Join our WhatsApp group : click here

Vaghela vansh history in Gujarati (વાઘેલા વંશ)

Vaghela vansh history in Gujarati : : ગુજરાતના વાઘેલા વંશનો સંપૂર્ણ ઇતિહાસ અહીં આપવામાં આવ્યો છે. જે દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી થશે.

Vaghela vansh history in Gujarati (ઇ.સ 1244-1304)

ગુજરાતમાં ચાલુક્ય વંશની બે શાખા હતી.

(1). સોલંકી (ઇ.સ 942-1244)

(2). વાઘેલા (ઇ.સ 1244-1304)

સોલંકી વંશ પછી અણહિલવાડ પાટણમાં વાઘેલા વંશની સત્તા સ્થપાઈ.

પાટણ જીલ્લામાં હારીજ પાસે આવેલા ‘વાઘેલ’ નામના ગામ પરથી આ વંશનું નામ પડયું છે.

અર્ણોરાજને કુમારપાળે વ્યાઘ્રપલ્લી (વાઘેલ) ગામ ભેટ આપ્યું હતું.

વાઘેલા સોલંકીના સામંતો તરીકે કામ કરતાં હતા.

સોલંકી રાજા કુમારપાળના માસા વીર ધવલ હતા. વીર ધવલના પુત્રનું નામ અર્ણોરાજ હતું. અને અર્ણોરાજનો પુત્ર લવણ પ્રસાદ હતું.

લવણ પ્રસાદે ધોળકા વસાવ્યું અને પોતાને ધોળકાનો રાણો જાહેર કર્યો.

લવણપ્રસાદ વાઘેલા

જન્મસ્થળ : વ્યાઘ્રપલ્લી

પિતા : અર્ણોરાજ

માતા : સલખણદેવી

પુત્ર : વીરધવલ અને વિરમ

>> અજયપાળના સમયમાં ભીલપ્રદેશનો દંડ નાયક હતો.

>> ભીમદેવ બીજો  બીજી વખત  લવણપ્રસાદની મદદથી ગાદી મેળવી હતી.

>> લવણપ્રસાદે તેની માતા સલખણદેવીના નામે “સલખણપૂર” ગામ અને “સલખણેશ્વર શિવમંદિર”  બંધાવ્યું. 

>> ઇ.સ 1197માં લવણપ્રસાદે ખંભાત આગળ મુસલમાનો ને હરાવ્યા હતા.

>> ઇ.સ 1220 લવણપ્રસાદે “વસ્તુપાલ” ણે મંત્રી તરીકે નિમ્યો હતો.

>> લવણપ્રસાદે વઢવાણમાં “કાર્તિકેયનું મંદિર” બંધાવ્યું હતું.

વીરધવલ

>> વીરધવલ ભીમદેવ બીજાનો સામંત હતો.

>> લવણપ્રસાદ પછી વીર ધવલ ધોળકાનો રાણો બન્યો હતો.

>> લવણપ્રસાદ અને વીરધવલે પાટણમાં સોલંકી રાજય સંચાલન અને સંરક્ષણમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો.

>> વિરધવલે ખંભાત ઉપર અચાનક છાપો મારી જીતી લીધું હતું. અને વસ્તુપાળને ત્યાનો સૂબો બનાવ્યો હતો.

>> ગોધરાના ધાંધલ નામે માંડલિકને સેનાપતિ તેજપાળે હરાવ્યો હતો.

લવણપ્રસાદ અને વિરધવલ પર ચાર મારવાડી રાજાએ એક સાથે આક્રમણ કર્યું હતું.

(1). રાજા ઉદયસિંહ ચૌહાણ (જાલોરના રાજા)

(2). રાજા સોમસિંહ પરમાર (આબુનો રાજા)

(3). રાજા જૈત્રસિંહ ગોહિલ (મેવાડનો રાજા)

(4). રાજા મરણસિંહ ચૌહાણ (નડૂલનો રાજા)

>> ઇ.સ 1238માં વીરધવલનું મૃત્યુ થતાં ધોળકાના રાણા તરીકે વિસલદેવને ગાદી મળી.

વસ્તુપાળ અને તેજપાળ

જન્મ : ઇ.સ 1185-86

પિતા : અશ્વરાજ

માતા : કુમારાદેવી

જ્ઞાતિ : વણિક

ગુરુ : વિજયસેન સુરી

>> વસ્તુપાળ અને તેજપાળ પોરવાડ જ્ઞાતિના વાણિયા હતા.

>> વસ્તુપાળની પત્નીનું નામ “લલિતાદેવી” અને તેજપાળની પત્નીનું નામ “અનુપમાદેવી” હતું.

>> વસ્તુપાળ અને તેજપાળનો સમય ગુજરાતનો બીજો સુવર્ણકાળ ગણાય છે.

>> વસ્તુપાળ અને તેજપાળ ભીમદેવ બીજાની સેવામાં હતા. વિરધવલની માંગણીથી ભીમદેવ-બીજાએ તેને સોપ્યા.

>> વિરધવલે વસ્તુપાળ મહાઅમાત્ય અને તેજપાળને મંત્રી બનાવ્યા હતા.

>> વસ્તુપાળે પોતાના નેતૃત્વ હેઠળ સમગ્ર લાટપ્રદેશમાં વાઘેલા વંશની સત્તા હેઠળ લીધી હતી.

>> તેજપાળે ગોધરાના રાજા ધૂંધલને હરાવી ગોધરા વાધેલા વંશની સત્તા હેઠળ લીધું હતું.

>> વસ્તુપાળે તે સમયના દિલ્હીના સલ્તનતના સુલ્તાન ઇલ્તુમિશની માતાને સુખ સગવડતાથી મક્કાની હજયાત્રા કરાવી બુદ્ધિપૂર્વક ગુજરાત પરના મુસલમાનો ના આક્રમણને અટકાવ્યું હતું.

>> વસ્તુપાળ અને તેજપાળ દ્વારા આબુ પર “દેલવાડાના દેરા” બંધાવ્યા હતા. તે દેરામાં “દેરાણી-જેઠાણી મંદિર” આવેલું છે.

>> ઇ.સ 1230માં તેજપાલે પોતાની પત્ની અનુપમા દેવીની પ્રેરણાથી પોતાના પુત્ર લૂણની યાદમાં આબુ પર “લૂણવસહી” નામનું આરસનું મંદિર બનાવ્યું હતું. જે શોભનદેવ નામના શિલ્પીએ બાંધ્યું હતું.

>> ગિરનાર પર્વત ઉપર વસ્તુપાળે “વસ્તુપાળ વિહાર” અને “પાશ્વનાથ વિહાર” બંધાવ્યા હતા.

>> વસ્તુપાળે ધોળકામાં “આદિનાથ મંદિર” અને શેત્રુંજય પર્વત પર “ઇન્દ્રમંડપ” બંધાવ્યો હતો.

>> તેજપાળે ધોળકામાં “નેમિનાથ મંદિર”, પાટણમાં “અશ્વરાજ વિહાર” અને આબુ પર “નેમિનાથ મંદિર” બંધાવ્યું હતું.

>> વસ્તુપાળનું અવસાન ઇ.સ 1240 અને તેજપાળનું અવસાન ઇ.સ 1248માં થયું હતું.

વિસલદેવ વાઘેલા (ઇ.સ 1244-1262)

પિતા : વીરધવલ

માતા : જયતલદેવી

પત્ની : નાગલ્લદેવી

>> વિસલદેવ વાધેલા વંશનો વાસ્તવિક સ્થાપક અને પ્રથમ રાજા હતો.

>> ઇ.સ 1238માં વીરધવલનું મૃત્યુ થતાં ધોળકાના રાણા તરીકે વિસલદેવ ને ગાદી મળી.

>> ઇ.સ 1244માં ત્રિભુવનપાળ પછી તેનો કોઈ સીધો ઉતરાધિકારી ન હોવાથી અણહિલવાડ પાટણની રાજગાદી વિસલદેવને મળી.

>> વિસલદેવનો મહામાત્ય “તેજપાળ” હતો તેના મૃત્યુ બાદ “નાગડશા” ને મહામાત્ય તરીકે નિમવામા આવ્યો.

>> વિસલદેવે “કડક” નામનું તળાવ બંધાવ્યું હતું ?

>> વિસલદેવે ડભોઈના “વૈધનાથ મંદિર” નો  જીર્ણોધાર કરાવ્યો હતો. તેની પ્રશસ્તિ તેના દરબારી કવિ સોમેશ્વરે લખી છે.

>> વિસલદેવે “વિસનગર” ની સ્થાપના કરી હતી.

>> કચ્છના એક શ્રીમત વણિક “જગડુ શા” વિસલદેવ વાઘેલાના સમકાલીન હતા.

>> વિસલદેવનું અવસાન ઈ.સ 1262માં થયું.

>> વિસલદેવ અપુત્ર હોવાથી તેનો વારસો પોતાના મોટાભાઇ પ્રતાપમલ્લના પુત્ર અર્જુનદેવને સોપ્યોં.

અર્જુનદેવ (ઈ.સ 1262-1275)

>> અર્જુનદેવના સમયમાં “સોમનાથ દેવપત્તન” માં મુસલમાનો ને મસ્જિદ બાંધવા અને નિભાવવાની મંજૂરી મળી હતી.

>> અર્જુનદેવના સમયમાં “કવિ નાનક” ને અંજલિ આપતી બે પ્રશસ્તિઓની રચના થઈ છે. એકના રચનાકાર “ગણપતિ વ્યાસ” અને બીજાના રચના કાર “બાલ સરસ્વતી ક્રુષ્ણ” હતા.

>> આ ઇતિહાસની પ્રથમ બાબત હતી કે એક કવિના માનમાં પ્રશસ્તિની રચના થઈ હોય.

>> ઈ.સ 1275માં અર્જુનદેવનું અવસાન થયું હતું.

સારંગદેવ (ઈ.સ 1275-1296)

>> અર્જુનદેવ પછી તેનો પુત્ર સારંગદેવ પાટણની ગાદી પર આવ્યો.   

>> સારંગદેવે અભિનવ સિદ્ધરાજ, સપ્તમચક્રવ્રતી અને ભુજબલમલ્લ જેવા બિરુદો ધારણ કર્યા હતા.

>> સારંગદેવના સમયમાં સોમનાથ મંદિર નો જીર્ણોધાર કરી ભવ્ય બનાવવામાં આવ્યું હતું.

>> સારંગદેવના સમયમાં ગુજરાતમાં વૈષ્ણવ ધર્મનો પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો હતો.

>> ઈ.સ 1296માં સારંગદેવનું અવસાન થયું.

કર્ણદેવ-બીજો વાઘેલા (ઈ.સ 1296-1304)

>> સારંગદેવ પછી તેનો પુત્ર કર્ણદેવ બીજો પાટણની ગાડીએ બેઠો.

>> કર્ણદેવ-બીજાને ઈતિહાસમાં “કરણઘેલો” તરીકે પણ ઓળખાય છે.

>> કર્ણદેવ અણહિલવાડ પાટણ અને ગુજરાતનાં ચાલુક્ય વંશનો અને છેલ્લો હિન્દુ રાજા હતો.

>> કર્ણદેવના મંત્રી “માધવે” અલાઉદ્દીન ખીલજીને ગુજરાત જીતવા આમંત્રણ આપ્યું.

>> દિલ્હી સુલતાન અલાઉદ્દીન ખીલજીએ પોતાના સેનાપતિ “ઉલૂઘખાન” અને “નુસરતખાન” ને ગુજરાત પર ચડાઈ કરવા મોકલ્યા.

>> ભયંકર યુદ્ધ થતાં માધવમંત્રી એ જ કર્ણદેવ વાઘેલાને રાણી સાથે ભાગી જવાની સલાહ આપી.

>> અણહિલવાડ પાટણ લૂંટયા પછી મુસલમાનો ધોળકા, ખંભાત, સુરત, સૌરાષ્ટ્ર લૂટવા આવ્યા અને સોમનાથ મંદિર પર ત્રાટક્યા.

>> સોમનાથ મંદિરનું રક્ષણ કરતાં કરતાં માધવમંત્રી વીરગતિ પામ્યા.

>> કર્ણદેવ તેલાંગણા તરફ ભાગી ગયો અને ત્યાં જ અવસાન પામ્યો.

>> પણ તેની પત્ની કમલાદેવી અને પુત્રી દેવળ દેવી મુસ્લિમ સૈન્યના હાથમાં પકડાઈ ગઈ.

>> કમલાદેવીને અલાઉદ્દીન ખીલજીની બેગમ બનાવી અને દેવળદેવીને અલાઉદ્દીન ખીલજીના પુત્ર ખીજરખાન સાથે લગ્ન કરાવ્યા.

આમ ગુજરાતમાં મુસ્લિમ સત્તા સ્થાપિત થઈ.

Read more

👉 ગુજરાતમાં મૈત્રક વંશ
👉 ગુજરાતમાં ચાવડા વંશ
👉 ગુજરાતમાં સોલંકી વંશ
👉 Gujarat na itihas ni Quiz
Vaghela vansh history in Gujarati

Vaghela vansh history in Gujarati : : GPSC, PI, PSI, DY. SO, BIN-SACHIVALAY, TALATI, POLICE CONSTABLE

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!