તાજેતરમાં 2021ના વર્ષ માટે એનાયત કરવામાં આવેલા પુરસ્કારો જેવા કે મેજરધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર, અર્જુન એવોર્ડ, દ્રોણાચાર્ય એવોર્ડ, મેજર ધ્યાનચંદ પુરસ્કાર, મૌલાના અબુલ કલામ આઝાદ ટ્રોફી વિશે માહિતી આપવામાં આવી છે. અને 2021ના વર્ષના વિજેતાઓની યાદી પણ આપવામાં આવી છે.
Table of Contents
મેજરધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર
જુનુ નામ : રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર
>> મેજરધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર રમત-ગમત ક્ષેત્રે ભારતનો સર્વોચ્ચ એવોર્ડ છે.
>> આ પુરસ્કારની શરૂવાત વર્ષ 1991-92માં થઈ હતી
>> આ પુરસ્કારમાં 25 લાખ રૂપિયાની ઈનામ રાશી સાથે એક પ્રશસ્તિપત્ર અને ટ્રોફી આપવામાં આવે છે.
>> પ્રથમ પુરસ્કાર ભારતના ગ્રાન્ડ માસ્ટર વિશ્વનાથ આનંદને આપવામાં આવ્યો હતો
વર્ષ 2021માં ભારતના 12 ખેલાડી ને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર આપવામાં આવ્યો છે.
મેજરધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર 2021ના વિજેતાઓ
ખેલાડી | રમત | સબંધિત રાજય |
---|---|---|
નીરજ ચોપડા | ભાલાફેંક | હરિયાણા |
મિતાલી રાજ | ક્રિકેટ | રાજસ્થાન |
રવિ કુમાર દહીયા | કુશ્તી | હરિયાણા |
કૃષ્ણા નાગર | પેરા બેડમિન્ટન | રાજસ્થાન |
મનપ્રીત સિંહ | હોકી | પંજાબ |
સુનિલ છેત્રી | ફૂટબોલ | તેલંગાણા |
સુમિત અન્ટિલ | પેરા એથ્લિટ્સ | હરિયાણા |
લેવાલીના બોરગોહૈન | મુક્કેબાજી | અસામ |
પી.આર. શ્રીજેશ | હોકી | કેરળ |
અવની લેખારા | પેરા શૂટિંગ | રાજસ્થાન |
મનીષ નરવાલ | પેરા શૂટિંગ | હરિયાણા |
પ્રમોદ ભગત | પેરા બેડમિન્ટન | બિહાર |
અર્જુન એવોર્ડ
>> અર્જુન એવોર્ડ આપવાની શરૂવાત વર્ષ 1961માં કરવામાં આવી હતી.
>> અર્જુન એવોર્ડ રમત ગમત ક્ષેત્રે સારા પ્રદર્શન કરનાર ખેલાડીને આપવામાં આવે છે.
>> આ પુરસ્કારમાં ખેલાડીને ભેટ સ્વરૂપે એક ટ્રોફી અને 15 લાખ રૂપિયા આપવામાં આવે છે.
>> તાજેતરમાં 2021ના વર્ષમાં 35 ખેલાડીને અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો.
અર્જુન એવોર્ડ 2021ના વિજેતાઓ
ખેલાડી | સબંધિત રમત |
---|---|
અરપિંદર સિંહ | એથ્લિટ્સ |
યોગેશ કથુનીયા | પેરા એથ્લિટ્સ |
નિષાદ કુમાર | પેરા એથ્લિટ્સ |
પ્રવીણ કુમાર | પેરા એથ્લિટ્સ |
સિમરનજીત કૌર | મુક્કેબાજી |
શિખર ધવન | ક્રિકેટ |
સીએ ભવાની દેવી | તલવારબાજી |
મોનિકા | હોકી |
વંદના કટારીયા | હોકી |
દિલપ્રીત સિંહ | હોકી |
હરમનપ્રીત સિંહ | હોકી |
બીરેંન્દ્ર લાડકા | હોકી |
સુમિત | હોકી |
નિલકાંત શર્મા | હોકી |
હાર્દિક સિંહ | હોકી |
રૂપિંદર પાલ સિંહ | હોકી |
સુરેન્દ્ર કુમાર | હોકી |
શમશેર સિંહ | હોકી |
અમિત રોહિદાસ | હોકી |
લલિત કુમાર ઉપાધ્યાય | હોકી |
વરુણ કુમાર | હોકી |
સિમરનજીત સિંહ | હોકી |
વિવેક સાગર પ્રસાદ | હોકી |
ગુરજંત સિંહ | હોકી |
મનદીપ સિંહ | હોકી |
સુહાશ યતિરાજ | પેરા બેડમિન્ટન |
સિંહરાજ અધાના | પેરા નિશાનેબાજી |
ભાવના પટેલ | પેરા ટેબલ ટેનિસ |
હરવીંદર સિંહ | પેરા તીરાંદાજી |
શરદ કુમાર | પેરા એથ્લિટ્સ |
હિમાની ઉત્તમ પરબ | મલ્લખંબ |
અભિષેક વર્મા | નિશાનેબાજી |
અંકિતા રૈના | ટેનિસ |
દિપક પુનિયા | કુશ્તી |
સંદીપ નરવાલ | કબ્બડી |
દ્રોણાચાર્ય એવોર્ડ
>> આ પુરસ્કાર વિવિધ રમતના શ્રેષ્ઠ કોચને આપવામાં આવે છે.
>> દ્રોણાચાર્ય એવોર્ડ આપવાની શરુવાત ઇ.સ 1985થી કરવામાં આવી છે.
>> દ્રોણાચાર્ય એવોર્ડ બે શ્રેણીમાં આપવામાં આવે છે.
1). લાઈફટાઈમ શ્રેણી
2). નિયમિત શ્રેણી
>> જેમાં લાઈફટાઈમ શ્રેણીમાં 15 લાખ ઈનામ રાશી અને નિયમિત શ્રેણીમાં 10 લાખની ઈનામ રાશી આપવામાં આવે છે.
લાઈફટાઈમ શ્રેણીમાં 2021ના વિજેતા
>> લાઈફટાઈમ શ્રેણીમાં વિજેતાઓને 15 લાખની ઈનામ રાશી આપવામાં આવે છે.
કોચનું નામ | સબંધિત રમત |
---|---|
તપન કુમાર | સ્વિમિંગ |
સરપાલ સિંહ | હોકી |
આસાન કુમાર | હોકી |
સરકાર તલવાર | ક્રિકેટ |
ટી.પી યોસેફ | એથ્લેટીક્સ |
નિયમિત શ્રેણીમાં 2021ના વિજેતા
>> નિયમિત શ્રેણીમાં વિજેતાઓને 10 લાખની ઈનામ રાશી આપવામાં આવે છે.
કોચનું નામ | સબંધિત રમત |
---|---|
સુબ્રમણ્યમ રમન | ટેબલ ટેનિસ |
સંધ્યા ગુરુંગ | બોક્સિંગ |
રાધાક્રુષ્ણ નાયર | એથ્લેટીક્સ |
પ્રિતમ સિવાય | હોકી |
જય પ્રકાશ નોટિયાલ | પેરા શૂટિંગ |
મેજર ધ્યાનચંદ પુરસ્કાર
નોધ : મેજર ધ્યાનચંદ પુરસ્કાર કોચને આપવામાં આવે છે. જ્યારે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર ખેલાડીને આપવામાં આવે છે.
>> આ પુરસ્કાર કોચને આપવામાં આવે છે.
>> જેમાં 10 લાખ રૂપિયા ઈનામ રાશી આપવામાં આવે છે.
>> આ પુરસ્કાર આપવાની શરુવાત વર્ષ 2002થી કરવામાં આવી છે.
>> મેજર ધ્યાનચંદ પુરસ્કારના પ્રથમ વિજેતા શાહુરાજ બિરાજદાર, અશોક દીવાન અને અર્પણા ઘોષ છે.
મેજર ધ્યાનચંદ પુરસ્કાર 2021ના વિજેતા
કોચનું નામ | સબંધિત રમત |
---|---|
અભિજિત કુંતે | ચેસ |
વિકાસ કુમાર | કબ્બડી |
લેખાં કોચી | બોક્સિંગ |
સાજન સિંહ | કુશ્તી |
દેવેન્દ્રસિંહ ગરચા | હોકી |
મૌલાના અબુલ કલામ આઝાદ ટ્રોફી
>> આ ટ્રોફી આપવાની શરૂવાત ઇ.સ 1956-57માં કરવામાં આવી છે.
>> આ ટ્રોફી વિજેતા યુનિવર્સિટીને 15 લાખની ઈનામ રાશી આપવામાં આવે છે.
>> મૌલાના અબુલ કલામ આઝાદ ટ્રોફીના પ્રથમ વિજેતા બોમ્બે યુનિવર્સિટી છે.
મૌલાના અબુલ કલામ આઝાદ ટ્રોફી 2021ના વિજેતા
પંજાબ યુનિવર્સિટી | પટિયાલા |
Read more