Gujarat ma avela bridge : અહીં ગુજરાતમાં આવેલા જાણીતા બ્રિજ વિશે માહિતી આપવામાં આવી છે. જે તમને તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી સાબિત થશે.
Table of Contents
ગુજરાતમાં આવેલા બ્રિજ (પુલ)
1). એલિસબ્રિજ
2). દાંડી પુલ
3). ગોલ્ડન બ્રિજ
4). હોપ પુલ
5). પાડા પુલ
એલિસબ્રિજ
>> એલિસબ્રિજનું નિર્માણ ઇ.સ 1887માં અંગ્રેજ અધિકારી સર બેરો એલિસે કરાવ્યુ હતું. અને તેના નામ પરથી આ પુલનું નામ રાખવામા આવ્યું છે.
>> આ પુલ અમદાવાદનો પ્રથમ પુલ છે.
>> એલિસબ્રિજને લક્કડિયા પુલ તરીકે પણ ઓળખાવમાં આવે છે.
>> વર્તમાનમાં આ પુલ સ્વામી વિવેકાનંદ બ્રિજ તરીકે ઓળખાય છે.
દાંડી પુલ
>> આ પુલનું નિર્માણ 20મી સદીની શરૂઆતમાં અમદાવાદમાં સાબરમતિ આશ્રમ પાસે ચંદ્રભાગા નદી પર થયેલું છે.
>> મહાત્મા ગાંધી દાંડીયાત્રા વખતે આ પુલ ઉપરથી પસાર થયા હતા. જેની યાદમાં આ પુલ ‘દાંડીપુલ’ તરીકે ઓળખાય છે.
ગોલ્ડન બ્રિજ
>> આ પુલ ઇ.સ 1881માં ભરુચ શહેર પાસે નર્મદા નદી ઉપર અંગ્રેજો દ્વારા બાંધવામાં આવ્યો હતો.
>> નર્મદા નદીના પટની પહોળાઈ તેમજ ઊંડે સુધીના કાંપને કારણે બ્રિજનું નિર્માણ ખૂબ મુશ્કેલ હતું અને બાંધકામમાં ઘણો ખર્ચ થયો હોવાથી તેનું નામ ગોલ્ડન બ્રિજ રાખવામા આવ્યું.
હોપ પુલ
>> આ પુલ ગુજરાતનો સૌથી જૂનો અને પ્રથમ પુલ છે.
>> હોપ પુલનું નિર્માણ ઇ.સ 1877માં સુરત શહેરમાં તાપી નદી ઉપર થયું છે.
>> આ પુલનું નામ તત્કાલીન અંગ્રેજ અધિકારી મિસ્ટર હોપના નામ પરથી પડ્યું હતું.
પાડા પુલ
>> લોકો અને માલસામાનની અવરજવર સરળ બનાવા માટે મોરબીના રાજવી વાઘજી ઠાકોર બીજાએ ઇ.સ 1880માં મચ્છુ નદી પર આ પુલનું નિર્માણ કરાવ્યુ હતું.
>> રાણી વિકટોરિયાને મળેલા બિરુદની સ્મૃતિમાં આ પુલનું નામ કૈસરે-હિંદ રાખવામા આવ્યું હતું.
>> આ પુલની અને શહેરની શોભા વધારવા માટે યુરોપમાં બનાવેલા કાંસાના આખલાના પૂતળા મૂકવામાં આવ્યા હતા પરંતુ સ્થાનિક લોકોને કદાચ આખલા અને પાડામાં બહુ ફેર ન જણાયો હોઈ તેને પાડા ગણીને આ પુલનું નામ પાડા પુલ પાડયું. જે હાલમાં પણ પ્રચલિત છે.
Read more