Join our WhatsApp group : click here

ગુજરાતના જાણીતા ચિત્રકારો

Gujarat na janita chitrakaro : અહીં ગુજરાતના જાણીતા ચિત્રકારોનો પરિચય આપવામાં આવ્યો છે. જે સ્પર્ધાત્મક પરીક્ષાને અનુલક્ષીને તૈયાર કરવામાં આવ્યો છે. ગુજરાતની તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી જનરલ નોલેજ મેળવવા જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

ગુજરાતના જાણીતા ચિત્રકારો

1). રવિશંકર રાવળ

2). ખોડીદાસ પરમાર

3). કનુ દેસાઇ

4). સોમાલાલ શાહ

5). છગનભાઈ જાદવ

6). રસિકલાલ પરિખ

7). પિયાજી સાગરા

8). બંસીલાલ વર્મા

9). ગુલામ મોહમ્મદ શેખ

10). શ્રી ભૂપેન ખખ્ખર

11). ચંદુભાઈ ત્રિવેદી

રવિશંકર રાવળ

જન્મ : 01 ઓગસ્ટ, 1882

જન્મ સ્થળ : ભાવનગર

મૃત્યુ : 9 ડિસેમ્બર, 1977

>> મળેલા પુરસ્કાર : પદ્મશ્રી(ઇ.સ 1965) અને રણજીતરામ સુવર્ણચંદ્રક (ઇ.સ 1930)

>> શ્રી રવિશંકર રાવળને ‘કલાગુરુ’ તરીકે ઓળખવામાં આવે છે. તેને કલાગુરુની ઉપાધિ કાકાસાહેબ કાલેલકરે આપી હતી. 

>> કલાગુરુ શ્રી રવિશંકર રાવળે ‘ગુજરાત કલાસંઘ’ નામની સંસ્થા સ્થાપી હતી.

>> તેમણે ઇ.સ 1924માં ‘કુમાર’ માસિકની શરૂ આત કરી હતી.

>> ગુજરાતનાં પ્રથમ સચિત્ર માસિક ‘વીસમી સદી’ માં તેમણે ઘણું યોગદાન આપ્યું છે.

>> રવિશંકર મહારાજના કૃષિ કન્યા, હેમચંદ્રાચાર્ય અને કૈલાસ રાત્રી નામના ચિત્રો પ્રસિદ્ધ છે.

>> તેમણે કલાકારની સ્મરણયાત્રા, આત્મકથાનક અને અજંતાના કલામંડપો નામથી પુસ્તકો લખ્યા છે.

>> ગાંધીજીએ રવિ શંકર રાવળ માટે કહ્યું હતું કે “મારી છાતી તેમના ચિત્રો જોઈને ઉછળે છે.”

ખોડીદાસ પરમાર

જન્મ : 31 જુલાઇ, 1930

જન્મસ્થળ : ભાવનગર  

અવસાન : 31 માર્ચ, 2004

>> ખોડીદાસ પરમારને ધરતીના ચિત્રકાર તરીકે ઓળખવામાં આવે છે.

>> ખોડીદાસ પરમારે લોકશૈલીની ચિત્રકળામાં મહારત મેળવી હતી.

>> તેમણે ગુજરાતના લોકસાહિત્ય-લોકમેળા વિષે આશરે 15 જેટલા પ્રકાશનો પણ પ્રગટ કર્યા હતા.

>> ખોડીદાસ પરમારે તેમના સંસ્મરણો ‘ધરતીના ચિત્રકાર’ નામના પુસ્તકમાં લખ્યા છે.

કનુ દેસાઇ

જન્મ : 12 માર્ચ, 1907

જન્મસ્થળ : અમદાવાદ

મૃત્યુ : 8 ડિસેમ્બર, 1980

મળેલા પુરસ્કાર : રણજીતરામ સુવર્ણચંદ્રક (ઇ.સ 1968)

>> કનુ દેસાઇનો પ્રથમ ચિત્ર સંગ્રહ ‘સત્તર છાયાચિત્ર’ છે.

>> તેમણે કાળાધાબા વડે છાયા ચિત્રો રચી અલગ ચિત્રકલા વિકસાવી હતી.

>> કનુ દેસાઇએ ગાંધીજી સાથે સફર ખેડીને દાંડીયાત્રાનું આખું આલબમ બનાવ્યું હતું.

>> ઇ.સ 1969માં ગાંધી જન્મ શતાબ્દી નિમિતે ગાંધીજીના જીવન ચરિત્રને આલેખતી બે ટ્રેનને શ્રી કનુભાઈએ ચિત્રો વડે સજાવી હતી.

>> કનુભાઈ દેસાઇએ ઝનક ઝનક પાયલ બાજે, રામ રાજય જેવી ફિલ્મનુ નિર્દેશન પણ કરેલું છે.

શ્રી સોમાલાલ શાહ

જન્મ : 14 ફેબ્રુઆરી, 1905

અવસાન : 12 નવેમ્બર, 1994

સોમાલાલ શાહને મળેલા મુખ્ય પુરસ્કારો :

1). ગૌરવ પુરસ્કાર (ઇ.સ 1968માં ગુજરાત રાજય લલિત કલા અકાદમી દ્વારા આપવામાં આવ્યો હતો.)

2). રણજીતરામ સુવર્ણ ચંદ્રક (ઇ.સ 1949)   

>> શ્રી સોમાલાલ શાહે રાજકોટમાં આવેલ આલ્ફેડ હાઈસ્કૃલમાં ચિત્રના શિક્ષક તરીકે ફરજ બજાવી હતી.

>> તેમના પ્રસિદ્ધ પંખી ચિત્રોમાં ‘અગન’ પ્રથમ ચિત્ર હતું.

>> સોમાલાલ શાહે પક્ષીચિત્રોનો સંપુટ ભાવનગરના નરેશ માટે તૈયાર કર્યો હતો.

>> ઇ.સ 1934માં તેમનો પંદર ચિત્રનો સંપુટ ‘રંગરેખા’ દક્ષિણમુર્તિ ભવને પ્રસિદ્ધ કર્યો હતો.

>> મારગને કાંઠે, ભયગ્રસ્ત હરણાં, યક્ષકાન્તા, વીણાનો મૃગ અને ગોવાલણો તેના પ્રસિદ્ધ ચિત્રો છે.

છગનભાઈ જાદવ

જન્મ : 22 ફેબ્રુઆરી, 1903

જન્મ સ્થળ : મહેસાણા જિલ્લાના કડી તાલુકામા

>> તેમણે ઇ.સ 1944માં હિમાલય યાત્રા કરી હતી. આ સમયગાળા દરમિયાન નિસર્ગ ચિત્રો ‘લેન્ડ સ્કેપ્સ’ કર્યા.

>> છગનભાઈ જાદવે દાંડીકુચનું ચિત્ર દોર્યું હતું.

>> ઇ.સ 1947માં તેઓ પુડુચેરી ગયા ત્યાં તે શ્રી અરવિંદ અને માતાજીના પરમ ભક્ત બન્યા હતા.

રસિકલાલ પરિખ

જન્મ : 16 મે, 1910

જન્મ સ્થળ : વાલિયા ગામ, રાજપીપળા (જી. નર્મદા)

અવસાન : 23 જૂન, 1982

રસિકલાલ પરિખને મળેલા સન્માન

1). ઇ.સ 1935માં રણજીતરામ સુવર્ણચંદ્રક

2). ઇ.સ 1936માં બોમ્બે આર્ટ સોસાયટી દ્વારા સુવર્ણ ચંદ્રક

3). ઇ.સ 1971માં ગુજરાત સરકાર દ્વારા તામ્રપત્રથી સન્માન

>> રસિકલાલ પરિખની જાણીતી ક્રુતિ ‘દેવદાસી’ ચિત્રકલા છે.

>> તેઓ ઇ.સ 1926માં ગુજરાત કલાસંઘ ચિત્રશાળામાં જોડાયા હતા.

>> રસિકલાલ પરીખે અમદાવાદ ખાતે શેઠ સી.એન. કોલેજ ઓફ ફાઇન આર્ટ્સની સ્થાપના કરી હતી.

>> રસિકલાલ પરીખે પાઠયપુસ્તકમાં પણ ચિત્રોનું યોગદાન આપેલ છે.

>> દેવદાસી, ગરીબોનું સ્વર્ગ, ઝરૂખો, ઘરનો પોપટ અને ઢીંગલી તેના પ્રસિદ્ધ ચિત્રો છે.

પિયાજી સાગરા

જન્મ : ઇ.સ 1931

જન્મસ્થળ : અમદાવાદ

અવસાન : ઇ.સ 2014

>> પિયાજી સાગરાએ કોઈપણ પ્રકારની તાલીમ વગર ચિત્રકારની ખ્યાતિ મેળવી હતી.

>> પિરાયજી સાગરા વર્ષ 1957માં ડ્રોઈંગ માસ્ટર બન્યા હતા અને વર્ષ 1960માં મુંબઈ ખાતે સર જે.જે. સ્કૂલ ઓફ આર્ટ્સમાં તેમણે આર્ટ માસ્ટર તરીકે સેવા આપી હતી.

>> તેમણે શરૂઆતમાં વાસ્તવદર્શી ચિત્રો તૈયાર કર્યા હતા. પરંતુ પાછળથી સંવેદના અને અનુભૂતિઓ આધારિત રેખાચિત્રો તેમણે તૈયાર કર્યા હતા.

>> પિરાયજી સાગરાએ અમદાવાદ સ્કૂલ ઓફ આર્કીટેકચરમાં વર્ષ 1963થી કાર્ય શરૂ કર્યું હતું.

>> તેઓ તેના ચિત્રમાં કાચી રેતીનો ઉપયોગ કરતાં હતા.

બંસીલાલ વર્મા

જન્મ : 23 નવેમ્બર, 1917

જન્મસ્થળ : ચોટીયા ગામ (જી. મહેસાણા)

મૃત્યુ : 8 સપ્ટેમ્બર, 2003

>> બંસીલાલ વર્મા ‘ચકોર’ ઉપનામથી જાણીતા છે.

>> તેઓ ચિત્રકળા શીખવા માટે રવિશંકર રાવળ સાથે જોડાયા હતા.

>> બંસીલાલ વર્મા ગુજરાતનાં પ્રસિદ્ધ કાર્ટુનિસ્ટ છે.

>> તેમણે આપેલ કાર્ટૂનમાં ‘ઇફ ડ્રેગન કમ્સ ટુ યુએન’ ખૂબ જ પ્રસિદ્ધ છે.

>> બંસીલાલ વર્માએન ઇ.સ 1955 થી 1959 સુધી ‘જન્મભૂમિ’ કાર્ટુનિસ્ટ તરીકે કામ કર્યું હતું.

>> તેમણે ગુજરાત સમાચારપત્રોમાં કટાક્ષ ચિત્રોની શરૂઆત કરી હતી. આ ઉપરાંત સંદેશમાં પણ તેને સેવા આપી હતી.

>> બંસીલાલ વર્માને ‘વડનગર નાગરિક સન્માન’ થી સન્માનીત કરવામાં આવ્યા હતા.

ગુલામ મોહમ્મદ શેખ

જન્મ : 1937માં

જન્મસ્થળ : સુરેન્દ્રનગર

તેમને મળેલ પુરસ્કાર :

1). પદ્મ શ્રી (ઇ.સ 1983)

2). પદ્મ ભુષણ (ઇ.સ 2014)

>> ગુલામ મોહમ્મદ શેખ ચિત્રકાર ઉપરાંત એક લેખક/કવિ પણ છે.

>> તેમણે જ્ઞાન-ગંગોત્રી કાવ્ય અને ક્ષિતિજ, વિશ્વમાનવ જેવા ગ્રંથોનું સંપાદન કરેલ છે.  

ભૂપેન ખખ્ખર

>> ઇ.સ 1934માં ભૂપેન ખખ્ખરનો જન્મ મુંબઈમાં થયો હતો.

>> ભૂપેન ખખ્ખરનું પ્રસિદ્ધ ચિત્ર “જનતા વોચ” છે.

ચંદુભાઈ ત્રિવેદી

>> ચંદુભાઈ ત્રિવેદીનો જન્મ અમરેલી જિલ્લાના લીલીયા ખાતે થયો હતો.

>> તેઓને ‘રાયજી’ ઉપનામથી ઓળખવામાં આવે છે.

અન્ય ચિત્રકારો

1). બાલક્રુષ્ણ પટેલ  

2). કનૈયાલાલ યાદવ

3). શિવ પંડ્યા

4). કાંતિભાઈ પટેલ

5). શ્રી શ્યાવક્ષ ચાવડા

6). રવિશંકર પંડિત

7). જ્યોતિ માનાભાઈ ભટ્ટ

8). ભાનુભાઈ શાહ

9). વાસુદેવ સ્માર્ત

10). હકૂભાઈ શાહ

11). જેરામ પટેલ

12). જશુભાઈ નાયક

13). ચંદ્ર ત્રિવેદી

14). રતિલાલ કાંસોદિયા

15). મગનભાઈ ત્રિવેદી

16). વૃંદાવન સોલંકી  

17). અમિત અંબાલાલ

Read more

👉 સાંસ્ક્રુતિક વારસાની મોક ટેસ્ટ (Mcq)
👉 ગુજરાતની લોક ચિત્ર કળા
👉 ગુજરાતના લોકનૃત્ય
👉 ગુજરાતમાં આવેલી વાવ
👉 ગુજરાતનાં લોકમેળા

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!