Maurya Yug in Gujarati : અહીં મૌર્ય યુગની સંપૂર્ણ જાણકારી આપવામાં આવી છે. જેમાં ચંદ્રગુપ્ત મૌર્ય, બિંદુસાર, સમ્રાટ અશોક અને મૌર્ય યુગની શાસન વ્યવસ્થા વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે.
Table of Contents
Maurya Yug in Gujarati
સમયગાળો : | ઇ.સ પૂર્વે 321 થી 297 |
સ્થાપક : | ચંદ્રગુપ્ત મૌર્ય |
અંતિમ શાસક : | બૃહદ્રથ |
મૌર્યયુગની જાણકારીના સ્ત્રોત
મૌર્ય વંશનીના ઇતિહાસને જાણવા માટે બે પ્રકારના સાધન મળે છે. 1). સાહિત્યિક 2). પુરાતત્ત્વિય
1). સાહિત્યિક :
> કૌટિલ્ય રચિત અર્થશાસ્ત્ર
> ગ્રીક લેખક મેગેસ્થનિસ કૃત ‘ઇન્ડિકા’
> વિશાખાદત્ત રચિત મુદ્રારાક્ષસ
> કલ્હન કૃત રાજતરંગિણી
> આ ઉપરાંત ‘મહાવંશ’ અને ‘દીપવંશ’ જેવા બૌદ્ધ ધર્મગ્રંથો અને ‘કમ્મસૂત્ર’ તથા અન્ય જૈન ગ્રંથો પણ આ યુગની ઐતિહાસિક માહિતી આપે છે.
2). પુરાતત્ત્વિય :
> પુરાતત્ત્વિય સાધનોમાં મૌર્ય રાજાઓએ બંધાવેલા સ્તૂપ, વિહારો અને ગુફાઓની દીવાલો ઉપરના અભિલેખો મહત્વના છે. અભિલેખો પૈકી સમ્રાટ અશોકના 14 મુખ્ય શિલાલેખ તથા અન્ય ગૌણ શિલાલેખ વિશેષ મહત્વના છે. સ્તુપો અને વિહારો ઉપરનાં ચિત્રો ઉપરથી પણ મૌર્યયુગ વિશેની સામાજિક-સાંસ્ક્રુતિક માહિતી તારવી શકાય છે.
ગુજરાતનો પ્રમાણિત ઇતિહાસ મૌર્યકાળથી ગણાય છે.
મૌર્ય યુગના મહાન શાસક
1). ચંદ્રગુપ્ત મૌર્ય
2). બિંદુસાર
3). સમ્રાટ અશોક
ચંદ્રગુપ્ત મૌર્ય
> ભારતના ઐતિહાસિક મૌર્ય યુગની સ્થાપના ઇ.સ પૂર્વ 322માં ગુરુ ચાણક્ય (કૌટિલ્ય) ની મદદથી ચંદ્રગુપ્ત મૌર્યએ કરી હતી.
> ચંદ્રગુપ્ત મૌર્યએ મગધની રાજગાદી પર નંદવંશના ધનાનંદની હત્યા કરી મૌર્યવંશની સ્થાપના કરી હતી.
> ચંદ્રગુપ્ત મૌર્યએ ઇ.સ પૂર્વ 297 સુધી શાસન કર્યું હતું.
> પુરાણો ચંદ્રગુપ્તને ‘શુદ્ર’ ગણે છે, જ્યારે બૌદ્ધ અને જૈન ગ્રંથોમાં તેને ‘ક્ષત્રિય’ ગણવામાં આવ્યો છે.
> ઇ.સ પૂર્વે 305માં સેલ્યુક્સ નિકેતર મોટા લશ્કર સાથે પંજાબમાં પ્રવેશ કર્યો હતો. આ સમયે પંજાબના નાના રાજ્યો મૌર્ય સામ્રાજ્યનો જ ભાગ હતો. ચંદ્રગુપ્તે મૌર્ય સામ્રાજ્યના એ ભાગનું રક્ષણ કરવા સેલ્યુક્સનો સફળ સામનો કર્યો અને સેલ્યુકસને સંધિ કરવાની ફરજ પાડી.
> સંધિ સ્વરૂપે સેલ્યુકસને હાલના અફઘાનિસ્તાનના ઘણાખરા પ્રદેશો ચંદ્રગુપ્તને આપવા પડયા. આમ આ વિજયથી મૌર્ય સામ્રાજ્યની સીમા છેક અફઘાનિસ્તાન સુધી ફેલાઈ.
> સેલ્યુકસ ચંદ્રગુપ્તથી પ્રભાવતી થતાં તેણે તેની પુત્રી હેલનને ચંદ્રગુપ્ત સાથે પરણાવી હતી.
> ચંદ્રગુપ્તે સેલ્યુક્સને 500 હાથીની ભેટ આપી.
> ચંદ્રગુપ્ત અને સેલ્યુકસ વચ્ચેના યુદ્ધનું વર્ણન ગ્રીક ઇતિહાસકાર ‘એપિયાનસે’ કર્યું છે.
> ચંદ્રગુપ્ત તથા સેલ્યુક્સ વચ્ચે સંધિ થઈ જતાં સેલ્યુકસે પોતાનો રાજદૂત મેંગેસ્થનીસ ને ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં રાખ્યો હતો.
> મેંગેસ્થનીસએ ‘ઇન્ડિકા’ નામનું પુસ્તક લખ્યું હતું.
> ચંદ્રગુપ્ત પાસે 6 લાખનું સૈન્ય હતું તેનાથી તેમણે પૂરા ભારત પર જીત મેળવી હતી.
> તેના સમયમાં મગધમાં 12 વર્ષનો દુકાળ પડયો હતો.
> ગુજરાતમાં પણ ચંદ્રગુપ્ત મૌર્યનું શાસન હતું તેમનું ગુજરાતમાં પાટનગર ગિરિનગર (જુનાગઢ) હતું.
> ચંદ્રગુપ્ત મૌર્યએ ગુજરાતમાં પોતાના સુબા તરીકે પુષ્પગુપ્ત વૈશ્યની નિમણૂક કરી હતી.
> પુષ્પગુપ્તે ગિરી ઉજર્જયંત (ગિરનાર) માંથી નીકળતી સુવર્ણર સિકતા (સોનરેખા) નદી પર બંધ બાંધ્યો. આ સરોવરનું નામ ‘સુદર્શન સરોવર’ રાખ્યું.
> ચંદ્રગુપ્તે બિંદુ સારને રાજ્ય સોંપી જૈન મુનિ ભદ્રબાહુ પાસે જૈન ધર્મની દિક્ષા લીધી અને જીવનના અંતિમ દિવસોમાં ચંદ્રગુપ્ત મૌર્યએ શ્રવણ બેલગોડા (કર્ણાટક) માં કાયા કલેશ (અનશન કરી દેહત્યાગ) કર્યો. જેને જૈન ધર્મમાં સલ્લેખના (સંથારા) પદ્ધતિ કહેવાય છે.
એરિયન તથા પ્લુટાર્કે ચંદ્રગુપ્તને “એન્ડ્રોકોટસ" કહ્યા તથા સ્ટ્રેબોએ “સેન્ડ્રોકોટસ” કહ્યું છે અને સર વિલિયમ જોન્સે જ પ્રમાણિત કર્યું કે એન્ડ્રોકોટસ તથા સેન્ડ્રોકોટસ એ જ ચંદ્રગુપ્ત મૌર્ય છે.
બિંદુસાર
> ચંદ્રગુપ્તનો પુત્ર બિંદુસાર ઇ.સ પૂર્વે 298માં સત્તા સ્થાને આવ્યો.
> યુનાનીઓ (યવન-ગ્રીક) બિંદુસારને ‘અમિત્રચેટ્સ’ કહેતાં જેનું સંસ્કૃતમાં ‘અમિત્રઘાત’ થયું. તેનો અર્થ શત્રુઓનો નાશ કરનાર થાય છે. જૈન ગ્રંથોમાં તેને ‘સિંહસેન’ તરીકે ઓળખવામાં આવે છે.
> બિંદુસારને વાયુપુરાણમાં ‘મદ્રસાર’ કહ્યા છે.
> બિંદુસાર આજીવક સંપ્રદાયમાં વિશ્વાસ કરતો હતો. તેમજ આજીવક સંપ્રદાયના જ્યોતિષ પિંગલવત્સ તેમના રાજદરબારમાં બિરાજમાન હતા.
> ઈજિપ્તના રાજા ટોલેમી-2 ફિલાડેલ્ફિયસે પોતાના રાજદૂત તરીકે ડાયનોસિયસને બિંદુસારના દરબારમાં મોકલ્યો હતો.
> સિરીયાના રાજા એન્ટિયોક્સે તેના દરબારમાં ડાયમેક્સ નામનો રાજદૂત મોકલ્યો હતો.
> બિંદુસારના સમયે રાજ્યવહીવટના કાજે ચાણક્ય, ખલ્લાટક અને રાધાગુપ્ત જેવા મંત્રીઓ હતા.
> તેના શાસન સમયે મૌર્ય સામ્રાજ્યમાં પાંચ પ્રાંતોની પાંચ રાજધાની હતી. અશોક ઉજ્જૈન પ્રાંતનો વડો હતો. તેનો મોટો પુત્ર સુશીમ તક્ષશિલા પ્રાંતનો વડો હતો.
> તક્ષશિલા પ્રાંતમાં વિદ્રોહ દબાવવા માટે પહેલા સુશીમ અને તેના પછી અશોકને મોકલવામાં આવ્યો.
સમ્રાટ અશોક
> બિંદુસારનો ઉત્તરાધિકારી અશોક ઇ.સ પૂર્વે 269માં મગધની રાજગાદી પર બેસ્યો. એ સમયે તે અવંતી (ઉજ્જૈન) નો રાજ્યપાલ હતો.
> માસ્કી અને ગુર્જરા અભિલેખમાં અશોકનું નામ ‘અશોક’ તરીકે મળી આવે છે.
> ગુજરાતમાં જુનાગઢ (ગીરીનગર) અભિલેખમાં અશોકને ‘દેવનામપ્રિય તથા દેવનામ પિયદસ્સી’ ઉપાધિઓથી વર્ણવેલ છે.
> અશોકની એક રાણીનું નામ ‘કારુવાકી’ હતું. બીજી રાણીનું નામ પદ્દમાવતીના પુત્રનું નામ કૃણાલ અને પૌત્રનું નામ સંપ્રતિ હતું.
> ઇ.સ 261 માં કલિંગ યુદ્ધ થી તેમનું હદય પરીવર્તન થયું અને ઉપગુપ્ત દ્વારા બુદ્ધ ધર્મની દિક્ષા લીધી. અને બૌદ્ધ ધર્મના સિદ્ધાંતોનો પ્રચાર-પ્રસાર કર્યો.
> કલિંગના યુદ્ધનો ઉલ્લેખ અશોકના 13માં શિલાલેખમાં છે આ યુદ્ધ બાદ રાજ્ય વિસ્તારની નીતિનો ત્યાગ કાર ‘ધમ્મવિજય’ નો માર્ગ સ્વીકાર્યો.
> અશોક બૌદ્ધ ધર્મનો અનુયાયી છતાં તેણે તમામ ધર્મોને સમાન મહત્વ આપ્યું. તેણે આજીવિકો માટે બરાબરની પહાડીઓમાં ગુફાઓનું નિર્માણ કરાવ્યુ.
> તેણે પ્રજામાં નીતિમત્તાના પ્રચાર માટે ‘ધર્મમહામાત્ર’ નામના અધિકારીઓની નિમણૂક કરી હતી.
> અશોકે રાજયની પ્રજા ક્રોધ, ઈર્ષા, હિંસા જેવા દૂષણોથી દૂર રહે તે માટે સામાજિક મેળાવડા બંધ કરાવ્યા, પશુઓની હત્યા બંધ કરાવી, પશુ શિકાર પર પ્રતિબંધ મુકાવ્યો.
> અશોકે બૌદ્ધ ધર્મના પ્રચાર માટે પોતાના પુત્ર મહેંદ્ર અને પુત્રી સંઘમિત્રાને શ્રીલંકા મોકલ્યા.
> રાજતરંગિણી અનુસાર અશોક કશ્મીર પર વિજય પ્રાપ્ત કરનાર પ્રથમ સમ્રાટ હતો અને તેણે શ્રીનગર વસાવ્યું હતું.
> નેપાળમાં દેવપત્તન નામે નગર અશોકે વસાવ્યું હતું.
> ભારતમાં શિલાલેખની શરૂઆત સર્વપ્રથમ અશોકે કરી છે.
> અશોકના શિલાલેખ મુજબ ‘પ્રજા રાજાના બાળક સમાન છે અને રાજા તમામના સુખની કામના કરે છે’
> ગુજરાતમાં અશોકના સુબા તરીકે તુષાષ્ક હતો. તેને ખેતીવાડીને ઉતેજન આપવા સુદર્શન તળાવમાંથી નહેરની વ્યવસ્થા કરી હતી.
અશોકના શિલાલેખ
> સમ્રાટ અશોકે 14 શિલાલેખ કોતરાવ્યા હતા. આ 14 શિલાલેખ એટલે 14 ધર્મ આજ્ઞાઓ કોતરાવી હતી. જેને 14 શિલાલેખ કહેવાય છે.
> અશોકના શિલાલેખોમાં બ્રાહ્મી, ખરોષ્ઠી, ગ્રીક અને અસમાઇક લિપિનો પ્રયોગ થયો છે.
> ગુજરાતમાં જુનાગઢમાં સમ્રાટ અશોકનો શિલાલેખ આવેલા છે. જેની લિપિ બ્રાહ્મી તથા ભાષા પ્રાકૃત છે.
> આ શિલાલેખની શોધ ઇ.સ 1822માં કર્નલ ટોડે કરી હતી.
> શિલાલેખની લિપિ ઉકેલવામાં સૌપ્રથમ સફળતા જેમ્સ પ્રિન્સેપને ઇ.સ 1837માં મળી હતી. ત્યાર બાદ તેમાં સુધાર વધારા કરી તેની શુદ્ધપ્રત ભગવાનલાલ ઇન્દ્રજીએ તૈયાર કરી હતી.
> અશોકનો સાતમો શિલાલેખ સૌથી લાંબો છે.
અશોકના શિલાલેખ અને તેમાં આપેલ વિષય
પ્રથમ શિલાલેખ | પશુબલીની નિંદા કરવામાં આવી છે. |
બીજો શિલાલેખ | અશોક દ્વારા કરવામાં આવેલ મનુષ્ય અને પશુઓની ચીકીત્સા વ્યવસ્થાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. |
ત્રીજો શિલાલેખ | દર પાંચ વર્ષે રાજ્યના અધિકારીઓ પ્રાંતની મુલાકાત લેશે |
ચોથો શિલાલેખ | આમાં ભેરી ઘોષની જગ્યાએ ધમ્મ ઘોષની ઘોષણા કરવામાં આવી છે. |
પાંચમો શિલાલેખ | પ્રજામાં નીતિમત્તાના પ્રચાર માટે ‘ધર્મમહાપાત્ર’ નામના અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. |
છઠ્ઠો શિલાલેખ | આત્મ નિયંત્રણ સંબધિત જ્ઞાન આપવામાં આવ્યું છે. |
સાતમો તથા આઠમો શિલાલેખ | અશોકની તીર્થ યાત્રાઓની જાણકારી આપવામાં આવી છે. |
નવમો શિલાલેખ | ભેટ તથા શિષ્ટાચારનો ઉલ્લેખ |
દસમો શિલાલેખ | આમાં આદેશ આપવામાં આવ્યો છે કે રાજા અને ઉચ્ચ અધિકારીઓ હંમેશા પ્રજાના હિતમાં કાર્ય કરે. |
અગિયારમો શિલાલેખ | ધમ્મ ની વ્યાખ્યા |
બારમો શિલાલેખ | સ્ત્રીને સ્વતંત્રતા તથા સન્માન |
તેરમો શિલાલેખ | કલિંગ યુદ્ધ બાદ અશોકનું હદય પરીવર્તન |
ચૌદમો શિલાલેખ | અશોક દ્વારા પ્રજાને ધાર્મિક જીવન જીવવા પ્રેરિત |
મૌર્યકાળની શાસન વ્યવસ્થા
> મૌર્ય કાળમાં મંત્રી પરિષદ હતી પણ અંતિમ નિર્ણય રાજાનો રહેતો.
> કૃષિ વિભાગને સિતા કહેવામા આવતું અને તેનો વડો સિતાધ્યક્ષ કહેવાતો.
> કર્મચારીઓમાં કે અધિકારીઓમાં ‘સમાહર્તા’ નું પદ અગત્યનું હતું. જિલ્લાના વહીવટી તંત્રના વડા તરીકે તેનું સ્થાન હતું. સમાહર્તાનું કાર્ય મહેસૂલ ઉઘરાવવાનું અને કાયદો-વ્યવસ્થાનું પાલન કરાવવાનું હતું. (વર્તમાનમાં જિલ્લા કલેકટરની સમકક્ષ)
> વર્તમાનમાં દિવાની અને ફોજદારી અદાલતો છે તેવી રીતે મૌર્યકાળમાં ક્રમશ: ‘ધર્મસ્થિય અને કંટકશોધન’ નામની બે અદાલતો જોવા મળે છે. જેના ન્યાયધીશોને ‘રાજુક’ કહેવામા આવતા.
> પોલીસ વિભાગનો સર્વોચ્ચ અધિકારી ‘દંડપાલ’ હતો.
> આજે જેને આપણે પાસપોર્ટ વિભાગ કહીએ છીએ તેવા એક વિભાગને મૌર્ય યુગમાં “મુદ્રા” નામે ઓળખાતો.
> કેન્દ્રિય રાજધાની સિવાયના ચાર પ્રાંતોના વહીવટી વડા તરીકે રાજકુમારો નીમવામાં આવતા જેને ‘કુમાર’ કે ‘આર્યપુત્ર’ અથવા ‘રાષ્ટ્રિક’ તરીકે ઓળખવામાં આવતા.
> પ્રશાસનનો સૌથી નાનો એકમ ગ્રામ હતો જેનો વડો ગ્રામિક કહેવાતો.
મૌર્ય સામ્રાજયની રાજધાની અને ચાર પ્રાંત
કેન્દ્રિય રાજધાની : | પાટલીપુત્ર |
ઉત્તર-પશ્ચિમ ભારતની રાજધાની : | તક્ષશિલા |
દક્ષિણ ભારતની રાજધાની : | સુવર્ણગિરિ |
પૂર્વ ભારતની રાજધાની : | તોસાલી |
પશ્ચિમી ભારતની રાજધાની : | ઉજ્જૈન |
મૌર્ય સામ્રાજ્યનો અંત
> સંપ્રતિ પછી મૌર્ય વંશીય રાજાઓનુ શાસન ગુજરાતમાં ક્યાં સુધી રહ્યું તેનો ઉલ્લેખ મળતો નથી.
ગિરનાર પરનું મહાવીર મંદિરનું સ્થળ ‘સંપ્રતિની ટૂંક’ તરીકે ઓળખવામાં આવે છે.
> બૃહદથ અંતિમ મૌર્ય રાજા હતો, પરંતુ તેનું ગુજરાતમાં શાસન હોવાનું કોઈ પ્રમાણ મળતું નથી.
> બૃહદર્થ ની હત્યા તેના સેનાપતિ પુષ્પમિત્ર શૃંગે કરી અને તેને શૃંગ વંશની સ્થાપના કરી (ઇ.સ પૂર્વે 185) તની રાજધાની વિદિશા હતી.
મૌર્યવંશની વંશાવલી
1). ચંદ્રગુપ્ત મૌર્ય (સ્થાપક)
2). બિંદુસાર
3). અશોક
4). કૃણાલ
5). સંપ્રતિ
6). શાલીશુક
7). દેવવર્મન
8). શતધન્વા
9). બૃહદ્રથ (મૌર્ય વંશ છેલ્લો રાજા)
આ પણ વાંચો