અહીં સિંધુ સભ્યતાના આગત્યના સ્થળો અને ત્યાંથી મળી આવેલા અવશેષો ની યાદી આપવામાં આવી છે. આપલે માહિતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી સાબિત થશે. સ્પર્ધાત્મક પરીક્ષા સંબધિત મહત્વપૂર્ણ જનરલ નોલેજ વાંચવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.
સિંધુ સભ્યતાના આગત્યના સ્થળો અને ત્યાંથી મળી આવેલા અવશેષો
અહીં જાણીતા સિંધુ સભ્યતાના સ્થળોના નામ અને તે સ્થળેથી મળી આવેલી વિશેષ વસ્તુ (અવશેષ) ની યાદી આપેલ છે.
હડપ્પા ખાતે મળી આવેલા અવશેષો
1). R-37 કબ્રસ્તાન
2). 16 ભઠ્ઠીઓ
3). 12 અનાજના કોઠાર
4). કાંસાનો અકકો અને દર્પણ
5). સિંધુ સંસ્કૃતિના સિક્કા
6). જવના દાણા
7). શબધાન પેટી
8). ઘઉંના દાણા
9). સ્વસ્તિક અને ચક્ર
10). મેસ આંજવાની કાંસાની સળી
11). શંખનો બનેલો બળદ
12). માતૃદેવીની મુર્તિ
13). લાલ પથ્થરની ધોતીવાળા પુરુષની મુર્તિ જેનો ધડ નિર્વસ્ત્ર
મોહેં જો દડો ખાતે મળી આવેલા અવશેષો
1). વિશાળ સ્નાનાગાર
2). પુરોહિતનું ધડ
3). સૂતરાઉ કાપડ
4). હાથનો કપાલ ખંડ
5). ઘોડાના દાંત
6). માતૃ દેવીની મુર્તિ
7). નર્તકીની કાંસાની મુર્તિ
8). ઓગાળેલ તાંબુ
9). માટીનું ત્રાજવું
10). સૌથી મોટી ઈંટ
11). નૌકાના ચિત્રવાળી મુદ્રા
12). મુદ્રા પર અંકિત પશુપતિનાથની મુર્તિ (શિંગડાવાળા પુરુષ)
રોજડી ખાતે મળી આવેલા અવશેષો
1). લાલા અને ભૂરા મૃદભાંડ
2). હાથીના અવશેષો
રંગપૂર ખાતે મળી આવેલા અવશેષો
1). હાથી દાંતની વસ્તુઓ
2). ચોખાના ફોતરાં
3). જવ
4). ઘોડાની માટીની મુર્તિ
5). ગુજરાતમાં સૌપ્રથમ શોધાયેલું સ્થળ
6). અનાજનો ભૂસો
7). કાંચી ઈંટોનો કિલ્લો
8). પથ્થરનો ફલક
લોથલ ખાતે મળી આવેલા અવશેષો
1). ડોક યાર્ડ (બંદરગાહ)
2). જહાજવાડો
3). ચોખાના દાણા
4). અનાજની ખેતી
5). અકીક ઉદ્યોગના પ્રમાણ
6). બાળકની છિદ્રવાળી ખોપરી
7). સાથે દટાયેલાં ત્રણ યુગલની કબર
8). નાનું હોકાયંત્ર
9). લોટ દળવાની ચક્કીના બે પાટ
10). સ્નાનાગૃહ
11). બતકનું રમકડું
12). ઘોડાનું રમકડું (ટેરાકોટા)
13). મણકા ઉદ્યોગના પ્રમાણ
14). તાંબાનો કૂતરો
15). બાજરીના દાણા
16). ફારસની મુદ્રા
ચાન્હુ દડો ખાતે મળી આવેલા અવશેષો
1). મણકાનું કારખાનું
2). લિપસ્ટિક
3). મુદ્રા ઉત્પાદક કેન્દ્ર
4). માટીની બનેલી બળદગાડી
5). અલંકૃત હાથી
6). કાંસાની બનેલી ચાર પૈડાવાળી ગાડી
7). વક્રાકાર ઈંટો
8). શાહીનો ખડિયો
કાલીબંગન ખાતે મળી આવેલા અવશેષો
1). તાંબુ ગાળવાની ભઠ્ઠી
2). કૂવા
3). બુરજવાળું નગર
4). કૃષિક્રાંતિનું મથક
5). વેલણાકાર મુદ્રા
6). ઊંટની અસ્થિઓ
7). હળ દ્વારા ખેડાયેલા ખેતરો
8). માણિક્ય અને માટીના મણકા
9). માટીના રમકડા
10). પ્રતિકાત્મક સમાધિઓ
11). સાથે દટાયેલ યુગલની કબર
12). પાકી માટીનો હળ
13). સૌપ્રથમ જ્ઞાત ભૂકંપના પ્રમાણ
14). લંબચોરસ 7 અગ્નિવેદીઓ
15). કાંચ અને માટીની બંગડીઓ
16). સુતરાઉ કાપડની છાપ
ધોળાવીરા ખાતે મળી આવેલા અવશેષો
1). ત્રણભાગમાં વિભાજિત એકમાત્ર શહેર
2). રેઇનવોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ
3). સાઇન બોર્ડ
4). બે થી પાંચ ઓરડાવાળા મકાન
5). સફેદ કૂવો
6). કાંચી ઈંટોનું બાંધકામ
7). સ્ટેડિયમ (રમતનું મેદાન)
8). પથ્થરની બનેલી નેવલાની મુર્તિ
9). કિલ્લે બંધીવાળું નગર
10). સિંધુલિપિના અભિલેખો
સૂરકોટડા ખાતે મળી આવેલા અવશેષો
1). વાસણ આકારની વિશેષ પ્રકારની કબર
2). ઘોડાની અસ્થિઓ
રોપડ ખાતે મળી આવેલા અવશેષો
1). કુતરાને માલિક સાથે દફનાવવાના પ્રમાણ
2). શંખની બંગડીઓ
3). તાંબાની કુહાડી
બનાવલી ખાતે મળી આવેલા અવશેષો
1). હળની આકૃતિવાળા માટીના રમકડાં
2). જવ
3). શુદ્ધિપત્રના અવશેષ
4). તાંબાની કોદાળી
5). તાંબાના બાણાગ્ર
Read more
👉 ગુજરાતમાં આવેલ સિંધુ ખીણની સંસ્કૃતિના સ્થળો |
👉 સિંધુ ખીણની સભ્યતાના મહત્વના સ્થળો અને તેના શોધકો |
👉 સિંધુ ખીણની સભ્યતા સંબધિત મહત્વના પ્રશ્નો |