Join our WhatsApp group : click here

GSRTC Bus Name : સરકારી બસમાં શેત્રુંજય, સોમનાથ, સાબર, વિશ્વામૈત્રી નામ શા માટે લખેલા હોય તે જાણો  

GSRTC Bus Name : GSRTC (Gujarat State Road Transport Corporation) એ ગુજરાત સરકારના વાહન વ્યવહાર મંત્રાલય દ્વારા ચાલતું સરકારી બસોનું ખૂબ મોટું નેટવર્ક છે. જેની સ્થાપના 1 મે, 1960ના રોજ થઈ હતી. GSRTC દ્વારા ગુજરાતના નાગરિકોને લોકલ, એક્સપ્રેસ, ડિલક્ષ, ગુર્જર નગરી, સ્લીપર અને વોલ્વો જેવી બસોની સુવિધા આપવામાં આવે છે. GSRTCની બસો રોજનું 28 લાખ km ચાલે છે અને એક દિવસની 40,000 ટ્રીપ કરે છે. GSRTC પાસે વર્તમાનમાં 125 ડેપો, 226 બસ સ્ટેન્ડ, 1554 જેટલા પિકઅપ ટેન્ડ છે. અને ગુજરાત રાજય વાહન વ્યવહાર નિગમ 50 હજાર કરતાં વધુ લોકોને રોજગારી આપે છે. 

ગુજરાત સરકારના આ વિશાળ નેટવર્કની બસોમાં આપણે સૌ મુસાફરી કરીએ છીએ. પણ જ્યારે આપણે બસ ડેપોમાં પાર્કિંગ કરેલી બસો જોઈએ છે તો તે તમામ બસ પર અલગ અલગ નામ વાંચીએ છીએ જેવા લે સાબર, અમુલ, નર્મદા વગેરે એક નજરે તો સમજાય છે. કે વ્યવસ્થાના ભાગ રૂપે અલગ અલગ નામ આપેલા હોય પણ આ નામ કેવી રીતે આપવામાં આવે છે. તે વિચાર્યું છે તમે ક્યારેય ?

GSRTC Bus Name

ચાલો અમે જણાવીએ છીએ વર્તમાનમાં GSRTCના 16 ડિવિઝન છે અને તમામ ડિવિઝનની બસોના નામ અલગ અલગ આપવામાં આવ્યા છે. જેમ કે ભાવનગર ડિવિઝન ‘ભાવનગર ડિવિઝનની બસોનું નામ શેત્રુંજય છે.’ ગુજરાત સરકારે આ નામ એવી રીતે નક્કી કર્યા છે કે જે-તે ડિવિઝનમાં કોઈપણ સ્થાન કે વસ્તુ પ્રખ્યાત હોય તેનું નામ બસને આપેલ છે. જેમ કે ભાવનગર જિલ્લાના પાલિતાણા ખાતે શેત્રુંજય પર્વત પ્રસિદ્ધ છે તો ભાવનગર ડિવિઝનની બસોને ‘શેત્રુંજય’ નામ આપેલ છે. આવી રીતે 16 ડિવિઝનની બસોના નામ અલગ અલગ આપેલ છે.

ડિવિઝન મુજબ એસ.ટી. બસોના નામ

ડિવિઝનનું નામ     બસોનું નામ
અમદાવાદઆશ્રમ
હિંમતનગરસાબર
દ્વારકાદ્વારકા
અમરેલીગીર
ભરુચનર્મદા
ભાવનગરશેત્રુંજય
ભુજકચ્છ
ગોધરાપાવાગઢ
પાલનપૂરબનાસ
રાજકોટસૌરાષ્ટ્ર
જુનાગઢસોમનાથ
મહેસાણામોઢેરા
આણંદઅમુલ
સુરતસૂર્યનગરી
વડોદરાવિશ્વામિત્રી
વલસાડદમણગંગા

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!