Join our WhatsApp group : click here

ખેતર ફરતે તાર ફેંસિંગ બનાવવા માટે સહાયના ફોર્મ ભરવાના શરૂ જાણો વધુ માહિતી | Tar fencing yojana Gujarat

Tar fencing yojana Gujarat : રાજય સરકારના દ્વારા ખેડૂત/ખેડૂત જુથ ને તેના ખેતરના પાક રક્ષણ માટે ખેતર ફરતે તાર ફેંસિંગ માટે સહાય આપવા માટેની યોજનાના ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે. જેના માટે કોઈપણ ખાતેદાર તારીખ 08/12/2023 થી 30 દિવસ સુધી આઈ-પોર્ટલ પર ઓનલાઇન અરજી કરી શકશે. આ યોજના હેઠળ ખેડૂત/ખેડૂતોના જુથને ઓછામાં ઓછા 2 હેક્ટર વિસ્તાર માટે નવી તારની વાડ બનાવવા, રનિંગ મીટર દીઠ રૂ.200 અથવા ખરેખર થનાર ખર્ચના 50% બે માંથી જે ઓછું હોય તે મુજબ સહાય આપવામાં આવશે.

આઇ ખેડૂત પોર્ટલ પર ઓનાઇન અરજીઓ જિલ્લા ને ફાળવેલ લક્ષ્યાંકની મર્યાદામાં વહેલા તે પહેલાના ધોરણે સ્વીકારવામાં આવશે. ખેડૂતોની અરજી સ્વીકારવા આઈ ખેડૂત પોર્ટલ પર નીચે મુજબના ઝોનવાર જિલ્લાઓમાં નિયત કરેલ સમયગાળા મુજબ દિન-30 સુધી ખુલ્લુ મૂકવામાં આવશે.

Tar fencing yojana Gujarat

અરજી કરતા ખેડૂતને આ વાતનું ધ્યાન રાખવું

1). ખેડૂત અથવા ખેડૂત જૂથ દ્વારા ઓનલાઇન આવેદન કર્યા બાદ 10 દિવસમાં ઓનલાઇન અરજીની પ્રિન્ટ કાઢી જરૂરી પુરાવા સાથે જીલ્લે ખેતીવાડી અધિકારી પાસે ફોર્મ જમા કરવાનું રહેશે.

2). ખેતીવાડી અધિકારીની જે-તે સ્થળ પર તપાસ બાદ જ તમારી સહાય મંજૂર થશે.

3). સહાય મંજૂર થયા બાદ 120 દિવસમાં કામ પૂર્ણ કરી GST વાળા બિલ અને અન્ય જરૂરી પુરાવા જમા કરાવાના રહેશે. ત્યાર બાદ કામગીરી પૂર્ણ થયાના સ્થળની તપાસ બાદ જ બેંકમાં સહાયની રકમ જમા થશે.

4). જે જમીન પર ખેતી થતી હોય તેવી જમીન પર જ આ સહાય મળવા પાત્ર છે.

આ પણ વાંચો :

તાર ફેંસિંગ યોજના માટે જરૂરી પુરાવા

  • ઓનલાઇન અરજીની સહીવાળી નકલ તથા સંયુક્ત ખાતેદારના કિસ્સામાં બાહેંધરી પત્રક
  • 7/12, 8-અ ની નકલ અથવા વન અધિકાર પત્રની નકલ
  • બેન્ક પાસબુકની ઝેરોક્ષ અથવા કેન્સલ ચેક
  • આધારકાર્ડની ઝેરોક્ષ
  • કબૂલાતનામું અને સ્વઘોષણા પત્રક
  • ડિમાંર્કશન વાળો નક્શો

Tar fencing yojana Gujarat સંબધિત વધુ માહિતી મેળવવા માટે તમે તમારા વિસ્તારના તલાટી મંત્રી અથવા ગ્રામ સેવકનો સંપર્ક કરી શકો છો. આ યોજના માટે તમે આઈ-ખેડૂત પોર્ટલ પરથી જાતે આવેદન કરી શકો છો. તમામ સરકારી યોજનાની માહિતી મેળવવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

મહત્વની લિન્ક

તાર ફેંસિંગ યોજનાની ઓફિશ્યલ નોટિફિકેશન વાંચો : Click here
I-khedut પોર્ટલ પર જવા માટે Click here

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!