Join our WhatsApp group : click here

Solanki vansh history in Gujarati (સોલંકી કાળ)

Solanki vansh history in Gujarati : : અહીં ગુજરાતનાં સોલંકી વંશના ઇતિહાસની માહિતી આપવામાં આવી છે. જેમાં સોલંકી વંશનો ઉદ્ભવ, તેના રાજાઓની વિસ્તૃત માહિતી અને સોલંકી યુગના મહત્વપૂર્ણ સ્થાપત્યો સંબધિત પણ માહિતી આપવામાં આવી છે.

Solanki vansh history in Gujarati (ઇ.સ 942 થી 1244)

સ્થાપક : મૂળરાજ સોલંકી

અંતિમ શાસક : ત્રિભુવનપાળ

સોલંકીયુગમાં ગુજરાત “ગુર્જરપ્રદેશ” કે “ગુજરાત” તરીકે ઓળખાતું હતું.

સોલંકી કાળને ગુજરાતનો સુવર્ણકાળ કહેવામા આવે છે.

ચૌલૂકયને ગુજરાતમાં ‘સોલંકી’ કહેવાય છે.

સોલંકી રાજાનુ નામ ક્રમ
મૂળરાજ1
ચામુંડરાજ2
વલ્લભરાજ3
દુર્લભરાજ4
ભીમદેવ પહેલો5
કર્ણદેવ પ્રથમ6
સિદ્ધરાજ જયસિંહ7
કુમારપાળ8
અજયપાળ9
મૂળરાજ બીજો10
ભીમદેવ બીજો11
ત્રિભુવનપાળ12
Solanki vansh history in Gujarati

મૂળરાજ પહેલો (ઇ.સ 942 થી 997)

પિતા : રાજી કે રાજ

માતા : લીલાદેવી

પત્ની : માધવી

પુત્ર : ચામુંડરાજ

મેળવેલ ઉપાધિઓ : મહારાજધિરાજ, ગુર્જર, પરમભટ્ટાર્ક, પરમેશ્વર

>> મૂળરાજ પહેલો સોલંકી વંશનો સ્થાપક છે.

>> સામંતસિંહની હત્યા કરી તે પાટણની રાજગાદી સાંભળતા ગુજરાતમાં સોલંકી વંશની સ્થાપના થઈ.

>> મૂળરાજ સોલંકીએ સિદ્ધપુરમાં રુદ્રમહાલયનું નિર્માણ શરૂ કરાવ્યુ હતું.

>> મૂળરાજ શૈવધર્મનો ઉપાસક હતો પણ તેને મૂળરાજ વસહિકા નામે જૈન ચેત્ય બંધાવ્યું હતું.

>> મૂળરાજે વૃદ્ધાઅવસ્થામાં “શ્રીસ્થળ (હાલનુ  સિદ્ધપુર)” જઈ સરસ્વતી નદીના કાંઠે અગ્નિસ્નાન કરી દેહત્યાગ કર્યો હતો.  

મૂળરાજ એક વિજેતા

1). સૌરાષ્ટ્ર : ગ્રાહરિપુને હરાવ્યો

2). કચ્છ : લાખા ફુલાણીને હરવ્યો

3). મળવા : ચાલુક્ય રાજા તૈલપ બીજાને હરાવ્યો

4). લાટ : રાજા બારપ્પને હરાવ્યા

5). શાંકભરી : ચૌહાણના રાજા વિગ્રહરાજ સાથે મૈત્રી

6). આબુ : પરમાર રાજા ધરણીવરાહને હરાવ્યા

આમ મૂળરાજે વિવિધ પ્રદેશ જીતીને સોલંકીઓની સત્તાનો ઊંડો પાયો નાખ્યો અને મહારાજધિરાજ, ગુર્જર, પરમભટ્ટાર્ક, પરમેશ્વર જેવી ઉપાધિઓ મેળવી.

ચામુંડરાજ (ઇ.સ 997 થી 1010)

>> મૂળરાજ સોલંકીનું અવસાન થતા તેનો પુત્ર ચામુંડરાજ રાજગાદ્દીએ બેઠો.

>> રાજા બનતા પહેલા ચામુંડરાજ 20 વર્ષ સુધી યુવરાજ રહ્યો હતો.

>> ચામુંડરાજ શૈવધર્મનો ઉપાસક હતો, પણ અન્ય ધર્મો સહીષ્ણુતા ધરાવતો હતો.

>> ચામુંડરાજે માળવાના શાસક સિંધુરાજને હરવ્યો હતો.

>> ચામુંડરાજને ત્રણ પુત્રો હતા (1) વલ્લભરાજ (2) દુર્લભરાજ (3) નાગરાજ

વલ્લભરાજ (ઇ.સ 1010)

>> વલ્લભરાજ ફક્ત 6 મહિના રાજગાદી પર રહ્યા હતા.

>> વલ્લભરાજ “રાજમાનશંકર” તરીકે ઓળખાય છે.

>> વલ્લભરાજ ચામુંડરાજનો સૌથી મોટો પુત્ર હતો.

>> ચામુંડરાજની બહેન વાચિણીદેવીએ ચામુંડરાજને ગાદીએ થી દૂર કરી વલ્લભરાજને રાજા બનાવ્યા.

>> ચામુંડરાજ જ્યારે કાશી તીર્થયાત્રા પર જવા નીકળ્યા ત્યારે માળવાના પ્રદેશમાં પસાર થતા માળવાના મુંજના ભાઈ સિંધુરાજે ચામુંડરાજના છત્ર અને ચામર છીનવી લીધા.

>> તે છત્ર અને ચામર મેળવવા વલ્લભરાજે માળવા પર ચઢાઇ કરી હતું.

>> યુદ્ધ જીતી પાછા આવતા શીતળાના રોગથી તેનું અવસાન થયું.

>> વલ્લભરાજના અચાનક મૃત્યુથી ચામુંડરાજને ખૂબ આઘાત લાગ્યો અને દુર્લભરાજને ગાદીએ બેસાડી તેઓ નર્મદા કિનારે “શુક્લતીર્થ” જઈ અન્નજળનો ત્યાગ કરી દેહત્યાગ કર્યો.

દુર્લભરાજ (1010-1022)

>> દુર્લભરાજે 12 વર્ષ શાસન કર્યું હતું.

>> દુર્લભરાજ ચામુંડરાજનો નાનો પુત્ર હતો.

>> ચામુંડરાજાના મોટા પુત્ર વલ્લભરાજના મૃત્યુ પછી તે રાજગાદી પર આવ્યો.

>> દુર્લભરાજ “અનેકાંતમત” પ્રતિ અનુરાગ ધારવતો હતો.

>> દુર્લભરાજે લાટ પ્રદેશ જીતી પોતાનો રાજય વિસ્તાર છેક નર્મદા સુધી વિસ્તાર્યો હતો.

>> દુર્લભરાજે મોટાભાઇ વલ્લભરાજની યાદમાં “મદનશંકર પ્રસાદ” બંધાવ્યો હતો.

>> દુર્લભરાજે પાટણમાં “દુર્લભસરોવર” બંધાવ્યું જે સિદ્ધરાજ જયસિંહના સમયમાં સહસ્ત્રલિંગ સરોવર તરીકે પ્રસિદ્ધ થયું.

>> દુર્લભરાજ અપુત્ર હોવાથી તેના નાના ભાઈ નાગરાજના પુત્ર ભીમદેવ પહેલાને ગાદી સોપી.

ભીમદેવ પહેલો (ઇ.સ 1022-1064)

>> દુર્લભરાજ અપુત્ર હોવાથી તેના અવસાન પછી તેના નાનાભાઈ નાગરાજના પુત્ર ભીમદેવ પહેલો પાટણની રાજગાદીએ બેઠો હતો.

>> ભીમદેવ પહેલાના સમયમાં ઇ.સ 1925માં સુલતાન મહમુદ ગઝનવીએ સોમનાથ મંદિર પર આક્રમણ કર્યું હતું.

>> સોમનાથ મંદિરના પ્રવેશદ્વાર આગળ ભીષણ યુદ્ધ ખેલાયું પણ ભીમદેવ તેને રોકવા નિષ્ફળ રહ્યા હતા.

>> મુસ્લિમ લેખક અલબરૂનીએ પણ સોમનાથની ચડાઈનું વર્ણન કર્યું છે.

>> ઇ.સ 1027માં ભીમદેવે મૂળ મંદિરના સ્થાને સોમનાથનું નવું પથ્થરનું સુંદર મંદિર બધાવ્યું હતું.

>> ઇ.સ 1027માં ભીમદેવે મોઢેરાનું સૂર્યમંદિર પણ બંધાવ્યું હતું.

>> ભીમદેવ પહેલાને બે રાણી હતી ઉદયમતિ અને બકુલાદેવી (ચૌલાદેવી) બંને રાણીને એક એક પુત્ર હતો કર્ણદેવ પહેલો(ઉદયમતીનો પુત્ર) અને ક્ષેમરાજ (બકુલાદેવીનો પુત્ર)  

ભીમદેવના યુદ્ધો :

1). ભીમદેવે સિંધના રાજા હમ્મુકને હરાવ્યો હતો.

2). ચેદીના રાજા કરણને હરાવ્યો હતો.

3). આબુ તથા ચંદ્રાવતીનો ખંડિયો રાજા ધંધૂકને હરાવ્યો હતો.

4). ભીમદેવે પરમાર રાજા ક્રુષ્ણદેવ અને નાડુલના ચૌહાણ રાજા અણહિલને પણ વંશ કર્યા હતા.

આમ ભીમદેવે મૂળરાજે સ્થાપેલાં રાજયને આબુથી લાટ સુધી વિસ્તાર્યું હતું.

કર્ણદેવ પહેલો (ઇ.સ 1064-1094)

પિતા : ભીમદેવ

માતા : ઉદયમતી

પત્ની : મીનળદેવી

પુત્ર : સિદ્ધરાજ જયસિંહ

ઉપાધિ : ત્રૈલોક્યમલ્લ

>> ભીમદેવ પહેલાના શાસન બાદ તેના અને રાણી ઉદયમતીનો પુત્ર કર્ણદેવ સોલંકી વંશની રાજગાદી પર આવ્યો.

>> કર્ણદેવ પહેલાએ 30 વર્ષ રાજ કર્યું હતું.

>> કર્ણદેવ પહેલાએ મહી અને નર્મદાની આસપાસનો લાટ નામે ઓળખતો પ્રદેશ જીતી લીધો હતો. તેને કલચૂરી રાજા યશકણીને પરાજિત કરીને લાટ જીતી લીધું હતું.

>> લાટ વિજય બાદ કર્ણદેવ પહેલાએ ત્રૈલોક્યમલ્લનું બિરૂદ ધારણ કર્યું.

>> હાલનુ અમદાવાદ ત્યાં આશાપલ્લી નામનું ગામ હતું જેનો રાજા આશા ભીલ હતો, કર્ણદેવ પહેલાએ આશાભીલને હરાવી “કર્ણાવતી” નામે નગર વસાવ્યું.

>> કર્ણદેવ પહેલાએ કર્ણાવતી શહેરમાં “કર્ણસાગર સરોવર” અને કર્ણેશ્વરનું મંદિર બંધાવ્યું હતું. આ ઉપરાંત પાટણમાં “કર્ણમેરુપ્રસાદ” પણ બંધાવ્યો હતો.

સિદ્ધરાજ જયસિંહ (ઇ.સ 1094-1143)

જન્મ : ઇ.સ 1991

જન્મસ્થળ : પાલનપૂર

પિતા : કર્ણદેવ પહેલા

માતા : મીનળદેવી

ગુરુ : માતા મીનળદેવી પાસેથી મલ્લવિદ્યા, શસ્ત્ર વિદ્યા, હસ્ત વિદ્યા મેળવી

આચાર્ય : આચાર્ય હેમચંદ્રાચાર્ય

લશ્કરી તાલીમ : શાંતુ મહેતા પાસેથી મેળવી

>> કર્ણદેવ પહેલાના અવસાન પછી સિદ્ધરાજ જયસિંહ રાજગાદીએ બેઠો.

>> પિતા કર્ણદેવના અવસાન સમયે સિદ્ધરાજની ઉંમર માત્ર ત્રણ વર્ષની હતી.

>> નાની ઉંમરે ગાદી પર બેઠેલા જયસિંહની ગાદીનો વહીવટ તેના મામા મદનપાળ સાંભળતો હતો.

>> મીનળદેવીએ સત્તા તેના હાથ ઉપર લીધી હતી.

>> મીનળ દેવીએ સિદ્ધરાજના રક્ષણની જવાબદારી તેના ભાઈ અને મંત્રી ‘મુંજાલ’ ને સોપી હતી.

>> સિદ્ધરાજે માતા મીનળદેવીના કહેવાથી સોમનાથનો યાત્રા વેરો નાબૂત કર્યો હતો. અને તેમાથી મળતી 72 લાખની આવક જતી કરી હતી.

>> મૂળરાજ સોલંકી દ્વારા પાટણમાં રુદ્રમહાલયનું કામ શરૂ કરાવ્યુ હતું જેનું કામ સિદ્ધરાજ જયસિંહે પૂર્ણ કરાવ્યુ હતું.

>>સિદ્ધરાજે દુર્લભ સરોવરને ઊંડું કરાવી તેને ફરતે 1008 શિવાલયો બંધાવ્યા હતા, પાછળ થી તે સરોવર સહસ્ત્રલિંગ સરોવર તરીકે ઓળખાયું.

>> સિદ્ધરાજ જયસિંહે સરસ્વતી નદીના કિનારે જૈન તીર્થકર “મહાવીર સ્વામિ”નું એક ચૈત્ય બંધવાયું હતું.

>> શેત્રુંજી નદી પાસે સિદ્ધરાજે “સિંહપૂર” નામનું નગર વસાવ્યું હતું, જે આજે સિહોર (જિલ્લો : ભાવનગર)  તરીકે ઓળખાય છે.  

>> સિદ્ધરાજ જયસિંહે ઉત્સવો સમયે પશુબલી પર પ્રતિબંધ મૂક્યો હતો.

>> સિદ્ધરાજ જયસિંહના કહેવાથી “હેમચંદ્રાચાર્ય”“સિદ્ધહેમશબ્દાનુંશાસન” નામના ગ્રંથની રચના કરી હતી. જે ગ્રંથને હાથી પર પધારવી પાટણમાં વાજતે ગાજતે વરઘોડો કાઢ્યો હતો.

સિદ્ધરાજ જયસિંહના વિજયો :

1). જૂનાગઢનાં રાજા રા’ ખેંગાર અને તેનો પુત્ર રા’નવઘણ બન્ને ને હરાવ્યા હતા.

2). મળવાના રાજા યશોવર્માને હરાવ્યો હતો.

3). આદિવાસી ભીલ રાજા બર્બરિક (બાબરિયો ભૂત)ને હરાવ્યો હતો.

4). શાંકભરીના ચાહમાન રજાઓ પર સિદ્ધરાજે વિજય મેળવ્યો હતો.

આ ઉપરાંત ઘણા બધા નાના મોટા વિજયો મેળવી સિદ્ધરાજ જયસિંહે પોતાના રાજ્યને હાલના ગુજરાત કરતાં પણ વિસ્તૃત કર્યું હતું.

સિદ્ધરાજ જયસિંહે મેળવેલ ઉપાધિ :

ત્રૈલોક્યગંડસોરઠ વિજય માટે પ્રસ્થાન
સિદ્ધચક્રવર્તીસોરઠ વિજય પ્રાપ્ત કર્યા બાદ
અવંતીનાથમળવાના રાજા યશોવર્માને હરાવ્યા બાદ
બર્બરિક જિષ્ણુબર્બરક નામના ભીલ જાતિના સરદારને હરાવીને
Solanki vansh history in Gujarati

સિદ્ધરાજના ચાર મહાન કાર્યો :

મહાલય :રુદ્રમહાલય
મહાયાત્રા :સોમનાથ પદયાત્રા (ત્યારબાદ ‘સિંહ સંવત’ શરૂ કરી)
મહાસર :સહસ્ત્રલિંગ તળાવ
મહાસ્થાન :દાનશાળા

સિદ્ધરાજની રાજયવ્યવસ્થા :

1). મહાઅમાત્ય : 1). મુંજાલ મહેતા 2). શાંતુ મહેતા 3). અશ્વક 4). દાધક

2). અવંતીમંડલના  દંડનાયક : મહાદેવ (દાધકનો પુત્ર)

3). ખંભાતનો દંડનાયક : ઉદયન

4). સેનાપતિ : કેશવ

5). મંત્રીઓ : આનંદ, પૃથ્વી, વાગ્ભટ્ટ, ઉદયન

6). પુરોહિત : સામશર્મા  

કુમારપાળ (ઇ.સ 1143-1172)

પિતા : ત્રિભુવનપાળ

માતા : કશ્મીરાદેવી

રાણી : જલ્હાણા

>> સિદ્ધરાજ જયસિંહ અપુત્ર અવસાન થતા પાટણની રાજગાદ્દીએ કુમારપાળ આવ્યા.

>> ભીમદેવ પહેલાનો પુત્ર ક્ષેમરાજ, ક્ષેમરાજનો પુત્ર દેવપ્રસાદ, દેવપ્રસાદનો પુત્ર ત્રિભુવનપાળ અને તેનો પુત્ર કુમારપાળ છે.

>> કુમારપાળ 50 વર્ષની ઉંમરે રાજા બન્યા

>> કુમારપાળ “ગુજરાતનો અશોક” તરીકે ઓળખાય છે.  

>> શાંકભરી (સાંભર)ના ચૌહાણ રાજા અર્ણોરાજને હરાવ્યો તે કુમારપાળની સૌથી મોટી સિદ્ધિ મનાય છે.

>> કુમારપાળ શૈવધર્મી હતા પણ પાછળથી હેમચંદ્રાચાર્યનાં કહેવાથી જૈનધર્મનો અંગીકાર કર્યો હતો.

>> કુમારપળે “અપુત્રિકા ધન” લેવાનું બંધ કર્યું. (અપુત્રિકા ધન એટલે જેનો પુત્ર ન હોય તેવી વ્યક્તિ મૃત્યુ પામે તેની સંપત્તિ રાજ્યની સંપતિમાં ભળી જતી)

>> કુમારપાળે સોમનાથ મંદિરનો જીર્ણોધાર કરાવ્યો હતો.

>> પાટણમાં કુમારલેશ્વર નામનું શિવમંદિર, તારંગામાં અજિતનાથ મંદિર, પ્રભાસ પાટણમાં પાશ્વનાથ મંદિર, શેત્રુંજય તથા ગિરનાર પર્વત પર તેમજ અન્ય જગ્યાએ મોટી સંખ્યામાં લગભગ 1440 વિહરો બંધાવ્યા છે.

>> તહેવારો પર પશુબાલી બંધ કરીને, પશુબલિ પર નિર્ભર એવા ખાટડી પરિવારોને ત્રણ વર્ષનું ધાન્ય આપતા.

કુમારપાળે ધારણ કરેલ ઉપાધિ : પરમાર્હત, ઉત્તમ શ્રાવક, ગુજરાતનો અશોક, વિચારચતુર્મુખ, પરમ માહેશ્વર, ઉમાપતિવરલબ્દ પ્રસાદ

ઇ.સ 1173માં હેમચંદ્રાચાર્ય કાલધર્મ પામ્યા ત્યાર પછી 6 માહિનામાં કુમારપાળ માંદગીના લીધે મૃત્યુ પામ્યો.

અજયપાલ (ઇ.સ 1173-1176)

>> સિદ્ધરાજ જયસિંહ જેમ કુમારપાળ પણ અપુત્ર હોવાથી તેના પછી તેના ભાઈ મહિપાળનો પુત્ર અજયપાળ રાજગાદીએ આવ્યો.

>> અજયપાળે ફકત ત્રણ વર્ષ શાસન કર્યું છે.

>> અજયપાળ ધર્મચુસ્ત હોવાથી “શૈવધર્મ” ને વધુ ઉત્તેજન મળ્યું હતું. પણ જૈન ધર્મીઓ તેનાથી નારાજ હતા.

>> અજયપાળ માળવાના ભીલસા પ્રદેશ, નર્મદાતટ મંડળ અને અજમેર પર પોતાની સત્તા ધરાવતો હતો.

>> અજયપાળે કવિ રામચંદ્ર, કપદીમંત્રી, આમ્રભટને મારી નાખ્યા અને પૂર્વજોના મહેલો તોડી પડ્યાં હતા.  

>> અજયપાળને બે પત્ની હતી. 1). નાઈકાદેવી 2). કપૂરદેવી

>> અજયપાળને બે પુત્રો હતા. 1). મૂળરાજ બીજો 2). ભીમદેવ બીજો

>> એવું કહેવામા આવે છે કે અજયપાળને વિજયદેવ નામના એક સિપાહીએ તેની હત્યા કરી નાખી હતી.

મૂળરાજ બીજો (ઇ.સ 1176 – 1178)

>> અજયપાળ પછી તેનો મોટો પુત્ર મૂળરાજ બીજો ગાદી પર બેઠો.

>> મૂળરાજ બીજો “બાળ મૂળરાજ” તરીકે ઓળખતો હતો.

>> ઇ.સ 1178માં મોહમમ્દ ઘોરીનું આક્રમણ ગુજરાતમાં થયું હતું, મૂળરાજ નાનો હોવાથી તેના વતી તેની માતા “નાઈકાદેવી” શાસન કરતાં હતા, અને આ યુદ્ધમાં મોહમમ્દ ઘોરીને પરાજય આપ્યો હતો.

>> મૂળરાજ બીજો બે વર્ષની ગાદી ભોગવી અકાળે અવસાન પામ્યા.

ભીમદેવ બીજો (ઇ.સ 1178-1242)

>> મૂળરાજ-બીજાના અવસાન પછી સોલંકી વંશની રાજગાદી પર ભીમદેવ બીજો બેઠો હતો.

>> ભીમદેવ બીજાએ 64 વર્ષ રાજગાદી ભોગવી.

>> ભીમદેવ ભીજો “ભોળાભીમ” તરીકે ઓળખાય છે.

>> પૃથ્વીરાજ ચૌહાણ ભોળાભીમનો સમકાલીન હતો.

>> ભીમદેવે સૌરાષ્ટ્ર, લાટ, વાગડ, મેવાડ, આબુ અને કિરાડુ પર સત્તા ભોગવી હતી.

>> લવણપ્રસાદ, વીર ધવલ, વસ્તુપાલ અને તેજપાળના લીધે ભીમદેવ બીજો સત્તા ભોગવી શક્યો છે.

>> ભીમદેવ બીજાએ મહારાજાધિરાજ, પરમેશ્વર, પરમભટ્ટાર્ક, અભિનવસિદ્ધરાજ, સપ્તચક્રવર્તી, બાલનારાયણાવતાર, એકાંગવીર, ભોળાભીમ, સપ્તમચક્રવર્તી જેવી ઉપાધિ ધારણ કરી હતી.

>> ભીમદેવ બીજાના જ સમયમાં ગુજરાતના ઈતિહાસમાં સુવર્ણયુગ કહી શકાય તેવા સોલંકી વંશનો અંત આવ્યો.

ત્રિભુવનપાલ (ઇ.સ 1242-1244)

>> સોલંકી વંશનો છેલ્લો રાજા.

>> ભીમદેવ-બીજાના અવસાન પછી તેનો પુત્ર “ત્રિભુવનપાલ” સોલંકી વંશની રાજગાદીએ આવ્યો.

>> નાગદા રાજા જૈત્રસિંહ નો સેનાપતિ બાલાર્ક ત્રિભુવનપાલ સાથેના યુદ્ધમાં હણાયો હતો.

>> ત્રિભુવનપાળે માત્ર 2 વર્ષ સત્તા ભોગવી છે.

>> ધોળકાના મહામંડલેશ્વર વીરધવલના પુત્ર વિસલદેવે ત્રિભુવનપાળની હત્યા કરી નાખી અને તે પોતે પાટણનો રાજા બન્યો.

આમ, સોલંકી વંશની 11 વ્યક્તિઓએ 302 વર્ષ સુધી ગુજરાતમાં શાસન કર્યું ત્યારબાદ અણહીલવાડ પાટણમાં વાઘેલા વંશની સત્તા શરૂ થઈ.  

ગુજરાતમાં સોલંકી વંશના સ્થાપત્યો

Solanki-vansh-history-in-Gujarati
Solanki vansh history in Gujarati

સિદ્ધપુરનો રુદ્રમહાલય

>> પાટણ જિલ્લાનાં સિદ્ધપુરમાં ચાલુક્ય શૈલીનાં સ્થાપત્યનો એક ઉત્કૃષ્ટ નમૂનો એટલે રુદ્રમહાલય.

>> સરસ્વતી નદીના કાંઠે વસેલા આ શહેરમાં રુદ્રમહાલયનું બાંધકામની શરૂઆત સોલંકી વંશના સ્થાપક મૂળરાજ સોલંકીએ કરાવી હતી. પણ તેનું બાંધકામ પૂર્ણ સિદ્ધરાજ જયસિંહે કરાવ્યુ હતું. 

>> રુદ્રમહાલય ગુજરાતની પ્રથમ બહુમાળી ઇમારત છે. જેમાં 2 માળ છે અને તેની ઊંચાઈ 150 ફૂટ છે.

>> રુદ્રમહાલયની પર ચાર મંદિરો હતા તથા શિખરો પર સુંદર કોતરણીવાળા સુવર્ણકળશો પર ધજાઓ ફરકતી હતી.

>> આ  રુદ્રમહાલયનો ધ્વંશ અલાઉદ્દીન ખીલજીએ કર્યો હતો.

સહસ્ત્રલિંગ સરોવર (પાટણ)

>> સોલંકી વંશના રાજા દુર્લભરાજે પાટણમાં સરસ્વતી નદીના કિનારે દુર્લભ સરોવરની રચના કરાવી હતી.

>> પાછળથી સિદ્ધરાજ જયસિંહે આ તળાવનો જીર્ણોદ્વાર કરાવ્યો તથા તળાવને ફરતે 1008 જેટલા શિવાલયો બંધાવ્યા હતા. ત્યારબાદ તે ‘સહસ્ત્રલિંગ સરોવર’ તરીકે ઓળખાયું. તેને ‘મહાસર’ પણ કહે છે.

>> આ તળાવમાં સરસ્વતી નદીનું પાણી આવતું હતું જેનાથી તળાવની કુદરતી રીતે સફાઈ થઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. આમ આ સરોવર જળવ્યવસ્થાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.

>> તળાવની મધ્યમાં વિંધ્યવાસિની દેવીનું મંદિર આવેલું છે.

સોમનાથ મંદિર

>> ભારતના 12 જ્યોતિર્લિંગ પૈકીનું એક. (પ્રથમ જ્યોતિર્લીંગ)

>> ઇ.સ 1026માં સોલંકી વંશના રાજા ભીમદેવ પ્રથમના સમયમાં મહમુદ ગઝનીએ સોમનાથ મંદિર પર આક્રમણ કરી તેનો નાશ કર્યો હતો. ત્યાર બાદ ભીમદેવ પ્રથમે પથ્થરથી નવા સોમનાથ મંદિરનું નિર્માણ કરાવ્યુ હતું.

>> ત્યારબાદ ભીમદેવ બીજાએ મંદિરમાં મેઘધ્વનિ કે મેઘનાદ નામે મંડપ બંધાવ્યો હતો.

>> આઝાદી બાદ સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથ મંદિરના જીર્ણોદ્વારનું સ્વપ્ન જોયું હતું, અન ઇ.સ 1951માં ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદના હસ્તે આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.

>> સોમનાથ મંદિરનું નિર્માણ વેસર શૈલી અને નાગર શૈલીમાં થયેલું છે. જેના મુખ્ય સ્થપિત પ્રભાશંકર સોમપુરા હતા.

>> વર્તમાનમાં સોમનાથ મંદિર ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે.

મોઢેરાનું સૂર્યમંદિર

>> ઇ.સ 1026-27માં સોલંકી વંશના રાજા ભીમદેવ પ્રથમે મોઢેરામાં પુષ્પાવતી નદીના કિનારે સૂર્યમંદિરનું નિર્માણ કરાવ્યુ હતું.

>> આ મંદિરનું નિર્માણ મારૂ ગુર્જર (ચાલુક્ય) શૈલીમાં થયેલું છે. જ્યારે તેનું નકશીકામ ઈરાની શૈલીમાં થયેલું છે. 

>> આ મંદિર ગર્ભગૃહ, અંતરાલ અને સભામંડપ એમ ત્રણ ભાગ ધરાવે છે.

>> સૂર્યનું પ્રથમ કિરણ મંદિરમાં ગર્ભગૃહ સુધી રેલાઈને સૂર્ય પ્રતિમાના મુકુટની મધ્યમાં રહેલા મણિ પર પડતા સમગ્ર મંદિરનું ગર્ભ પ્રકાશથી ઝળહળી ઊઠે છે.

>> આ મંદિરની બહાર જલકુંડની ફરતે નાના-નાના 108 મંદિરો આવેલા છે.

>> અહીં 12 મહિના મુજબ 12 પ્રતિમા, બાવન અઠવાડીયા પ્રમાણે બાનવ સ્તંભ અને સભામંડપ, દિવસ પ્રમાણે 365 હાથી અને 7 દિવસ મુજબ 7 ઘોડા (સૂર્યનો રથ) અને 8 પ્રહર પ્રમાણે સૂર્યની અષ્ટ પ્રતિમા છે. આજે પણ લોકો આ ગણતરીને અનુસરે છે.

>> મોઢેરાના સૂર્યમંદિર ખાતે દર વર્ષે ગુજરાત સરકાર દ્વારા જાન્યુઆરી મહિનામાં ઉત્તરાર્ધ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે.

>> વર્તમાનમાં મોઢેરાનું સૂર્યમંદિર ગુજરાતનાં મહેસાણા જિલ્લામાં આવેલું છે.

રાણકી વાવ

>> સોલંકી યુગમાં રાણી ઉદયમતી11મી સદીમાં પોતાના પતિ ભીમદેવ પ્રથમની યાદમાં પાટણમાં સરસ્વતી નદીના કિનારે રાણકી વાવનું નિર્માણ કરાવ્યુ હતું.

>> આ વાવને જલમંદિર તથા બાવડી (બાવરી) તરીકે પણ ઓળખવામાં આવે છે. 

>> આ વાવનું બાંધકામ રાજા કર્ણદેવ સોલંકીના સમયમાં થયું હતું.

>> રાણકી વાવ મારૂ-ગુર્જર સ્થાપત્ય શૈલીમાં બનાવેલી છે.

>> રાણકી વાવનો ઉલ્લેખ ઇ.સ 1304માં જૈન મુનિ મરૂંગા દ્વારા રચિત પ્રબંધ ચિંતામણિમાં કરેલો છે. 

>> આ વાવની પાણી ની સપાટીએ હજાર ફેણવાળા શેષનાગની શય્યા પર સુતેલા વિષ્ણુ ભગવાનની કલાક્રુતિ છે.

>> RBI દ્વારા 100 રૂપિયાની નોટ પાછળ રાણકી વાવનું ચિત્ર મૂકવામાં આવ્યું છે.

>> યુનેસ્કો દ્વારા રાણકીવાવને 22 જૂન 2014ના રોજ વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

>> રાણકી વાવ ગુજરાતની 02 અને ભારતની 31માં નંબરની હેરિટેજ સાઇટ છે.

>> 2016માં વાવને સૌથી સ્વચ્છ આઈકોનિક સ્થળનો એવોર્ડ પ્રાપ્ત થયો છે

કુંભારિયાના દેરા

>> સોલંકી રાજા ભીમદેવ પ્રથમે આબુના દંડનાયક તરીકે વિમલમંત્રીની નિમણૂક કરી હતી.

>> વિમલમંત્રીએ અંબાજી નજીક ‘કુંભારિયાના દેરા’ તરીકે ઓળખાતું જૈન દેરાસર બંધાવ્યું હતું.

>> આ દેરાસરો 5 જૈન તીર્થકરોને સમર્પિત છે.

1). નેમિનાથ

2). મહાવીર સ્વામિ

3). સંભવનાથ 

4). પાશ્વનાથ

5). શાંતિનાથ

અન્ય સ્થાપત્યો

1). મિનળદેવીએ માલવ તળાવ (ધોળકા), મુનસર તળાવ (વિરમગામ) નું નિર્માણ કરાવ્યુ હતું.

2). કુમારપાળના સમયમાં તારંગાની ટેકરીઓ પર જૈન તીર્થકર અજિતનાથનું દેરાસર બંધાવ્યું હતું.

4). કુમારપાળના સમયમાં જ ગિરનારના પગથિયાંનો વિકાસ થયેલો છે.

5). જુનાગઢના ઉપરકોટના કિલ્લામાં આવેલ અડી-કડીની વાવ અને નવઘન કૂવો સોલંકીકાલીન સ્થાપત્યો છે.

6). થાનગઢમાં મુનિબાવાનું મંદિર, મિયાણાનું હર્ષદ માતાનું મંદિર અને ઘૂમલીનું નવલખા મંદિર સોલંકીકાલીન સ્થાપત્ય છે.

વધુ વાંચો :-

👉 મૈત્રક વંશનો ઇતિહાસ
👉 ચાવડા વંશનો ઇતિહાસ
👉 ગુજરાતમાં સિંધુ ખીણની સભ્યતા
Solanki vansh history in Gujarati

Solanki vansh history in Gujarati: : UPSC, GPSC, PI, PSI, DY. SO, BIN-SACHIVALAY, TALATI, POLICE CONSTABLE

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!