ગુજરાતનાં ભૌગોલિક દૃષ્ટિએ ચાર ભાગમાં જોવામાં આવે છે. 1). ઉત્તર ગુજરાત 2). મધ્ય ગુજરાત 3). દક્ષિણ ગુજરાત અને 4). કચ્છ-સૌરાષ્ટ્ર
તેમાં સૌરાષ્ટ્રની વાત કરીયે તો ભાવનગર, બોટાદ, અમરેલી, રાજકોટ, પોરબંદર, જુનાગઢ,જામનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી, ગીર-સોમનાથ, સુરેન્દ્રનગર અને અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના વિસ્તારને સૌરાષ્ટ્ર તરીકે ઓળખવામાં આવે છે.
સૌરાષ્ટ્રને કાઠીયાવાડ અથવા સોરઠ પણ કહેવામા આવે છે. પ્રાચીન સમયમાં સૌરાષ્ટ્રને ‘સુરાષ્ટ્રા’ તરીકે પણ ઓળખવામાં આવતું હતું.
સૌરાષ્ટ્રમાં કેટલી નદીઓ આવેલી છે ?
સૌરાષ્ટ્રમાં આવેલી નદીઓની વાત કરીયેતો સૌરાષ્ટ્રમાં કુલ નાની મોટી 71 નદીઓ આવેલી છે.
>> સૌરાષ્ટ્રની મુખ્ય નદીઓની વાત કરીયે તો ભાદર, શેત્રુંજી અને મચ્છુ નદી સૌરાષ્ટ્રની અગત્યની નદીઓ છે.
>> સૌરાષ્ટ્રમાં ત્રિજ્યાકાર જળપરિવાહ વિકસેલો છે. જે મધ્યના ડુંગરાળ પ્રદેશોમાંથી નીકળી પૈડાના આરાની જેમ ચારે તરફ વહે છે .
>> સૌરાષ્ટ્રની ત્રણ નદી મચ્છુ, બ્રાહ્મણી અને ફાલ્ગુ કચ્છના નાના રણને મળે છે. એટેલે તે અંત:સ્થ કે કુંવારીકા નદીઓ છે.
>> સૌરાષ્ટ્રની નદીઓને તેના પ્રવાહની દિશાના આધારે ચાર ભાગમાં વહેંચવામાં આવે છે. જે નીચે મુજબ છે.
1). ઉત્તર તરફ વહેતી નદીઓ
2). પશ્ચિમ તરફ વહેતી નદીઓ
3). દક્ષિણ તરફ વહેતી નદીઓ
4). પૂર્વ તરફ વહેતી નદીઓ
સૌરાષ્ટ્રની સૌથી લાંબી નદી કઈ છે ?
સૌરાષ્ટ્રની સૌથી લાંબી અને મોટામાં મોટી નદી ભાદર નદી છે. જેની લંબાઇ 260 કિલોમીટર છે. ભાદર નદીનો બેસિન વિસ્તાર 7094 ચો.કિમી છે.
ભાદર નદીનેને ‘સૌરાષ્ટ્રની ગંગા’ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભાદર નદી રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાની પૂર્વમાં આનંદપૂરના ઉચ્ચ પ્રદેશમાં આવેલા મદાવા ડુંગરમાંથી નીકળે છે અને નવી બંદર પાસે અરબ સાગરને મળે છે.
વધુ વાંચો :-