lal bahadur shastri in gujarati : અહીં ભારતના બીજા નંબરના વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી વિશે માહિતી આપવામાં આવી છે.
લાલ બહાદુર શાસ્ત્રી
ભારતના બીજા પ્રધાનમંત્રી, સ્વાતંત્ર્ય સેનાની અને વામન છતાં વિરાટ વ્યક્તિત્વ ધરાવનાર લાલ બહાદુર શાસ્ત્રીનો જન્મ 2 ઓક્ટોબર, 1904ના રોજ ઉત્તરપ્રદેશમાં મુગલસરાઈ ખાતે બ્રહ્મણ પરિવારમાં થયો હતો. તેમનું મૂળ નામ લાલ બહાદુર શ્રીવાસ્તવ હતું.
કાશી વિદ્યાપીઠ દ્વારા તેમને ‘શાસ્ત્રી’ ની ઉપાધિ આપવામાં આવી હતી. તેમજ તેઓ ‘શાંતિ પુરુષ’ અને ‘લિટલ સ્પેરો’ ઉપનામથી જાણીતા છે.
તેઓ લાલા લજપતરાય દ્વારા શરૂ કરાયેલ ‘સર્વનટ્સ ઓફ પીપલ સોસાયટી’ માં જોડાયા હતા અને મેરઠ જિલ્લામાં જઈ દલિત સેવાની પ્રવૃતિ હાથ ધરી હતી.
તેઓ 16 વર્ષની વયે અભ્યાસ છોડી દેશની આઝાદીની લડતમાં સક્રિય રીતે જોડાઈને ‘મરો નહીં, મારો’ નું સૂત્ર આપ્યું હતું અને જુદી-જુદી ચળવળોમાં ભાગ લેવા બદલ કુલ 28 વર્ષ સુધી જેલવાસ પણ ભોગવ્યો હતો.
લાલ બહાદુર શાસ્ત્રી ભારતની આઝાદી પછી તેઓ ઉત્તરપ્રદેશમાં સંસદીય સચિવના રૂપમાં નિયુક્ત થયા હતા. જ્યાં તેમને મુખ્યમંત્રી ગોવિંદ વલ્લભ પંતના મંત્રીમંડળમાં પોલીસ તેમજ પરિવહન મંત્રાલય સોપવામાં આવ્યું હતું. આ સમય દરમિયાન તેમણે બસ કંડકરના પદ પર ભારતમાં પ્રથમવાર મહિલાની નિયુક્ત કરી હતી.
તેઓ વર્ષ 1951-56 દરમિયાન પંડિત નહેરુની સરકારમાં રેલવે મંત્રી તરીકે અને વર્ષ 1961-63 દરમિયાન ગૃહમંત્રી તરીકેના પદ પર રહ્યા હતા.
ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુના અવસાન બાદ તેઓ 9 જૂન, 1964ના રોજ ભારતના બીજા વડાપ્રધાન બન્યા હતા.
તેમણે ઓક્ટોબર, 1964માં ઈજિપ્તના કૈરા ખાતે યોજાયેલી બિન-જોડાણવાદી દેશોની બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરીને પાંચ મુદ્દાનો શાંતિ કાર્યક્રમ રજૂ કર્યો હતો.
તેઓએ વર્ષ 1964માં શ્રીલંકામાં રહેતા તમિલ લોકોની સ્થિતિ સુધારવા માટે ત્યાનાં વડાપ્રધાન શિરિમાવો ભંડાર નાયક સાથે કરાર કર્યા હતા. તેમના કાર્યકાળ દરમિયાન નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB-1965) ની સ્થાપના થઈ હતી.
તેમના કાર્યકાળ દરમિયાન વર્ષ 1965માં ભારત અને પાકિસ્તાન વચ્ચે બીજું યુદ્ધ થયું હતું. આ યુદ્ધ દરમિયાન તેમણે ‘જય જવાન, જય કિસાન’ નું સૂત્ર આપ્યું હતું. જેમાં ભારતની જીત થઈ હતી.
આ યુદ્ધ બાદ 10 જાન્યુઆરી, 1966ના રોજ રશિયાના (હાલના ઉઝબેકિસ્તાન) તાશ્કંદ ખાતે સાથે સોવિયત સંઘ (રશિયા) ની મધ્યસ્થી દ્વારા પાકિસ્તાનના રાષ્ટ્રપતિ અયુબ ખાન સાથે એક કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. જે ‘તાશ્કંદ કરાર’ તરીકે ઓળખાય છે.
તેમની વિરુદ્ધ કુલ ત્રણ વખત અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો પરંતુ એક પણ વખત બહુમતીથી પસાર થયો ન હતો.
તેમને વર્ષ 1966માં મરણોપરાંત ભારત સરકારના સર્વોચ્ચ ‘ભારત રત્ન’ પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. તેઓ મરણોપરાંત ભારત રત્ન પુરસ્કાર મેળવનાર પ્રથમ વ્યક્તિ હતા.
તમણું નિધન 11 જાન્યુઆરી, 1966ના રોજ તાશ્કંદ ખાતે થયું હતું. તેમનું સમાધિ સ્થળ ‘વિજય ઘાટ’ (ન્યુ દિલ્હી) તરીકે ઓળખાય છે.
આ પણ વાંચો :
lal bahadur shastri in Gujarati : અહીં આપેલ લાલ બહાદુર શાસ્ત્રી વિશેની જાણકારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી છે.