Join our WhatsApp group : click here

ગુજરાતની સૌથી મોટી નદી | Gujarat ni sauthi moti nadi

Gujarat ni sauthi moti nadi : અહીં ગુજરાતની સૌથી મોટી નદી વિશે માહિતી આપવામાં આવી છે. આપેલ માહિતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી છે. તમે સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરો છો તો અત્યારે જ ગુગલમાં સર્ચ કરો 4Gujarat.com

ગુજરાતની સૌથી મોટી નદી

નર્મદા નદી ગુજરાતની સૌથી મોટી (પાણીના જથ્થાની દ્રષ્ટિએ) નદી છે અને ભારતની પાંચમા નંબરની નદી છે. નર્મદા નદીને ગુજરાતની જીવાદોરી તરીકે પણ ઓળખવામાં આવે છે.

નર્મદા નદી વિશે :

ઉદ્દગમ સ્થાન : છત્તીસગઢના બિલાસપુર જિલ્લાના વિંધ્ય પર્વતમાળાની 1150 મીટર ઊંચાઈએ અમરકંટકના ડુંગરમાંથી નીકળતી રેવા અને મધ્યપ્રદેશના સાતપુડા પર્વતમાળાના મૈકલ પર્વતમાંથી નીકળતી નર્મદા મધ્ય પ્રદેશમાં માંડલા નામના સ્થળે ભેગી મળી નર્મદા તરીકે ઓળખાય છે. તેની કુલ લંબાઇ 1312 કી.મી. છે તથા ગુજરાતમાં લંબાઇ 159 કી.મી છે.

નર્મદાના પ્રવાહક્ષેત્રનો 88% ભાગ મધ્યપ્રદેશ, 10% ભાગ ગુજરાત અને 2% ભાગ મહારાષ્ટ્ર રાજ્યમાં છે.

નર્મદાનો ગુજરાતમાં પ્રવેશ : નર્મદા છોટા ઉદેપુર જિલ્લાના  હાંફેશ્વર ખાતેથી ગુજરાતમાં પ્રવેશ કરે છે.

નર્મદા પૂર્વથી પશ્ચિમ તરફ વહેનારી મધ્ય ભારતની સૌથી મોટી નદી છે.

નર્મદા જિલ્લામાં સુરપાણેશ્વર ખાતે મોખડીઘાટ તરીકે જાણીતો સૂરપાણનો ધોધ આવેલી છે. તેનાથી આગળ નવાગામ પાસે સરદાર સરોવર આવેલું છે.

સર્પાકાર વહનના કારણે માર્ગમાં બેટની રચના જેમાં કબીરવડ, શુક્લતીર્થ તથા મુખપ્રદેશમાં અલિયા બેટ આવેલો છે.

નર્મદાના મુખપ્રદેશથી 40 કી.મી અંદરના વિસ્તાર સુધી દરિયાની ભરતીની અસર જોવા મળે છે.

નર્મદાના મુખથી ભરુચ સુધી મોટા વહાણો અને ઝઘડીયા સુધી નાના વહાણો ફરી શકે છે.

નર્મદાની મુખ્ય સહાયક નદીઓ: ઓરસંગ, કરજણ, અમરાવતી અને ભૂખી

મહત્વના તથ્યો :

01). ગુજરાતની સૌથી લાંબી નદી : સાબરમતી  

02). સૌરાષ્ટ્રની સૌથી મોટી અને લાંબી નદી કઈ છે? : ભાદર

03). ગુજરાતમાંથી ઉદ્ભવતી અને ગુજરાતમાં જ વહેતી સૌથી લાંબી નદી કઈ છે? : ભાદર

04). ઉત્તર ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે? : બનાસ નદી

05). ગુજરાતનાં કયા જિલ્લામાં સૌથી વધુ નદીઓ આવેલી છે? : કચ્છ     

આ પણ વાંચો :

ગુજરાતની સૌથી મોટી નદી સંબધિત જાણકારી તમને કેવી લાગી તે અમને તમે કમેંટ કરી જણાવી શકો છો.

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!