Gujarat ni chitrkala : અહીં ગુજરાતની લોક ચિત્રકળા જેવી કે કચ્છી ચિત્રકળા, પિઠોરા ચિત્રકળા, વારલી ચિત્રકળા અને ભીંતચિત્રો વિષે વિસ્તૃત માહિતી આપવામાં આવી છે. જે તમને દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી રહેશે.
Table of Contents
Gujarat ni chitrkala
અહીં ગુજરાતની વિવિધ ચિત્રકળાની વિસ્તૃત માહિતી આપવામાં આવી છે.
કચ્છી ચિત્રકળા
>> ગુજરાતમાં આ ચિત્ર શૈલી 17-18મી સદીમાં જોવા મળે છે.
>> ગુજરાતમાં કચ્છ જીલ્લામાં ભીત ચિત્રો અને પોથી ચિત્રો જોવા મળે છે.
>> આ કામગીરીને ‘કમાંગીરી શૈલી’ તરીકે ઓળખવામાં આવે છે.
>> સ્થાનિક ભીત ચિત્રોથી પ્રભાવિત કૃતિઓના વિષય વસ્તુમાં ઠાકોરો, નાના રાજાઓ, સરદારો અને પૌરાણિક કથાઓનું આલેખન જોવા મળે છે.
પિઠોરા ચિત્રકળા
>> ગુજરાતના છોટા ઉદેપુર જિલ્લામાં પિઠોરાના ચિત્રો જોવા મળે છે.
>> પીઠોરા ચિત્રો છોટા ઉદેપુર જિલ્લાની રાઠવા આદિવાસીઓ દ્વારા બનાવવામાં આવ્યા છે.
>> પીઠોરા ચિત્રો મુખ્યત્વે ધાર્મિક બાબતોનું સૂચન કરે છે.
>> તેમજ આ જ ચિત્રોને આલેખનનું મુખ્ય કારણ : ખેતીવાડીમાં વિકાસ, ઢોર ઢાંખરની સુખાકારી તેમજ કુંવારી કન્યાઓનું માંગલ્ય સારું રહે.
>> પીઠોરા ચિત્રનું આલેખન વાંસની દીવાલ પર ધોળ કરીને કરવામાં આવે છે.
>> આ ચિત્ર દોરવાની શરૂવાત વહેલી સવારથી કરવામાં આવે છે.
>> આ ચિત્ર દોરતી વખતે પ્રથમ ચિત્ર ગણેશજીનું દોરવામાં આવે છે. ત્યારપછી બીજું ચિત્ર દોરવામાં આવે છે.
>> પીઠોરા ચિત્રોમાં મુખ્યત્વે સફેદ, લાલ, પોપટી, લીલો, ભૂરો અને કાળો રંગ કરી ચિત્ર પૂરું થાય.
વારલી ચિત્રકળા
>> આ ચિત્રકળા મોટાભાગે ડાંગ જિલ્લાના આદિવાસીઓ દોરે છે.
>> વારલી ચિત્રકળા મુખત્વે ગુજરાત અને મહારાષ્ટ્રની સીમા પર રહેતા લોકો દ્વારા બનાવવામાં આવે છે.
>> વારલી ચિત્રકળામાં ત્રિકોણનો ઉપયોગ કરી બધા જ ચિત્રો દોરવામાં આવે છે.
>> આ ચિત્રકળા મધ્યપ્રદેશની ભીમબેટકા ગુફાઓના ચિત્ર સાથે મળતી આવે છે.
>> આ ચિત્રો દીવાલ પર દોરવામાં આવે છે. જેમાં મુખ્યત્વે ગેરુ અને ચોખાનો ભૂકો કરી બનવેલો સફેદ રંગનો ઉપયોગ કરે છે.
>> આ ચિત્રો મુખત્વે લગ્ન તેમજ પાકને વાઢવા જેવા શુભ પ્રસંગે દોરવામાં આવે છે.
>> વારલી ચિત્રકળાને ‘પચવીના ચિત્રો’ તરીકે ઓળખવામાં આવે છે.
>> એમણે દોરેલી પચવીઓ પચવીઓ ભોપાલના મ્યુઝિયમમાં અને ધરમપૂરના લેડી વિલ્સન મ્યુઝિયમમાં મોટા પ્રમાણમાં સંગ્રહવામાં આવે છે.
>> ‘સ્વ. જીવ્યા સોમા માશે’ વારલી ચિત્રકળાના પ્રખ્યાત કલાકાર હતા.
ભીંતચિત્રો
>> ગુજરાતમાં સલ્તનતકાળ દરમિયાન કોઈપણ જાતના ભીંતચિત્રના પુરાવા મળતા નથી.
>> 17મી સદીથી ગુજરાતમાં હવેલીઓ, જિનાલયો, દેવાલયો તેમજ મહેલોમાં ભીતચિત્રો દોરવાની શરૂવાત થઈ હતી.
>> 17-18મી સદી દરમિયાન દોરાયેલ ભીંતચિત્રોમાં રાજસ્થાની તેમજ મુસ્લિમ શાસકોની અસર જોવા મળે છે.
>> ભીંતચિત્રો ખેડા જિલ્લાના ઋષેસ્વરના સમાધિ મંદિરો, જામનગરના લખોટા મંદિરમાં, નર્મદાકાંઠાના મંદિરોમાં જોવા મળે છે.
>> વર્તમાનમાં અમદાવાદમાં આવેલા જૂના મકાનોમાં પણ ભીંતચિત્રો ક્યાંક ક્યાંક જોવા મળે છે.
>> શ્રી રવિશંકર રાવળે ભીંતચિત્રોની શૈલીને ‘શીલાવાત કે સલાટી શૈલી’ તરીકે ઓળખાવી છે.
ગુજરાતનાં મહેલો | Click here |
ગુજરાતના લોકનૃત્યો | Click here |
Gujarat ni chitrkala : Upsc, Gpsc, Police, Talati, Bin-sachivalay