સમગ્ર ભારતમાં જાન્યુઆરીમાં પાકોની લણણીના ઉજવણીના ભાગ રૂપે વિવિધ શિયાળુ લણણીના તહેવારો (વિન્ટર હાર્વેસ્ટિગ ફેસ્ટિવલ) ઉજવવામાં આવે છે.
14 જાન્યુઆરીના રોજ ભારતમાં મુખ્ય લણણીનો તહેવાર મકરસંક્રાતિ ઉજવવામાં આવે છે, જેને ભારતમાં વિવિધ નામોથી ઉજવવામાં આવે છે. આ તહેવાર સૂર્યની ઉત્તર તરફની યાત્રા સાથે સંકળાયેલ છે. જેને ઉત્તરાયણ તરીકે ઓળખવામાં આવે છે.
સમગ્ર વિશ્વમાં આબોહવા અને પાકના તફાવતને જોતાં લણણીના તહેવારો વિવિધ સ્થળોએ વિવિધ સમયે જોવા મળે છે.
એશિયામાં હાર્વેટ ફેસ્ટિવલ ચાઇનિઝ મિડ-ઓટમ ફેસ્ટિવલનો વિશ્વમાં સૌથી વધુ ફેલાયેલા લણણી તહેવારોમાનો એક છે.
ભારતના શિયાળુ લણણીના તહેવારો
તહેવાર | રાજ્ય | વિશેષતા |
---|---|---|
મકરસંક્રાતિ | ઉત્તરભારત | તે ભારતનો સૌથી જૂનો લણણીનો તહેવાર છે. આ દિવસે સૂર્ય ધનુર રાશિ માંથી મકર રાશિમાં પ્રવેશે છે. |
લોહરી | પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ | શીખો આ ઉત્સવ 13 જાન્યુઆરીના રોજ ઉજવે છે. જેમાં તેઓ અગ્નિની પુજા કરે છે. |
વૈશાખી | પંજાબ, હરિયાણા | શીખો ધાર્મિક ઉત્સવને નવા વર્ષ અને ખાલસા પંથના જન્મની ઉજવણી ભાગરૂપે મનાવે છે. |
લદ્દાખ હાર્વેસ્ટ ફેસ્ટિવલ | લદ્દાખ | આ ઉજવણીના ભાગ રૂપે મઠો અને સ્તુપોને શણગારવામાં આવે છે. |
વસંત પંચમી | પશ્ચિમ બંગાળ, બિહાર | તે વસંત ઋતુની શરૂઆત દર્શાવે છે. |
વાંગલા | મેઘાલય અને આસામ | તે ઉત્તર પૂર્વ ભારતના ગારો આદિવાસીઓ દ્વારા વગાડવામાં આવતા 100 ડ્રમનો આનંદ છે. |
ભોગાલી બિહુ/ માઘ બિહુ | આસામ | તેની ઉજવણીની શરૂઆત ઉરુકા-સામુદાયિક તહેવાર સાથે થાય છે. |
પોંગલ | તામિલનાડુ | ભગવાન ઇન્દ્રને સમર્પિત છે. આ તહેવારનું નામ વાસણમાં ચોખાને ઉકાળવાની પરંપરા પરથી પડયું છે. |
આ પણ વાંચો :
Harvest festivals of India in Gujarati : અહીં ભારતના શિયાળુ લણણીના તહેવારો સંબધિત જાણકારી આપવામાં આવી છે.