અહીં ભારતમાં આવેલા પ્રસિદ્ધ સ્તૂપ (stupa) વિશે માહિતી આપવામાં આવી છે. જેમાં સ્તૂપ એટલે શું?, સ્તૂપના સ્થાપત્યના અંગો (stupa structure), અને ભારતમાં આવેલા સ્તુપો (stupa in india) વિશે વિગતવાર માહિતી આપવામાં આવી છે.
ભારતના પ્રસિદ્ધ સ્તૂપ સ્થાપત્ય | Stupa in India
- સ્તૂપ એટલે શું ?
- સ્તૂપના સ્થાપત્યના અંગો
- ભારતમાં આવેલા મહત્વપૂર્ણ સ્તુપો
સ્તૂપ એટલે શું ?
સ્તૂપ બૌદ્ધધર્મથી પ્રેરિત એક અર્ધગોળાકાર સ્થાપત્ય છે. બુદ્ધ અને તેમના શિષ્યોના અવશેષો જેવા કે વાળ, નખ, રાખ, અસ્થિ તથા બોદ્ધ ધર્મ સંબધિત વસ્તુઓને કળશમાં મૂકીને તેના પર બનાવવામાં આવતાં અર્ધગોળાકાર સ્થાપત્યને સ્તૂપ કહે છે.
સ્તૂપ ઈંટો કે પથ્થરમાંથી બનાવવામાં આવે છે. તથા તેના બાહ્ય ભાગને પ્લાસ્ટરથી ઢાંકવામા આવે છે.
સ્તૂપના સ્થાપત્યના અંગો

1). મેઘી : સ્તૂપને એક ‘ચબૂતરા’ (મેઘી) જેવી ઊંચાઈ પર બનાવવામાં આવતો. તે એક ઢગલા જેવી રચના હોય છે. જે અર્ધગોળાકાર અથવા ઊંધી વાટકી જેવું દેખાય છે.
2). હાર્મિકા: સ્તૂપના ટોચના ભાગે ‘હાર્મિકા’ નામની રચના હોય છે, જે સ્તૂપનું સૌથી પવિત્ર સ્થાન હોય છે. જેમાં બુદ્ધ અથવા તેમના કોઈ શિષ્યના અવશેષો રાખવામા આવે છે.
3). છત્ર: હાર્મિકાના ઉપર ‘છત્ર’ લગાવવામાં આવે છે. જેની સંખ્યા અલગ-અલગ હોય છે.
4). વેદિકા: સ્તૂપને અન્ય સ્થળેથી અલગ કરવા માટે તેની ચારે તરફ એક રેલિંગ બનાવવામાં આવે છે, જેને ‘વેદિકા’ કહે છે.
5). પ્રદીક્ષણાપથ: સ્તૂપ અને વેદિકા વચ્ચે પરિક્રમા કરવા માટે એક ખાલી સ્થાન હોય છે., જેને ‘પ્રદીક્ષણાપથ’ કહે છે.
6). તોરણ: આ આખી સરંચના એક ‘તોરણ’ કે પ્રવેશદ્વારજેવી રચનાથી ઘેરાયેલી હોય છે.
ભારતમાં આવેલા મહત્વપૂર્ણ સ્તુપો
1). સાંચીનો સ્તૂપ
>> અશોકના સમયમાં મધ્યપ્રદેશમાં વિદિશા નજીક આ સ્તૂપનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
>> આ સ્તૂપના નિર્માણમાં પથ્થર અને લાકડાનો ઉપયોગ કરાયો હતો.
>> આ સ્તૂપની સુદંરતા વધારવા માટે ચારે દિશામાં આવેલા પ્રવેશદ્વારો પર બુદ્ધના જીવન અને જાતકકથાઓ સંબધિત ઘટનાઓના દ્રશ્યો ઉત્કીર્ણ છે.
>> અહી બુદ્ધના શિષ્ય સારીપુત્રના અવશેષ રખાયા હોવાનું મનાય છે.
>> સાંચીનો સ્તૂપ મૌર્યકાલીન સ્થાપત્યકળાનો સમૃદ્ધ વારસો છે.
>> વર્તમાનમાં Rs.200ની નોટ પર સાંચીના સ્તૂપનું ચિત્ર અંકિત છે.
2). અમરાવતીનો સ્તૂપ
>> આંધ્ર પ્રદેશના કૃષ્ણા નદીના તટ પર આવેલ અમરાવતી ખાતે સાતવાહન વંશના શાસકોએ આ સ્તૂપનું નિર્માણ કરાવ્યુ હતું.
>> આ સ્તૂપની વેદિકા નિર્માણમાં સંગેમરમરનો ઉપયોગ કરાયો હતો.
>> સ્તૂપ બૌદ્ધ ધર્મના હિનયાન પંથથી સંબધિત છે.
>> અમરાવતીનો સ્તૂપ ખૂબ જ અલંકૃત છે તથા સ્તૂપની દીવાલો પર બુદ્ધના જીવન સંબધિત વાર્તાઓ અને તેમના ઉપદેશોનું કોતરણી કામ કરાયું છે.
3). નાગાર્જુનકોંડા સ્તૂપ
>> દખ્ખણ (વર્તમાન મધ્યપ્રદેશ) ના સાતવાહનવંશના શાસકોએ બૌદ્ધ ધર્મને સંરક્ષણ આપ્યું હતું તથા ઘણા સ્તુપોનું નિર્માણ કર્યું હતું, જેમાં સૌથી પ્રસિદ્ધ નાગાર્જુનકોંડાનો સ્તૂપ છે.
>> આ સ્તૂપ પાંચ સ્વતંત્ર સ્તંભ ધરાવે છે, જે બુધ્ધના જીવન, મૃત્યુ, જન્મ, ત્યાગ, જ્ઞાન પ્રથમ ધર્મોપદેશ તથા મહાપરનિર્વાણ જેવી ઘટનાઓને દર્શાવે છે.
>> આ સ્તંભોનું નિર્માણ પથ્થર અને ઈંટો એમ બંને સામગ્રીથી થયું છે.
4). ધર્મરાજિકા સ્તૂપ
>> સારનાથમાં આવેલ આ સ્તૂપનું નિર્માણ અશોકના સમયમાં થયું હતું. જ્યારે તેઓ પુનરુદ્વાર કુષાણવંશના રાજા કનિષ્કના સમયમાં કરાયો હતો.
5). ચૌખંડી સ્તૂપ
>> તે સારનાથ (વારાણસી)માં આવેલ એક પ્રાચીન બૌદ્ધ સ્તૂપ છે.
>> આ સ્તૂપ ઈંટોથી નિર્મિત એક ઉત્કૃષ્ટ સરંચના છે તથા તેની ટોચ પર એક અષ્ટ ભુજાકાર મિનાર આવેલો છે.
>> સ્તૂપનું નિર્માણ મૌર્ય સમ્રાટ અશોકના સમયમાં થયું હોવાનું મનાય છે.
>> તેની ટોચ પર રહેલ અષ્ટભુજાકાર મિનારની રચના મુઘલકાળમાં કરાઇ હતી.
>> મુઘલ રાજા હુમાયુએ ઇ.સ 1588માં આ સ્થળની મુલાકાત લીધી હતી. જેની સ્મૃતિમાં આ મિનારની રચના કરાઇ હતી.
>> વર્તમાનમાં ADI (ભારતીય પૂરાતત્વ સર્વેક્ષણ) એ આ સ્તૂપને રાષ્ટ્રીય મહત્વના સંરક્ષિત ક્ષેત્ર તરીકે ઘોષિત કરેલ છે.
6). ભરહુતનો સ્તૂપ
>> મૌર્યકાળ બાદ સત્તા પર આવેલા શૃંગવંશના શાસકોએ મધ્ય પ્રદેશના સતનામાં આ સ્તૂપનું નિર્માણ કરાવ્યુ હતું.
>> તેમાં લાલ રેતીના પથ્થરોનો ઉપયોગ થયો હતો જેના પર પૉલિશ કરાઇ છે.
>> સ્તૂપની રેલિંગ પથ્થરોની છે. જેના પર જટિલ કોતરણીકામ કરાયેલું છે. રેલિંગ પર કમળ, યક્ષની પ્રતિમા, લક્ષ્મી, હાથી, હરણ, મોરની ડિઝાઇન છે.
>> ભરહુતના સ્તૂપના તોરણો અને વેદિકાઓ પર દાન સંબધિત અભિલેખ ઉત્ત્કિર્ણ છે.
7). ધમેખનો સ્તૂપ
>> તે ઉત્તર પ્રદેશના વારાણસી નજીક સારનાથમાં આવેલો સૌથી પ્રાચીન સ્તૂપ છે.
>> આ સ્તૂપના નિર્માણની શરૂઆત સમ્રાટ અશોકના સમયમાં થઈ હતી. જ્યારે કુષાણકાળમાં તેનો વિસ્તાર થયો અને તેને અંતિમ સ્વરૂપ ગુપ્તકાળમાં અપાયું.
>> આ સ્તૂપ લાલ ઈંટો અને પથ્થરોથી નિર્મિત છે.
>> ભગવાન બુદ્ધે બોધગયામાં આત્મજ્ઞાન બાદ સારનાથમાં જ સૌપ્રથમ પોતાના પાંચ શિષ્યોને ઉપદેશ આપ્યો હતો.
8). દેવની મોરી
>> અરવલ્લી જિલ્લામાં શામળાજી પાસે દેવની મોરી નામના સ્થળોથી બૌદ્ધ સ્તૂપ અને વિહારોના અવશેષો મળી આવ્યા છે.
>> ઇ.સ 3 સદી દરમિયાન આ સ્થળ બૌદ્ધ ધર્મનું મહત્વપૂર્ણ કેન્દ્ર હતું. અહીંથી માટીના વાસણો, ક્ષત્રપકાલીન સિક્કાઓ, બુદ્ધની ધ્યાન મુદ્રામાં મુર્તિઓ ઉપરાંત અન્ય કલાત્મક શિલ્પો મળી આવ્યા છે.
>> દેવની મોરીનો અર્થ ‘ભગવાનની સન્મુખ’ (ભગવાન સમક્ષ મો રાખવું) થાય છે.
9). કેસરિયા સ્તૂપ : તે બિહારના પૂર્વ ચંપારણ જિલ્લામાં આવેલ છે.
વધુ વાંચો :-