Rajendra shah in Gujarati : અનુગાંધી યુગના અગ્રણી સાહિત્યકાર રાજેન્દ્રશાહનો પરિચય અહીં આપવામાં આવ્યો છે.
Rajendra shah in Gujarati
અનુગાંધી યુગના અગ્રણી સાહિત્યકાર અને ગીત કાર તરીકે પ્રખ્યાત રાજેન્દ્ર કેશવલાલ શાહનો જન્મ 28 જાન્યુઆરી, 1913ના રોજ ખેડા જિલ્લાના કપડવંજમાં થયો હતો.
તેઓ ‘રામવૃંદાવની’ અને ‘ઉત્તર ગીતકવિ’ ના ઉપનામથી જાણીતા હતા.
તેમણે પ્રકૃતિ સોંદર્ય, સ્થાનિક લોકોનું રોજીંદૂ જીવન તેમજ માછીમાર સમુદાયની વ્યથા કથાને રોચક શૈલીમાં નિરૂપી છે.
વર્ષ 1932માં ‘ઉષા’ નામની પ્રથમ કાવ્યની શરૂઆત કરનાર રાજેન્દ્ર શાહનો પ્રથમ કાવ્ય સંગર ‘ધ્વનિ’ (1951) હતો જેને વર્ષ 2001માં ‘જ્ઞાનપીઠ પુરસ્કાર’ મળ્યો હતો.
રાજેન્દ્ર શાહે ‘કવિલોક’ નામનું ‘દ્વિમાસિક’ મુંબઈથી ચલાવ્યું હતું. તેમણે કવિ ડેન્ટીના ‘ડિવાઇન કોમેડી’ મહાકાવ્યનું ‘દિવ્ય આનંદ’ સ્વરૂપે રૂપાંતર કર્યું છે.
ડો. રાજેન્દ્ર શાહે વર્ષ 1963માં ‘શાંત કોલાહલ’ કાવ્ય સંગ્રહ માટે દિલ્લી સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
રાજેન્દ્ર શાહે વર્ષ 1999માં નરસિંહ મહેતા એવોર્ડ મેળવનાર પ્રથમ સાહિત્યકાર છે તથા તેમને વર્ષ 1947માં કુમાર સુવર્ણચંદ્રક અને વર્ષ 1956માં રણજીતરામ સુવર્ણચંદ્રક પણ પ્રાપ્ત થયો હતો.
તેમનું નિધન 2 જાન્યુઆરી, 2010ના રોજ મુંબઈ ખાતે થયું હતું.
રાજેન્દ્ર શાહને મળેલ સમ્માન
પુરસ્કાર | વર્ષ |
---|---|
કુમાર સુવર્ણચંદ્રક | 1947 |
રણજીતરામ સુવર્ણચંદ્રક | 1956 |
દિલ્લી સાહિત્ય અકાદમી પુરસ્કાર | 1963 |
નરસિંહ મહેતા એવોર્ડ (પ્રથમ) | 1999 |
જ્ઞાનપીઠ પુરસ્કાર | 2001 |
રાજેન્દ્ર શાહનું પ્રસિદ્ધ સાહિત્ય સર્જન
કાવ્ય સંગ્રહ : ધ્વનિ, શાંત કોલાહલ, ચંદનભીની અનામિકા, શ્રુતિ, ઉદગીતિ, વિષાદને સાદ, ક્ષણ જે ચિરંતન, આરણ્યક, દક્ષિણા, પત્રલેખાં
બાળ સાહિત્ય : મોર પીંછ, આંબે આવ્યા મોર, અમોરે મળી પવનની આંખ
અનુવાદ : ગીત ગોવિંદ (જયદેવ કૃત), સૌ પંચાશિકા (સંસ્કૃત સાહિત્યકાર બિલ્હણ કૃત),
અન્ય : શેરીએ આવે સાદ (પ્રકૃતિગીત), આપણા દુ:ખનું કેટલું જોર? (કાવ્ય-ધ્વનિમાંથી), શ્રાવણી મધ્યાહન (ઉર્મિકાવ્ય: ધ્વનિમાંથી), મારું ઘર (ઉર્મિકાવ્ય), બોલીએ ના કાંઇ (ગીત)
આ પણ વાંચો :
Rajendra shah in Gujarati : અહીં આપેલ ગુજરાતી સાહિત્યકાર રાજેન્દ્ર શાહ વિશેની જાણકારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી છે.