Join our WhatsApp group : click here

akho in gujarati | ગુજરાતના જ્ઞાની કવિઓમાં શ્રેષ્ઠ કવિ અખા વીશે જાણો

akho in gujarati : મધ્યકાલીન યુગના ગુજરાતના જ્ઞાની કવિઓમાં શ્રેષ્ઠ કવિ “અખા” વિશે અહીં માહિતી આપવામાં આવી છે.

akho in gujarati

સમયગાળો : 1591 થી 1656

જન્મસ્થળ : જેતલપર (અમદાવાદ)

મૂળનામ : અક્ષરદાસ સોની

જન્મતિથી : અખાત્રીજ

પ્રખ્યાત રચના : છપ્પા (છ પંક્તિનું કાવ્યું)

અખાના ઉપનામ

1). જ્ઞાનનો વડલો,

2). હસતો ફિલસૂફ,

3). ઉત્તમ છપ્પાકાર,

4). વેદાંતી કવિ (ઉમાશંકર જોશીએ આપ્યું),

5). બ્રાહ્મી સાહિત્યકાર(કાકા સાહેબ કાલેલકર દ્વારા આપ્યું)

>> અખાએ સૌપ્રથમ ગુરુ વલ્લભાચાર્યના પુત્ર ગોકુળનાથને બનાવ્યા, પણ તેને જ્ઞાનની પ્રાપ્તિ બ્રહ્માનંદ પાસેથી થઈ છે.

>> રોજી રોટી માટે અખો અમદાવાદના ખાડિયા વિસ્તારમાં આવેલ દેસાઇની પોળમાં રહેતો હતો.

>> અખો વ્યવસાયે સોની હતો.

>> અખાએ કાળુપૂરમાં આવેલી મોઘલ બાદશાહ જહાંગીરની ટંકશાળામાં નોકરી સ્વીકારી.

>> આખાએ જમના નામની ધર્મની બહેન માની હતી.

>> અખાએ ગુજરાતી સાહિત્યમાં જ્ઞાનમાર્ગી કવિતા લખેલ છે.

>> અખાના છપ્પામાં ચોપાઈ છંદનો વિશેષ ઉલ્લેખ છે.

>> શંકરાચાર્યના કૈવલાદ્વૈતના સિદ્ધાંત (બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા)ની અસર અખાના જીવન પર વિશેષ હતી.

>> ગુજરાતના જ્ઞાની કવિઓમાં અખો શ્રેષ્ઠ છે.

>> ઉમાશંકર જોષીએ “અખો એક અધ્યયન” નામનું પુસ્તક લખ્યું છે.

અખાની પ્રસિદ્ધ ક્રુતિઓ

1). અખેગીતા,

2). અનુભવ બિંદુ,

3). ગુરુ શિષ્ય સંવાદ,

4). ચિત્ત-વિચાર સંવાદ,

5). ક્રુષ્ણ ઉદ્ધવ સંવાદ,

6). કૈવલ્યગીતા,

7). પંચીકરણ,

8). સખીઓ,

9). સંતપ્રિયા (હિન્દીમાં),

10). બ્રહ્મલીલા (હિન્દીમાં)

અખાની જાણીતી પંક્તિઓ

1). એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પુંજે દેવ…

2). ભાષાને શું વળગે ભૂર ? રણમાં જે જીતે તે શૂર…

3). ઓછું પાત્રને અદકું ભણ્યો, વઢકણી વહુએ દીકરો જાણ્યો…

4). આંધળો સસરો શણગટ વહુ,

એમ કથા સાંભળવા ચાલ્યા વહુ,

કહ્યું કશુંને સભાળ્યું કશું આંખનું કાજળ ગળે ઘસ્યું…

5). ન્હાયા ધોયા ફરે ફૂટંડા, ખાઈ પીને થયા ખૂંટડા  

6). દેહાભિમાન હતું પાશેર, વિદ્યા મળતા વધ્યું શેર..

7). સો અંધામાં કાણો રાવ, આંધળાને કાણા પર ભાવ

8). અંધે અંધ અંધારે મળ્યાં જ્યમ તલમાં કોદરા ભળ્યા   

9). પોતે હરિને ન જાણે લેશ, કાઢી બેઠો હરિનો જ વેશ

વધુ વાંચો

👉 ગુજરાતી સાહિત્યકાર : નર્મદ
👉 ગુજરાતી સાહિત્યના અગત્યના માસિકો
👉 ગુજરાતી સાહિત્યકારની લાક્ષણિકતા
akho in gujarati

akho in gujarati : Upsc, Gpsc, Police, Bin-sachivalay, Talati, Clark…

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!