Join our WhatsApp group : click here

Sindhu khin ni sanskruti in Gujarati

Sindhu khin ni sanskruti in Gujarati : : ગુજરાતમાં આવેલા લોથલ, રંગપુર, ધોળાવીરા અને રોજડી જેવા સિંધુ સભ્યતાના સ્થળોની માહિતી આપી છે.

ગુજરાતમાં ઇ.સ 1931માં સુરેન્દ્રનગર જિલ્લામાં “રંગપૂર” ગામ પાસેના ટીંબામાં હડપ્પિય સંસ્કૃતિના અવશેષો ગુજરાતમાં સૌપ્રથમ હાથ લાગ્યા હતા.

ઇ.સ 1994માં અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાંના ભોગાવો અને સાબરમતી નદીની વચ્ચે “સરગવાલા” ગામ પાસે આવેલા “લોથલ” નામના ટીંબામાં બીજી હડપ્પિય સભ્યતાની વસાહત મળી આવી છે.

આ સભ્યતા માતૃપ્રધાન હતી.

આ સમાજ ચાર વર્ગમાં વહેચાયેલો હતો.

(1) વિદ્વાનો (2) યોદ્ધાઓ (3) પુરોહિતો (4) શ્રમજીવીઓ  

આ સંસ્કૃતિના લોકો માતૃદેવી અને પશુપતિનાથની પુજા કરતાં હતા.

તેનો મુખ્ય વ્યવસાય ખેતી હતો.

કપાસની ખેતીનો શ્રેય આ સભ્યતાને ફાળે જાય છે.

“સ્વસ્તિક” નું ચિન્હ આ સભ્યતાની ભેટ મનાય છે.

તેઓનું પવિત્ર પશુ “એકશૃંગી બળદ” હતું જ્યારે પવિત્ર વૃક્ષ “પીપળ” હતું.

આ સભ્યતાની લિપિ “ચિત્રાલિપિ” હતી.

ગુજરાતમાં સિંધુ સભ્યતાના સ્થળો

અહીં સિંધુ ખીણની સભ્યતાના ગુજરાતમાં આવેલા સ્થળો વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી છે.

રંગપૂર

>> ગુજરાતમાંથી મળી આવેલ પ્રથમ હડપ્પિય સ્થળ.

>> રંગપૂર સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના “ભાદર” નદીના કિનારે આવેલું છે.

>> ભારતના પુરાતત્વવિદ “માધવ સ્વરૂપ વત્સ” ને ડો. એસ. આર. રાવ દ્વારા ક્રમશ: ઇ.સ 1931 અને ઇ.સ 1953ના રોજ ખોદકામ કરવામાં આવ્યું હતું.

>> આઝાદી પછી ગુજરાતમાં હડપ્પા સંસ્કૃતિના સૌથી વધુ અવશેષો રંગપૂરમાંથી મળી આવ્યા છે. 

અહીંથી મળી આવેલા અવશેષો

1). મણકા બનાવવાનું કારખાનું

2). પ્રત્યેક મકાનને ઈંટોની ફરસ બંધવાળો સ્નાનખંડ

3). માટીના વાસણો

4). કાંચી ઈંટો બનેલ કિલ્લો

5). સ્નાનખંડ અને રસ્તાઓ આયોજનબદ્ધ જણાય છે.

6). હાથીદાંતની વસ્તુઓ

7). ચોખાના ફોતરાં

8). માટીની પકવેલી બંગડીઓ તથા છીપની બંગડીઓ

9). ઓજારો, કાંગરીવાળા વાડકા, લાંબી ડોકવાળી અને લંબગોળ ઘાટની બરણીઓ, ટૂંકી કે મલકા ઘાટની હાંસવાળી અને કાંગરી વિનાની થાળી મળી આવી છે.

લોથલ

>> લોથલ અમદાવાદથી 80 કિલોમીટર દૂર આવેલું છે.

>> લોથલ ધોળકા તાલુકામાં સાબરમતી અને ભોગાવો નદીની વચ્ચે આવેલું છે. 

>> અહીં ઇ.સ 1954 અને ઇ.સ 1962માં એસ.આર. રાવે ખોદકામ કરાવ્યુ હતું. 

>> લોથલ અર્થ ‘મરેલાનો ટેકરો’ અથવા લાશોનો ઢગલો થાય છે.

>> લોથલ વિશ્વનું સૌથી પ્રાચીન ડોકયાર્ડ છે.

>> એસ.આર રાવે આ સ્થળને “લઘુ હડપ્પા” અથવા “લઘુ મોહેં જો-દડો” તરીકે ઓળખાવ્યું છે.

લોથલ બે વિભાગમાં વહેંચાયેલું હતું.

(1) દુર્ગ  (2) નીચલું નગર

>> દુર્ગમાં પશ્ચિમમાં ઊંચી પીઠિકા 126-30 મીટર આકારનું એક વિશાળ ભવન મળી આવ્યું છે. જે રાજાનો આવાસ માનવામાં આવે છે.

>> અહીંના લોકો તાંબાની વસ્તુ બનાવવાની કળા જાણતા હતા.

>> અહીં દફનવિધિ પણ જોવા મળે છે.

>> બે વાહનો સામસામે પસાર થઈ શકે એવા મોટા સમાંતર રસ્તાઓ અહીં આવેલા હતા.

>> લોથલ પશ્ચિમ એશિયા સાથેનું વેપારી કેન્દ્ર હોવાનું મનાય છે.

>> અહીં 95 પ્રકારના ચિન્હો મળી આવ્યા છે. જેની લિપિ હજુ ઉકેલાઈ નથી.

લોથલમાંથી મળી આવેલા અવશેષો

1). ચોખાના અવશેષો

2). વહાણની આકૃતિવાળી મુદ્રા

3). શંખ-દ્વીપ, હાડકાં, હાથીદાંત, પથ્થરના બનાવેલા સોગઠા

4). ઘોડાનું ટેરાકોટાનું રમકડું

5). અનાજ દળવાની પથ્થરની ઘંટી

6). શતરંજની રમત

7). બે જોડિયા હાડપિંજર

8). અહીંથી કુલ 21 હાડપિંજર મળ્યા છે. એક ખોપરીમાં હોલ જોવા મળ્યો છે જે શસ્ત્રક્રિયાનું સૂચન કરે છે.

9). હથિયારો કે ઘરેણાં બનાવવાની ગોળ ભઠ્ઠીઓ મળી આવી છે.

ધોળાવીરા

>> ઇ.સ 1997-68માં સૌપ્રથમ પૂરાતત્વવિદ “જે. પી. જોશી” એ અહિયાં ખોદકામ કર્યું ત્યારપછી ઇ.સ 1990-91માં “આર.એસ.વિષ્ટ” દ્વારા યોગ્ય રીતે ખોદકામ કરવામાં આવ્યું હતું.

>> ધોળાવીરા કચ્છના ભચાઉ તાલુકાના “ખદિરબેટ” માં આવેલું છે. સ્થાનિક લોકો તેને “કોટડા” તરીકે ઓળખાવે છે.

>> ભારતમાં આવેલ સિંધુ ખીણની સંસ્કૃતિનું સૌથી મોટું નગર ધોળાવીરા છે.

>> ઇતિહાસકાર કે.સી શ્રીવાસ્તવ તો આને “સૌથી સુંદર, સૌથી સુવ્યવસ્થિત, સૌથી પ્રાચીન આને સૌથી મોટું નગર” કહ્યું છે.

>> ધોળાવીરા મુખ્ય ત્રણ ભાગમાં વહેચાયેલું છે.

ગઢ(દુર્ગ) : શાસક અધિકારોનું રહેઠાણ

મધ્યનગર : અન્ય અધિકારીઓના આવાસ

નીચલું નગર : સામાન્ય નગરજનોનું રહેઠાણ

>> ધોળાવીરામાંથી મળી આવેલા 10 અક્ષરના “સાઇનબોર્ડ” ને વિશ્વનું સૌથી જૂનું સાઇનબોર્ડ માનવામાં આવે છે.

>> ધોળાવીરામાંથી “રમત-ગમતનું મેદાન” મળી આવ્યું છે.

>> સંરક્ષણની દૃષ્ટિએ ઉત્તમ રચના એવા નગરની ચારે દિશાઓમાં ચાર દરવાજા હતા.

>> મહેલમાં પાણીનો હોજ અને પાણી લઈ આવનાર ભૂગર્ભ નાળુ પણ છે.

>> અહીંયાથી મોટું સ્નાનાગાર પણ મળ્યું છે.

>> અહીંયા કુત્રિમ રીતે “ડેમ” બનાવવામાં આવેલો છે.

>> અહીંથી ધાતુ ગાળવાની ભઠ્ઠી પણ મળી આવી છે.

>> અહીંથી ઓજારો બનાવવાના સાધનો મળ્યા છે.

>> ધોળાવીરામાંથી પોલિશદાર સફેદ પાષાણખંડ મળ્યા છે.

>> ધોળાવીરા વેપાર વાણીજયનું કેન્દ્ર હશે તેવું તેના અવશેષો પરથી જણાય છે.  

>> આ નગરનો નાશ કોઈ કુદરતી ઉપદ્રવને કારણે થયો હોવાનું માનવામાં આવે છે.

રોજડી (શ્રીનાથગઢ)

>> રોજડી રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં “ભાદર” નદીના કિનારે વસેલું નગર હતું.

>> રોજડીમાંથી ચપટી થાળી અને ઊંચી ડોકવાળી બરણીના નમૂના મળી આવ્યા છે.

>> સેલખડીના ઝીણા મણકા, આકૃતિ ઉપસાવેલા કાર્નેલિયનના મણકા, ચર્ટના ધનાકાર તોલા મળી આવ્યા છે.

>> અહીંથી હાથીના અવશેષો મળ્યા છે.

>> અહીંથી બાણ ફ્લાં અને માછલા પકડવાના ગલ મળ્યા છે.

>> રાખોડિયા કલરના માટીનાં વાસણો વપરાતા હોવાનું જણાય છે.

>> અહીંથી થોડાક ઇટોના અને બાકીના માટીના મકાનો જોવા મળે છે.

નદી કિનારે વસેલા પૂરાતત્વિક સ્થળ

ક્રમ શહેર નદી
1. રંગપુર ભાદર
2. લોથલ ભોગાવો
3. પ્રભાસ પાટણ ત્રિવેણી સંગમ
4. દેશલપર મોરાઈ
5. સૂરકોટડા ભોગાવો
6. ધોળાવીરા ખદિરબેટ
7. રોજડી ભાદર
8. કુંતાસી કુલ્કી
Sindhu khin ni sanskruti in Gujarati

👉 ગુજરાતમાં મૈત્રક વંશ
👉 ગુજરાતમાં ચાવડા વંશ
👉 ગુજરાતમાં સોલંકી વંશ

Sindhu khin ni sanskruti in Gujarati : UPSC, GPSC, PI, PSI, DY. so, Bin sachivalay, Talati

Sindhu khin ni sanskruti in Gujarati pdf Download, onlaine Sindhu khin ni sanskruti in Gujarati, Gujarat no itihas of Sindhu khin ni sanskruti in Gujarati, Sindhu khin ni sanskruti in Gujarati gk, general knowledge Sindhu khin ni sanskruti in Gujarati

Sindhu khin ni sanskruti in Gujarati ની માહિતી તમને પસંદ આવી હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો. અને કમેંટ કરી તમારો અભિપ્રાય અમને જણાવી શકો છો.

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!