Join our WhatsApp group : click here

ગુજરાતમાં પશુ સંપતિ

Gujarat ma pashu sanpati : અહીં ગુજરાતની પશુ સંપતિ વિશે માહિતી આપવામાં આવી છે. આપેલ માહિતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાને ધ્યાનમાં લઈને તૈયાર કરવામાં આવી છે.

ગુજરાતમાં પશુ સંપતિ

પશુધનની દ્રષ્ટિએ ગુજરાત ભારતમાં 10 ક્રમે છે.

ગુજરાત દેશના કુલ પશુધનના 5.30% પશુધન ધરાવે છે.

દર 100 વ્યક્તિએ પશુધન ગુજરાતમાં 42 અને ભારતમાં 47 છે.

ગુજરાતના કુલ પશુધનમાં ગાયો, ભેંસો, બકરા, ઘેટાં, ઊંટ, ઘોડા, ટટ્ટુઓ, ખચ્ચર, ગધેડા અને ડુક્કરનો સમાવેશ થાય છે.

દેશની કુલ ભેંસોની 9.55% ભેંસો ગુજરાતમાં છે.

ગાય

ગુજરાતમાં ગાયની મુખ્ય ત્રણ જાત જવા મળે છે.

1). કાંકરેજી ગાય

કાંકરેજી ગાય મોટા ભાગે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને અમદાવાદમાં જોવા મળે છે.

કાંકરેજી ગાયના સંવર્ધન કેન્દ્રો

> ભુજ (કચ્છ)

> માંડવી (સુરત)

> થરાદ/સરદાર કૃષિનગર (દાંતીવાડા)

> છારોડી (અમદાવાદ)બિડજ (ખેડા)

2). ગીર ગાય

ગીર ગાય મોટા ભાગે જૂનાગઢ, જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર અને સુરેન્દ્રનગરમાં જોવા મળે છે.

ગીર ગાય માટેના સંવર્ધન કેન્દ્રો

> ધૂવાવ (જામનગર)

> મોરબી

> જુનાગઢ

> બિડજ/ખેડા

3). ડાંગી

ડાંગી ગાય ડાંગ, સુરત અને વલસાડ જિલ્લાના વિસ્તારમાં જોવા મળે છે.

આ ઉપરાંત કચ્છ જિલ્લામાં થરપાકર ઓલાદની ગાયો પણ ઉછેરાય છે.

ભેંસ

દેશની કુલ ભેંસોની 9.55% ભેંસો ગુજરાતમાં છે.

ગુજરાતમાં ભેંસની કુલ ત્રણ જાત જોવા મળે છે.   

1). મહેસાણી ભેંસ

આ ભેંસ મોટે ભાગે ઉત્તર ગુજરાતમાં જોવા મળે છે.

સંવર્ધન કેન્દ્ર

>દાંતીવાડા (બનાસકાંઠા)

>બિડજ (ખેડા)

2). સુરતી ભેંસ

મધ્ય/દક્ષિણ ગુજરાતમાં જોવા મળે છે.

સંવર્ધન કેન્દ્ર

>નવસારી/ધામરોદ (નવસારી)

>બિંડજ (ખેડા)

3). જાફરાબાદી ભેંસ

જાફરાબાદી ભેંસ સૌરાષ્ટ્રમાં જોવા મળે છે.

સંવર્ધન કેન્દ્ર

>બિડજ (ખેડા)

ઘેંટા

ગુજરાતમાં ઘેટાંનું સંવર્ધન હાથ ધરવા માટે રશિયન “મેરિયો” ઘેંટાની આયાત કરવામાં આવી છે.

આ ઉપરાંત “રેમબુલોટ” ના વિદેશી વીર્યની સંકરણ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે.

ગુજરાતમાં ઘેંટાની મુખ્ય બે જાત જોવા મળે છે. 

1). પાટણવાડી

આ ઘેટાં બનાસ-સરસ્વતીના મેદાનમાં વધુ જોવા મળે છે.

પાટણવાડી ઘેટાંની જાત ઉચ્ચ પ્રકારની ઉન આપે છે.

આ ઘેટાં દર વર્ષે 0.7 થી 1.5 કિગ્રા ઉન આપે છે.

2). મારવાડી

મારવાડી ઘેટાં લાંબા અંતરનું સ્થળાંતર કરી શકે છે.

આ ઘેટાં દર વર્ષે 1 કિગ્રા ઉન આપે છે.

આ ઘેટાંની ઉન ગલીચા માટે જાણીતી છે.

ઘેંટા સંવર્ધન ફાર્મ

1). મોરબી

2). હિંગોળગઢ (રાજકોટ જિલ્લો)

3). પાટણ

4). શિહોર (ભાવનગર જિલ્લો)

5). ચલાલા (અમરેલી જિલ્લો)

6). નલિયા (કચ્છ જિલ્લો)

7). નાના લાયેજા (કચ્છ જિલ્લો)

8). અસેડા અને દાંતીવાડા (બનાસકાંઠા જિલ્લો)

બકરી

ગુજરાતમાં બકરીની મુખ્ય પાંચ જાત જોવા મળે છે.

1). કચ્છી : કચ્છમાં જોવા મળે છે.

2). ગોહિલવાડી : ભાવનગર, અમરેલી, પોરબંદર, જુનાગઢમાં જોવા મળે છે.

3). ઝાલાવાડી : સુરેન્દ્રનગર, રાજકોટમાં જોવા મળે છે.

4). મહેસાણી : પાટણ, મહેસાણા, બનાસકાંઠામાં જોવા મળે છે.

5). સુરતી : ભરુચ, સુરત, નવસારી વડોદરામાં જોવા મળે છે.

ઘોડા

જુનાગઢ ખાતે “કાઠી(કઠિયાવાડી)” જાતના ઘોડાનું એક અશ્વ સંવર્ધન કેન્દ્ર આવેલું છે. જેનાં મુખ્ય 6 પેટાકેન્દ્ર છે.

1). પાળીયાદ (ભાવનગર)

2). ગઢડા (બોટાદ)

3). લીમડી (સુરેન્દ્રનગર)

4). ગોંડલ (રાજકોટ)

5). નાગેશ્વરી (અમરેલી)

6). બાબરા (બોટાદ)

ઊંટ

કચ્છમાં ઘોરી ખાતે ઊંટ સંવર્ધન કેન્દ્ર આવેલું છે.

મરઘાં

ગુજરાતમાં “વાહિટ લેગહોર્ન” નામની મરઘાંની વિદેશી જાતનું સંવર્ધન અને ઉછેર કરવામાં આવે છે.

ગુજરાતમાં વ્યવસ્થિત મરઘાં ઉછેર માટે નીચેના સ્થળોને ‘પ્રાદેશિક મરઘાં સંવર્ધન કેન્દ્ર’ ની સ્થાપના કરવામાં આવી છે.

1). સુરત

2). હિંમતનગર

3). મકરબા (અમદાવાદ)

4). જુનાગઢ   

5). દાહોદ

6). વડોદરા

બતકાં પાલન

ગુજરાતમાં વડોદરા, ભરુચ, તાપી, વ્યારા, વલસાડમાં બતક પાલન કરવામાં આવે છે.

Read more

👉 પ્રાણીઓની વિશેષતાઓ
👉 ગુજરાતમાં ડેરીઓ
👉 ગુજરાતની ખેતી
👉 ગુજરાતમાં આવેલા મુખ્ય બંધ

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!