Gpsc full information in Gujarati : અહીં GPSC (Gujarat Public Service Commission) સંબધિત સંપૂર્ણ જાણકારી આપવામાં આવી છે. જેમાં Gpscનું ભરતી કેલેન્ડર, GPSCની પરીક્ષા આપવા માટેની લાયકાતો, GPSC ની પરીક્ષા પદ્ધતિ, અને GPSC ની પરીક્ષા પાસ કરવા માટેના સૂચનો વગેરેની જાણકારી આપવામાં આવી છે. અહીં આપેલ Gpsc full information in Gujarati તમને તૈયારી માટે એક સાચી દિશા આપી શકે છે.
Table of Contents
Gpsc full information in Gujarati
Gpsc Full Form : | Gujarat Public Service Commission |
Headquarters : | Gandhinagar |
Chairman: | Shri Nalin Upadhyay, IAS |
Type: | State Civil Service Recruitment Agency |
Purpose: | Recruitment |
Parent organization | UPSC |
official website: | gpsc.gujarat.gov.in |
GPSC નું પુરુનામ (GPSC full form) છે Gujarat Public Service Commission (ગુજરાત જાહેર સેવા આયોગ) GPSC એ ગુજરાત સરકારનું એક બોર્ડ છે જેનું કાર્ય ખાલી સરકારી જગ્યા પર ભરતી કરવાનું છે. GPSC બોર્ડ ક્લાસ 1, 2 અને સુપર ક્લાસ 3 ની ભરતી કરે છે.
Gpscનું ભરતી કેલેન્ડર
GPSC દ્વારા વર્ષ દરમ્યાન લેવાનારી ભરતીનું કેલેન્ડર બહાર પાડવામાં આવે છે. જેમાં કઈ પરીક્ષા ક્યારે લેવાશે તેની જાણકારી તે આપે છે.
GPSCની પરીક્ષા આપવા માટેની લાયકાતો
1). ઉમેદવાદ કોઈપણ ક્ષેત્રે સ્નાતક હોવો જોઈએ. (ઘણી પરીક્ષામાં કોલેજના છેલ્લા વર્ષમાં રહેલા ઉમેદવારો પણ ફોર્મ ભરી શકે છે. જેની માહિતી જે-તે પરીક્ષાની ઓફિસિયલ નોટિફિકેશનમાં આપી હશે)
2). ઓછામાં ઓછા 20 વર્ષની ઉંમર હોવી જોઈએ
3). વધુમાં વધુ ઉંમર
> 20 થી 35 વર્ષ (boy)
> 20 થી 40 વર્ષ (girl)
> OBC, ST, SC કેટેગરીના Boys : 20 થી 40 વર્ષ
> OBC, ST, SC કેટેગરીના girl : 20 થી 45 વર્ષ
4). ગુજરાતી ભાષાનું જ્ઞાન હોવું જરૂરી છે.
5). બેઝિક કમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ.
GPSC ની પરીક્ષા પદ્ધતિ
GPSC ની પરીક્ષા ત્રણ તબક્કામાં લેવામાં આવે છે. પ્રિલિમ પરીક્ષા, મેઇન પરીક્ષા અને ઇન્ટરવ્યુ આમ આ ત્રણેય પરીક્ષા ઉમેદવારે પાસ કરવાની રહેશે. (નોંધ : સુપર ક્લાસ-3 ની પરીક્ષામાં ઇન્ટરવ્યુ આવશે નહીં.)
01). પ્રિલિમ પરીક્ષા (Preliminary Exam) :
પ્રિલિમ પરીક્ષા 400 માર્કસની હોય છે. જેમાં 200-200 માર્કસના GS-1 અને GS-2 એમ બે પેપર હોય છે. આ બંને પેપર MCQ પ્રશ્નો સ્વરૂપે હોય છે.
પ્રિલિમ પરીક્ષામાં મેળવેલ ગુણ તમારા ફાઇનલ મેરીટમાં ગણવામાં આવશે નહીં. આ પરીક્ષા માત્ર મેઇન પરીક્ષા આપવા માટે કોલિફાઇ થવા માટે છે.
02). મુખ્ય પરીક્ષા (Manis Exam) :
GPSC ની મુખ્ય પરીક્ષા કુલ 900 ગુણની હોય છે. જેમાં 150-150 ગુણના કુલ 6 પેપર આપવાના હોય છે. (ગુજરાતી, અંગ્રેજી, નિબંધ, GS-1, GS-2, GS-3)
મુખ્ય પરીક્ષા વર્ણાનત્મક સ્વરૂપે આપવાની હોય છે.
03). ઇન્ટરવ્યુ (Interview) :
ઇન્ટરવ્યુ કુલ 100 ગુણનું રહેશે.
જો તમે મુખ્ય પરીક્ષા પાસ કરેલી છે તો જ તમે ઇન્ટરવ્યુ આપી શકશો.
GPSC ના ફાઇનલ મેરીટમાં મુખ્ય પરીક્ષા (900 ગુણ) અને ઇન્ટરવ્યુ (100 ગુણ) ના ગુણ જ ગણવામાં આવશે એટલકે તમારું મેરીટ 1000 ગુણ માંથી બનશે.
GPSC ની પરીક્ષા કેટલી વખત આપી શકાય
GPSC ની પરીક્ષા આપવા માટે કોઈ મર્યાદા છે નહીં તમે 35 વર્ષની ઉંમર (અનામતનો લાભ મળવાપાત્ર) સુધી આ પરીક્ષા આપી શકો છો.
GPSC ની પરીક્ષા પાસ કરવા માટેના સૂચનો
વર્તમાન સમયમાં GPSC ની પરીક્ષામાં સ્પર્ધા વધી રહી છે. તેથી આ પરીક્ષા પાસ કરવા માટે આયોજન બધ્ધ તૈયારી જરૂરી છે.
01). પરીક્ષા પધ્ધતિ સમજો : GPSC ની તૈયારી શરૂ કરતાં પહેલા તમારી પાસે પરીક્ષા પધ્ધતિ, માર્કિંગ સિસ્ટમ અને સિલેબસની સ્પષ્ટ સમજ હોજી અનિવાર્ય છે.
02). ટાઈમ ટેબલ બનાવો : વાંચવા માટેનું ટાઈમ ટેબલ બનાવો અને તેને નિયમિત અનુસરો. તમારા સમયને તમામ વિષયો વચ્ચે સમજદારી પૂર્વક વહેંચો અને જે વિષય અઘરો લાગે તેને વધુ સમય આપો.
3). બુક બનાવો : અભ્યાસ કરતી વખતે બનાવેલી બુક તમને પરીક્ષાના છેલ્લા દિવસો માં ઝડપી રિવિઝન કરવામાં ઉપયોગી થશે.
4). મોક ટેસ્ટ આપો : તમે નિયમિત મોક ટેસ્ટ આપો જેનાથી તમને પરીક્ષા પધ્ધતિ અને સમય વ્યવસ્થાપન સમજવા માટે ઉપયોગી થશે. સાથે સાથે તમારા આત્મવિશ્વસમાં પણ વધારો કરશે.
5). દરરોજનું કરંટ અફેર્સ કરતાં રહો : GPSC ની પરીક્ષામાં કરંટ અફેર્સ ખૂબ મહત્વનો વિષય બની ગયો છે. એટલા માટે તે દરરોજનું કરવાનો આગ્રહ રાખો.
6). રિવિઝન કરો : તમે જે વિષયો વાંચી લીધા છે તેને નિયમિત સમય પર રિવિઝન કરવાનું સુનિશ્ચિત કરો.
7). હકારાત્મક રહો : કોઈ પરીક્ષા કે મોક ટેસ્ટમાં ફેલ થવાથી દુ:ખી ન થાવ અને હકારાત્મક રહી તમારા લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરી સખત મહેનત કરો.
8). સ્વસ્થ્ય રહો : કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવા માટે તમારું શારીરક અને માનસિક સ્વાસ્થ્ય સારું રહે તે ખૂબ મહત્વનું છે. જેમાં માટે પૂરતી ઊંઘ લો, પોષ્ટિક ખોરાક આરોગો તથા નિયમિત કસરત અને મેડિટેશન કરો.
યાદ રાખો કે GPSC ની પરીક્ષામાં સફળતા મેળવવા માટે દ્રઢ નિશ્ચય સાથે સખત મહેનત અને સમર્પણ જરૂરી છે.
GPSC ની પરીક્ષા ઉમેદવારો માટે આ પણ જરૂરી છે:
FAQ:
1). GPSC બોર્ડના વર્તમાન અધ્યક્ષ (ચેરમેન) કોણ છે?
શ્રી નલિન ઉપાધ્યાય વર્તમાનમાં GPSC બોર્ડના અધ્યક્ષ પદ પર છે.
02). GPSC બોર્ડની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી?
GPSC બોર્ડની સ્થાપના ગુજરાત રાજ્યની સ્થાપનાની સાથે જ 1 મે, 1960ના રોજ કરવામાં આવી હતી. જે ભારતના બંધારણના અનુચ્છેદ 315 (1) અંતર્ગત આવે છે.
03). GPSC ની પરીક્ષા આપવા માટે ઓછામાં ઓછી ઉંમર કેટલી હોવી જરૂરી છે.
GPSC ની પરીક્ષા આપવા માટે ઉમેદવારની ઓછામાં ઓછી ઉંમર 20 વર્ષ હોવી જરૂરી છે.
04). GPSC Class 1 & 2 માં કેટલી પરીક્ષા આપવાની હોય છે?
GPSC Class 1 & 2 માટે ત્રણ પરીક્ષા આપવાની હોય છે. જેમાં પ્રિલિમ પરીક્ષા, મુખ્ય પરીક્ષા અને ઇન્ટરવ્યુનો સમાવેશ થાય છે.
5). GPSC full form ?
GPSC full form : Gujarat Public Service Commission
Gpsc full information in Gujarati : 4Gujarat.com સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવતું ગુજરાતનું સર્વશ્રેષ્ઠ પોર્ટલ છે. જેમાં તમને દરરોજનું કરંટ અફેર્સ, તમામ વિષયની quiz અને pdf, જૂના પેપર, તમામ પરીક્ષાનો સેલબસ અને મોક ટેસ્ટ તથા ગુજરાત, ભારત અને વિશ્વનું જનરલ નોલેજ મળશે.