ઇતિહાસ એટલે શું? : ઇતિહાસ એટલે મનુષ્યો દ્વારા ભૂતકાળને કોઈ પણ લેખિત સ્વરૂપમાં સાચવી અને આવનારી પેઢીઓ ને જે તે સમયમાં બનલે ઘટનાઓથી માહિતગાર કરવા.
ઇતિહાસ લખવાની શરૂઆત : ઇ.સ પૂર્વે 5 મી સદીમાં ‘હેરોડોટટસ’ દ્વારા ઇતિહાસ લખવાની શરૂઆત કરવામાં આવી હતી. તેથી તેને ઈતિહાસના પિતા અથવા ઇતિહાસના જનક માનવમાં આવે છે.
હેરોડોટસ યૂનાન (ગ્રીક) ના પ્રથમ ઇતિહાસ કાર અને ભૂગોળવિદ્દ હતા. સંસ્કૃતમાં હેરોડોટસને હરિદત્ત તરીકે ઓળખવામાં આવે છે. તેમણે ‘હિસ્ટોરીકા’ નામના પુસ્તકની રચના કરી છે. આ હિસ્ટોરીકા પુસ્તક પરથી જ ‘હિસ્ટરી’ શબ્દ ઉદ્દભવ્યો હોવાની સંભાવના છે.
Table of Contents
ભારતનો પ્રમાણિત ઇતિહાસ
ભારતનો પ્રમાણિત ઇતિહાસ લખવાની શરૂઆત ઇ.સ પૂર્વે 4 થી સદીમાં મૌર્ય યુગના સમયમાં થઈ હતી.
તે સમયે કૌટલ્ય દ્વારા ‘ચાણક્ય નીતિ’ નામનું પુસ્તક લખ્યું જે મૌર્યકાળના અર્થશાસ્ત્ર પર આધારીત પ્રથમ પુસ્તક છે.
વિદેશી પ્રવાસી મેગેસ્થનીઝ દ્વારા ‘ઇન્ડિકા’ નામના પુસ્તકમાં પણ ભારતના ઇતિહાસના પુરાવા મળે છે.
ભારતના પ્રમાણિત ઇતિહાસના પિતા : 1). કૌટિલ્ય (ભારતીય) 2). મેગેસ્થનીઝ (વિદેશી)
ભારતનો ઇતિહાસ જાણવાના સાધનો
01). સિક્કાઓ :
સિક્કાઓના અભ્યાસને મુદ્રાશાસ્ત્ર (Numismatic) કહે છે. આ શાસ્ત્ર સિક્કાનો સમય, તેની લિપિ તેની ધાતુનું અધ્યયન કરી ઇતિહાસ તારવી આપે છે.
સિક્કાઓનું અધ્યયન કરતી વિજ્ઞાનની શાખા : ન્યૂમિસમેટીક્સ
સિક્કાઓ પરના પ્રતીકો અને ચિન્હોની મદદથી તત્કાલીન ઇતિહાસ જાણવા મળે છે. ઇ.સ પૂર્વે પાંચમી સદીમાં મળેલા સૌથી જૂના ‘પંચમાર્ક’ સિક્કાઓ ચાંદી અને તાંબાની બનાવટના હતા.
સૌથી વધારે સોનાના સિક્કા બનાવનાર રાજા કનિષ્ક હતા જે કુષાણ વંશના હતા.
સમુદ્રગુપ્તના સિક્કાઓમાં તે વીણા વાદનની મુદ્રામાં બેસેલા દર્શાવવામાં આવ્યા છે.
સૌપ્રથમ સિક્કાઓ પર લેખ લખવાનું કાર્ય ભારતીય-યુનાની શાસકોએ પ્રારંભ કર્યું.
2). અભિલેખો અને શીલાલેખો
શીલાલેખ અને અભિલેખ વચ્ચે તફાવત
શીલાલેખ : | અભિલેખ : |
કોઈ નિશ્વિત આકાર વગરના પથ્થર પર કોઈ આકૃતિ કે લખાણ લખવામાં આવે છે, જે પ્રમાણમાં મોટા હોય છે. | સપાટ દીવાલ પર લખવામાં આવે છે. જે પ્રમાણમાં નાના હોય છે. |
1). અભિલેખ અને શીલાલેખનો અધ્યયન કરતી વિજ્ઞાનની શાખા : એપ્રિગ્રાફિ 2). અભિલેખોની લિપિનું અધ્યયન કરતી વિજ્ઞાનની શાખા : પેલિયોગ્રાફિ 3). જ્યાં અભિલેખો સાચવવામાં આવે છે. તે જગ્યા : અભિલેખાગાર
સૌપ્રથમ ઇ. પૂર્વ 4 થી અને 5મી સદીમાં ઈરાનના રાજાઓ પોતાના કાર્યો પથ્થર પર કોતરાવતા હતા.
ભારતમાં શીલાલેખની શરૂઆત સમ્રાટ અશોક દ્વારા કરવામાં આવી એવું માનવામાં આવે છે.
ભારતમાં સૌથી જૂના શીલાલેખો અશોક કાલીન છે. અશોકના શીલાલેખો પ્રાકૃત ભાષામાં બ્રાહ્મી લિપિમાં છે. અશોકના ઉત્તર-પશ્ચિમ શિલાલેખો ખરોષ્ઠી લિપિમાં છે, જ્યારે અફઘાનિસ્તાનમાંથી મળી આવેલા શિલાલેખો એરેમાઇક (ગ્રીકલિપિ) માં છે.
ઇ.સ 1827માં જેમ્સ પ્રિન્સેસે અશોકના શીલાલેખોની બ્રાહ્મીલિપિને ઉકેલી આ લિપિ ડાબે થી જમણે જ્યારે ખરોષ્ઠી લિપિ જમણેથી ડાબે લખાતી.
અશોકના શીલાલેખોની સંખ્યા 25 થી વધુ છે.
અશોક સ્તંભ પર ઉત્કીર્ણ હરિષેનણ સમુદ્રગુપ્તની પ્રશસ્તિ સ્વરૂપે મળેલ અભિલેખ ‘પ્રયાગ’ અભિલેખ છે. બીજું ઉદાહરણ રાજા ભોજનો ગ્વાલિયર પ્રશસ્તિલેખ છે.
આ સિવાય કલિંગના રાજા ખારવેલનો હાથીગુફા અભિલેખ, ગૌતમીનો નાસિક ગુફા અભિલેખ, બંગાળના રાજા વિજયસેનનો દેવપાડા અને ચાલુક્ય રાજવી પુલિકેશ બીજાનો ઐહોલ અભિલેખ મહત્વનો ઐતિહાસિક સ્ત્રોત છે.
‘એશિયા માઇનોર’ એટેલે કે તુર્કીમાં આવેલ બોગઝકોઈ નામના સ્થળેથી વૈદિક દેવના મિત્ર, નાસત્ય, ઇન્દ્ર અને વરુણ નામનો ઉલ્લેખ ઇ.સ પૂર્વે 1400ના અભિલેખમાં મળે છે.
પર્સિપોલીસ અને બહિસ્તૃન અભિલેખો ભારત પર થયેલા ઈરાની આક્રમણની માહિતી આપે છે. ઈજિપ્તના તેલ-અલ-અમર્નામાંથી મળેલ માટીની તકતીઓ પણ ઈરાન અને ભારતના રાજાઓ જેવા બેબીલોન રાજાઓના નામ જોવા મળે છે.
અભિલેખ | શાસક |
---|---|
હાથી ગુફા અભિલેખ (તિથી રહિત અભિલેખ) : | કલિંગ રાજા ખારવેલ |
જુનાગઢ અભિલેખ : | રુદ્રદામન |
નાસિક અભિલેખ : | ગૌતમી બાલશ્રી |
પ્રયાગ સ્તંભાલેખ : | સમુદ્રગુપ્ત |
એહોલ અભિલેખ : | પુલિકેશ બીજો |
મન્ડસૌર અભિલેખ : | મલવા રાજા યશોવર્ધન |
ગ્વાલિયર અભિલેખ : | પ્રતિહાર રાજા ભોજ |
ભીતરી અને જૂનાગઢ અભિલેખ : | સ્કંદગુપ્ત |
દેવપાડા અભિલેખ : | બંગાળના શાસક વિજયસેન |
યાદરાખો :
01). ભારત પર હૂણોનુ આક્રમણ ભીતરી સ્તંભલેખ પરથી મળી આવે છે.
02). સતીપ્રથાનો પ્રથમ ઉલ્લેખ ભાનુગુપ્તના એરણ અભિલેખ પરથી મળે છે.
03). મૌર્યકાળમાં ભારતમાં પડેલ દુષ્કાળનો પ્રથમ ઉલ્લેખ સૌહગૌરા અભિલેખ પરથી મળી આવે છે.
04). ગુપ્તકાળમાં રેશમ વણકરોનો સંઘ મંદસૌર અભિલેખથી જાણી શકાય છે.
05). ગ્રીક રાજદૂત હેલિયોડોરસના વિદિશાના ગરુડ સ્તંભ પરથી મધ્યભારતમાં ભાગવત ધર્મનો વિકાસ જાણી શકાય છે.
એશિયાટીક સોસાયટી જે ભારતના પ્રાચીન દસ્તાવેજોનો અભ્યાસ કરનાર પ્રથમ સંસ્થા હતી એની સ્થાપના ઇ.સ 1784માં વિલિયમ જોન્સ દ્વારા બંગાળમાં કરવામાં આવી હતી.
03). વિદેશી યાત્રાળુ વર્ણન
ઇતિહાસનો પિતા ગણાતા હેરોડોટસે પોતાના ‘હિસ્ટોરિકા’ ગ્રંથમાં ભારત અને ફારસ વચ્ચેના સંબધોની માહિતી આપી છે.
સિકંદર સાથે ભારત આવેલા નિર્યાકસ, આનેસિકટસ અને આસ્ટોબુલસના વિવરણો પ્રમાણીત છે.
યુનાની ઇતિહાસકાર સેલ્યુકસ નિકેટરના રાજદુત મેગેસ્થનિસે ભારત વિષે ઇન્ડિકા નામનો ગ્રંથ લખ્યો છે. તેમાં તેણે ચંદ્રગુપ્ત મૌર્યની શાસન વ્યવસ્થા, ભારતની સમાજ વ્યવસ્થા, આને વેપાર વાણિજયની માહિતી આપી છે.
સિરીયાના રાજા એન્ટિઓકસે બિંદુસારના દરબારમાં ડાઇમેક્સને, ઈજિપ્તના ટોલ્મી ફિલેલ્ફસે અશોકના દરબારમાં ડાયોનિસિયસને રાજદૂત બનાવી મોકલ્યા.
ટોલમીનુ નેચરલ જીઓગ્રાફી (ભારતની ભૂગોળ) અને પ્લિનીનુ (નેચરલ હિસ્ટ્રી) ગ્રંથો મહત્વના છે.
કોઈ અજ્ઞાત લેખકે ભારતીય બંદરો વિષે ‘પેરીપ્લસ ઓફ ધી એરીથેનિયસ સી’ નામનો મહત્વનો ગ્રંથ ઇસ. 80માં હિન્દ મહાસાગરની યાત્રા વખતે લખ્યો છે.
ચીની યાત્રી ફાહિયાન ચંદ્રગુપ્ત બીજાના દરબારમાં આવેલો.
હ્યુ-આન-સાંગ સમ્રાટ હર્ષવર્ધનના સમયે ઇ.સ 630માં ભારત આવ્યો તેણે નાલંદા વિશ્વ વિદ્યાલયમાં બૌદ્ધગ્રંથોનો અભ્યાસ કર્યો. તેણે ભારતના પ્રવાસ વખતે પોતાનો વૃતાંત ‘સી-યુ-કી’ લખ્યો. જેમાંથી હર્ષકાલીન સમાજ, ધર્મ આને રાજ્યવ્યવસ્થાની માહિતી મળે છે.
સાતમી સદીમાં ઇત્સિંગ જળમાર્ગે ભારત આવેલો પ્રથમ ચીની વેપારી હતો. તેણે નાલંદા અને વિક્રમશીલા વિશ્વવિદ્યાલયોનુ વર્ણન આપ્યું છે.
અલ-બરુની મહમુદ ગઝની સાથે ભારત આવ્યો હતો. તેમણે ભારતના ધર્મ, દર્શન, ભૂગોળ, કાયદો અને રીતિ-રિવાજો પર વર્ણન કરતું ‘કિતાબ-ઉલ-હિન્દ’ અથવા ‘તહકીક-એ-હિન્દ’ લખ્યું.
મુહમ્મદ બિન તુઘલકના સમયમાં આવેલા ઇબ્ન બતૂતાએ ‘રિહલા’ નામનો યાત્રા વૃતાંત લખ્યો છે.
04). પ્રાચીન સ્મારકોનું વર્ણન
ઉત્તર ભારતનાં નાગરશૈલીનાં મંદિરો, દક્ષિણ ભારતનાં દ્રવિડશૈલીનાં મંદિરો અને દખ્ખણ નાં બેસર શૈલીનાં મંદિરો પ્રાચીન વાસ્તુકલાનાં અને મંદિર સ્થાપત્યનાં દસ્તાવેજો છે.
પંચાયતન પણ એક મંદિર સ્થાપત્ય કળાની શૈલી છે.
સ્તુપો, ચૈત્યો, વિહરોનો વિસ્તાર દક્ષિણ-પૂર્વ, એશિયા અને મધ્ય એશિયાના વિસ્તારો સુધી જોવા મળે છે. જાવામાં બંધાયેલ બોરોબુદુરનું મંદિર તેનો પુરાવો છે.
મુર્તિકલામાં ગાંધાર શૈલી અને મથુરા શૈલી સર્વશ્રેષ્ઠ છે. સાંચી, અમરાવતી, ભારહુત અને બોધગયામાં મળેલી મુર્તિમાં કલાનો વિકાસ દેખાય છે.
05). સાહિત્ય અને ઐતિહાસિક ગ્રંથો
પ્રાચીન ભારતીય ઇતિહાસનાં નિર્માણમાં સાહિત્યિક આધારસામગ્રીનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. સાહિત્યિક સામગ્રીથી સમકાલીન ભારતની સામાજિક, રાજકીય, ધાર્મિક તથા આર્થિક સ્થિતિ વિશે પર્યાપ્ત જાણકારી મળે છે.
આ સામગ્રી બે ભાગમાં વહેંચી શકાય છે.
1). ધાર્મિક સાહિત્ય
2). ધર્મેતર સાહિત્ય
A). ધાર્મિક સાહિત્ય
ધાર્મિક સાહિત્યમાં એવા ગ્રંથો આવે છે જે કોઈ ધર્મ-વિશેષથી પ્રભાવિત હોય. ધાર્મિક સાહિત્યમાં વૈદિક સાહિત્ય, જૈન સાહિત્ય તથા બૌદ્ધ સાહિત્યનો સમાવેશ થાય છે.
વૈદિક સાહિત્ય : ‘વેદ’ શબ્દની ઉત્પતિ સંસ્કૃતની “વિદ” ધાતુમાંથી થયેલી છે. જેનો શાબ્દિક અર્થ ‘જાણવુ’ એવો થાય છે. એવું માનવમાં આવે છે કે વેદો અપૌરૂષેય છે.
અપૌરૂષેય એટલે તેની રચના કોઈ વ્યક્તિએ નથી કરી, પરંતુ તે દૈવીય-પ્રદત્ત આચારસંહિતા
વેદનો પ્રચાર એક પેઢીમાંથી બીજી પેઢીમાં કંઠસ્થ કરીને કરવામાં આવતો હતો. આથી વેદોને ‘શ્રુતિ’ પણ કહેવામા આવે છે.
પ્રારંભિક આર્યો વિશે જાણકારી મેળવવા માટે વેદો એકમાત્ર પ્રમાણિક સ્ત્રોત છે. વેદોમાં આર્યોનું ભારતમાં આગમન, તેમનો પ્રસાર તથા દાર્શનિક આધાર વિશે વિસ્તૃત વર્ણન છે.
વૈદિક સાહિત્ય એટલે વેદો પર આધારીત સાહિત્ય જેમાં ચાર વેદો (ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ), બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યકો, ઉપનિષદો, વેદાંગો, સ્મૃતિગ્રંથો, મહાકાવ્યો, પુરાણો, ઉપવેદો, સૂત્ર સાહિત્ય વગેરેનો સમાવેશ થાય છે.
પુરાણો અર્ધ-ઐતિહાસિક ગ્રંથો છે. ભાગવતપુરાણ, મત્સ્યપુરાણ, વિષ્ણુપુરાણ અને ગરુડપુરાણ અગત્યના છે. મત્સ્યપુરાણ સૌથી પ્રાચીન અને પ્રમાણિક ગ્રંથ છે.
ઉપનિષદોની સંખ્યા 100થી વધારે છે. તેને વેદાંત કહે છે. કઠ, કેન, માંડુક્ય અને મુંડક જેવા ઉપનિષદો ઐતિહાસિક રીતે મહત્વપૂર્ણ છે.
ઉત્તર વેદિક કાળ ઇ.સ પૂર્વે 600 વર્ષ સુધી ગણાય છે. આ સમયગાળામાં ધર્મ અને ગૃહ સૂત્ર, જૈન અને બૌદ્ધ સાહિત્યની રચના થઈ છે.
બૌદ્ધ સાહિત્યમાં ત્રણ ગ્રંથો (ત્રિટપકો) મહત્વપૂર્ણ છે.
1). સુત્તપીટક : બુદ્ધનાં પ્રારંભિક જીવનની ચર્ચા
2). વિનયપીટક : બૌદ્ધ સાધુ અને સાધ્વીઓ માટેનાં નિયમોનો સમાવેશ
3). અભિધમ્મપીટક : બૌદ્ધ તત્વજ્ઞાન જોવા મળે છે.
બોદ્ધ સાહિત્યમાં જાતકકથાનું તત્વજ્ઞાન મહત્વનું છે. જેમાં બુદ્ધનાં 500 પૂર્વ જન્મોનું વર્ણન છે.
જૈન ધર્મનું સાહિત્ય ‘આગમ ગ્રંથો’ કહેવાય છે. જૈન ધર્મનો આરંભિક ઇતિહાસ કલ્પસૂત્રમાંથી મળે છે. આ ગ્રંથમાં 24 તીર્થકરોનાં ઉપદેશોની તત્વજ્ઞાનપૂર્ણ ચર્ચા છે. આ ગ્રંથોનું સંકલન મૌર્યકાળમાં અને બીજું સંકલન ઇ.સ 6ઠ્ઠી સદીમાં વલભીમાં થયું હતું.
ચાર વેદો :
1). ઋગ્વેદ
પ્રાચીન ભારતની જાણકારી માટેનો આધારભૂત ગ્રંથ ઋગ્વેદ છે. જે સૌથી જૂનું ધાર્મિક સાહિત્ય છે. તેનો રચનાકાળ ઇ.સ પૂર્વે 1500 થી ઇ.સ પૂર્વે 1000 નો ગણાય છે. આ ગ્રંથમાં 1028 સુકતો, 10 મંડલ અને 104062 ઋચાઓ છે. ઋચાઓનું ગાન કરનાર ઋષિને ‘હોર્તુ’ કહે છે. સૂર્ય અને સાવિત્રીને સમર્પિત ઋગ્વેદનાં ત્રીજા મંડલની રચના વિશ્વામિત્ર દ્વારા થઈ. ઋગ્વેદનાં 10 માં મંડલનાં ‘પુરુષ સૂક્ત’ મુજબ વર્ણ વ્યવસ્થા (બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર) નો પ્રથમ ઉલ્લેખ છે.
ઋગ્વેદ પછીના સમયગાળાને ‘ઉત્તર ઋગ્વેદકાળ’ કહે છે. ઋગ્વેદ પછી ક્રમશ: યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદની રચના થઈ.
2). યજુર્વેદ :
વૈદિક મંત્રોનાં રાગ અને સ્વરોનાં નિયમોનું સંકલન યજુર્વેદમાં મળે છે. જેના ગાન કરનાર ઋષીને ‘અધ્વર્ય’ કહે છે. આ વેદ ગદ્ય અને પદ્યમાં રચાયો છે.
3). સામવેદ :
ભારતીય સંગીતની ગંગોત્રી સામવેદ છે, તેમાં ગાય શકાય તેવી ઋચાઓનું સંકલન છે, જેનું ગાન કરનાર ઋષીને ‘ઉદ્રાતૃ’ કહે છે. આ વેદને ભારતીય સંગીતનાં જનક માનવામાં આવે છે.
4). અથર્વવેદ
અથર્વાં ઋષિ દ્વારા રચિત આ વેદમાં રોગ નિવારણ, તંત્ર-મંત્ર, જાદુ ટોણા, વશીકરણ, આશીર્વાદ, ઔષધી, વિવાહ, પ્રેમ સંબધો જેવા વિવિધ વિષયો સાથે સંબધિત મંત્રોનો સમાવેશ થાય છે. આ વેદમાં સભા અને સમિતિને પ્રજાપતિનાં બે પુત્રો ગણાવ્યા છે.
B). ધર્મેતર સાહિત્ય :
સ્મૃતિગ્રંથો, સંહિતાઓ, નાટકો અને ઇતિહાસનાં ગ્રંથોનો સમાવેશ થાય છે. ‘મનુસ્મૃતિ’ પ્રાચીન ભારતનો પ્રથમ કાયદાગ્રંથ છે.
અર્થશાસ્ત્રમાં કૌટિલ્યનું અર્થશાસ્ત્ર 180 પ્રકરણોમાં વિભાજિત છે, જે મૌર્યકાલીન રાજ્યવહીવટની આધારભૂત માહિતી આપે છે.
પાણીનીએ રેચલ ‘અષ્ટાધ્યાયી’ સંસ્કૃત વ્યાકરણનો સૌથી પ્રાચીન ગ્રંથ ગણાય છે. જેમાં પૂર્વ મૌર્યકાલીન ઇતિહાસની જાણકારી મળે છે.
‘દિધનિકાય’, ‘અંગુત્તરનિકાય’ અને ‘મજ્જિમનિકાય’ મહત્વપૂર્ણ બૌદ્ધ ગ્રંથો છે.
કાલિદાસના સંસ્કૃત નાટકો અભિજ્ઞાનશાકૂન્તલમ, મેઘદૂતમ અને ઋતુસંહાર માંથી ગુપ્તકાલીન સમાજ જીવનનિ જાણકારી મળે છે.
મહાકવિ ભાસ અને શુદ્રકનાં નાટકો ગુપ્તકાલીન સામાજિક પરિસ્થિતી અંગે માહિતી આપે છે.
ભારતનો સૌપ્રથમ આધારભૂત ઇતિહાસ સંસ્કૃત ભાષામાં બારમી સદીમાં કશ્મીરનાં કવિ કલ્હણે ‘રાજરંગિણી’ નામનો ઐતિહાસિક ગ્રંથ લખ્યો, જેમાં કાશ્મીરનાં ઇતિહાસનિ આધારભૂત માહિતી મળે મળે છે.
પુષ્યભૂતિ વંશનાં સમ્રાટ હર્ષનાં રાજકવિ બાણભટ્ટે ‘હર્ષચરિત (હર્ષનું જીવનચરિત્ર)’ રચ્યું, જેમાંથી સામાજિક અને રાજયકીય જીવનની માહિતી મળે છે.
આ પણ વાંચો :