Join our whatsapp group : click here

ભારતની પ્રાચીન વિદ્યાપીઠો

અંહી ભારતમાં આવેલી પ્રાચીન વિદ્યાપિઠો વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે. જેમાં નાલંદા, તક્ષશીલા, વલભી અને વિક્રમશીલા વિદ્યાપીઠ વિશે માહિતી આપેલ છે.

ભારતની પ્રાચીન વિદ્યાપીઠો

1). નાલંદા

2). તક્ષશીલા

3). વલભી

4). વિક્રમશીલા

નાલંદા

>> બિહારન પટના જિલ્લાના બડગાંવ નામના ગામ પાસે પ્રાચીન વિદ્યાપીઠ નાલંદા આવેલી છે.

>> ભારતીય સંસ્કૃતિમાં બૌદ્ધ અને જૈન પરંપરામાં નાલંદાનું મહત્વ ઘણું છે. આ પ્રાચીન વિદ્યાપીઠમાં પાંચમી સદીમાં કુમારગુપ્તે અહી એક વિહાર બંધાવેલ ત્યાર પછી નાલંદાની પ્રસિદ્ધિમાં વધારો થયો હતો.

>> નાલંદા વિશ્વ વિદ્યાલય હતું. અહીં હજારો હસ્તલિખિત ગ્રંથોના અમૂલ્ય ભંડારો હતા.

>> દેશ પ્રદેશથી વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરવા આવતા.

>> 7મી સદીમાં ચીની મુસાફર હ્યુ-એન-ત્સંગ પણ અહીં આવેલા હતા.

>> હ્યુ-એન-ત્સંગ 657 જેટલા હસ્તલિખિત ગ્રંથો પોતાની સાથે ચીન લઈ ગયો હતો. >> ઇસુની પાંચમીથી અગિયારમી સદી દરમ્યાન નાલંદા શિક્ષણના સર્વોત્તમ સ્થાને હતું.

>> નાલંદા મહાવિદ્યાલયમાં સાત મોટા ખંડો હતા. અને વ્યાખ્યાન માટેના ત્રણસો ખંડો હતા.

>> વિદ્યાર્થીઓના રહેવા માટેના ખાસ મઠો બાંધવામાં આવ્યા હતા.

>> નાલંદા વિદ્યાપીઠનો નિર્વાહ માટે અનેક ગામો દાનમાં મળ્યા હતા. ગામોની આવકમાંથી વિદ્યાર્થીઓને ભોજન અને વસ્ત્રો વિના મૂલ્યે પૂરા પાડવામાં આવતા.

>> અહીંનો ગ્રંથાલય વાળો વિસ્તાર ‘ધર્મગંજ’ તરીકે ઓળખાતો હતો.  

>> ઇ.સની પાંચમીથી અગિયારમી સદી સુધી નાલંદાની ખ્યાતિ અને સુપ્રસિદ્ધિ વિદ્યાકેન્દ્ર તરીકે રહી હતી.

>> નાલંદા વિદ્યાપીઠનો નાશ ઇ.સ 1197 થી 1203 દરમ્યાન બખ્તિયાર ખીલજી દ્વારા કરવામાં આવ્યો હતો.

>> નાલંદાને UNESCOએ 2016માં વર્લ્ડ હેરિટેજ સ્થળનો દરજ્જો આપ્યો છે.

તક્ષશીલા

>> વર્તમાન સમયમાં પાકિસ્તાનમાં આવેલ રાવલપિંડીથી પશ્ચિમે તક્ષશીલા વિદ્યાપીઠ હતી. તે પ્રાચીન ગાંધાર પ્રદેશની રાજધાનીનું શહેર હતું.

>> આ વિદ્યાપીઠમાં 64 વિદ્યાઓનું શિક્ષણ અપાતું હતું.

>> અહી મોટા ભાગના વિધાર્થીઓ ગુરુના આશ્રમમાં રહી અભ્યાસ કરતાં હતા.

>> ભગવાન બુદ્ધના શિષ્ય જીવકે અહી આયુર્વેદના પાઠો શીખ્યા હતા.

>> એક દંતકથાઅનુસાર રઘુકુલમાં જન્મેલા રામના ભાઈ ભરતના પુત્ર તક્ષ પરથી આ સ્થળનું નામ તક્ષશીલા પડ્યું હોવાનું મનાય છે.

>> તક્ષશીલા 7માં સૌકામાં મહત્વના વિદ્યાકેન્દ્ર તરીકે જાણીતું હતું.

>> અહીં વિદ્યાર્થીને જે વિષયમાં રસ હોય તેનું શિક્ષણ આપવામાં આવતું હતું.

>> શિક્ષક પોતાની ઈચ્છા પ્રમાણે ગમે તેટલા વિધાર્થીઓને ભણાવતા. છતાં સામન્ય રીતે એક શિક્ષક પાસે લગભગ વીસ વિધાર્થી ભણતા.

>> વારાણસી, રાજગૃહ, મિથિલા અને ઉજ્જૈણ જેવા દૂરના નગરોમાંથી પણ વિધાર્થીઓ શિક્ષણ માટે અહી આવતા.

>> વારાણસીના રાજકુમારો અહીં જ શિક્ષણ લેતા હતા.

>> કૌશલના રાજા પ્રસેનજિત, વ્યાકરણ શાસ્ત્રી પાણીની અને રાજનીતિજ્ઞ કૌટિલ્યે પણ નહીં શિક્ષણ લીધું હોવાનું મનાય છે.

>> ચંદ્રગુપ્ત મોર્યએ પણ અહી શિક્ષણ લીધું હતું.

>> તક્ષક્ષિલામાં વેદ, શસ્ત્રક્રિયા, ગજવિદ્યા, ધનુર્વિદ્યા, વ્યાકરણ, તત્વજ્ઞાન, યુદ્ધ વિદ્યા, ખગોળ, જ્યોતિષ વગેરેનું શિક્ષણ આપવામાં આવતું હતું.

>> પાંચમી સદીની શરૂવાતમાં ચીનના મુસાફર ફાહિયાને આ સ્થળની મુલાકાત લીધી હતી.

>> તક્ષશીલામાં ધર્મરજીકા નામનો સ્તૂપ આવેલો છે.  

>> તક્ષશીલા વિદ્યાપીઠનો નાશ ઇ.સ 500ની આજુ-બાજુનાં સમયમાં હુણોનાં આક્રમણથી થયો હશે તેવું માનવમાં આવે છે.

>> તક્ષશીલા ને UNESCOએ 1980માં વર્લ્ડ હેરિટેજ સ્થળનો દરજ્જો આપ્યો છે.

વલભી

>> વલભી વર્તમાનમાં ગુજરાત રાજયના ભાવનગર જિલ્લામાં આવેલું છે.

>> ઇસવીસનના સાતમા શતકમાં ગુજરાતનું આ વિદ્યાધામ અતિ પ્રસિદ્ધ શિક્ષણ કેન્દ્ર હતું.

>> વલભીને વિશાળ અને અત્યંત પ્રસિદ્ધ વિદ્યાધામ બનાવવામાં મૈત્રક વંશના તત્કાલીન શાસકો અને નાગરિકોનો મોટો ફાળો હતો.

>> અહીં 7મી સદીમાં ભીખ્ખુ વિધાર્થીઓ રહેતા હતા. વલભી ત્યારે બૌદ્ધ મતના હીનયાન પંથનું કેન્દ્ર હતું.

>> સાતમા શતકની મધ્યમાં પ્રસિદ્ધ બૌદ્ધવિદ્વાનો સ્થિરમતિ અને ગુણમતિ વલભીના અગ્રણી આચાર્યો હતા.

>> દૂર દૂરના ગંગા-યમુનાના મેદાન વિસ્તારમાંથી વિધાર્થીઓ અહીં ઉચ્ચ અભ્યાસ માટે આવતા હતા.

>> ચીની પ્રવાસી ઇત્સિંગે નોધ્યું છે કે વલભી પૂર્વભારતની પ્રસિદ્ધ શિક્ષણ સંસ્થા નાલંદા સાથે સ્પર્ધા કરતી.

>> વલભી એક રાજધાની અને આંતરરાષ્ટ્રીય બંદર હતું. (ઇ.સ 480 થી ઇ.સ 775 સુધી)

>> વલભીના શાસક મૈત્રક રાજવીઓ પણ વિદ્યા અને વિદ્યાપીઠના મહાન આશ્રય દાતાઓ હતા. એ બાબતની નોંધ લેવી પડે કે મૈત્રક વંશના રાજવીઓ બૌદ્ધ ન હતા, સનાતની હતા, છતાં આ સંસ્થાને મદદ કરતાં હતા.

>> અહીં પ્રસિદ્ધ વિદ્વાનોનાં નામ દરવાજા પર લખવામાં આવતાં, વિદ્વાનો રાજયસભામાં પોતાનું પાંડિત્ય દાખવીને રાજતંત્રમાં ઊંચા અધિકારો પ્રાપ્ત કરતાં.

>> ઇ.સ 775માં આરબોને આક્રમણ કર્યું અમે મૈત્રકો પરાજિત થયા અને વિદ્યાપીઠ બંધ પડી.

વિક્રમશીલા વિદ્યાપીઠ

>> હાલમાં બિહાર રાજયમાં ભાગલપુર જિલ્લાનાં અંલચક ગામ ખાતે આવેલી છે.

>> વિક્રમશીલા વિદ્યાપીઠની સ્થાપના ઇ.સ 770 થી 810 દરમ્યાન પાલવવંશના રાજવી ધર્મપાલ દ્વારા સ્થાપવામાં આવી હતી.

>> વિક્રમશીલા વિદ્યાલયમાં મહાવિદ્યાલય હતા અને 108 અધ્યાપકો હતા. જેના કેન્દ્ર કક્ષને ‘વિજ્ઞાન ભવન’ કહેવામાં આવતું.

>> અહીં પંડિત (સ્નાતક), મહાપંડિત, ઉપાધ્યાય, આચાર્ય જેવી ડિગ્રીઓ આપવામાં આવતી.

>> વિક્રમશીલા વિદ્યાપીઠમાં ધર્મશાસ્ત્ર, તર્કશાસ્ત્ર, વ્યાકરણ, મીસાંસા, તંત્ર, વિધીવાદ વગેરે વિષયોનું જ્ઞાન આપવામાં આવતું હતું.

>> અહીં વિદેશથી આવતા વિધાર્થીઓમા મોટાભાગનાં તીબ્બતથી આવતા હતા. આથી આ વિદ્યાલયને તિબ્બતમાં બૌદ્ધ ધર્મનાં ફેલાવવામાં અગત્યની ભૂમિકા ભજવી હતી.

>> ઇ.સ 1203માં બખ્તિયાર ખીલજી દ્વારા વિક્રમશીલા વિદ્યાપીઠનો નાશ કરી ભિક્ષુઓની હત્યા કરવામાં આવી.

Read more

👉 ભારતના પ્રસિદ્ધ મંદિર અને તેના સ્થાપક
👉 ભારતની મુખ્ય સંસ્થાઓ અને તેના સ્થાપક
👉 ભારતના મહાન વ્યક્તિઓના ઉપનામ

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment

error: Content is protected !!