રમત ગમત ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરનાર ગુજરાતના ખેલાડીઓ વિશે માહિતી અહીં આપવામાં આવી છે. જે દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી રહેશે.
રમત ગમત ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરનાર ગુજરાતના રમતવીર
1. સૌથી નાની ઉંમરે ક્રિકેટ ટીમના વિકેટ કીપર બનનાર : પાર્થિવ પટેલ
2. 19 વર્ષની ઉંમરે નવ દરિયા તરવાનો રેકોર્ડ : સુફિયાન શેખ
3. ઇંગ્લિશ ચેનલ તરનાર પ્રથમ ગુજરાતી : સુફિયાન શેખ
4. જીમ્નાસ્ટિકમાં અર્જુન એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી મહિલા ખેલાડી : કૃપાલી પટેલ
5. ખો-ખોની રમતમાં અર્જુન એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી : સુધીર પરબ
6. રાજીવ ગાંધી ખેલરત્ન મેળવનાર પ્રથમ ગુજરાતી ખેલાડી : ગીત શેટ્ટી
* રાજીવ ગાંધી પુરસ્કારનું હાલમાં નામ બદલી ‘મેજર ધ્યાનચંદ પુરસ્કાર’ કરવામાં આવ્યું છે.
7. ગુજરાતનો પ્રથમ ચેસ ગ્રાન્ડ માસ્ટર : તેજસ બાકરે
8. હિમાલિયન કાર રેલીમાં સતત આઠ વખત ભાગ લેનાર : ડો. અમિત શાહ
9. કોમનવેલ્થ રમોત્સવમાં કાસ્ય પદક મેળવનાર પ્રથમ ગુજરાતી મહિલા ખેલાડી : લજ્જા ગૌસ્વામી
10. ચીનમાં બેઈઝિંગ ઓલમ્પિક રમોત્સવમાં પસંદગી પામનાર પ્રથમ ગુજરાતી ખેલાડી : બાબુભાઈ પણોચા
11. 78 વર્ષની ઉંમરે સાબરમતીથી રાજઘાટ સુધીની મેરોથોન દોડ કરનાર : ઝીણાભાઈ નાવિક
12. ફૂટબોલમાં રેફરી બનનાર ગુજરાતી : ગુલાબ ચૌહાણ
13. આંતરરાષ્ટ્રીય હોકીમાં ગોલ કીપર બનનાર ખેલાડી : દિપીકા મુર્તિ
14. શૂટિંગમાં કોચ અને આંતરરાષ્ટ્રીય રેફરી બનનાર ગુજરાતી : નાનુંભાઈ સુરતી
Read more