અહીં ગુજરાતના વિવિધ વિસ્તારોના પ્રાચીન નામો આપવામાં આવ્યા છે. જેમાં જે-તે સ્થળનું વર્તમાન નામ અને તેની સામે તેનું પ્રાચીન નામ આપવામાં આવ્યું છે. છેલ્લે ગુજરાતના મહત્વના શહેરો અને નદીઓના પ્રાચીન નામની લિન્ક આપેલ છે.
ગુજરાતના વિવિધ પ્રદેશોના પ્રાચીન નામો
પ્રાચીન નામ | હાલનું નામ |
---|---|
સારસ્વત | સરસ્વતી કાંઠો |
શ્વભ્ર | સાબરકાંઠો |
માહેય | મહીકાંઠો |
લાટ | દક્ષિણ ગુજરાત |
વાગડ પ્રદેશ | રાજસ્થાનનો ડુંગરપૂર-બાંસવાડાનો ભાગ |
સોરઠ | જુનાગઢ જિલ્લાનો વિસ્તાર |
નિષાદ પ્રદેશ | દક્ષિણ ગુજરાતનો ડાંગ, ધરમપૂર, વાસંદાનો વિસ્તાર |
પ્રભાસ પાટણ | સોમનાથ |
ભૂગુક્ષેત્ર | ભરુચની આસપાસનો વિસ્તાર |
અપરાન્ત | પશ્ચિમ સરહદ (કોંકણ- મહારાષ્ટ્ર) |
શુર્પારક | સોપારા (મહારાષ્ટ્ર) |
આનર્ત | ઉત્તર ગુજરાત |
હલપટ્ટા | હળવદ |
મધુમતી | મહુવા |
મધુપૂરી | મહુડી |
શિવભાગપૂર | શિવરાજપૂર (પંચમહાલ) |
ધર્મારણ્યક્ષેત્ર | મોઢેરાની આસપાસનો વિસ્તાર |
હાટકેશ્વર ક્ષેત્ર | વડનગરની આસપાસનો વિસ્તાર |
કુમારિકા ક્ષેત્ર | ખંભાતની આસપાસનો વિસ્તાર |
તાલધ્વજપૂરી | તળાજા |
સત્યપૂર | સાંચોર |
ઇલ્યદુર્ગ | ઇડર |
ખેટક | ખેડા |
ઉજ્જયન્ત | ગિરનાર |
રૈવતક | ગિરનાર |
હસ્તવપ્ર | હાથબ (ભાવનગર) |
પુંડરીક | શેત્રુંજય |
ઉન્નત | ઉના |
મંગલપૂર | માંગરોળ |
કૌંડિન્યપૂર | કુતિયાણા |
ભદ્રપતન | ભાદરોડ (ભાવનગર) |
થારાપટ્ટ | થરાદ |
તારણ ગિરિ | તારંગા |
તારણદુર્ગ | તારંગા |
ઘૂસડી | વિરમગામ |
હર્ષપૂર | હરસોલ (સાબરકાંઠા) |
ગોદ્રહક | ગોધરા |
કર્પટવાણિજય | કપડવંજ |
બદરસિદ્ધિ | બોરસદ |
વ્યાઘ્રપલ્લી | પાટણ પાસે આવેલું એક પ્રાચીન ગામ |
નગરક | નગરા (ખંભાત) |
સૂર્યપૂર | સુરત |
અંકુરેશ્વર | અંકલેશ્વર |
વલ્કલિની | વેકળી નદી (ઇડર પાસે) |
વડવલ્લી | વાલોડ |
ભૂમિલિકા | ઘૂમલી (દેવભૂમિ દ્વારકા) |
કનીપૂર | કડી |
નવસારિકા | નવસારી |
તીર્થસ્થળ | તીથલ |
શંખપૂર | શ્ંખેશ્વર |
બારિગાઝા | ભરુચ |
નમ્મદુસ | નર્મદા |
ઋક્ષ | સાતપુડા |
વરાહ | બરડો ડુંગર |
કૌસંભવન | કોસંબા |
દંડકારણ્ય | ડાંગ જિલ્લો |
કુબેરનગર | કોડીનાર |
કોટિનગર | કોડીનાર |
ગોમૂત્રિકા | ગોમટા ગામ (ગોંડલ) |
ગોમંડલ | ગોંડલ (રાજકોટ) |
આનુમંજી | અમરેલી |
ઉમાપૂર | ઊંઝા |
અટ્ટાલજ | અડાલજ |
મંડલી | માંડલ (વિરમગામ પાસે) |
પાટલનગર | વાડજ |
વાડવનગર | વાડજ |
નરપટ્ટ | નડિયાદ |
ચમત્કારપૂર ક્ષેત્ર | વડનગરની આસપાસનો વિસ્તાર |
બ્રહ્મખેડ ક્ષેત્ર | ખેડબ્રહ્માની આસપાસનો વિસ્તાર |
વામનનગર | વંથલી (જુનાગઢ જિલ્લો) |
Read more