ઇ.સ 1848માં ભારતના ગવર્નર જનરલ તરીકે ડેલહાઉસી આવ્યો. ડેલહાઉસી ઉગ્ર સામ્રાજયવાદી માનસ ધરાવતો હતો. તેણે સામ્રાજ્યવાદી નીતિને પોષવા અને કંપનીનો રાજ્યવિસ્તાર વધારવ ‘જીત, જપ્તી અને ખાલસાનીતિ’ અપનાવી હતી.
તેની સાથે ડેલહાઉસી એક સુધારાવાદી પણ હતો તેના સમયમાં ઇ.સ 1853માં ભારતમાં પ્રથમ રેલ્વે મુંબઇ થી થાણે શરૂ થઈ, ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે તાર વ્યવહાર શરૂ થયો, જાહેર બાંધકામ ખાતાની સ્થાપના અને અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા જેવા કર્યોની પણ શરૂવાત ડેલહાઉસીએ કરી હતી.
ડેલહાઉસીની ખાલસાનીતિ
પાંચ પ્રકારે રજવાડાને ખાલસા કરવામાં આવતા (ખાલસા એટલે જપ્ત કરી તેના પર અંગ્રેજ શાસન લાગી જતું)
1). યુદ્ધ દ્વારા ખાલસા
ખાલસા કરેલ રજવાડા : પંજાબ, પેંગું (નીચલું બર્મા)
2). રાજા અપુત્ર અવસાનપામતા રાજય ખાલસા
ખાલસા કરેલ રજવાડા : સતારા, જૈતપૂર, સંબલપૂર, ઉદેપુર (મધ્યપ્રદેશ), ઝાંસી, બઘાત, નાગપુર
3). ગેરવહીવટના બહાના નીચે ખાલસા
ખાલસા કરેલ રજવાડા : અવધ
4). કરજની ઉઘરાણી તળે ખાલસા
ખાલસા કરેલ રજવાડા : નિઝામનો વરાડ પ્રાંત
5). નામમાત્રની સત્તાનો અંત લાવી ખાલસા
ખાલસા કરેલ રજવાડા : કર્ણાટક, તાંજોર
Read more