Narmad in Gujarati : સમયમુર્તિ, નવયુગનો પ્રહરી, ગદ્યનો પિતા, પ્રેમશૌર્ય જેવા અનેક ઉપનામથી જાણીતા ગુજરાતી સાહિત્યના સુધારક કે નર્મદ યુગના સાહિત્યકાર નર્મદશંકર લાભશંકર દવે વિશે જાણીશું.
Table of Contents
Narmad in Gujarati
સમયગાળો | ઇ.સ 1833 થી 1886 |
જન્મ | 24 ઓગસ્ટ 1833 |
જન્મ સ્થળ | સુરત |
પુરુનામ | નર્મદશંકર લાભશંકર દવે |
માતાનું નામ | નવદુર્ગા ગૌરી |
મૃત્યુ | 26 ફેબ્રુઆરી 1886 (52 વર્ષે) |
નર્મદના ઉપનામ
1). પ્રેમશૌર્ય,
2). સમયમુર્તિ,
3). અર્વાચીન ગદ્યપદ્યનો પિતા,
4). નવયુગનો પ્રહરી,
5). પ્રાણવંતો પૂર્વજ,
6). યુગંધર, ગદ્યનો પિતા,
7). અર્વાચીનયુગનો આદ્ય,
8). નવયુગના નંદી,
9). ગુજરાતી કાવ્યનૌકાનું સુકાન ફેરવી નાખનાર,
10). આજીવન યોદ્ધો,
11). સુધારાનો સેનાની,
12). નિર્ભય પત્રકાર
>> નર્મદને ત્રણ પત્નીઓ હતી જેનું નામ 1). ગુલાબ 2). ડાહી બેન 3). નર્મદા ગૌરી હતું.
>> નર્મદના પિતા લાભશંકર દવે મુંબઇમાં લોહીયાનું કામ કરતાં હતા તેથી નર્મદનો મોટાભાગનો અભ્યાસ મુંબઇની એલ્ન્સ્ટિન્ટ ઇન્સ્ટીટ્યુટમાં થયો હતો.
>> નર્મદને તેમના મિત્રો લાલજી નામથી બોલાવતા હતા.
>> નર્મદના સુરતમાં શિક્ષક દુર્ગારામ મહેતાની દાખલ થયા હતા, એમ કહેવાય છે કે નર્મદમાં સુધારાના બીજ દુર્ગારામ મહેતા પાસેથી રોપયા છે.
>> નર્મદ 17 વર્ષના હતા ત્યારે તેને મુંબઇ ખાતે બુદ્ધિવર્ધક સભાની સ્થાપના કરી હતી, અને એક વર્ષ સુધી ‘જ્ઞાનસાગર’ નામનું સાપ્તાહિક પણ ચલાવ્યું હતું.
>> ઇ.સ 1858માં શાળાની નોકરી છોડી અને કલમને કહ્યું “હવે હું તારે ખોળે”, ત્યારબાદ તેમણે કથાકારીનો ધંધો અપનાવી સંસ્કૃત શિખ્યું.
>> નર્મદે ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના અધ્યક્ષ પદ પર પણ સેવા આપી છે.
>> નર્મદે વીરવૃત છંદની રચના કરી છે. (મહાકાવ્યની રચના માટે)
>> ‘મંડળી મળવાથી થતા લાભ’ લાભ નામનો નિબંધ નર્મદે લખ્યો જે ગુજરાતી ભાષાનો પ્રથમ નિબંધ પણ કહેવાય છે. તેથી જ નર્મદને ગદ્યના પિતા કહેવાય છે.
>> ઇ.સ 1864માં નર્મદે સુધારક કાનૂન દાખવતું ‘ડાંડિયો’ નામનું સામાયિક શરૂ કર્યું હતું. જે સૌપ્રથમ ગુજરાતી ભાષાનું સામાયિક કહેવાય છે. જે નર્મદના સ્વતંત્ર અને નિર્ભય પત્રકારત્વના નમૂનારૂપ હતું.
>> વર્ષ 1923થી ‘નર્મદ સાહિત્ય સભા’ નામની સંસ્થા ગુજરાતી સાહિત્યના વિકાસ માટે સુરત ખાતે કાર્યરત છે.
>> આ સંસ્થા દ્વારા સાહિત્ય ક્ષેત્રે ઉત્તમ પ્રદાન કરનાર સાહિત્યકારને વર્ષ 1939થી ‘નર્મદ સુવર્ણચંદ્રક’ એનાયત કરવામાં આવે છે.
>> ગજરાતી સાહિત્યકાર નર્મદના નામની સુરત ખાતે ‘વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી’ (સ્થાપના : ઇ.સ 1965) આવેલી છે.
નર્મદની કેટલીક વિશેષતા ધરાવતી કૃતિઓ
1). મારી હકીકત : સૌપ્રથમ ગુજરાતી ભાષાની આત્મકથા
2). મંડળી મળવાથી થતાં લાભ : પ્રથમ નિબંધ (ગુજરાતી ભાષાનો)
3). નર્મકોષ : સૌ પ્રથમ ગુજરાતી ભાષાનો શબ્દકોષ
4). કવિચરિત્ર : સૌ પ્રથમ ગુજરાતી ચરિત્ર
5). દાંડિયો : સૌ પ્રથમ ગુજરાતી સાહિત્યનું સામાયિક
નર્મદને વિવિધ સાહિત્યકરોએ આપેલા ઉપનામ
નર્મદનું ઉપનામ | ઉપનામ આપેલ સાહિત્યકાર |
---|---|
ગુજરાતી કાવ્યનૌકાનું સુકાન ફેરવી નાખનાર | વિશ્વનાથ |
સમયવીર | રાજારામ શંકર |
પ્રાણવંતો પૂર્વજ | સુંદરમ |
અર્વાચીન ગદ્યપદ્યનો પહરી | રા.વિ પાઠક |
નવયુગના નંદી | ઉમાશંકર જોશી |
અર્વાચીનનોમાં આદ્ય | કનૈયાલાલ મુનશી |
નર્મદની પ્રસિદ્ધ ક્રુતિઓ
1). નર્મકોષ (શબ્દકોષ)
2). નર્મગદ્ય (ભાગ-1,2,3)
3). હિન્દુઓની પડતી (નાટક)
4). મારી કહીકત (આત્મકથા)
5). નર્મકવિતા
6). કવિચરિત્ર
7). સજીવ રોપણ
8). રાજા જાનકી દર્શન (નાટક)
9). દ્રૌપતિ દર્શન (નાટક)
10). નર્મ વ્યાકરણ (વ્યાકરણ)
11). પિંગળ પ્રવેશ (નાટક)
12). વર્ણવિચાર
13). ઈલીયડનો સાર
14). રાજય તરંગ
15). આપણા દેશની જનતા સ્વાભિમાની (નિબંધ)
16). બાળ ક્રુષ્ણવિજય
17). સિતાહરણ
18). કાઠીયાવાડ સર્વસંગ્રહ
19). શબ્દવિવેક (વ્યાકરણ)
20). મહિપતરામ રૂપરામ મહેતા
21). ગુજરાત સર્વસંગ્રહ
22). મહાદર્શન
23). ધર્મવિચાર
24). પિંગળપ્રવેશ
25). સ્ત્રીકેળવણી
26). મહાદર્શન
27). અલંકાર પ્રવેશ
28). વર્ણવિવેક (વ્યાકરણ)
નર્મદની જાણીતી પંક્તિઓ
>> જય જય ગરવી ગુજરાત (ગુજરાતનું રાજય ગીત)
>> કલમ તારા ખોળે જાઉં છું
>> દાસપણુ કયા સુધી
>> યથાશક્તિ રસપાન કરાવ્યુ, સેવા કીધી બનતી
>> શંખનાદ સંભળાયે ભૈયા, શૂર પુરુષને તેડું હો…
>> ડગલું ભર્યું કે ના હટવું, ના હટવું
>> વીર સત્યને રસિક ટકીપણું
>> જગતનું સૂર સંપ છે, કુસંપે રાજય ગયા….
સાહિત્યકાર રમણભાઈ નીલકંઠ વિશે વાંચો 👉 | click here |
નર્મદ સુવર્ણ ચંદ્રક વિશે જાણો 👉 | click here |