Join our WhatsApp group : click here

બંધારણમાં રાજયપાલના પદની જોગવાઈ વિશે માહિતી

અહીં રાજયપાલના પદની બંધારણીય જોગવાઈ સંબધિત માહિતી આપવામાં આવી છે. જેમાં રાજયપાલની નિમણૂક, કાર્યકાળ, લાયકાતો, શપથ, પગાર ભથ્થા, સત્તાઓ અને રાજયપાલના વિશેષાધિકાર વિશેની જાણકારી આપેલ છે.

રાજયના રાજયપાલ

અનુચ્છેદ 153 મુજબ દરેક રાજયમાં એક રાજયપાલ રહેશે. 7 મો બંધારણીય સુધારો 1956 મુજબ બે અથવા વધુ રાજ્યો માટે એક જ વ્યક્તિ રાજયપાલ તરીકે ફરજ બજાવી શકે છે.

રાજયપાલ રાજયના બંધારણીય વડા (Constitutional Head of state) છે. રાજયપાલ રાજયના વડા (Head of state) હોય છે.  જ્યારે મુખ્યમંત્રી સરકારના વડા (Head of Government) હોય છે. રાજયની તમામ વહીવટી શક્તિઓ રાજયપાલમાં નિહિત હોય છે. રાજયના  તથા રાજય સરકારના બધા જ કાર્યો રાજયપાલના નામે થાય છે.

રાજયપાલ કેન્દ્ર સરકારના પ્રતિનિધિ હોય છે. પરંતુ તેઓ કેન્દ્ર સરકારને આધીન અથવા તેમના નિયંત્રણમાં ન હોય તથા રાજયપાલનું પદ એક સ્વતંત્ર બંધારણીય પદ છે.

ભારતના બંધારણમાં રાજયપાલની નિમણૂક પ્રક્રિયા કેનેડાના બંધારણમાંથી લેવામાં આવી છે જ્યાં રાજયપાલની નિમણૂક કેન્દ્ર દ્વારા કરવામાં આવે છે.

રાજયપાલની નિમણૂક

બધારણના અનુચ્છેદ 155 મુજબ રાજયપાલની નિમણૂક કેન્દ્રિય મંત્રીમંડળની સલાહ પર રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે.

રાજયપાલની નિમણૂક સંબધિત પરંપરા

1). રાજયપાલ તરીકે નિમણૂક થનાર વ્યક્તિ રાજય બહારનો હોય

2). રાજપાલની નિમણૂક પહેલા રાજયના મુખ્યમંત્રીની સલાહ લેવી

રાજયપાલનો કાર્યકાળ

બંધારણના અનુચ્છેદ 156માં રાજયપાલના કાર્યકાળની મુદ્દતનો ઉલ્લેખ છે.

>> સામાન્ય રીતે રાજયપાલનો કાર્યકાળ પાંચ વર્ષનો હોય છે.

>> રાજયપાલ રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી હોદ્દો ધરાવશે.

>> રાષ્ટ્રપતિને સંબોધીને રાજયપાલ પોતાની સહી કરેલા લખાણથી પોતાના હોદ્દા પરથી રાજીનામું આપી શકે છે.

>> રાજયપાલના હોદ્દાની મુદત તેઓ હોદ્દો સાંભળે તે તારીખથી ધ્યાનમાં રહેશે, પરંતુ રાજયપાલ પોતાના હોદ્દાની મુદત પૂરી થતી હોવા છતાં, તેમના ઉત્તરાધિકારી હોદ્દો ન સાંભળે ત્યાં સુધી હોદ્દા ઉપર ચાલુ રહેશે.

સરકારીયા આયોગની ભલામણ પ્રમાણે રાજયપાલને તેના કાર્યકાળ પાંચ વર્ષે પૂર્વે કોઈ પણ રાજકીય કારણોસર હટાવવા જોઈએ નહિ.

રાજયપાલની લાયકાતો

બંધારણના અનુચ્છેદ 157માં રાજયપાલના પદ માટેની લાયકાતોની જોગવાઈ કરેલી છે.

1). ભારતનો નાગરિક હોવો જોઈએ

2). તેની ઉંમર 35 વર્ષથી ઓછી ના હોવી જોઈએ

3). સંસદ અથવા રાજય વિધાનમંડળમાં કોઈપણ ગૃહના સભ્ય ન હોવા જોઈએ

4). કોઈપણ લાભના પદ ધરાવતા ન હોવા જોઈએ

રાજયપાલની શપથ

>> અનુચ્છેદ : 159 મુજબ રાજયપાલને હાઇકોર્ટના મુખ્ય ન્યાયધીશ અથવા તેમની ગેરહાજરીમાં હાઇકોર્ટના વરિષ્ઠ ન્યાયધીશ શપથ લેવડાવે છે.

>> જ્યારે કોઈ રાજયના રાજયપાલને અન્ય રાજયનો વધારાનો હવાલો સોપવામાં આવે છે ત્યારે તેમને તે રાજ્યના રાજયપાલ તરીકે પણ શપથ લેવા પડે છે.

રાજયપાલના પગાર ભથ્થા

>> રાજયપાલના પગાર ભથ્થા રાજયની સંચિત નિધિમાંથી આપવામાં આવે છે.

>> કોઈ એક વ્યક્તિ બે અથવા વધુ રાજયના રાજયપાલ તરીકે હોય ત્યારે રાષ્ટ્રપતિ દ્વારા નક્કી કરેલ પગાર રાજયોની સંચિત નિધિ માંથી આપવામાં આવે છે. (બે અથવા વધુ રાજયોના રાજયપાલ હોવાના સંબધમાં બધા રાજ્યો સાથે મળી પગાર ચૂકવશે)  

રાજયપાલના વિશેષાધિકાર

1). તેના કાર્યકાળ દરમ્યાન કોઈપણ ન્યાયાલય તેની ધરપકડ કરવા આદેશ કરી શક્તિ નથી.

2). તેના કાર્યકાળ દરમ્યાન તેની સામે ફોજદારી કેસ ચલાવી શકાતો નથી.

3). વ્યક્તિગત રૂપમાં રાજયપાલ વિરુદ્ધ દિવાની કેસ સુનાવણી થઈ શકે છે. પણ તે માટે તેને 2 મહિના પૂર્વે નોટિસ આપવી જરૂરી છે.

4). પોતાના પદ ઉપર કરેલા કોઈપણ કાર્ય માટે તે કોઈપણ ન્યાયાલયને જવાબદાર નથી.

rajay-pal-sanbadhit-tathyo

રાજયપાલની સત્તાઓ

વહીવટી સત્તાઓ

1). રાજય સરકારના બધા જ કાર્યો રાજયપાલના નામે થાય છે.

2). મંત્રીઓ વચ્ચે કાર્યની વહેંચણી માટે નિયમ બનાવે છે.

3). મધ્ય પ્રદેશ, ઓડિશા, છત્તીસગઢમાં જન જાતિ કલ્યાણમંત્રીની નિમણૂક કરે છે. (અનુચ્છેદ 164)

4). રાજય લોક સેવા આયોગના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કરે છે. (પરતું તેને સર્વોચ્ચ અદાલતના આદેશ પર માત્ર રાષ્ટ્રપતિ જ હટાવી શકે છે)

5). રાજય ચૂંટણી કમિશ્નરની નિમણૂક કરે છે. (પણ તેને હટાવા માટે સંસદીય પ્રક્રિયા જરૂરી છે.)

6). રાષ્ટ્રપતિને બંધારણીય કટોકટી લાગુ કરવા ભલામણ કરે છે.

7). રાજયની યુનિર્સિટીના વાઇસ ચાન્સેલરની નિમણૂક કરે છે.

8). રાષ્ટ્રપતિને રાજયમાં બંધારણીય કટોકટી લાગુ કરવા ભલામણ કરી શકે છે.

9). એડવોકેટ જનરલની નિમણૂક કરે છે.


ધારાકીય સત્તાઓ

1). રાજયપાલને રાજયના વિધાનમંડળના બંને ગૃહોનું સત્રાવસાન, વિસર્જન કરવાની સત્તા છે.

2). રાજયપાલ રાજયના વિધાનમંડળની દરેક ગૃહની બેઠક યોગ્ય લાગે તે સમયે અને સ્થળે વખતો વખત બોલાવે છે. (બે સત્ર વચ્ચેનો સમયગાળો 6 માસથી વધુ નહિ તે જોવાનું રહેશે)

3). વિધાનસભામાં એક એંગ્લો ઇન્ડિયનની નિમણૂક કરે છે. (અનુચ્છેદ 333)

4). સાહિત્ય, વિજ્ઞાન, કલા, સમાજ સેવા તથા સંયુક્ત ચળવળના ક્ષેત્રમાં જાણીતા વ્યક્તિઓની વિધાન પરિષદમાં 1/6 સભ્યોની નિમણૂક કરે છે.

5). જ્યારે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષનું પદ ખાલી હોય તો ગૃહમાંથી કોઈ પણ વ્યક્તિને આ અંગેની નિમણૂક કરવાની સત્તા છે.

6). વિધાનમંડળના સભ્યોની યોગ્યતા અંગે ચૂંટણી પંચ જોડે ચર્ચા કરી નિર્ણય લેવાની સત્તા છે.

7). CAG, જાહેર દેવા આયોગ અને રાજય નાણાંપંચના રિપોર્ટને વિધાનમંડળ આગળ રજૂ કરાવે છે.  

નાણાકીય સત્તાઓ

1). પંચાયતો & નગરપાલિકાઓની નાણાકીય સ્થિતિની દર 5 વર્ષ પછી સમિક્ષા કરવા રાજય નાણાપંચની રચના કરે છે. {અનુચ્છેદ 280 (BB)}

2). રાજયનું બજેટ રજૂ કરાવે છે. (અનુચ્છેદ : 202)

3). રાજયપાલ રાજયની આકસ્મિક નિધિનો મુખ્ય સંરક્ષણ કર્તા છે.

ન્યાયિક સત્તાઓ

1). અનુચ્છેદ 161 મુજબ રાજયપાલ રાજયના કાયદાઓ ક્ષેત્ર અંતર્ગત અને રાજયના કાયદા વિરુદ્ધના કોઈપણ ગુનામાં સજા માફી, સજામાં ઘટાડો અથવા તેનો અમલ સ્થગિત કરવાની અથવા તેમાંથી સંપૂર્ણ મુક્તિ આપવાની સત્તા ધરાવે છે.

(રાજયપાલને સૈન્ય અદાલત કે ફાંસીની સજા માફ કરવાની સત્તા નથી)

2). રાજયપાલ રાજયના ઉચ્ચ ન્યાયાલયની સલાહ થી જિલ્લા ન્યાયધીશોની નિયુક્તિ, સ્થાન વિતરણ અને પ્રમોશન આપે છે.

3). રાષ્ટ્રપતિ સંબધિત રાજયના ઉચ્ચ ન્યાયાલયમાં ન્યાયધીશની નિયુક્તિ માટે રાજયપાલ સાથે ચર્ચા કરે છે.

Read more

👉 ભારતનું સંપૂર્ણ બંધારણ
👉 ભારતના બંધારણની મોક ટેસ્ટ
👉 ભારતના બંધારણની ફ્રી pdf
👉 ગુજરાતનું જનરલ નોલેજ

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!