Join our WhatsApp group : click here

ભારતમાં આવેલા વિદેશી યાત્રીઓ

Bharat ma avela videshi yatri : અહીં ભારતમાં આવેલા વિદેશી યાત્રીઓ સંબધિત જાણકારી આપવામાં આવી છે. આપેલ માહિતી GPSC, GSSSB, Police Department સહિતની તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી છે.

ભારતમાં આવેલા વિદેશી યાત્રીઓ

મેગેસ્થનિઝ

દેશ : ગ્રીસ/યૂનાન

સમયગાળો : ઇ.સ પૂ 3જી સદી

ભારતમાં શાસન : ચંદ્રગુપ્ત મોર્ય

મેગેસ્થનીઝ એ સિરીયાના સેલ્યુક્સ નિકેતર-1 નો રાજદૂત હતો.

તેણે ‘ઇન્ડિકા ગ્રંથ’ ની રચના કરી હતી જેમાં ભારતીય સમાજમાં વર્ણવ્યવસ્થાનો ઉલ્લેખ કરેલો છે. આ ગ્રંથમાં મગધના શાસકનો લોકડાના બનેલા વિશાળ મહેલનો ઉલ્લેખ છે.

ડાઈમાચસ (ડાઈમેક)

દેશ : યૂનાન  

સમયગાળો : ઇ.સ પૂર્વે 3જી સદી

ભારતમાં શાસન : બિંદુસાર

ટોલેમી

સમયગાળો : ઇ.સ 2જી સદી

તેણે ‘જીઓગ્રાફી’ ગ્રંથની રચના કરી. જેમાં પ્રાચીન ભારતનું વિવરણ છે. ટોલેમીએ પોતાના ગ્રંથમાં સૌરાષ્ટ્ર (સુરાષ્ટ્રીયન), દક્ષિણ ગુજરાત (લાટિકા), ભરુચ (બારીગાઝા), મહિ નદી (મોફિસ), પોરબંદર (બોડેકિસ) તરીકે ઉલ્લેખ કર્યો છે.

ફાહિયાન

દેશ :  ચીન

સમયગાળો : ઇ.સ 405-411  

ભારતમાં શાસન : ચંદ્રગુપ્ત બીજો (વિક્રમાદિત્ય)

ફાહિયાન ભારત યાત્રા કરનાર પ્રથમ ચીની મુસાફર છે. તેણે પોતાની યાત્રાનું વર્ણન ‘રેકોર્ડ ઓફ બુદ્ધિસ્ટ કિંગડમ’ (બૌદ્ધ સામ્રાજ્યોના અભિલેખ) ગ્રંથમાં કર્યું છે.

તેમણે ભગવાન બુદ્ધના જન્મસ્થળ લુમ્બિનીની મુલાકાત લીધી હતી.

તેઓ ભારતમાં જમીનમાર્ગે આવીને તક્ષશીલા, મથુરા, કનૌજ, વૈશાલી, પાટલીપુત્ર, નાલંદા અને બંગાળનો પ્રવાસ કર્યો હતો. લગભગ 15 વર્ષ ભારતમાં રોકાઈને સમુદ્રમાર્ગે ચીન પરત ફર્યા હતા.

હ્યુ-એન-ત્સાંગ   

 દેશ : ચીન  

સમયગાળો : ઇ.સ 630-665  

ભારતમાં શાસન : હર્ષવર્ધન

હ્યુ-એન-ત્સાંગે ભારતમાં તાશ્કંદ અને સ્વાત ઘાટી તરફથી પ્રવેશ કર્યો હતો. તે બૌદ્ધ ધર્મની શિક્ષા મેળવવા અને મહત્વપૂર્ણ બૌદ્ધ ગ્રંથોનો સંગ્રહ કરવા માટે ભારત આવ્યા હતા.

તેણે નાલંદા વિદ્યાલયમાં 5 વર્ષ અભ્યાસ કર્યો હતો.

હ્યુ-એન-ત્સાંગના મતે હર્ષવર્ધન શરૂઆતમાં શૈવધર્મી હતો, પરંતુ પાછળથી બૌદ્ધ ધર્મના મહાયાન પંથનો અનુયાયી બન્યો. તેણે મહાયાન સંપ્રદાયના પ્રચાર માટે કનૌજમાં એક વિશાળ સંમેલન યોજયું હતું. આ ઉપરાંત હર્ષવર્ધન દર પાંચ વર્ષે પ્રયાગમાં મહામોક્ષ પરિષદનું આયોજન કરતો હતો.

હ્યુ-એન-ત્સાંગે ઉત્તર ભારત સાથે દક્ષિણ ભારતનો પણ પ્રવાસ કર્યો હતો. તેમણે પોતાની ભારતયાત્રાનું વર્ણન ‘સી-યુ-કી’ (પશ્ચિમી દુનિયાના અભિલેખ) ગ્રંથમાં રજૂ કર્યું છે.  

હ્યુ-એન-ત્સાંગે ગુજરાતની પણ મુલાકાત લીધી હતી તે સમયે ગુજરાતમાં મૈત્રકવંશના શાસક ધ્રુવસેન બીજાનું શાસન હતું. તેમની પ્રવાસ નોંધમાં વલભી અને વડનગરનો ઉલ્લેખ છે.

ઇત્સિંગ

દેશ : ચીન

સમયગાળો : ઇ.સ 671-ઇ.સ 695

ઇત્સિંગનો ભારત પ્રવાસ બૌદ્ધ ધર્મ સંબધિત હતો. તેમણે ઘણા બૌદ્ધ ગ્રંથોનો સંસ્કૃતમાંથી ચીની ભાષામાં અનુવાદ કર્યો હતો. તે ઉપરાંત ઘણા ભિક્ષુઓની બાયોગ્રાફી પણ લખી હતી.

તેમણે નાલંદામાં અભ્યાસ કર્યો હતો.

સુલેમાન

દેશ : આરબ  

સમયગાળો : 9મી સદી  

ભારતમાં શાસન : પાલ વંશ

સુલેમાન એક આરબ વ્યાપારી હતો. તેણે પાલવંશના સામર્થ્ય વિશે વિવરણ રજૂ કર્યું છે.

અલ-મસૂદી

દેશ : આરબ  

સમયગાળો : 10મી સદી

ભારતમાં શાસન : રાષ્ટ્રકૂટ/પ્રતિહાર વંશ

અલ-મસૂદી એક આરબ પ્રવાસી હતો. તેણે પોતાના પુસ્તક ‘મુરૂજ ઉલ-જેહાબ’ માં પોતાના પ્રવાસ વિશે માહિતી આપી છે. જેણે પ્રતિહાર સામ્રાજ્યની વિશાળતાનું વર્ણન કર્યું છે. તથા ગુર્જર પ્રતિહાર સામ્રાજ્યને ‘અલ જૂજર’ કહ્યું હતું.

અલ-બરુની

દેશ : ફારસ (મધ્ય એશિયા)  

સમયગાળો : ઇ.સ 1024-30

અલ-બરુની એક પર્શિયન (ફારસી) વિદ્વાન હતો. તે મહમુદ ગઝની સાથે ભારત આવ્યો હતો.

તેઓ પ્રથમ મુસ્લિમ વિદ્વાન હતા. જેમણે ભારત વિશે અભ્યાસ કર્યો અને માહિતી આપી.

અલ-બરુનીએ પોતાના પુસ્તક ‘તહેકીક-એ-હિન્દ’ માં ભારતની ભૂગોળ, ઇતિહાસ, વિજ્ઞાન અને સમાજજીવનના વિભિન્ન ક્ષેત્રો વિશે વિસ્તૃત જાણકારી આપી.

તેમણે ‘કિતાબ-ઉલ-હિન્દ’ ગ્રંથની રચના પણ કરી હતી.

ગુજરાતની મુલાકાત વખતે અલ-બરુનીએ મહિ નદીનો ઉલ્લેખ ‘મહેન્દ્રી’ તરીકે કર્યો હતો.

અલ-બરુનીએ ઘણી સંસ્કૃત કૃતિઓનો અનુવાદ કર્યો હતો. જેમાં પતંજલિની વ્યાકરણ પરની રચનાઓનો અરબીમાં અનુવાદ સામેલ છે.

તેણે પોતાના બ્રાહ્મણમિત્રો માટે યુક્લિડ (એક ગ્રીક ગણિતજ્ઞ) ની રચનાઓનો સંસ્કૃતમાં અનુવાદ કર્યો હતો.     

માર્કો પોલો

દેશ : ઈટાલી  

સમયગાળો :  ઇ.સ 1292-1294

ભારતમાં શાસન : પાંડય વંશ/કાકતીય વંશ

માર્કોપોલોએ દક્ષિણ ભારતના પાંડય વંશ અને પૂર્વી ભારતમાં કાકતીય વંશના રુદ્રમાં દેવીના શાસન વખતે ભારતમાં યાત્રા કરી હતી. તેણે પોતાના પુસ્તક ‘ધ બુક ઓફ સર માર્કો પોલો’ માં ભારતના આર્થિક ઇતિહાસ વિશે માહિતી આપી છે.

ઇબ્નબતૂતા

દેશ : મોરક્કો

સમયગાળો : ઇ.સ 1333-1347

ભારતમાં શાસન : મુહમ્મદ બિન તુઘલક

તેણે પોતાના પુસ્તક ‘કિતાબ-ઉલ-રિહલા’ માં ભારતના સમાજ જીવન, કૃષિ પદ્ધતિઓ, ગ્રામદ્યોગ વગેરેનું રસપ્રદ વિવરણ રજૂ કર્યું છે.

મુહમ્મદ-બિન-તુઘલકે પોતાના દરબારમાં તેની કાઝી તરીકે નિમણૂક કરી હતી. અને મુહમ્મદ-બિન-તુઘલકે પોતાનો રાજદૂત બનાવી ચીન મોકલ્યો હતો.

શિહાબુદ્દીન-અલ-ઉમરી

દેશ : દમાસ્ક (સિરીયા) 

સમયગાળો : ઇ.સ 1348 

શિહાબુદ્દીન-અલ-ઉમરી એ તેના પુસ્તકમાં ભારત વિશેની માહિતી આપી છે.

નિકોલા કોન્ટી

દેશ : ઈટાલી

સમયગાળો : ઇ.સ 1420 – 1421

ભારતમાં શાસન : વિજયનગર સામ્રાજ્યના દેવરાય-1 (સંગમ વંશ)

તે એક ઇટાલિયન વ્યાપારી હતો. તેણે પોતાની પ્રવાસ નોંધમાં તત્કાલિન વિજયનગર સામ્રાજયનું વિવરણ રજૂ કર્યું હતું.

અબ્દુલ રઝાક

દેશ : ફારસ

સમયગાળો : ઇ.સ 1433-1444  

ભારતમાં શાસન : દેવરાય-2 (સંગમ વંશ)

અબ્દુલ રઝાક તિમુરીડ સામ્રાજ્યનો દુત હતો. તે એક ફારસી વિદ્વાન હતો.

ભારતમાં તે ફારસના રાજદૂત તરીકે આવ્યો હતો. તેણે વિજયનગર સામ્રાજ્યનાં બંદરો, સૈન્ય શક્ત, નગરો વગેરેનું રોચક વર્ણન કર્યું હતું.

અથનસિયસ નિકિતિન

દેશ : રશિયા  

સમયગાળો : ઇ.સ 1470-1474  

ભારતમાં શાસન : મોહમ્મદ-3 (બહમની સામ્રાજ્ય)

 અથનસિયસ નિકિતિન એક રશિયન વ્યાપારી હતો. તેણે મોહમ્મદ-3નાં શાસનનું વર્ણન કર્યું છે. તેના પ્રવાસવર્ણનો ‘ધ જર્ની બિયોન્ડ થ્રી સી’ માં સંગ્રહિત છે.

દૂઅર્ત બારબોસા

દેશ : પોર્ટુગલ  

સમયગાળો : ઇ.સ 1500-1516

ભારતમાં શાસન : વિજયનગર સામ્રાજ્યનાં ક્રુષ્ણદેવરાય (તુલુવ વંશ)

તેણે તત્કાલિન વિજયનગર સામ્રાજ્યની વહીવટી વ્યવસ્થા અને સામાજિક જીવન વિષેનું વિવરણ રજૂ કર્યું છે.

ડોમિંગો પાયસ

દેશ : પોર્ટુગલ

સમયગાળો : ઇ.સ 1520-1522

ભારતમાં શાસન : વિજયનગર સામ્રાજ્યનાં ક્રુષ્ણદેવરાય (તુલુવ વંશ)

ડોમિંગો પાયસે વિજયનગરની સમૃદ્ધિનું વર્ણન કર્યું છે. તેણે ક્રુષ્ણદેવરાયનાં દરબારની મુલાકાત લીધી હતી.

ફર્નાઓ નૂનીઝ

દેશ : પોર્ટુગલ

સમયગાળો : ઇ.સ 1535-1537

ભારતમાં શાસન : વિજયનગર સામ્રાજ્યનાં અચ્યુતદેવરાય (તુલુવ વંશ)

ફર્નાઓ નૂનીઝ એક ઇતિહાસકાર અને ઘોડાનો વ્યાપારી હતો.

અકવાવીવા, એન્થની મોન્સેરાટ, ફાધર રોડોલ્ફો અને ફાધર ફાસીસ્કો અનસ્કીવેજ

દેશ : પોર્ટુગલ  

સમયગાળો : ઇ.સ 1578-1582

ભારતમાં શાસન : અકબર

અકબરનાં કહેવાથી પોર્ટુગીઝોએ આ ઈસાઈ પાદરીઓને ગોવાથી અકબરના દરબારમાં મોકલ્યા હતા. તેમણે અકબરની ધાર્મિક નીતિઓ બાબતે મહત્વપૂર્ણ વિવરણ આપ્યું હતું.

રાલ્ફફિચ

દેશ : બ્રિટન  

ભારતમાં શાસન : અકબર

તે એક અંગ્રેજ અધિકારી હતો. જેણે દિલ્હીમાં અકબરનાં દરબારની મુલાકાત લીધી હતી.

કેપ્ટન હોકીન્સ (વિલિયમ હોકીન્સ)

દેશ : બ્રિટન  

સમયગાળો : ઇ.સ 1608-1613  

ભારતમાં શાસન : જહાંગીર

કેપ્ટન હોકીન્સ બ્રિટિશ રાજા જેમ્સ પ્રથમનો રાજદૂત હતો અને ‘હેક્ટર’ નામના જહાજ સાથે સુરત આવ્યો.

તે જહાંગીરનાં આગ્રા સ્થિત દરબારમાં પહોંચ્યો હતો અને જહાંગીરે શાહી ફરમાન દ્વારા અંગ્રેજ કંપનીને વેપાર માટે કોઠીઓ સ્થાપવાની મંજૂરી આપી.

જહાંગીરે તેને ‘ઇંગ્લિશ ખા’ ની ઉપાધિ આપી.

વિલિયમ ફિંચ

દેશ : બ્રિટન

સુરતમાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીનાં એક પ્રતિનિધિ સર વિલિયમ હોકિંગ્સ સાથે ભારત આવ્યો હતો. તેણે અયોધ્યાની મુલાકાત લીધી હતી.

સર થોમસ રો

દેશ : બ્રીટન  

સમયગાળો : ઇ.સ 1615-1619  

ભારતમાં શાસન : જહાંગીર

સર થોમસ રો બ્રિટિશ રાજા જેમ્સ પ્રથમનો રાજદૂત હતો. તેણે જહાંગીર પાસેથી બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની માટે મુઘલ સામ્રાજ્યનાં તમામ વિસ્તારોમાં વેપાર કરવાનો અને કોઠીઓ સ્થાપવાનો પરવાનો મેળવ્યો. તેનું  ‘જર્નલ ઓફ ધ મિશન ટુ ધ મુઘલ એમ્પાયર’ એ ભારતનાં ઇતિહાસમાં એક કિંમતી યોગદાન છે.

એડવર્ડ ટેરી

દેશ : બ્રિટન  

સમયગાળો : ઇ.સ 1616-1619  

ભારતમાં શાસન : જહાંગીર

એડવર્ડ ટેરી થોમસ-રો નો દુત હતો. તેણે ભારતના સમાજજીવન નોંધ લખી છે.

ફાંસીસ્કો પલાસર્ટ

દેશ : ડચ  

સમયગાળો : ઇ.સ 1620-27

ભારતમાં શાસન : જહાંગીર

ફાંસીસ્કો પલાસર્ટ ડચ મુસાફર હતો. તેણે સુરત, અમદાવાદ, ભરુચ, કેમ્બે (ખંભાત), લાહોર, મૂલતાન વગેરે શહેરો વિષે વિવરણ આપ્યું હતું.

પીટર મુંડી

દેશ : ઈટાલી  

સમયગાળો : ઇ.સ 1630-34   

ભારતમાં શાસન : શાહજહાં

તેને મુઘલ સામ્રાજ્યમાં સામાન્ય જનજીવન વિશે મહત્વપૂર્ણ વિવરણ આપ્યું હતું.

જ્હોન બેપ્ટિસ્ટ ટૈવર્નિયર

દેશ : ફ્રાંસ

સમયગાળો : ઇ.સ 1638-63  

ભારતમાં શાસન : શાહજહાં/ઔરંગઝેબ

જ્હોન બેપ્ટિસ્ટ ટૈવર્નિયરે શાહજહાં અને ઔરંગઝેબના કાર્યકાળ દરમિયાન 6 વખત ભારતની મુલાકાત લીધી હતી. તેણે ભારતમાં હીરા અને હીરાની ખાણો વિશે વિવરણ આપ્યું છે.

તેના યાત્રાવૃતાંત ‘ટ્રાવેલ્સ ઓફ ઈન્ડિયા’ માં મુઘલ કાલીન ભારતના સમુદ્રી માર્ગો, સમુદ્રી વ્યાપાર, સંચારના સાધનો, માપતોપ વગેરે વિશેની વિસ્તૃત જાણકારી આપી હતી.

નિકોલા મનુસી

દેશ : ઈટાલી  

સમયગાળો : ઇ.સ 1656-87

ભારતમાં શાસન : દારાશિકોહ/ઔરંગઝેબ

નિકોલો મનુચિ તે એક ઇટાલિયન ચિકિત્સક, યાત્રી અને લેખક હતો. તેણે સુરતની મુલાકાત લીધી હતી.

ફ્રાન્સિસ્કો બર્નિયર

દેશ : ફ્રાંસ

સમયગાળો : ઇ.સ 1656-1717  

ભારતમાં શાસન : ઔરંગઝેબ

ફ્રાન્સિસ્કો બર્નિયર એક ફ્રેન્ચ ફિઝિશિયન અને ફિલોસોફર હતો. તે ઔરંગઝેબનો વ્યક્તિગત ફિઝિશિયન હતો. તેણે ‘ટ્રાવેલ્સ ઇન ધ મુઘલ એમ્પાયર’ પુસ્તક લખ્યું હતું. આ પુસ્તક મુખ્યત્વે દારાશિકોહ અને ઔરંગઝેબના શાસનના નિયમો વિશે છે.

આ પણ વાંચો :

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!