરાયેલ છે.
  • આજ પાંચ પ્રકારની રિટ જાહેર કરવાની સત્તા બંધારણના ભાગ-6માં અનુચ્છેદ-226 હેઠળ રાજયોની વડી અદાલતને અપાયેલી છે.

સુપ્રીમ કોર્ટ અને રાજયની હાઇકોર્ટની રિટ ફરમાવવાની  સત્તામાં તફાવત

>> સુપ્રીમ કોર્ટ સમગ્ર ભારત વિસ્તારમાં રિટ ફરમાવી શકે છે. જ્યારે રાજયની હાઇકોર્ટ તેના પ્રાદેશિક ન્યાયક્ષેત્ર અથવા તો જો સંબધિત બાબતનું કારણ તેના પ્રાદેશિક ન્યાયક્ષેત્રમાં રહેલું હોય તો જ બહાર રિટ ફરમાવી શકે છે.

>> સુપ્રીમ કોર્ટ ફક્ત મૂળભૂત અધિકારોને અમલી બનાવવા માટે રિટ ફરમાવી શકે છે. જ્યારે રાજયની હાઇકોર્ટ મૂળભૂત અધિકારોને અમલી બનાવવા સિવાય ટ્રિબ્યુનલો સામે પણ રિટ ફરમાવી શકે છે.આ દ્રષ્ટિએ સુપ્રીમ કોર્ટનું રિટ ફરમાવવાંનું ન્યાયક્ષેત્ર રાજયની હાઇકોર્ટ કરતાં નાનું છે.  

Read more

👉 બંધારણ સભા
👉 મૂળભૂત ફરજો
👉ભારતીય નાગરિકતા અધિનિયમ 1955

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!