Join our whatsapp group : click here

Govardhanram tripathi | પંડિત યુગના પુરોધા ગોવર્ધનરામ ત્રિપાઠી

Govardhanram tripathi : પંડિત/સાક્ષર યુગના મહાન ગુજરાતી સાહિત્યકાર અને પંડિત યુગના પુરોધાની જાણીતા થયેલા ગોવર્ધનરામ ત્રિપાઠી વિશેની માહિતી અહીં આપવામાં આવી છે.

Govardhanram tripathi

પુરુનામ : ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી

જન્મ : ઇ.સ 1855

જન્મ સ્થળ : નડિયાદ (સાક્ષર નગરી)

ઉપનામ : પંડિત યુગના પુરોધા, જગત સાક્ષર(ન્હાનાલાલ), સાક્ષર વર્ય, ગુંજન, ગુજરાતી ગદ્યનું ગૌરીશિખર

ગોવર્ધનરામ ત્રિપાઠીએ વકીલાત છોડીને સાહિત્ય સર્જન શરૂ કર્યું હતું.

ગુજરાતી સાહિત્યની સૌપ્રથમ મહાનવલકથા ‘સરસ્વતીચંદ્ર’ ના સર્જક છે.

ગુજરાતી મહાનવલકથા ‘સરસ્વતીચંદ્ર’ને અલગ-અલગ ચાર ભાગમાં વિભાજીત કરવામાં આવી છે. જે નીચે પ્રમાણે છે.

ભાગ -1 : બુદ્ધિનો કારભાગ

ભાગ -2 : ગુણસુંદરીનું કુટુંબજાળ

ભાગ -3 : રત્નનગરીનું રાજયતંત્ર

ભાગ -4 : સરસ્વતી ચંદ્રનું મનોરાજય અને પુર્ણાહુતિ

>> ઇ.સ 1905માં અમદાવાદમાં યોજાયેલ પ્રથમ ગુજરાતી સાહિત્ય પરિષદ અધિવેશનના પ્રથમ પ્રમુખ રહ્યા હતા. ગુજરાતી સાહિત્ય પરિષદની સ્થાપના રણજીતરામ મહેતાએ કરી હતી.

>> સરસ્વતીચંદ્ર નવલકથા પરથી સંજયલીલા ભણસાલી દ્વારા હિન્દી ધારાવાહિકનું નિર્માણ થયેલ છે. આ ઉપરાંત 1968માં હિન્દી ફિલ્મ ‘સરસ્વતીચંદ્ર’ બની હતી. જેના દિગ્દર્શક ગોવિંદ સરૈયા હતા,

>> વર્ષ 1972માં ‘સરસ્વતીચંદ્ર’ના આધારે ‘ગુણસુંદરીનો ઘરસંસાર’ નામનું ગુજરાતી ચિત્રપટ પણ બન્યું હતું.   

>> ગોવર્ધનરામ ત્રિપાઠી ઇ.સ 1902માં અમદાવાદ ખાતે યોજાયેલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધિવેશનના મહત્વના સભ્ય હતા. તે અધિવેશનના અધ્યક્ષ સુરેન્દ્રનાથ બેનર્જી હતા.

>> ગુજરાતી સાહિત્યમાં ઉત્તમ પ્રદાન બદલ ભારત સરકાર દ્વારા તેમની યાદમાં ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી.

>> તેમની ‘સ્નેહમુદ્રા’ નામની દીર્ઘ કવિતા પોતાની પત્નીના અવસાન નિમિતે લખેલ છે. અને ‘લીલાવતી જીવનકલા’ તેમની દીકરીના અકાળ નિમિતે લખાયેલ છે.

ગોવર્ધનરામ ત્રિપાઠીની પ્રસિદ્ધ કૃતિઓ

સરસ્વતીચંદ્ર (ભાગ 1 થી 4), આધ્યાત્મ જીવન, લીલાવતી જીવનકળા, સ્કેપ બુક(રોજ નીશી), નવલરામનું જીવનવૃતાંત, સ્નેહ મુદ્રા, ક્ષેમરાજ અને સાધ્વી(નાટક), કવિ દયારામનો અક્ષરદેહ.   

સંપૂર્ણ ગુજરાતી સાહિત્ય click here
ગુજરાતી સાહિત્યની ટેસ્ટ click here
ગુજરાતી સાહિત્યની Pdf click here
Govardhanram tripathi

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment

error: Content is protected !!