નમસ્કાર મિત્રો અહીં અમે તમને PM PM Suraksha Bima Yojana વિશે માહિતગાર કરવાના છીએ.જો તમારી ઉંમર 18 વર્ષથી 70 વર્ષ વચ્ચેની છે. તમારે અહીં આપેલ તમામ માહિતી ધ્યાનથી એક વાર અવશ્ય વાંચવી જોઈએ. આ યોજના ભવિષ્ય માટે ખૂબ ઉપયોગી છે.
ભારત સરકાર દ્વારા ઘણી બધી આરોગ્યલક્ષી યોજના ચાલી રહી છે. જેમાંની એક યોજના એટલે PM Suraksha Bima Yojana આ યોજના અંતર્ગત તમને ફક્ત વાર્ષિક 20 રૂપિયાના પ્રીમિયનથી 2 લાખ સુધીનો વીમો મળવાપાત્ર છે. આ એક વ્યક્તિગત અકસ્માત વીમા યોજના છે, જે અકસ્માતને કારણે મૃત્યુ અથવા અપંગતા સામે રક્ષણ આપે છે.
PM Suraksha Bima Yojana 2024
પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાની શરૂઆત 9 મે, 2015ના રોજ થઈ હતી. આ યોજના અંતર્ગત દેશના તમામ નાગરિકોને અકસ્માત વીમા સામે રક્ષણ આપવામાં આવે છે. PM Suraksha Bima Yojana ની વિશેષતા એ છે કે આ યોજના અંતર્ગત અરજી કરવાની પ્રક્રિયા એકદમ સરળ અને ટૂંકી છે. અમે તમને અહીં આ યોજના અંતર્ગત કેવી રીતે અરજી કરવી, કયા કયા ડૉક્યુમેન્ટની જરૂર પડશે વગેરે જેવી જાણકારી પ્રદાન કરવાના છીએ. તો નીચે આપેલ માહિતી ધ્યાન પૂર્વક વાંચવી અને જરૂરિયાતમંદ લોકોને શેર કરવી.
પ્રધાનમંત્રી સુરક્ષા યોજનાનું મહત્વ
1). આ યોજના દેશના તમામ નાગરિકોને અકસ્માત અને અપંગતા સામે રક્ષણ પૂરું પાડે છે.
2). આ યોજના અંતર્ગત ફક્ત 20 રૂપિયાના વાર્ષિક પ્રીમિયનથી 2 લાખ સુધીનો અકસ્માત વીમો મળશે.
3). વધુમાં વધુ 70 વર્ષ સુધીની ઉંમરના લોકોને પણ આ યોજનાનો લાભ મળશે.
પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના માટે અરજી કરવા જરૂરી પુરાવાની યાદી
જો તમે PM Suraksha Bima Yojana માટે અરજી કરવા માંગો છો ? તો તમારે નીચે મુજબના ડૉક્યુમેન્ટ તૈયાર રાખવા પડશે.
- બેન્કની પાસબુક
- આધાર કાર્ડ
- પાનકાર્ડ
- પાસપોર્ટ સાઇઝનો ફોટો
પ્રધાનમંત્રી વીમા સુરક્ષા યોજના માટે અરજી કરવાની રીત
1). PM Suraksha Bima Yojana નો લાભ લેવા માટે અરજદાર પાસે બેન્કમાં અથવા પોસ્ટ ઓફિસમાં ખાતું હોવું અનિવાર્ય છે.
2). તમારું જે બેન્ક અથવા પોસ્ટ ઓફિસમાં ખાતું છે! ત્યાં જઈ ‘પ્રધાનમંત્રી સુરક્ષા યોજનાનું’ ફોર્મ મેળવી લેવું.
3). ત્યાર બાદ ફોર્મ ભરી તેની સાથે જરૂરી ડૉક્યુમેન્ટ જોડી તેને તમારી બેન્ક/પોસ્ટ ઓફિસમાં જમા કરાવશો.
4). આટલી સરળ પ્રક્રિયાથી તમે આ યોજના માટે અરજી કરી શકો છો. તમને જણાવી દઈએ કે આ યોજના અંતર્ગત પ્રતિ વ્યક્તિ વાર્ષિક રૂ. 20 પ્રીમિયમ ચૂકવવાનું છે. આ વીમાનો સમયગાળો પ્રતિવર્ષ 1 જૂનથી 31 મે સુધીનો રહેશે. આ યોજના હેઠળ કાયમી સંપૂર્ણ અપંગતા અને આકસ્મિક મૃત્યુ માટે રૂ. 2 લાખ તેમજ આંશિક અપંગતા અતે રૂ. 1 લાખની સહાય મળશે.