25 જાન્યુઆરીના રોજ આપણે દર વર્ષે રાષ્ટ્રીય મતદાતા દિવસ અને રાષ્ટ્રીય પ્રવાસન દિવસ તરીકે માનવીએ છીએ. તો ચાલો જાણીએ તેના સંબધિત વિસ્તૃત માહિતી.
રાષ્ટ્રીય મતદાતા દિવસ (National Voter’s Day)
>> દર વર્ષે 25 જાન્યુઆરીએ રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વર્ષ 2022માં આપણે 12મો રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવીશું.
>> ભારતીય ચૂંટણીપંચની સ્થાપના 25 જાન્યુઆરી, 1950નો કરવામાં આવી હતી. તેથી ભારત સરકાર દ્વારા 25 જાન્યુઆરીને રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવવાનું નક્કી કરાયું. જેને વર્ષ 2011 થી ઉજવવામાં આવે છે.
>> National Voter’s Day ઉજવવાનું ઉદેશ્ય દેશના નાગરિકોને મતદાન પ્રત્યે જાગૃત કરવાનો, પ્રોત્સાહિત કરવાનો અને મતદાનની રાજકીય પ્રણાલીમાં જોડવાનો છે.
>> 25 જાન્યુઆરી 2011ના રોજ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા દેવુંસિંહ પાટિલના કાર્યકાળ દરમ્યાન રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી.
રાષ્ટ્રીય મતદાતા દિવસ થીમ 2022 : મજબૂત લોકશાહી માટે ચૂંટણી સાક્ષરતા
National voters day 2022 theme : Making Elections Inclusive, Accessible & Participative
રાષ્ટ્રીય પ્રવાસન દિવસ (National Tourism Day)
>> દર વર્ષે 25 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય પ્રવાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
>> ભારત સરકાર દ્વારા વર્ષ 2008થી 25 જાન્યુઆરીએ રાષ્ટ્રીય પ્રવાસન દિવસ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું.
>> આ દિવસ ઉજવવાનો ઉદેશ્ય ભારતના સમૃદ્ધ સાંસ્ક્રુતિક વારસો અને ભૌગોલિક વિવિધતાથી દેશ-વિદેશના લોકોને પરિચિત કરવાનો અને પ્રવાસન ક્ષેત્રે રોજગારી વધારવાનો છે.
>> ભારતીય પ્રવાસનને પ્રોત્સાહન મળે તે હેતુથી કેન્દ્રિય પ્રવાસન મંત્રાલયે વર્ષ 2002થી “અતુલ્ય ભારત” અભિયાન શરૂ કર્યું છે.
>> દર વર્ષે વિશ્વ પ્રવાસન દિવસ 27 સપ્ટેમ્બરના રોજ સંયુકત રાષ્ટ્ર દ્વારા ઉજવવામાં આવે છે.
રાષ્ટ્રીય પ્રવાસન દિવસ થીમ 2022 : આઝાદી કા અમૃત મહોત્સવ