શરૂઆત : 18 જૂન, 2022 (વડાપ્રધાન નરેંદ્ર મોદી દ્વારા ફક્ત ગુજરાત રાજ્ય માટે આ યોજના શરૂ કરવામાં આવી છે.)
ઉદ્દેશ્ય : 1000 દિવસ સગર્ભા અને પ્રસૂતા માતાઓને પોષણયુકત આહાર પૂરો પાડવા ગુજરાત સરકાર દ્વારા ‘મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના’ શરૂ કરવામાં આવી છે.
મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના વિશે
માતાનું નબળું પોષણ સ્તર ગર્ભમાં રહેલા બાળકના વિકાસને અવરોધે છે, જે આગળ જતાં બાળકના નબળા આરોગ્યમાં પરિણમે છે. સગર્ભા માતાઓમાં કૂપોષણ અને પાંડુરોગ બાળકના વૃદ્ધિ અને વિકાસ પર ગંભીર અસર કરે છે. મહિલા ગર્ભ ધારણ કરે તે 270 દિવસ અને બાળકના જન્મથી 2 વર્ષ સુધીના 730 દિવસ, એટલે કે કુલ 1000 દિવસના સમયગાળાને ‘ફર્સ્ટ વિન્ડો ઓફ ઓપોર્ચ્યુનિટી’ કહેવામા આવે છે. જે સમય દરમિયાન માતા અને બાળકનું સ્તર સુદ્રઢ બનાવવું જરૂરી છે.
આ બાબતના મહત્વને સમજીને ભારત સરકારના ‘પોષણ અભિયાન’ અંતર્ગત માતા અને બાળકના આ 1000 દિવસ ઉપર ફોકસ કરવાનું જણાવવામાં આવ્યું છે. આ તબક્કા દરમિયાન માતાના આહારમાં અન્ન અને પ્રોટીન, ફેટ તેમજ અન્ય સૂક્ષ્મ પોષકતત્વો ઉપલબ્ધ થાય તે ખૂબ અગત્યનું છે. આ બાબતને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા આ 1000 દિવસ દરમિયાન સગર્ભા અને પ્રસૂતા મતાઓને પોષણયુક્ત આહાર પૂરો પાડવાના ઉદ્દેશ્યથી ‘મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના’ શરૂ કરવામાં આવી છે.
લાભાર્થી યોગ્યતા :
વર્ષ 2022-23માં તમામ પ્રથમ સગર્ભા અને પ્રથમ પ્રસૂતા માતા તથા આરોગ્ય વિભાગના સૉફ્ટવેરમાં સગર્ભા તરીકે અથવા જન્મથી બે વર્ષના બાળકની માતા તરીકે નોંધાયેલ છે તે લાભાર્થી તરીકે યોજનાનો લાભ લઈ શકશે.
મળવાપાત્ર લાભ :
દરેક લાભાર્થીને દર મહિને આંગણવાડી કેન્દ્ર પરથી રો-રાશનમાં 2 કિલો ચણા, 1 કિલો તુવેર દાળ અને 1 લિટર સિંગતેલ આપવામાં આવશે.
યોજનાના અપેક્ષિત પરિણામો :
1). માતા અને બાળકના પોષણઇ સ્થિતિમાં સુધારો
2). અપૂરતા મહિને જન્મ કે ઓછું વજનવાળા બાળકોના જન્મનો વ્યાપ ઓછો કરવો.
3). IMR અને MMR માં ઘટાડો.
Mukhyamantri matrushakti yojana official webiste: click here
આ પણ વાંચો :
Mukhyamantri matrushakti yojana Gujarat : અહીં આપેલ મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાની માહિતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી છે.