Join our whatsapp group : click here

ભારતના રાષ્ટ્રીય ઉદ્યાન | National park

અહીં ભારતના રાષ્ટ્રીય ઉદ્યાન (National park) સબંધતી માહિતી આપવામાં આવી છે. જેમાં રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય વચ્ચેના તફાવત, નેશનલ પાર્ક સબંધિત તથ્યો અને ભારતના રાષ્ટ્રીય ઉદ્યાનની રાજયો પ્રમાણે યાદી આપવામાં આવી છે.

National park In India

>> રાષ્ટ્રીય ઉદ્યાનને અંગ્રેજીમાં નેશનલ પાર્ક (National park) કહેવામા આવે છે.

>> ભારતમાં સૌથી વધુ રાષ્ટ્રીય ઉદ્યાન મધ્યપ્રદેશમાં આવેલા છે

>> પંજાબ ભારતનું એકમાત્ર રાજય છે કે જ્યાં એકપણ રાષ્ટ્રીય ઉદ્યાન આવેલૂ નથી.

>> ભારતનું પ્રથમ નેશનલ પાર્ક જિમ-કાર્બેટ નેશનલ પાર્ક છે. જેની સ્થાપના 1936માં થઈ હતી. સ્થાપના સમયે જિમ-કાર્બેટ નેશનલ પાર્કનું નામ હેલી રાષ્ટ્રીય ઉદ્યાન હતું.

>> હેમિસ રાષ્ટ્રીય ઉદ્યાન ભારતનું સૌથી મોટું રાષ્ટ્રીય ઉદ્યાન છે. જે લદ્દાખમાં આવેલું છે. આ નેશનલ પાર્કમાં બર્ફી દીપડા (snow leopard) નું સંરક્ષણ થાય છે.

રાષ્ટ્રીય ઉદ્યાન અને અભ્યારણ્ય વચ્ચેનો તફાવત

રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યનો ઉદેશ્ય વન્ય જીવોની સુરક્ષા સબંધિત છે.

રાષ્ટ્રીય ઉદ્યાન (National park)

અહી વનસ્પતિ, વન્યજીવ સૃષ્ટિ અને પર્યાવરણનું એક સાથે રક્ષણ કરાય છે. જેમાં જે-તે પ્રદેશના મૂળ નિવાસી પક્ષી કે પ્રાણીને સંરક્ષણ આપવામાં આવે છે.  

અહી માનવીય ગતિવિધિ જેવી કે શિકાર, ખેતી, ચરાઈ માટે પાલતું પશુઓનું આવાગમન વગરે પર પ્રતિબંધ હોય છે.

રાષ્ટ્રીય ઉદ્યાનનો સંપૂર્ણ વહીવટ કેન્દ્ર સરકાર હસ્તક હોય છે.

અભયારણ્ય (Sanctuary)

અહી કોઈ એક પક્ષી કે પ્રાણીને સાચવવા પર વધુ ધ્યાન આપવામાં આવે છે.

અભયારણ્યમાં માનવીના હરવા ફરવા અને પાલતુ પ્રાણીઓના ચરણ પર પ્રતિબંધ નથી પરંતુ પ્રાણીઓના શિકાર પર પ્રતિબંધ છે.

અભયારણ્યનો વહીવટ રાજય સરકાર પાસે હોય છે. પણ તેમાં કેન્દ્ર સરકાર હસ્તક્ષેપ કરી શકે છે.

ભારતમાં આવેલા રાષ્ટ્રીય ઉદ્યાન

અહીં ભારતમાં આવેલા રાષ્ટ્રીય ઉદ્યાન (નેશનલ પાર્ક) ની રાજયો રાજ્યો/ કેન્દ્રશાસિત પ્રદેશ પ્રમાણે યાદીઆપેલ છે.

લદ્દાખમાં આવેલા રાષ્ટ્રીય ઉદ્યાન

1). હેમિસ

જમ્મુ કશ્મીરમાં આવેલા રાષ્ટ્રીય ઉદ્યાન

1). સલિમ અલી

2). કિશ્તવાર 

3). દચિગામ

હિમાચલ પ્રદેશમાં આવેલા રાષ્ટ્રીય ઉદ્યાન

1). બૃહદ હિમાલય

2). ઇન્દરકિલ્લા

3). ખીરગંગા

4). સિમબાલબારા

5). પિનવેલી

ઉત્તરાખંડમાં આવેલા રાષ્ટ્રીય ઉદ્યાન

1). જીમ કાર્બેટ

2). નંદાદેવી

3). ફૂલોની ઘાટી

4). ગોવિન્દ

5). ગંગોત્રી

6). રાજાજી

હરિયાણામાં આવેલા રાષ્ટ્રીય ઉદ્યાન

1). સુલ્તાનપૂર (પક્ષી)

2). કાલેસર

ઉત્તરપ્રદેશમાં આવેલા રાષ્ટ્રીય ઉદ્યાન

1). દૂધવા

બિહારમાં આવેલા રાષ્ટ્રીય ઉદ્યાન

1). વાલ્મીકિ

ઝારખંડમાં આવેલા રાષ્ટ્રીય ઉદ્યાન

1). બેટલા

મધ્યપ્રદેશમાં આવેલા રાષ્ટ્રીય ઉદ્યાન

1). સાતપુડા

2). વન-વિહાર

3). પન્ના

4). કાન્હા

5). ફોસિલ

6). પેંચ (ઇન્દિરા પ્રિયદર્શિની)

7). માધવ 

8). સંજય  

છત્તીસગઢમાં આવેલા રાષ્ટ્રીય ઉદ્યાન

1). ઇન્દ્રાવતી

2). ગુરુ ઘાસીદાસ (સંજય ગાંધી)

3). કાંગરે ઘાટી

રાજસ્થાનમાં આવેલા રાષ્ટ્રીય ઉદ્યાન

1). મરુદ્યાન

2). કેવલાદેવઘાના

3). રણથંભોર

4). સારીસ્કા

ગુજરાતમાં આવેલા રાષ્ટ્રીય ઉદ્યાન

1). ગીર

2). બેલ્કબક (કાળિયાર)

3). વાસંદા

4). મરીન

મહારાષ્ટ્રમાં આવેલા રાષ્ટ્રીય ઉદ્યાન

1). નડેગાંવ

2). ચંદૌલી

3). રડોવા

4). સંજયગાંધી (બોરીવલી)

5). ગુગામલ

6). પેંચ 

ગોવામાં આવેલા રાષ્ટ્રીય ઉદ્યાન

1). મહાવીર (મોલેન)

કર્ણાટકમાં આવેલા રાષ્ટ્રીય ઉદ્યાન

1). બાંદીપૂર

2). કુન્દ્રેમુખ

3). વાનેરાઘટ્ટા

4). રાજીવ ગાંધી (નાગર હોલ)

5). અંશી

કેરળમાં આવેલા રાષ્ટ્રીય ઉદ્યાન

1). અનામૂડી શોલા

2). સાઇલન્ટવેલી

3). પરિયાર

4). ઇરામ્બિકુલમ

6). પરામ્બીકુલમ શોલા

7). મુથીકેડમ શોલા

તામિલનાડુમાં આવેલા રાષ્ટ્રીય ઉદ્યાન

1). ગીન્ડી

2). ઇન્દિરા ગાંધી (અનામલાઈ)

3). મુદુમલાઈ

4). મન્નાર મેરીર

5). મુકર્થી  

આંધ્રપ્રદેશમાં આવેલા રાષ્ટ્રીય ઉદ્યાન

1). શ્રીવેંકેટેશ્વર

2). પાપીકોન્ડા

3). રાજીવગાંધી (રામેશ્વરમ)

તેલંગાણામાં આવેલા રાષ્ટ્રીય ઉદ્યાન

1). કાસું બ્રહ્માનંદ રેડ્ડી

2). મહાવીર હરિનાવનસ્થલી

3). મરુગાવની

ઓરિસામાં આવેલા રાષ્ટ્રીય ઉદ્યાન

1). ભીતરકણિકા

2). સિમલીપાલ

પશ્ચિમ બંગાળમાં આવેલા રાષ્ટ્રીય ઉદ્યાન

1). સિંહલીલા

2). જલદાપારા

3). બુકસા

4). નઓરાધાઇ

5). સુંદરવન 

6). ગોરુમારા

સિક્કિમમાં આવેલા રાષ્ટ્રીય ઉદ્યાન

1). કાંચનજંઘા

મેઘાલયમાં આવેલા રાષ્ટ્રીય ઉદ્યાન

1). નોકરેક

2). બાલફકમ

ત્રિપુરામાં આવેલા રાષ્ટ્રીય ઉદ્યાન

1). ક્લાઉડેડ લેપર્ડ 

2). બિસોન

નાગાલેન્ડમાં આવેલા રાષ્ટ્રીય ઉદ્યાન

1). ઈંટાકી

આસામમાં આવેલા રાષ્ટ્રીય ઉદ્યાન

1). ઓરંગ (રાજીવ ગાંધી)

2). માનસ

3). કાઝીરંગા

4). નારોમી

5). દિબ્રુ-સાઈકોવા

અરુણાચલ પ્રદેશમાં આવેલા રાષ્ટ્રીય ઉદ્યાન

1). મૌલિંગ

2). નામડફા

મણિપૂરમાં આવેલા રાષ્ટ્રીય ઉદ્યાન

1). કૈબુલ-લામજાઓ

આંદામાન-નિકોબાર દ્વીપસમૂહમાં આવેલા રાષ્ટ્રીય ઉદ્યાન

1). રાણી ઝાંસી મરીન

2). ગ્લાથિયા બે  

3). સેડલ પિક

4). માઉન્ટ હેરિપેટ

5). કેંમ્બલ બે  

6). મહાત્મા ગાંધી મરીન

Read more

👉 ભારતમાં આવેલા અભ્યારણ્ય
👉 ભારતમાં આવેલા ટાઈગર રિઝર્વ ક્ષેત્ર
👉 ગુજરાતમાં આવેલા અભ્યારણ્ય

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment

error: Content is protected !!