Join our WhatsApp group : click here

Maitrak vansh in gujarati | મૈત્રક વંશ

Maitrak vansh in Gujarati : : અહીં ગુજરાતનાં વલભીમાં સ્થપાયેલ મૈત્રક વંશના ઇતિહાસ વિષે માહિતી આપવામાં આવી છે. આપેલ જાણકારી GPSC સહિત તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી છે.

સ્થાપક :સેનાપતિ ભટ્ટાર્ક
સમયગાળોઇ.સ 470 થી 788
રાજધાની : વલભી

Maitrak vansh in Gujarati

> ઇ.સ 467માં ગુપ્ત શાસક સ્કંદગુપ્તના અવસાન પછી હુણોના આક્રમણોને લીધે ટૂંક સમયમાં ગુપ્ત સામ્રાજ્ય છિન્નભિન્ન થઈ ગયું ત્યારે બળવાન કેન્દ્રિય સત્તાના અભાવે સૌરાષ્ટ્ર ગુપ્ત સામ્રાજયમાંથી છૂટું પડી ગયું.

> સ્કંદગુપ્તણો સૌરાષ્ટ્રણો સૂબો પર્ણદત હતો, તેનું વડુ મથક ગિરનાર હતું. પર્ણદતના અવસાન પછી ભટ્ટાર્ક સત્તા મેળવી અને પાટનગર વલભી ખસેડયું.

> વલભીએ સંસ્કૃત નામ છે, પાકૃતમાં તેને “વલહી” કહેવાય છે. 

> વલભી ઘેલો નદીના કિનારે આવેલું છે.

> વલભીનો અર્થ ‘છાપરું’ એવો થાય છે.

> બ્રિટિશ કાળમાં વલભી ‘વળા’ તરીકે ઓળખાતું હતું.

> વલભીપૂર હાલ ભાવનગર જીલ્લામાં આવેલું છે.  

> ચીની મુસાફર ઈત્સિંગને નોધ્યું છે કે ભારતમાં બે મોટી વિદ્યાપિઠો છે. (1) નાલંદા (2) વલ્લભી જેમાની વલ્લભીવિદ્યા પીઠ વલભીમાં આવેલી હતી.

> ભટ્ટાર્ક ભલે સ્વતંત્ર થયા પણ તેને ગુપ્તવંશ સાથે સંબધ રાખતા તેને “સેનાપતિ”નું બિરુદ જાળવી રાખ્યું હતું. ભટ્ટાર્કના પુત્ર ધરસેન પહેલાએ સેનાપતિનું બિરૂદ જાળવી રાખ્યું હતું, પણ ધરસેન પહેલાના નાનાભાઈ “દ્રોણસિંહે” મહારાજનું બિરુદ ધારણ કર્યું હતું.

> ભટ્ટાર્કે રાજસત્તા કેવીરીતે પ્રાપ્ત કરી એ વિષે કોઈ માહિતી મળતી નથી.

> તેમની રાજમુદ્રામાં પ્રતિક તરીકે શિવનું વાહન ‘નંદી’ હતું.

> ભટ્ટાર્ક કી રાજમુદ્રાઓમાં ભટ્ટાર્કનું નામ ‘શ્રી ભટ્ટક’ હતું.

> ભટ્ટાર્ક ધાર્મિક સહિષ્ણુ હતા. વલભીમાં તેમણે ‘ભટ્ટાર્ક વિહાર’ નામનો એક બૌદ્ધ વિહાર બંધાવ્યો હતો. આ વિહાર રાજસ્થાનના ગારૂલક વંશના રાજા શૂર-1 ને ભેટરૂપે આપવામાં આવ્યો હતો.

> ભટ્ટાર્કની સૈન્યના ચાર પ્રકાર હતા જે નીચે મુજબ છે.

સૈનિકોના પ્રકાર

1). મૌલ (વારસાગત)
2). ભૃત (ભાડૂતી)
3). અનુરક્ત (વફાદાર)
4). મિત્રો (સાથીઓ)

ધરસેન પ્રથમ

> ભટ્ટાર્ક બાદ તેમના મોટા પુત્ર ગાદી પર આવે છે. ભટ્ટાર્ક ની જેમ તેમણે પણ ‘સેનાપતિ’ નું બિરુદ જાળવી રાખ્યું હતું.

> ધરસેન પ્રથમે વલભી વિદ્યાપીઠની સ્થાપના કરી હતી. આ વિદ્યાપીઠ બૌદ્ધ અને જૈન ધર્મનું અગત્યનું કેન્દ્ર હતું.

> તેઓ પણ માહેશ્વર (શિવ ભક્ત) હતા.

> ધરસસેન પ્રથમ ગુપ્ત સમ્રાટ બુદ્ધગુપ્તના સમકાલીન હતા.

દ્રૌણસિંહ

> ધરસેન બાદ તેમના ભાઈ દ્રૌણસિંહ ગાદી પર આવે છે. તેમનો રાજયાભિષેક ઇ.સ 500 થયો હતો.

> દ્રૌણસિંહના દાન શાસનમાં ‘મહારાજ’ શબ્દનો ઉલ્લેખ મળે છે. (અગાઉ શાસકોમાં તેમનો ઉલ્લેખ ‘સેનાપતિ’ તરીકે જોવા મળતો હતો.)

> તેમના સમકાલીન ગુપ્ત રાજા બુધ ગુપ્તે દ્રૌણસિંહને ‘મહારાજા’ ની ઉપાધિ આપી હતી. અને તેનો રાજા તરીકે સ્વીકાર કરાયો.

> મૈત્રકવંશમાં વ્યવસ્થિત રાજયતંત્ર દ્રૌણસિંહના સ્થપાયું હતું.

> દ્રૌણસિંહના સમયમાં મૈત્રકોને હવે રાજયાભિષેક-વિધિનો અને રાજબિરુદનો અધિકાર પ્રાપ્ત થયો હતો.

> દ્રૌણસિંહે પાંડુરાજા નામે દેવીના મંદિરને (વલભી) ત્રિસંગમ નામે એક ગામ દાન કર્યું હતું.

> તેમનુ તામ્રશાસન એ મૈત્રક વંશનું પહેલું પરિચિત દાનશાસન છે.

ધ્રુવસેન-પહેલો

> દ્રોણસિંહ પછી તેનો નાનો ભાઈ “ધ્રુવસેન-પહેલો” ગાદીએ આવ્યો.

> ધ્રુવસેને ઇ.સ 520 થી 550 સુધી એટલે કે અંદાજિત 30 વર્ષ સુધી શાસન કર્યું હતું.

> તેના સમયમાં 24 દાનશાસન મળ્યા છે.

> મૈત્રક વંશમાં સૌથી વધુ દાનશાસન ધ્રુવસેન પ્રથમના છે.

> ધ્રુવસેન-પહેલાએ ‘મહારાજ, મહાસામંત, મહાપ્રતિહાર, મહાદંડનાયક, મહાકાર્તાકૃતિક’ નું બિરુદ ધારણ કર્યા હતા.

> આ પાંચ બિરુદો ધારણ કર્યા તેથી તેને પંચમહાશબ્દ કહેવાય છે.

> ધ્રુવસેન- પહેલાના સમયમાં ઇ.સ 526માં વલભીમાં જૈનધર્મની બીજી મહાપરિષદ મળી હતી. જેના અધ્યક્ષ દેવાધિ શ્રમાશ્રમણ હતા.

> આ મહાપરિષદ બોલવા પાછળ ધ્રુવસેન-પહેલાની રાણી “ચંદ્રલેખાં” નો અથાક પ્રયત્ન હતો.

> જૈન ધર્મની આ પરિષદમાં જૈન ધર્મના “આગમો” નું સંપાદન કરવામાં આવ્યું હતું.

> આ પરિષદમાં જૈન ધર્મના બે ભાગ થયા. (1) શ્વેતાબંર (2) દિગંબર

> ધ્રુવસેન પ્રથમના સમયે મૈત્રકોની રાજસત્તા સમસ્ત સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત સુધી વિસ્તરેલી હતી.

> ધ્રુવસેનના પુત્રના અવસાન થતાં આનંદપૂર(હાલનુ વડનગર)માં “કલ્પસૂત્ર”નો પાઠ કરવામાં આવ્યો હતો.

દાનશાસન એટલે રાજાએ જે કાઇ દાન કર્યું હોય તેના લેખ તામ્રપત્ર કે ભોજપત્ર પર લખવામાં આવતો હોય તેને દાનશાસન કહેવાય છે. 

ધરપટ્ટ

> ધ્રુવસેન-પહેલા પછી તેનો નાનો ભાઈ ‘ધરપટ્ટ’ રાજગાદીએ બેઠો.

> ધરપટ્ટનો ઉલ્લેખ “પરમ આદિત્યભક્ત” તરીકે થયેલો છે.

> ધરપટ્ટ મૈત્રક વંશની શિવભક્તિ પરંપરાથી તેને અલગ પાડે છે અને સૂર્યપુજાનું ઉદાહરણ પૂરું પાડે છે.

ગૃહસેન

> ધરપટ્ટ પછી તેનો પુત્ર “ગૃહસેન” વલભીનો રાજા બન્યો.

> ગૃહસેને ખેટક(ખેડા)નો સમાવેશ વલભીમાં કર્યો અને સમસ્ત આનર્ત દેશ પર મૈત્રકોની સત્તા સ્થાપી.

> કન્નોજના મોખરી વંશના રાજવી “ઈશ્વર વર્મા” ગિરનાર સુધી ઘસી આવ્યો તેને હાંકી કાઢવામાં ગૃહસેન સફળ રહ્યા.

ધરસેન-બીજો

> ગૃહસેન પછી તેનો પુત્ર “ધરસેન-બીજો” રાજ ગાદીએ આવ્યો.

> ધરસેન-બીજાના કુલ 16 દાનપત્રો મળી આવ્યા છે. જેમાં તેને “મહારાજ, સામંત અને મહાસામંત” કહેવામા આવ્યો છે.

શીલાદિત્ય-પહેલો

> ધરસેન-બીજા પછી તેનો પુત્ર “શીલાદિત્ય-પહેલો” રાજ ગાડીએ આવ્યો.

> શીલાદિત્ય-પહેલો પ્રતાપી રાજા હતો તેના સમયમાં મૈત્રકવંશનું શાસન માળવા સુધી વિસ્તરેલું હતું.  

> શીલાદિત્ય-પહેલાએ “ધર્માદિત્ય” ની પદવી ધારણ કરી હતી.

> “આર્યમંજુશ્રી મૂલકલ્પ” ગ્રંથમાં શીલાદિત્ય-પહેલાને “ધર્મરાજ” કહેવાયો છે.

> ગુપ્ત સમ્રાટોની જેમ બીજું નામ ધારણ કરવા વાળો પ્રથમ રાજા છે.

> શીલાદિત્ય-પહેલો દર વર્ષે એક “મોક્ષપરિષદ” નું આયોજન કરતો હતો. તેમાં ભિક્ષુકોને પુષ્કળ દાન આપતો હતો.

> ચીની મુસાફર “હ્યુ-એન-ત્સાંગ” એ તેમની દાનપ્રિયતાના વખાણ કર્યા છે.

> શીલાદિત્ય-પહેલાએ પોતાના ઉત્તરાધિકારી તરીકે પોતાનો દેવભદ્રનામનો પુત્ર હોવા છતાં, પોતાના નાના ભાઈ “ખરગ્રહ-પ્રથમ” ની પસંદગી કરી હતી.

> ખરગ્રહ-પ્રથમ પછી “ધરસેન-ત્રીજો”  ગાદીએ બેઠો.

ધ્રુવસેન બીજો

> ધરસેન ત્રીજા પછી તેનો નાનો ભાઈ “ધ્રુવસેન-બીજો” રાજગાદ્દીએ બેઠો.

> ધ્રુવસેન બીજાએ “બાલાદિત્ય” ઉપનામ ધારણ કર્યું હતું. 

> ધ્રુવસેન બીજાના સમયમાં મૈત્રક રાજાઓની કિર્તિ સંપૂર્ણ ભારતમાં પ્રસરી હતી.

> ઇ.સ 629 થી 640ની વચ્ચે ભારતના સમ્રાટ “હર્ષવર્ધને” વલભી ઉપર આક્રમણ કર્યું હતું અને તેમાં “ધ્રુવસેન બીજા” ની હાર થઈ હતી.

> ધ્રુવસેન બીજાએ ભરૂચના ગુર્જર રાજા દદ્દબીજાના દરબારમાં શરણ લીધી અને તેમણે હર્ષવર્ધન પાસેથી ધ્રુવસેન-બીજાનું રાજય પાછું અપાવ્યું.

> હર્ષવર્ધને ધ્રુવસેન બીજાને પોતાના પક્ષમાં રાખવા પોતાની પુત્રીના લગ્ન ધ્રુવસેન-બીજા સાથે કરાવ્યા હતા.

> ધ્રુવસેન-બીજાના સમયમાં ચીની યાત્રાળૂ “હ્યુ એન ત્સાંગે” ઇ.સ 640માં મુલાકાત લીધી હતી.

ધરસેન-ચોથો

> ધ્રુવસેન-બીજા પછી તેનો પુત્ર “ધરસેન-ચોથો” રાજગાદીએ બેઠો.

> ધરસેન ચોથાએ “પરમભટ્ટાર્ક, મહારાજાધિરાજ, પરમેશ્વર અને ચક્રવર્તી જેવા બિરૂદો ધારણ કર્યા હતા. 

> ધરસેન-બીજો ચક્રવતીનું મહાબિરુદ ધારણ કરનાર મૈત્રક વંશનો પ્રથમ રાજા હતો.

> ધરસેન-ચોથાના સમયમાં મૈત્રક વંશનો વિસ્તાર સૌરાષ્ટ્ર, ખેટક, ભૂર્ગુકચ્છ, શિવભાગપૂર, સૂર્યાપર, આનર્તપૂર, માલવા અને સહ્યાદ્રી સુધી પ્રસર્યો હતો.

> ધરસેન-ચોથાના સમયમાં વલભી રાજય આર્થિક સમૃદ્ધિની ટોચે પહોચ્યું હતું.

> “રાવણવધ” અને “ભટ્ટીકાવ્ય” નામના પ્રખ્યાત ગ્રંથના રચયેતા “કવિભટ્ટી” ધરસેન-ચોથાના કવિ આશ્રિત હતા.

>> ધરસેન ચોથા પછી ક્રમશ: ધુવસેન-ત્રીજો, ખરગ્રહ-બીજો(ધર્માદિત્ય), શીલાદિત્ય-ત્રીજો, શીલાદિત્ય-ચોથો, શીલાદિત્ય-પાંચમો, શીલાદિત્ય- છઠ્ઠો અને છેલ્લે શીલાદિત્ય-સાતમો વલભીની રાજગાદી પર આવ્યા હતા.

> શીલાદિત્ય-સાતમો મૈત્રક વંશનો છેલ્લો રાજા હતો.

> ઇ.સ 788ના અંત ભાગમાં આરબ આક્રમણકારીઓની અસરથી વલભીનો અંત થયો.

Read more

👉 ગુજરાતમાં સિંધુ ખીણની સભ્યતા
👉 ગુજરાતમાં સોલંકી યુગ
👉 ગુજરાતમાં ચાવડા વંશ
👉 Gujarat no itihas mock test

Maitrak vansh in Gujarati : : મૈત્રક વંશ : : UPSC, GPSC, PI, PSI, DY. SO, TALATI, BIN-SACHIVALAY

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!