Join our WhatsApp group : click here

1857 no viplav in Gujarat | 1857નો વિપ્લવ

1857 no viplav in Gujarat : અહીં 1857ના વિપ્લવની ગુજરાત સંબધિત માહિતી આપેલ છે. જેમાં આ વિપ્લવ થવા પાછળના કારણો, 1857નો વિપ્લવ અને ગુજરાત, વિપ્લવ નિષ્ફળ જવાના કારણો વિશેની માહિતીનો સમાવેશ કરવામાં આવ્યો છે.

1857 no viplav in Gujarat

ઇ.સ 1757માં પ્લાસીના યુદ્ધમાં અંગ્રેજોએ વિજયી બન્યા અને ભારતમાં સત્તા સ્થાપી હતી. ત્યારથી 100 વર્ષ પછી ભારતમાં 1857નો વિપ્લવ થયો, જે ભારતનો સૌ પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ હતો.

ઇ.સ 1557ના વિપ્લવની યોજના લંડનમાં નાના સાહેબ, અજીમુલ્લા ખાં અને રણોજીબાપુએ કરી હતી.

ઇ.સ 1857ના વિપ્લવ પહેલા નાના સાહેબનો પક્ષ બ્રિટિશ પાર્લામેન્ટની સમક્ષ મૂકવા માટે આજીમુલ્લા ખાં અને સતારા રાજયનો પક્ષ મૂકવા માટે રંગોજી બાપુ લંડન ગયા હતા.

અજીમુલ્લા ખાં અને નાના સાહેબે કાનપુરમાં વિપ્લવની તારીખ 31 મે, 1857 નક્કી કરી હતી.

પરંતુ 21 દિવસ પહેલા 10 મે, 1857ના રોજ મેરઠમાં સૈનિકોએ ચરબીવાળા કારતુસોનો ઇન્કાર કરતાં વિપ્લવની શરૂવાત કરી દીધી.

1857ના વિપ્લવના કારણો

1857ના વિપ્લવના અનેક કારણો હતા જેવા કે…

1). મુઘલ બાદશાહ બહાદુરશાહ ઝફરને અન્યાય,

2). વેલેસ્લીની સહાયકારી નીતિ,

3). ખ્રિસ્તી ધર્મનો બળજબરીથી ફેલાવો,

4). ડેલહાઉસીની ખાલસા નીતિ,

5). સરકારી નોકરીમાં કાળા ગોરાનો ભેદભાવ જેવા ઘણા બધા કારણો હતા.

6). પણ 1857ના વિપ્લવનું તાત્કાલિક કારણ ચરબીવાળા કારતુસોનો વિરોધ હતો.

બન્યું એવું કે 1857માં ભારતીય લશ્કરને “એનફિલ્ડ” નામની નવા પ્રકારની રાઈફલ આપવામાં આવી હતી. આ રાઈફલમાં વપરાતી કારતુસો દાંતથી તોડવાની હતી.

આ કારતુસોની બનાવટ ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અને હિન્દુઓ માટે ગાયનું તો મુસ્લિમો માટે ડુક્કરનું માંસ વજર્ય ગણાતું.

આથી સૈનિકોને એમ લાગ્યું કે અંગ્રેજો તેમને ધર્મભ્રષ્ટ કરવા માગે છે. આમ એનફિલ્ડ રાઈફલના ઉપયોગ સામેનો વિરોધ 1857ના સંગ્રામનું તત્કાલિક કારણ બન્યું.

ગુજરાતમાં વિપ્લવનું તાત્કાલિક કારણ

ગુજરાતમાં 1857ના વિપ્લવનું તાત્કાલિક કારણ એ હતું કે કચ્છના રણમાંથી અન્ય સ્થળોએ મોકલવામાં આવતું મીઠું લાલ બની ગયું તેથી લોકોમાં અફવા ફેલાઈ કે અંગ્રેજ સરકારે ધર્મભ્રષ્ટ માટે મીઠા પર ગાયનું લોહી છાંટ્યું છે. પરિણામે બળવો ઉગ્ર બન્યો

ગુજરાતમાં 1857નો વિપ્લવ

બેરકપૂર છાવણીના 19 નંબરની પલ્ટનના સિપાઈ મંગળ પાંડે29 માર્ચ 1857ના રોજ બૈરકપૂરમાં ચરબીવાળા કારતુસો વાપરવાનો ઈન્કાર કર્યો તેથી તેને 8 એપ્રિલ. 1857ના રોજ ફાંસીએ ચડાવ્યા હતા. જેના પડઘા આખા દેશમાં પડ્યા હતા. એમાં પણ ઉત્તર ભારતમાં વધારે જુવાળ હતો.

ગુજરાતમાં પણ ઉત્તર ભારતની જેમ પ્રચંડ જુવાળ હતો પણ ઘણી જગ્યાએ લોકો એ અંગ્રેજોએની સામે બંડ પોકાર્યો હતો.

ગુજરાતમાં 1857ના સંગ્રામની શરૂવાત જૂન, 1887માં અમદાવાદની 7મી લશ્કરી ટુકડીએ કરી. અંગ્રેજ સરકારે ટુકડીના સૂબેદારની ધરપકડ કરી. અને આખી ટુકડીને ની:શસ્ત્ર કરી સંગ્રામ દબાવી દીધો.

જુલાઇ 1857માં પંચમહાલમાં દાહોદ, ઝાલોદ અને ગોધરામાં ભારતીય સૈનિકો એ સંગ્રામ કરી કોળી, ભીલ અને નાયકા જાતિના લોકોની મદદ વડે સરકારી કચેરીઓ કબજે કરી. અંગ્રેજ લશ્કેરે એ સંગ્રામ પણ દબાવી દીધો.

ગુજરાતમાંથી બ્રિટિશ શાસનને નાબૂદ કરવાની એક અન્ય યોજના સપ્ટેમ્બર, 1857માં અમદાવાદના શાહીબાગમાં ઘડાઈ હતી.

આ યોજનાનો હેતુ બ્રિટિશ શાસનને વફાદાર વડોદરાના ગાયકવાડને પ્રથમ પદભ્રષ્ટ કરી પછીથી ગુજરાત કબજે કરવાનો હતો.

આ યોજનાના મુખ્ય નેતાઓ ગાયકવાડના સાવકા ભાઈ ગોવિંદરાવ (બાપુ ગાયકવાડ), ભોંસલે રાજા, વડોદરાના નિહાલચંદ ઝવેરી અને પાટણના મગનલાલ વાણિયા હતા.

આ યોજના પ્રમાણે મગનલાલે લગભગ 4000 સૈનિકો તૈયાર કર્યા, બધાને પ્રતાપપૂરા પાસે મહી નદીના કોતરમાં એકત્રિત થવાનું નક્કી કર્યું.

આ ક્રાંતિ માટે 16 ઓક્ટોબર, 1857ની તારીખ નક્કી થઈ હતી. પરંતુ આ અંગેની બાતમી અંદરના જ એક માણસે અગાઉથી જ સરકારને આપી દીધી હોવાથી સરકાર અને ગાયકવાડના લશ્કરે ઓચિંતો હુમલો કર્યો, અને આ યોજનાને નિષ્ફળ બનાવી દીધી.

આ યોજનાની નિષ્ફળતાથી કેટલાંક ક્રાંતિકારીઓ મરાયા, કેટલાક કેદ પકડાયા અને બાકીના નાસી ગયા.

મગનલાલ વાણિયા અને નિહાલચંદ ઝવેરીને તોપ ને ગોળે ચડાવ્યા, જ્યારે બાપુ ગાયકવાડ અને ભોંસલે ને વડોદરાની જેલમાં પૂર્યા.

ખેડા જિલ્લામાં આણંદના મુખી “ગરબડદાસ પટેલે” ખાનપુરના ઠાકોર જીવાભાઈના સહયોગથી કોળી, ભીલ, નાયકડા વગરે જાતિના 2000 લોકોને ભેગાં કરી સંગ્રામ કર્યો, તેમાં અંગ્રેજોનો સામનો કરવા માલાજી જોશી અને ક્રુષ્ણદાસ દવેએ પણ મહત્વનો સાથ આપ્યો હતો.

પરંતુ ગરબડદાસના સાથીઓ પકડાય ગયા અને તેમને સરકારે તોપને ગોળે ચડાવ્યા. ગરબડદાસ પટેલને કાળાપાણીની સજા કરવામાં આવી અને આંદામાનમાં મોકલી દેવામાં આવ્યા અને બાદમાં ત્યાં જ તેનું મૃત્યુ થયું.

ઓગસ્ટ, 1857માં રાજપીપળાના નાંદોદની ભારતીય સૈનિકોની ટુકડીએ “સૈયદ મુરાદઅલી” ની આગેવાની હેઠળ સંગ્રામ કર્યો હતો. પરંતુ રેવાકાંઠાના પોલિટિકલ એજન્ટને હાથે હારી તેઓ વિખેરાઈ ગયા.

માર્ચ, 1857માં ઓખામંડળના વાઘેરો સહિત વિવિધ જાતિના લોકોએ સૌરાષ્ટ્રમાં ઉમરપૂરના “જોધા માણેક” ની નેતાગિરી હેઠળ સંગ્રામ કર્યો.

નવેમ્બર, 1858માં તાત્યા તોપે ગુજરાતમાં આવ્યા હતા. ડિસેમ્બર, 1858માં છોટા ઉદેપુર કબજે કર્યું અને ત્યાનું લશ્કર મેળવ્યું.

તાત્યા ટોપે 15 દિવસ પંચમહાલમાં રહ્યા હતા, પરંતુ અંગ્રેજોનું લશ્કર તેની પાછળ પડતા તેમને દાહોદ અને લીંબડી થઈ વાંસવાડાના જંગલ તરફ નાસી જવાની ફરજ પડી હતી.

એક પરિચિતે વિશ્વાસઘાત કરી તાત્યા ટોપેને સરકારી અફસરને હવાલે કર્યો. સરકારે 18 એપ્રિલ, 1859ના રોજ તાત્યા ટોપેને સિપ્રિ પાસે ફાંસી આપી હોવાનો સરકારી અહેવાલ પ્રસિદ્ધ કર્યો.

જો કે જુદા જુદા સાધનોને આધારે એવું જાણવા મળે છે કે તાત્યાટોપે છટકી ગયેલ અને અન્ય ભળતી વ્યક્તિને ફાંસી અપાયેલ.

તાત્યા ટોપેએ જીવનના અંતિમ વર્ષો નવસારીમાં ગાળ્યા હોવાનું મનાય છે. નવસારીમાં તાત્યા ટોપે એ પોતાનું નામ “ટહેલદાસ” રાખ્યું હતું. જેનો ઉલ્લેખ તવારીખ-એ-નવસારી નામના ગ્રંથમાં મળે છે.

એક લોકવાયકા પ્રમાણે મલ્હારરાવ ગાયકવાડ નવસારીમાં જયારે ટહેલદાસથી મળ્યા હતા ત્યારે તેમની વાતચીતની શૈલી પરથી ઓળખી ગયા હતા કે ટહેલદાસ જ તાત્યા ટોપે છે.

પેશવા બાજીરાવ બીજાનું અવસાન ઇ.સ 1853માં થયું. એ પછી તેમને મળતું વાર્ષિક રૂપિયા 8 લાખનું પેન્શન તેમના દત્તકપુત્ર નાના સાહેબને આપવાનો અંગ્રેજ સરકારે ઇન્કાર કર્યો. પેન્શન ફરીથી ચાલુ કરાવવાના નાના સાહેબના તમામ પ્રયત્નો નિષ્ફળ ગયા.

આથી પોતાને થયેલ અન્યાયનો બદલો લેવા માટે નાના સાહેબે 1857ના સંગ્રામમાં ભાગ લીધો.

નાનાસાહેબ પેશવા અંતિમ પરાજય બાદ નેપાળ ભાગી ગયા હતા. ત્યાંથી તેઓ ભાવનગર જિલ્લાના સિહોર ગામે આવ્યા હોવાનું મનાય છે.

નાના સાહેબ શિહોરમાં દયાનંદ સરસ્વતીનું નામ ધારણ કરીને રહ્યા હતા. જ્યાં ઇ.સ 1902માં તેમનું અવસાન થયું હોવાનું કહેવાય છે.

રંગોજી બાપુ સતારાથી કેદમાંથી ભાગી ને સાધુના વેશે વડોદરા આવ્યા અને ગરુડેશ્વરના મુખ્ય પૂજારી બની “મૌની બાવા” તરીકે પ્રખ્યાત થયા હતા.

ગુજરાતમાં 1857નો સ્વાતંત્ર્યસંગ્રામ નિષ્ફળ થવાના કારણો

>> ગુજરાતમાં ક્રાંતિની આગેવાની નાના જમીનદારો, ઠાકોરો કે ગામના મુખી કે આગેવાનોએ લીધી હતી, તેઓને કોઈ મોટા રાજવીનો સાથ મળ્યો ન હતો.

>> ગાયકવાડ, જામનગરના જામ સાહેબ, જુનાગઢના નવાબ, ભાવનગર, મોરબી, ગોંડલ, ધ્રાંગધ્રા, પાલનપૂર, રાજપીપળા, કચ્છ વગેરેના રાજાઓ કે નવાબો ક્રાંતિથી અળગા રહ્યા હતા અથવા તો અંગ્રેજ સરકારને મદદરૂપ થયા હતા.

>> શક્તિશાળી નેતૃત્વનો અભાવ

>> એકતાનો અભાવ તથા નેતાઓમાં ફાટફૂટ.

>> ખંડેરાવ ગાયકવાડે પૂરેપૂરો અંગ્રેજોને સાથ આપ્યો.

>> માત્ર સિપાઈઓ જ બળવામાં જોડાયા હતા. મોટાભાગની પ્રજા નિષ્ક્રિય હતી.

>> 1858ના રાણીના ઢંઢેરાથી બધા શાંત થઈ ગયા.

>> અંગ્રેજ શૈન્ય પાસે આધુનિક અને પૂરતા હથિયારો હતા, જયારે વિપ્લવકારીઓ પાસે અપૂરતા શસ્ત્રો હતા.

>> ‘ભાગલા પાડો અને રાજ કરો’ ની અંગ્રેજોની નીતિથી હિન્દુ-મુસ્લિમ અકેતા તૂટી ગઈ.

Read more

👉 સિંધુ ખીણની સભ્યતા અને ગુજરાત
👉 ગુજરાતમાં થયેલ સત્યાગ્રહો
👉 ગુજરાતમાં સોલંકી વંશ
1857 no viplav in Gujarat

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!