દર વર્ષે 12 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય યુવા દિવસ ઉજવવામાં આવે છે. ભારત સરકાર દ્વારા વર્ષ 1954માં સ્વામી વિવેકાનંદના જન્મ દિવસ 12 જાન્યુઆરીને ‘રાષ્ટ્રીય યુવા દિવસ’ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી.
National Youth Day 2023 Theme : વિકસિત યુવા – વિકસિત ભારત
સંયુક્ત રાષ્ટ્ર (UN) દ્વારા 12 ઓગસ્ટને આંતરરાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
રાષ્ટ્રીય યુવા દિવસ
રાષ્ટ્રીય યુવા દિવસ 2023 :
વર્ષ 2023માં આપણે 26મો રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરી રહ્યા છીએ. જેના અંતર્ગત કર્ણાટક રાજ્યના હૂબલી જીલ્લામાં એક યુવા સંમેલનનું આયોજન અરવમાં આવ્યું છે. તેનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી મોદી દ્વારા કરવામાં આવશે. આ મહોત્સવ 12 જાન્યુઆરી થી 16 જાન્યુઆરી સુધી ચાલશે.
રાષ્ટ્રીય યુવા દિવસ ઉજવવાનો ઉદ્દેશ્ય :
આ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના યુવાનો સ્વામી વિવેકાનંદના આદર્શો અને સિદ્ધાંતોનું પાલન કરે અને દેશનું ભવિષ્ય ઉજ્જવળ કરે તે છે.
સ્વામી વિવેકાનંદ વિશે :
સ્વામી વિવેકાનંદનો જન્મ 12 જાન્યુઆરી, 1863 ના રોજ પશ્ચિમ બંગાળના કોલકત્તા ખાતે થયો હતો. તેમનું મૂળનામ નરેંદ્રનાથ દત્ત હતું. તેમની માતાનું નામ ભુવનેશ્વરી દેવી અને પિતાનું નામ વિશ્વનાથ દત્ત હતું.
અમેરિકાના શિકાગોમાં 11 સપ્ટેમ્બર, 1893ના રોજ વિશ્વ ધર્મ પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરીષદમાં વિવિધ દેશોના ધર્મગુરુઓ ઉપસ્થિત હતા. આ પરિષદમાં હિન્દુ ધર્મનું પ્રતિનિધિત્વ સ્વામી વિવેકાનંદે કર્યું હતું. અને આ પરીષદમાં તેમણે આપેલ ભાષણ જગવિખ્યાત છે.
આ પણ વાંચો :
રાષ્ટ્રીય યુવા દિવસ (National Youth Day) : રાષ્ટ્રીય યુવા દિવસની જાણકારી તમને તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી થશે.