Chavda vansh history in Gujarati : ગુજરાતનાં ઇતિહાસમાં આજે ચાવડા વંશ વિશે ચર્ચા કરીશું જેમાં આપણે ચાવડા વંશના તમામ શાસક અને તેની સિદ્ધિઓ વિશે આપણે માહિતી મેળવીશું.
Chavda vansh history in Gujarati (ઇ.સ 746-942)
સ્થાપક : વનરાજ ચાવડા
રાજધાની : પાટણ
અંતિમ શાસક : સામત સિંહ
>> ચાવડા વંશના સમયમાં ભરુચ અને ખંભાત સમૃદ્ધ બંદરો હતા.
>> રૂપાના સિક્કાનું ચલણ પ્રચલિત થયું હતું.
>> ચાવડા વંશના 200 વર્ષ શાસન પર રહ્યો હતો.
>> ચાવડા વંશના સમયે “આનંદનગર” (હાલનુ વડનગર) અને “અણહીલપૂર પાટણ” વિદ્યાના મુખ્ય કેન્દ્ર હતા.
ચાવડા વંશની વંશાવળી
1. | વનરાજ | ઇ.સ 774-806 |
2. | યોગરાજ | ઇ.સ 806-842 |
3. | ક્ષેમરાજ | ઇ.સ 842-866 |
4. | ભુવડરાજ | ઇ.સ 866-895 |
5. | વૈરસિંહ રાજ | ઇ.સ 895-920 |
6. | રત્નાદિત્ય | ઇ.સ 920-935 |
7. | સામંતસિંહ | ઇ.સ 935-942 |
વનરાજ ચાવડા (ઇ.સ 746-806)
>> ચાવડા વંશનો વાસ્તવિક સ્થાપક ગણાય છે.
>> પાટણને રાજધાની તરીકે વનરાજે સ્થાપના કરી.
>> વનરાજ ચાવડા જૈનધર્મનો પ્રભાવક થશે તેવી ભવિષ્યવાણી જૈનાચાર્ય “શ્રી શીલગુણસુરી” એ કરી હતી.
>> મામા સૂરપાળે તેને તીર તાકતા, ઘોડેસવારી કરતાં અને તલવાર ચલાવતા શીખવ્યું અને જૈનાચાર્ય શ્રી શીલગુણસુરી રાજધર્મનો બોધ આપ્યો.
>> વનરાજે રાજયાભિષેક પ્રસંગે ‘કાકરગામ’ ના એક વેપારીની બહેન શ્રીદેવીને પોતાની ધર્મભગીની ગણેલી એટેલે તેના હાથે રાજયતિલક કરાવ્યુ.
>> વનરાજ ચાવડાએ અણહિલ ભરવાડની યાદમાં અણહિલપૂર પાટણ અને ચાંપા વાણિયાના નામે ચાંપાનેર વસાવ્યું હતું.
યોગરાજ (ઇ.સ 806-842)
>> વનરાજ ચાવડાના અવસાન પછી તેનો પુત્ર યોગરાજ પાટણની ગાડી પર બેઠો.
>>યોગ રાજ ન્યાયપ્રિય રાજા હતો.
>> ચાવડા એટલે ચોરી કરનાર એમ તેમના પર મહેણું હતું.
>> ક્ષેમરાજ અને યોગરાજના ભાઈઓએ સોમનાથ પાસે પ્રભાસ પાટણમાં વહાણો પર લૂંટ ચલાવી હતી. જેનું યોગરાજને ખૂબ દુ:ખ લાગ્યું અને તેનું મુર્ત્યુ થયું.
સામંતસિંહ (ઇ.સ 935-942)
>> ચાવડા વંશનો છેલ્લો રાજા સામંતસિંહ હતો.
>> સામંતસિંહની બહેનનું નામ લીલાદેવી હતું. તેના લગ્ન બહારના રાજા રાજ સાથે તેની અદ્ભુત અશ્વપરખ જોઈને કરાવ્યા હતા.
>> લીલા દેવીને એક પુત્ર હતો તેનું નામ મૂળરાજ હતું.
>> રાજા રાજ અને લીલાદેવીનું મૃત્યુ થતા મૂળરાજને સામંતસિંહે ઉછેરી મોટો કર્યો.
>> સામંતસિંહ દારૂના નશામાં મૂળરાજની ખૂબ મશ્કરી કરતો હતો.
>> આવી મશ્કરી થી અકળાય મૂળરાજે સામંતસિંહની હત્યા કરી અને સોલંકીવંશની સ્થાપના કરી મૂળરાજ પાટણની ગાદી સાંભળી.
Read more
👉 ગુજરાતમાં મૈત્રક વંશ |
👉 ગુજરાતમાં સોલંકી વંશ |
👉 ગુજરાતમાં વાઘેલા વંશ |
👉 Gujarat na itihas ni mock test |